પ્રહ્લાદ જોષીએ ‘સફારી’ અને નગેન્દ્રભાઈની બદનામી કરી રહેલા વામપંથીઓના મોઢા પર સણસણતો તમાચો મારીને કહ્યું: ‘જમણેરી વિચારધારામાં ખોટું શું છે?’ : સૌરભ શાહ

(‘ગુડ મૉર્નિંગ’, ન્યુઝપ્રેમી ડૉટ કૉમ: રવિવાર, ૮ જૂન ૨૦૨૫)

‘સફારી’ અને નગેન્દ્ર વિજય વિરુદ્ધના ડાબેરીઓના અપપ્રચારની સામે નગેન્દ્રભાઈના જ્યેષ્ઠ દીકરા વિશાલ સાથે કામ કરનારા પ્રણવ પંડ્યાએ અત્યંત સૌમ્ય ભાષામાં ફેસબુક પર જે પોસ્ટ લખી છે તેની ઝલક મેં તમને ગઈ કાલના પીસમાં આપી. આ ઉપરાંત પ્રહ્લાદ જોષી સાહેબે અને ભાઈ પાર્થ દવેએ ખૂબ જ વિગતવાર, કડક પણ સંસ્કારી ભાષામાં તાર્કિક રીતે ‘સફારી’ તથા નગેન્દ્રભાઈ વિરુદ્ધના પ્રોપગેન્ડાને જડબાતોડ જવાબ આપ્યો છે. આ ઉપરાંત અમારા સદાબહાર મહેશ પુરોહિતે તો એક કરતાં વધારે યાદ ‘સફારી’ તથા નગેન્દ્રભાઈનું ઉપરાણું લઈને ડાબેરીઓની ગેન્ગની ખાલ ઉધેડી નાખી છે. તમે ફેસબુક પર જઈને આ ત્રણેય પોસ્ટ વત્તા પ્રણવ પંડ્યાની પોસ્ટ વાંચો એવી મારી આગ્રહભરી વિનંતી છે.

કોઈ અનજાન, અણસમજુ, અસહિષ્ણુ અને અસંસ્કારી ડાબેરીએ લખ્યું: ‘ગુજરાતમાં નાનાનાના નિર્દોષ બાળકો અને બાળબુદ્ધિ વાચકોને જમણેરી વિચારધારામાં પલોટવાનું પાપ (‘સફારી’એ અને નગેન્દ્રભાઈએ કર્યું.)’

પ્રહ્લાદ જોષીએ આ લખાનારના મોઢા પર સણસણતો તમાચો મારતાં કહ્યું:

‘ચાલો, લખનાર આ કહે છે તે સાચું છે એમ માની લઈએ. તો વિચારીએ કે જમણેરી એટલે શું? ડાબેરીઓ પણ અસંમત નહીં થાય કે જમણેરી એટલે જેમને પોતાના રાષ્ટ્રનું અભિમાન હોય, પોતાના ધર્મનું (આ લેખના સંદર્ભમાં, હિન્દુ ધર્મનું) અભિમાન હોય, સાંસ્કૃતિક શુદ્ધતામાં માનતો હોય…તો મારો પ્રશ્ન એ છે કે જમણેરી વિચારધારામાં ખોટું શું છે, જેને એ લખનાર પાપ કહે છે….વામપંથનો અંતિમ હેતુ મનુષ્યતાને પશુતામાં (અરાજકતામાં) પાછી લઈ જવી એ જ છે. ધર્મ અને રાષ્ટ્ર તો ઠીક પણ સમાજ અને પરિવાર જેવી સંસ્થાઓનો પણ વામપંથ વિરોધ કરે છે અને તેનો નાશ કરવા તત્પર છે…’

ક્યા બાત હૈ, પ્રહ્લાદ જોષીસાહેબ. 2,684 શબ્દોની આ દીર્ઘ પોસ્ટમાં આપે એકએક શબ્દ જતનપૂર્વક વાપરીને ડાબેરી ગટરમાં ઉછરેલી માનસિકતાને બરાબર ઉઘાડી પાડી છે.

મહેશ પુરોહિતે ડાબેરી પ્રચારની ઝાટકણી કરતાં લખ્યું છે: ‘સફારી’એ સત્ય લખ્યું, પ્રવાહના વિરોધમાં જઈને લખ્યું, સોય ઝાટકીને લખ્યું, પુરાવા સાથે લખ્યું, કાઉન્ટર ન કરી શકાય એવી રીતે લખ્યું. આ લોકો ‘સફારી’ને ડિસ્ક્રેડિટ ન કરી શક્યા. ‘સફારી’ની પ્રતિભા સામે આ લોકો હંમેશાં વામણા સાબિત થયા છે. અને આ ખીજ આ લોકોના મનમાં હંમેશાં રહી જે ખીજ કાઢી રહ્યા છે…’

પાર્થ જોષીએ લખ્યું કે, ‘સફારી’ વિશે એવી વાત ચાલે છે કે ‘સફારી’ એના નરેટિવમાં સંઘી હતું…આખી વાત જ બકવાસ છે. ઐતિહાસિક લખાણમાં જો કોઈ સ્પેસિફિક ઘટનામાં ગાંધી કે નેહરુ દ્વારા કચાશ રહી જવા પામી હોય તો શું ઇતિહાસના પાઠમાં એનો ઉલ્લેખ જ નહીં કરવો? ઉલ્લેખ કરવો એ સાચી રાષ્ટ્રભક્તિ છે. નહીં કરવો એ નેતાભક્તિ છે….ગુજરાતને આટલું સમૃદ્ધ લખાણ આપનારા નગેન્દ્ર વિજયને અસ્તાચળે ખોટા (કહીને) અને ખોટી હકીકતના આધારે બદનામ કરવા એ મડદાં ખાતા ગીધની વૃત્તિ છે…(નગેન્દ્રભાઈ જેવું) લેખન રાઈટ વિંગ હોય તો હજારોવાર આવું રાઈટ વિંગ લખાવું જોઈએ.’

ડાબેરી ગેન્ગસ્ટરોએ મિત્ર હોવાનો માહોલ કરીને પિતા નગેન્દ્રભાઈ વિરુદ્ધ પુત્ર હર્ષલને જે રીતે ઉશ્કેર્યો છે તે જોઈને મને 2005ની રામ ગોપાલ વર્માની ફિલ્મ ‘સરકાર’ યાદ આવે છે. એમાં આવી જ એક સિચ્યુએશન છે. સરકાર ઉર્ફે સુભાષ નાગરે (અમિતાભ બચ્ચન)ના બે પુત્રો છે જેમાંથી શંકર (અભિષેક બચ્ચન) ડાહ્યો અને સમજદાર છે પરંતુ વિષ્ણુ (કે.કે.મેનન) બાપની પ્રતિષ્ઠાને વટાવી ખાઈને ફાટીને ધુમાડે ગયેલો છે. ‘સરકાર’માં એ ‘બાબા કા બુરા બેટા’ તરીકે ઓળખાય છે. એક તબક્કે કે.કે.મેનન પોતાના ટૂંકા સ્વાર્થ માટે પિતાના દુશ્મનો જોડે ભળી જાય છે ત્યારે પિતા અમિતાભ કહે છે : ‘ઇસ્તેમાલ કર કે છોડ દેંગે.’

લખી રાખજો, આજે નહીં તો કાલે,અહીં પણ એવું જ થવાનું છે.

દરેક પિતાપુત્ર વચ્ચે યુગોથી મતભેદો થતા આવ્યા છે. શું ધીરુભાઈ અને મૂકેશભાઈ વચ્ચે મતભેદો નહીં થયા હોય ? પણ સમજુ પુત્રએ સહનશીલતા દાખવીને વાત ક્યારેય એ હદ સુધી વણસવા ન દીધી કે ધીરુભાઈએ કહેવું પડે કે ‘રિલાયન્સ મારી કંપની છે.’

મૂકેશભાઈ અને ઈશા, અનંત, આકાશ વચ્ચે મતભેદ નહીં થતા હોય? પણ મેચ્યોર્ડ સંતાનોમાં સમજ હોય છે કે પિતાએ અને દાદાએ આ લાઈનમાં કેટલો સંઘર્ષ કર્યો છે ત્યારે આ કંપની આ ઊંચાઈએ પહોંચી છે. કાન ભંભેરણી કરવાવાળા તો ઘણા આવશે. એમના ચડાવ્યે ચડી જવાથી અનિલ અંબાણી જેવી હાલત થતી હોય છે એ સૌએ જોયું છે.

એક જાણીતી અંગ્રેજી કહેવત છે કે હથોડાના છેલ્લા ઘાથી પથ્થર તોડવામાં સફળતા મળે એનો મતલબ એ નથી કે હથોડાના આગલા બધા ઘા નિષ્ફળ હતા.

પવઈમાં મારા ઘરની આસપાસ અનેક મલ્ટી સ્ટોરીડ મકાનોનું બાંધકામ ચાલે છે. ત્રીસ-પાંત્રીસ માળ ઊંચાં મકાનો બંધાતાં સહેજ બે-ત્રણ વર્ષ નીકળી જાય. આમાંથી કેટલોક સમય એનો પાયો નાખવામાં જાય, એ પહેલાં જમીન ખરીદવાની ભાંજગડ હોય, ફાઈનાન્સનું ગોઠવવાનું હોય, કેવી રીતે માર્કેટિંગ થશે એની સ્ટ્રેટેજી વિચારવાની હોય. પ્રતિષ્ઠિત બિલ્ડર હોય તો જ આવો જંગી પ્રોજેક્ટ સારી રીતે પાર પડે.

નગેન્દ્ર વિજયે 65 વર્ષ પહેલાં પત્રકારત્વના ક્ષેત્રમાં પગ મૂક્યો. કહો કે કઈ જમીન પર ઈમારત ચણાશે તે જમીન બનાવી. 50 વર્ષ પહેલાં, 1975માં પોતાનું સૌ પ્રથમ મૅગેઝિન નામે ‘ફ્લેશ’ સાપ્તાહિકરૂપે પ્રગટ કર્યું. નાની સરખી ઑફિસમાં વિવિધ વિભાગોની વ્યવસ્થા ગોઠવી. વિતરણ માટે આખા ગુજરાતમાં, મુંબઈમાં તેમ જ ભારતનાં વિવિધ શહેરોમાં એજન્ટો નક્કી કર્યા. એમને મૅગેઝિન પહોંચાડવાની વિતરણ વ્યવસ્થા ગોઠવી. કંપોઝ વિભાગ, પ્રૂફ રીડિંગની ગોઠવણ આ બધું નક્કી કર્યું. તંત્રી વિભાગ તો ખરો જ. દરેક અંકને જાનદાર બનાવવા દિવસરાત એક કરીને માર્કેટમાં ગુડવિલ ઊભી કરી-નગેન્દ્ર વિજય લખે એટલે ફાઈનલ. નગેન્દ્ર વિજયનું લખાણ એક નંબર.

આ દરમ્યાન અનેક આર્થિક વિટંબણાઓ આવી જેનો હિંમતભેર સામનો કર્યો. ‘સ્કોપ’ શરૂ કર્યું, ‘સફારી’ શરૂ કર્યું. ઘણી થપાટો ખાધી. પણ પોતાના સાચા પત્રકારત્વને કારણે ટકી ગયા, વાચકોના હૃદયમાં એમને કાયમી સ્થાન મળ્યું. કોઈ જો નગેન્દ્ર વિજય માટેની ઇર્ષ્યાને કારણે એમ કહેતું હોય તો એમનો પુત્ર હર્ષલ એમની સાથે જોડાયો એ પછી નગેન્દ્રભાઈ અને એમની પ્રકાશન સંસ્થાથી આર્થિક ઉન્નતિ થઈ, દેવું પૂરું થઈને ‘સફારી’ પગભર બન્યું અને એ કમાણી થકી તેઓ બે પાંદડે થયા તો આ કથનમાં જે મસમોટું ભગદાળું છે, તે એ કે ધારો કે હર્ષલ હોત જ નહીં તો બીજું કોઈ હોત અથવા તો બીજા કોઈનાય આગમન વિના આર્થિક ઉન્નતિની પરિસ્થિતિ સર્જાઈ હોત. રાત્રે દહીં જમાવવા મૂક્યું હોય અને સરખું મેળવણ નાખ્યું હોય, દૂધનું ટેમ્પરેચર બરાબર રાખ્યું હોય, ધીરજ રાખી હોય, પાત્રને હલાવહલાવ ના કર્યું હોય તો સિઝન પ્રમાણે છ-આઠ-દસ કલાકે એ જામવાનું જ હોય છે.

બહુમાળી મકાનનો મજબૂત પાયો નખાયો હોય તો ઈમારત લાંબું ટકે એવી બનવાની જ હોય. પથ્થર પર અનેક હથોડા મારીને પરસેવો પાડ્યો હોય એ પછી એના પર પડતો હથોડાનો છેલ્લો એને તોડે છે તો જશ કોનો ? છેલ્લો ઘા મારનારનો?

હર્ષલના ડાબેરી મિત્રો એવો નરેટિવ ફેલાવવાની જોરશોરથી કોશિશ કરી રહ્યા છે કે હર્ષલ ન જોડાયો હોત તો ‘સફારી’નું ધનોતપનોત નીકળી જાત. હું જે અત્યારે તમને કહી રહ્યો છું તેમાં ક્યાંય હર્ષલના પ્રદાનને ભૂંસી નાખવાનો આશય નથી કે હર્ષલે પાડેલા પરસેવાની કિંમત ઓછી આંકવાનો પ્રયત્ન પણ નથી. હર્ષલની જેમ મોટા દીકરા વિશાલે પણ એટલો જ પરસેવો પાડ્યો છે, પરંતુ વિશાલની વાત લોકો સુધી પહોંચી જ નથી કારણ કે ડાબેરી ગેંગસ્ટરો પોતાનો સ્વાર્થ સાધવા વિશાલનો નામોલ્લેખ સુદ્ધાં નથી કરતા. એટલું જ નહીં આ ડાબેરીઓએ હર્ષલના કાનમાં અત્યાર સુધી જે ઝેર રેડરેડ કર્યું છે તેની અસર હેઠળ હર્ષલ પોતે પણ ફેસબુકની પોસ્ટમાં પટાવાળાથી માંડીને હમાલ સુધીના બે ડઝન લોકોનાં નામ યાદ કરે છે પણ એને પોતાના સગા મોટાભાઈનું નામ યાદ નથી આવતું.

ડાબેરીઓનું એક બહુ મોટું કુલક્ષણ છે—સામેવાળો જો પોતાના વિચારોથી પ્રભાવિત થવાની ના પાડે તો એના પર હાવી થવા માટે એનું કૅરેક્ટર અસેસિનેશન કરો જેમ નગેન્દ્ર વિજયને ‘સંઘી’ કહીને ઉતારી પાડવાનું આ ગૅન્ગે શરૂ કર્યું છે. ડાબેરીઓ બહુ વિન્ડિક્ટિવ હોય છે. હર્ષલના હાથમાં ‘સફારી’નું સુકાન આવે અને નગેન્દ્રભાઈના સાચા ઈતિહાસના લેખો બંધ થાય એવી મેલી મુરાદ પર પાણી ફરી વળ્યું અને ખુદ હર્ષલે જ ‘સફારી’ છોડી દેવું પડ્યું એટલે ડાબેરીઓ ‘સફારી’ માટે અને નગેન્દ્રભાઈના વિચારો તથા લેખો માટે ઝેરીલો, દ્વેષપૂર્ણ પ્રચાર કરવા માંડ્યા. આ ડાબેરીઓ હાથમાં ભલે એ.કે.-47 નહીં રાખતા હોય (રાખતા પણ હોય, કોણ જોવા ગયું છે) પણ પોતાની ઈકો સિસ્ટમ દ્વારા તેઓ આતંકવાદીઓ જેવું જ હીણું કૃત્ય કરવામાં નિપુણ હોય છે- એમના વિચારો કરતાં વિરુદ્ધ વિચારોમાં તમે માનતા હો તો તમારું એસેસિનેશન નથી કરી શકતા તો કૅરેક્ટર એસેસિનેશન કરીશું. તમને હણી નહીં શકીએ તો તમારા વિચારોનું-તમારા ચારિત્ર્યનું હનન કરીશું.

એક બીજી ઊડીને આંખે વળગે એવી લાક્ષણિકતા મેં આ ડાબેરી બદમાશોમાં જોઈ છે. આ ડાબેરીઓ-સેક્યુલરોને પારખવાના ફિલ્ડમાં હું ઘણો જૂનો જોગી છું. વામન વામપંથીઓને કોઈપણ વિષય પર પાંચ મિનિટ બોલતાં સાંભળું કે એમનાં લખાણના રેન્ડમ પાંચ ફકરા વાંચું તો તરત જ ખબર પડી જાય કે આ રાક્ષસે હવનમાં નાખવા માટે કેટલાં હાડકાં પોતાના ગોદામમાં ભરી રાખ્યા છે.

‘સફારી’ વિશે એક બદમાશે લાંબી પોસ્ટ મૂકી છે. ફર્સ્ટ હાફમાં ભરપૂર વખાણ અને અડધે આવીને ‘પણ’ શબ્દથી પેરા પાડીને ‘સફારી’ તથા નગેન્દ્રભાઈનું ચારિત્ર્ય હનન, એમની બદનક્ષી અને છેલ્લી કક્ષાની બદબોઈ. આ વ્યક્તિને પ્રહ્લાદ જોષીએ મુદ્દાસર અને જડબાતોડ જવાબ આપ્યો છે.

સેક્યુલરો—ડાબેરીઓની એક ખાસિયત હોય છે. જેની ટીકા કરવાની હોય એનાં પહેલાં વખાણ કરી લેશે જેથી સાંભળનારા–વાંચનારાને લાગે કે આ ભઈલો તો કેટલો તટસ્થ છે. હકીકતમાં ભઈલો તટસ્થ નથી હોતો પણ ડરપોક હોય છે. એને ડર હોય છે કે હું માત્ર ટીકા કરીશ તો કાલ ઉઠીને કોઈ મારી સામે બદલો લઈને મને હતો-નહતો કરી નાખશે. પણ જો હું ‘તટસ્થ’ દેખાઈશ તો આવા જાનલેવા હુમલામાંથી બચી જઈશ.

અને છેલ્લી વાત: શું તમે ક્યારેય મૂકેશભાઈને એવું કહેતા સાંભળ્યા છે કે ‘મેં પિતાને રિલાયન્સનો વિકાસ કરવામાં કેવી રીતે મદદ કરી?’ પોતાની સફળતા મેળવવામાં વ્યસ્ત હોય એવા પુત્રો એ બધી વાતોમાં પડે જ નહીં. કારણ કે દરેક પુત્રને ખબર હોય છે કે આ આંબો બાપુજીએ વાવ્યો હતો, ટાઢતડકાવરસાદમાં એમણે જ જતનપૂર્વક ઉછેર્યો છે. આંબો જ્યારે અઢળક કેરી આપતો થઈ જાય છે ત્યારે એનો જશ પિતાને જાય કે કેરી લણવા જતા પુત્રને? વિચારજો.

તાજા કલમ: આ લેખ સાથેની તમામ તસવીરો મને પ્રસિદ્ધ ફોટોગ્રાફર સંજય વૈદ્ય તરફથી મળી છે. ગઈ કાલે ‘સફારી’ની ઑફિસમાં નગેન્દ્ર વિજયને મળવા એમના ચાહકો ઊમટી પડ્યા હતા.

‘સફારી’ અને નગેન્દ્ર વિજય વિશે ફેસબુક પર મુકાયેલી આ ચાર ઉમદા પોસ્ટ્સ જરૂર વાંચજો:

https://www.facebook.com/share/p/1EAbzE4zB9/?mibextid=wwXIfr

https://www.facebook.com/share/p/1AcxAfkr2Y/?mibextid=wwXIfr

https://www.facebook.com/share/p/16cvDNTyge/?mibextid=wwXIfr

https://www.facebook.com/share/p/1ESMJ9r6TZ/?mibextid=wwXIfr

• • •

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ

મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.

‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.

જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.

દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.

આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)

તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:

BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis

Net Banking / NEFT / RTGS-

Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings

A/c No. : 33520100000251

IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)

Branch Pin Code : 400076

તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.

આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.

તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.

જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.

સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).

HiSaurabhShah@gmail.com

Twitter.com/hisaurabhshah

Facebook.com/saurabh.a.shah

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

1 COMMENT

  1. હૂં સમાજવાદી પણ છું અને ગાંધીવાદી પણ. પણ નગેન્દ્રજી અને સફારી માટે મને અંધશ્રદ્ધા છે. કોઈ એમના માટે ( અને હસમુખ ગાંઘી કે બક્ષી માટે પણ) આડુ અવળું બોલે તો મારી હિંસક વૃત્તિ જાગી ઊઠે છે..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here