( તડકભડક: ‘સંદેશ’, ‘સંસ્કાર’ પૂર્તિ, રવિવાર, 6 જુલાઈ 2025 )
સરદાર વલ્લભભાઈ પટેલે જ્યારે રજવાડાંઓને ભારતમાં ભેળવી દેવાની કાર્યવાહી શરૂ કરી અને જ્યારે એક પછી એક સફરજન એમની ટોપલીમાં આવવા લાગ્યાં ત્યારે વિશ્ર્વની મહાસત્તાઓના પેટમાં કેવી ફાળ પડી હશે? અમેરિકા, બ્રિટન, રશિયા, ચીન વગેરે બધાએ માની લીધું હશે કે ભારત એક થઈ શકવાનું જ નથી અને એનાં ૫૬૨ જેટલા ટુકડાઓ થઈ જશે, દરેક રાજા પોતાનું અલગ રાષ્ટ્ર બનાવશે અને યુરોપમાં જેમ ચિરકુટ દેશો છે એવી જ હાલત ભારતની થવાની.
પણ એવું ના બન્યું. એક માણસની કુનેહ આમાં કામ લાગી ગઈ. સમજાવટ, ક્યારેક લાલચ તો ક્યારેક ધમકી પણ મોટેભાગે તો પ્રેક્ટિકલ બનીને દેખાડવામાં આવતું ભવિષ્ય. બધા સમજી ગયા. જૂનાગઢનો નવાબ, હૈદરાબાદનો નિઝામ અને કાશ્મીરના રાજા હરિસિંહે પણ છેવટે તો સ્વીકારવું પડ્યું કે ભારતની સાથે હોઈશું તો જ સમૃદ્ધ થઈશું, અમારી પ્રજાની સલામતી પણ એમાં જ છે.
અંગ્રેજોએ ભારત વિશે જે કંઈ લખ્યું છે તેમાં ભારતની આબોહવા, ભારતના વાતાવરણની વાત આવે તો તેઓ અચૂક લખે કે આ દેશ ધૂળિયો છે, ગરમ પ્રદેશ છે. ‘હીટ ઍન્ડ ડસ્ટ’ નામની એક ફિલ્મ પણ આવી ગઈ. જેમ્સ આઈવરીએ ડિરેક્ટ કરેલી, ઈસ્માઈલ મર્ચન્ટે પ્રોડ્યુસ કરેલી જેમાં શશી કપૂર હતા.
ભારતની આ ધૂળ અને ભારતનો આ તડકો જ આ દેશની જાન છે. તમારા દેશમાં સ્નો પડ્યા કરે અને કંઈ ધનધાન્ય સરખાં ઊગે નહીં. લંડનમાં ગમે ત્યારે વરસાદ પડે અને રોગચાળા ફેલાતા. સખત ઠંડીવાળા પ્રદેશમાં કુદરતી સંપત્તિના નામે અલમોસ્ટ શૂન્ય. બહારથી બધું મગાવવું પડે. ખાવાપીવાનું, જીવન જરૂરિયાતની ચીજો વગેરે માટે વિદેશો પર આધાર રાખવો પડે. આમાંથી એમને બીજા દેશો પર ચડાઈ કરવાનો વિચાર આવ્યો. આપણે આપણી રીતે સુખી હતા, સમૃદ્ધ હતા, ભગવાનની મહેર હતી એટલે દરિયાપાર જતા નહીં, જવાનું કોઈ કારણેય નહોતું. જ્ઞાનસમૃદ્ધ આ વિશાળ દેશમાં પરદેશી વિદ્વાનો આવીને વસતા અને અહીં વેદઉપનિષદનું જ્ઞાન પામીને, ગણિત-વિજ્ઞાન-આયુર્વેદની જાણકારી મેળવીને પોતપોતાના દેશમાં જઈને પોતાની મૌલિક શોધ, પોતાના મૌલિક વિચાર હોય એમ ભારતમાંથી મેળવેલા જ્ઞાનની લહાણી કરતા, કોઈ ક્રેડિટ આપ્યા વગર. કોઈ તમને એમ કહે કે બાઈબલમાં પણ એ જ વાત લખી છે જે ગીતામાં છે કે કુર્રાન પણ એ જ વાત કરે છે જે ઉપનિષદમાં છે ત્યારે એને કહેવાનું કે બાઈબલ-કુર્રાન કરતાં ગીતા-ઉપનિષદ હજારો વર્ષ પહેલાં લખાયાં. રિમેકનો જમાનો ત્યારે પણ હતો. ઉઠાંતરી ત્યારે પણ થતી. આવી પાયરસી સામે આપણને વાંધો ન હોય તો ભલે પણ ભોળા થઈને ઈમ્પ્રેસ થવાની કોઈ જરૂર નથી. ન તો આને કારણે એ લોકો આપણા સમોવડિયા બની જાય છે. મૂળ સ્ત્રોત આ દેશમાંથી આવ્યો છે.
ભારતના જે જે પ્લસ પોઈન્ટ્સ હતા તે બધાને પરદેશીઓએ તમારા માઈનસમાં ખપાવ્યા. આપણે આપણી જ્ઞાનગંગાને પવિત્ર રાખવા માટે બીજા લોકોના સંપર્કથી દૂર રહેવાની જરૂર હતી. ખાવાપીવાની સમૃદ્ધિ આપણે ત્યાં પૂરતી હતી. સમશીતોષ્ણ વાતાવરણને કારણે આપણા દેશમાં લગભગ બધું જ ઉપલબ્ધ હતું. છેક ઉપર કેસર અને સફરજન ઊગતાં તો છેક નીચે ચોખાની ભરપૂર ખેતી થતી. ઘઉં, બાજરો, જુવાર, તુવેર, ફળ-ફૂલ શું નથી પાકતું આપણા દેશમાં. આપણને બીજાઓની જરૂર નહોતી એટલે આપણે એ જમાનામાં દેશાવર ખેડતા નહોતા. આપણે આક્રમણખોર નહોતા, આપણું સામ્રાજ્ય વધારવાની આપણી પાસે જરૂર નહોતી, કારણ કે આપણી પાસે પૂરતી ભૂમિ હતી અને આ ભૂમિ પર ઊગતું ધનધાન્ય આપણી પ્રજાને સંતોષથી જીવવા માટે પૂરતું હતું. માટે સાત સમંદર ખેડવાની આપણને કોઈ જરૂર નથી. આ પર્સપેક્ટિવ સમજવો જોઈએ તમારે. ખાસ કરીને ત્યારે જ્યારે કોઈ આપણી ટીકા કરે કે તમારા દેશમાં તો દરિયો ખેડવાની મનાઈ હતી, દરિયો ખેડવાથી અભડાઈ જવાય એવું તમારા પૂર્વજો માનતા હતા.
હકીકત એ છે કે જે દેશો પાસે પૂરતી ભૂમિ નહોતી અથવા પોતાની પ્રજાને ખવડાવવા માટે પૂરતું ધાન નહોતું એ ભિખારી પ્રજા પોતાનો દેશ છોડીને આપણા દેશમાં ઘૂસણખોરી કરતી રહી છે, આક્રમણો કરતી રહી છે. આમાં અંગ્રેજોનો પણ સમાવેશ થઈ જાય. અંગ્રેજો ભિખારીમાંથી શ્રીમંત થયા તે બરાબર પણ તે કેવી રીતે? દાઉદ ઈબ્રાહિમ ડોંગરીની ચાલમાંથી કરાચીમાં મહેલ જેવા બંગલામાં કેવી રીતે રહેતો થયો? બીજાઓને લૂંટીને. અંગ્રેજો જગત આખાને લૂંટીને સમૃદ્ધ થયા.
અહીં એક વાત નોંધવા જેવી છે કે આપણે આપણી જાતને કોસતા હોઈએ છીએ કે આપણે અમુક બાબતમાં પૂરતો ખર્ચ કરતા નથી. દાખલા તરીકે ડૉક્યુમેન્ટેશન પાછળ, આપણે પુસ્તકાલયોમાં આપણા દસ્તાવેજો સાચવતા નથી એનાં બે કારણો છે, જે હતું એમાંનું ઘણું બધું આક્રમણખોરોએ નષ્ટ કર્યું. બીજું કારણ એ કે આપણી પાસે એ લોકોની જેમ લૂંટેલું ધન નથી કે આપણે રિસર્ચના પ્રોજેક્ટ્સ પાછળ કરોડો રૂપિયા ઈન્વેસ્ટ કરી શકીએ. આપણી પાસે મહેનતની કમાણી છે. સૌથી પહેલાં આ દેશના ઈન્ફ્રાસ્ટ્રકચર પાછળ પૈસા ખર્ચાશે. પછી પેલી બધી બાબતોનો વારો આવે. અમેરિકા કે યુરોપના દેશો પારકે પૈસે તાગડધિન્ના કરે છે.
અમેરિકા આ બધામાં સૌથી બદમાશ દેશ છે. રોગ (rouge) નૅશન. જર્મની, વિયેતનામ, ઈરાક, અફઘાનિસ્તાન – તમે જુઓ કે અમેરિકા સતત દુનિયાના કોઈને કોઈ દેશ સાથે લડતું રહ્યું છે, પણ પોતાની ભૂમિ પર નહીં, બીજાની ભૂમિ પર જઈને. આને કારણે પોતાના નાગરિકોની સલામતી પાકી થઈ જાય. અને ક્યારેક કોઈ ઓસામા બિન લાદેન આવીને તમારાં બે લાંબાં મકાનો ઉડાવીને બે ચાર હજાર નાગરિકોનો જીવ લઈ લે ત્યારે તમે એવી હોહા કરી મુકો કે તમે ડાહીમાના દીકરા. જગતમાં લાખો નિર્દોષ નાગરિકોને યુદ્ધના બહાને માર્યા/બેઘર કર્યા ત્યારે વિચાર્યું નહોતું કે તમારા પગ તળે પણ રેલો આવવાનો છે?
બીજાની બૂરાઈ કરીને આપણે સારા દેખાવાની કોશિશ કરીએ છીએ એવું નથી, પણ ભારતને સતત જ્યારે બીજા લોકો ઉતારી પાડે છે અને જાણે પોતે જ આખી દુનિયામાં સુધરેલા – શ્રીમંત છે એવી છાપ ઊભી કરવાની કોશિશ કરે છે ત્યારે સાલું જરાક લાગી આવે છે.
પાન બનારસવાલા
ઊંઘવું સારી વાત છે, પણ વાંચવું બેટર છે.
– જ્યોર્જ આર. આર. માર્ટિન (‘અ ગેમ ઑફ થ્રોન્સ’ના લેખક)
• • •
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ
મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.
‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.
જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.
દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.
‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.
‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.
આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)
તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:
BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis
Net Banking / NEFT / RTGS-
Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings
A/c No. : 33520100000251
IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)
Branch Pin Code : 400076
તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.
આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.
તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.
જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.
સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).
• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો