બુરખાવાળીઓની ઓળખ તપાસ્યા વિના મતદાન કરવા દેવાનો કોઈ નિયમ છે ભારતમાં? : સૌરભ શાહ

(‘ત્રિવિધા’, Newspremi.com : ગુરુવાર, ૨૧ નવેમ્બર ૨૦૨૪)

ઈવીએમને લઈને લોહીઉકાળો કરતા ગાંડિયા લોકોને પૂછવાનું કે કર્ણાટક અને હિમાચલમાં કૉન્ગ્રેસ જીતે છે ત્યારે ઈવીએમને તમે લોકો ગાળો કેમ નથી આપતા? હવે તો રિઝલ્ટ આવે તે પહેલાં ભારતની મતદાનપ્રક્રિયા સામે સવાલ ઉઠાવવાનું શરૂ થઈ ગયું છે. ગઈ કાલે મહારાષ્ટ્ર-ઝારખંડમાં વિધાનસભાની તમામ બેઠકોની ચૂંટણીની સાથે સાથે ઉત્તરપ્રદેશ, ગુજરાત વગેરેની કેટલીક ખાલી પડેલી બેઠકો પર પણ ચૂંટણી હતી. યુપીમાં અખિલેશ યાદવ નામના રોંગ નંબર નેતાએ હલ્લો મચાવ્યો કે મતદાન કરતી વખતે મુસ્લિમ મહિલાઓની બુરખો ઉઠાવીને ઓળખ કરવામાં આવે છે તે બંધ થવી જોઈએ.

અરે વાહ! સરકારી યોજનાઓનો લાભ લેવા માટે આધાર કાર્ડ બનાવતી વખતે શું મુસ્લિમ મહિલાઓ બુરખા પરનો નકાબ હટાવીને ફોટો નથી પડાવતી? પાસપોર્ટ પર જે ફોટો ચિપકાવવાનો હોય છે તે ફોટોમાં શું નકાબ પહેરેલો હોય છે? 56 ઇસ્લામિક દેશોમાંથી કયા દેશના વિઝાના ફૉર્મમાં નકાબવાળી મહિલાનો ફોટો અલાઉડ છે?

ગઈકાલે મીડિયાએ ગતકડું ચલાવ્યું કે ચૂંટણી પંચની ના હોવા છતાં યુપીમાં અમુક ઠેકાણે મુસ્લિમ મહિલાઓની બુરખો હટાવીને પહેચાન કરવામાં આવી. ચૂંટણી પંચના નિયમો પ્રમાણે બુરખાધારી મહિલા પોલિંગ બુથમાં જઈને પોતાનું ઓળખપત્ર (વોટર્સ આઈડી, આધાર, પાસપોર્ટ ઈત્યાદિ) બતાવે ત્યારે ચૂંટણી પંચે અધિકૃત કરેલી વ્યક્તિએ એમાંના ફોટા સાથે મતદાન કરવા આવેલી વ્યક્તિનો ચહેરો મેળવી જોવો ફરજિયાત છે. ચૂંટણી પંચે જેમને જવાબદારી સોંપી છે એ સૌની ફરજ છે કે મતદાન કરવા આવેલી વ્યક્તિના ચહેરાની ઓળખપત્રમાંના ફોટા સાથે મેળવણી થાય, સચ્ચાઈની ખાતરી થાય, અને તે પછી જ એને મતદાન કરવાની પરવાનગી આપવામાં આવે.

એરપોર્ટ પર તમે પ્રવેશો તો પહેલાં તમારો ચહેરો ફરજ પરના અધિકારીઓ તમારા ઓળખપત્ર સાથે બે વાર આંખ ઊંચીનીચી કરીને મૅચ કરે જ છે. (હું જ્યારે દાઢી અને લાંબા વાળ રાખતો ત્યારે સિક્યુરિટીવાળાએ ત્રણવાર આંખ ઊંચીનીચી કરવી પડતી).

સ્વિત્ઝરલેન્ડ સહિત કેટલાક યુરોપીય દેશોએ જાહેરમાં બુરખો પહેરીને ચહેરો ઢાંકવા ઉપર પ્રતિબંધ મૂક્યો છે. જાહેર રસ્તાઓ પરના સીસીટીવી કેમેરાઓમાં ચહેરાઓ રેકોર્ડ કરવાના હોય, બુરખાઓ નહીં જેથી કોઈ અણછાજતી ઘટના બને ત્યારે કલ્પ્રીટની આઇડેન્ટીટીની જાણ થાય, ત્વરિત પગલાં લઈ શકાય. કેટલાક પ્રગતિશીલ ઇસ્લામિક દેશોએ તો બુરખો પહેરવો કંપલસરી નથી, સ્વૌચ્છિક છે એવું પણ પોતાના નાગરિકોને કહ્યું છે.

અહીં ઇન્ડિયામાં જ મુસ્લિમ મતદારોને બહેકાવવા કેટલાક ગુંડા જેવા નેતાઓ અને કેટલીક ગૅન્ગસ્ટરોના અડ્ડા જેવી ન્યુઝ ચેનલોના ફેક પત્રકારો બુરખા વિશે ફેક હકીકતોનું રિપોર્ટિંગ કરીને ફેક ન્યુઝ ફેલાવીને ફેક નરેટિવ ઊભો કરે છે.

હિંદુઓ કરતાં વધારે મુસ્લિમોએ ફેક નરેટિવ ઊભો કરનારાઓનો વિરોધ કરવો જોઈએ. એમના પોતાના જ ફાયદામાં છે.

***

ગઈ કાલે મહારાષ્ટ્રમાં (અને ઝારખંડમાં) વિધાનસભા માટે મતદાન થયું. ક્યાંય કોઈ હિંસા ન થઈ, વિવાદ ન થયો. બધું શાંતિથી પાર પડ્યું.

આપણને, સામાન્ય મતદારોને, ખબર જ નથી હોતી કે આપણો એક મત કોઈ જાતની હેરાનગતિ વિના, કોઈ જાતની ગરબડ વિના મતપેટીમાં (ઈવીએમમાં) પડે એ માટે સરકાર કેવી કેવી મહેનત કરતી હોય છે.

ગઈ કાલે મતદાનનો સમય શરૂ થાય તે પહેલાં અમે લાઈનમાં ઊભા રહી ગયા હતા. મારી આગળ અમારા જ બિલ્ડિંગના પરિચિત હતા જે હેલિકૉપ્ટર પાયલટ છે. અમે એક ભાડાની ટેક્સીમાં બે-ત્રણ વ્યક્તિઓને આવતી જોઈ. આગળની સીટ પર મશીનગન લઈને બેઠેલા પોલીસે મતદાન કેન્દ્રમાંથી એક અધિકારીને બોલાવીને સૂચનાઓ આપી. ટેક્સી આગળ જતી હતી ત્યારે મેં પોલીસ અધિકારી પાસે જઈને કહ્યું કે મતદાન 7 વાગ્યે સમયસર શરૂ થઈ જાય એ માટે તમે સવારે પાંચ વાગ્યાથી કામે લાગી ગયા હશો, તમારો ખૂબ ખૂબ આભાર.

પોલીસ અધિકારી કહે : નહીં, સાહેબ. અમે ગઈ કાલ સાંજથી ડ્યુટી પર છીએ!

દરેક મતદાન મથક પર ફરજ બજાવતા લોકો પેકેટમાં આવતો ઠંડો બ્રેક ફાસ્ટ, ઠંડું લંચ ખાઈને પણ ઉમળકાભેર પોતાની ફરજ બજાવતા હોય છે. ઈલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા (ઈ.સી.આઈ.) એક મતદાતા માટે પણ મતદાન મથક ખોલે છે. 85 વર્ષથી વધુની ઉંમર હોય તો ઘરે આવીને પોલિંગ બૂથ બનાવી તમારો મત લઈ જાય છે. તમારા વોટર્સ આઈડીમાં જે સરનામું લખ્યું હોય તેની નજીકની જ શાળામાં તમારું કેન્દ્ર આવે તેની કાળજી રાખવામાં આવે છે. મારું મતદાન કેન્દ્ર મારા ઘરથી માંડ પાંચ મિનિટના વૉકિંગ ડિસ્ટન્સ પર હતું. જો વોટર્સ આઈડી પર સરનામું અલગ હોય અને તમારું નિવાસસ્થાન અલગ હોય તો સ્વાભાવિક છે કે તમારે તમારા ઘરેથી લાંબું અંતર કાપીને મતદાન કરવા જવું પડે. મારા ધ્યાનમાં થાણેમાં રહેતા બે કુટુંબો એવા છે જેઓ વર્ષોથી થાણેમાં રહે છે પણ એમણે વોટર્સ આઈડીમાં પોતાના વતનના ગામનું સરનામું નોંધાવ્યું છે. આ કુટુંબોના મતદાતાઓ દર વખતે ત્રણ-ચાર કલાકનું ટ્રાવેલિંગ કરીને ખુશીખુશી મત આપવા જાય છે – ફરિયાદ નથી કરતા કે મતદાન કેન્દ્ર અમારા ઘરથી દૂર શું કામ છે!

***

અમેરિકા કરતાં ભારતની ચૂંટણી પ્રક્રિયા લાખ દરજ્જે સારી છે. અમેરિકા જે પ્રકારના ઇવીએમ વાપરે છે તે ભારત કરતાં તદ્દન જુદા છે, ઇલન મસ્કે કહ્યું છે તેમ હૅક થઈ શકે એવા છે. ભારતમાં વપરાતાં ઇવીએમ ટચ સ્ક્રીનવાળા ડિજિટલ નથી, ઈલેકટ્રિકલ છે અને અમેરિકાની જેમ સર્વર સાથે જોડાયેલા નથી હોતા. એટલે એને હૅક કરવા શક્ય જ નથી. ચૂંટણી પંચ અને સુપ્રીમ કોર્ટે વારંવાર આ વાત કહી છે. એક સિમ્પલ દાખલો આપીને સમજીએ. કોઈ તમને કહે કે મારી ગાડી તો પેટ્રોલ વિના ચાલે છે તમે કેમ પેટ્રોલ પાછળ ખર્ચો કરો છો? ત્યારે તમારે સમજવાનું હોય કે એની ગાડી ઇલેકટ્રિક વેહિકલ હશે, સીએનજીથી ચાલતી હશે અથવા એમાં ડિઝલ એન્જિન હશે. બેઉ ગાડીઓની બનાવટ જુદી છે – હેતુ ભલે એક જ હોય. અમેરિકા અને ભારતમાં વપરાતાં ઇવીએમની બનાવટ સાવ જુદી હોય છે – બંનેનો હેતુ ભલે એક જ હોય.

અમેરિકામાં કેટલાંક રાજ્યોમાં તમે ઓળખપત્ર દેખાડ્યા વિના મતદાન કરી શકો છો (જેનો ઇલન મસ્ક અને ડોનાલ્ડ ટ્રમ્પ વિરોધ કરે છે. કરવો જ જોઈએ).

અમેરિકામાં ચૂંટણી થઈ ગયા પછી, ડોનાલ્ડ ટ્રમ્પની જીત થઈ ગયા પછી, દસ દસ દિવસ સુધી કેટલાંક રાજ્યોમાં મતગણતરી ચાલુ રહે છે. આવું કેવું?

ખેર, અમેરિકા અમેરિકાનું જાણે. આપણને ભારતની ચૂંટણીપ્રક્રિયા સાથે સંબંધ છે. કાગળ પર ઠપ્પો મારીને થતા મતદાનનો જમાનો તમને યાદ છે. બિહાર-યુપી-બંગાળ અને કેટલાંક દક્ષિણ ભારતીય રાજ્યોમાં બેલટ પેપરો છિનવીને ગુંડાઓ કોઈ એક પક્ષના ઉમેદવારોની તરફેણમાં ઠપ્પા મારતા. મતપત્રકો સળગાવી દેવામાં આવતા. મતપેટીઓ ગાયબ કરી દેવામાં આવતી. ભાજપના કે એનડીએના વિરોધીઓ હારતા હોય છે ત્યારે તેઓ ઇવીએમ પર, ચૂંટણી પ્રક્રિયા પર સવાલ ઉઠાવતા થઈ જાય છે. આ વિરોધીઓના ગાંડિયા સમર્થકો પણ સવાલ ઉઠાવતા થઈ જાય છે. ભારતમાં જે સારું છે તે તેઓ જોઈ શકતા નથી. તો પછી ભારતની પ્રગતિ તેઓ કેવી રીતે જોઈ શકવાના છે? એટલે જ અંધાધૂંધી, અરાજકતા અને એલફેલ આક્ષેપોનું રાજકારણ તેઓ ખેલી રહ્યા છે.

• • •

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ

મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.

‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.

જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.

દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.

આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)

તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:

BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis

Net Banking / NEFT / RTGS-

Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings

A/c No. : 33520100000251

IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)

Branch Pin Code : 400076

તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.

આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.

તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.

જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.

સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).

HiSaurabhShah@gmail.com

Twitter.com/hisaurabhshah

Facebook.com/saurabh.a.shah

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here