( તડકભડક: ‘સંદેશ’, ‘સંસ્કાર’ પૂર્તિ, રવિવાર, 4 ઑગસ્ટ 2024)
પ્રોગ્રેસિવ સોસાયટી એટલે શું પુરુષને ઠેબે ચડાવીને સ્ત્રીનાં ગુણગાન ગાવાનાં? દરેક બાબતે સ્ત્રીને અન્યાય થતો હોવાનું દેખાડીને એને વિક્ટિમ ગણીને એના માટે સહાનુભૂતિ જતાવો એટલે શું તમે પ્રોગ્રેસિવ થઈ ગયા? વાંક બધો પુરુષનો અને સ્ત્રી હંમેશાં બિચારી?
પ્રેમ અને લગ્નની બાબતમાં આવું ખાસ જોવા મળે. પુરુષે સ્ત્રીને ફસાવી. પુરુષે સ્ત્રીનું શોષણ કર્યું અથવા તો ચાલુ ભાષામાં કહીએ તો પુરુષે સ્ત્રીને ‘વાપરી’.
શું આવું જ હોય છે દરેક કિસ્સામાં? શું ક્યારેય કોઈ સ્ત્રી પુરુષને ફસાવતી નહીં હોય? શું ક્યારેય કોઈ સ્ત્રી પુરુષનું શોષણ નહીં કરતી હોય-ઈમોશનલી, ફાઈનાન્શિયલી, સોશિયલી? શું ક્યારેય કોઈ સ્ત્રી પુરુષને નહીં ‘વાપરતી’ હોય?
તો પછી ફિલ્મોમાં, નાટકોમાં, નવલકથાઓમાં, છાપાંમાં છપાતી કોલમોમાં – દરેક જગ્યાએ પુરુષને જ શા માટે હંમેશાં વિલન તરીકે ચીતરવામાં આવતો હોય છે?
રાજ બબ્બર સાથે લગ્નસંબંધ ધરાવી નાદિરા બબ્બરનું એક નાટક ‘કિસકે રોકે રૂકા હૈ સવેરા’ યાદ આવે છે. ‘રાતભર કા હૈ મહેમાં અંધેરા…’વાળા પોપ્યુલર હિંદી ફિલ્મગીતની પ્રથમ એક કડી છે: ‘રાત જિતની ભી સંગીન હોગી, સુબહ ઉતની હી રંગીન હોગી… ગમ ન કર ગર હૈ બાદલ ઘનેરા…’ અને હજુ એક કડી છે: ‘લબ પે શિકવા ન લા અશ્ક પી લે, જિસ તરહ ભી હો કુછ દેર જી લે, અબ ઉખડને કો હૈ ગમ કા ડેરા…’
બહુ ઈન્સ્પાયરિંગ ગીત છે. નાટકનું શીર્ષક પણ એટલું જ પ્રોત્સાહજનક છે. પણ નાટકમાં બ્લેમગેમ છે. બીજાનો વાંક, પેલાનો વાંક, આનો વાંક, સમાજની મેન્ટાલિટીનો વાંક. ક્યાંય સ્ત્રીનો પોતાનો તો વાંક જ નહીં.
નાટકની ત્રણ વાર્તામાંની એક વાર્તા એવી છોકરીની છે જે કોલેજમાં ભણતાં ભણતાં એના ઇંગ્લિશના પ્રોફેસરના પ્રેમમાં પડે છે. (નાટકમાં છોકરી કહે છે કે ‘એ મારા પ્રેમમાં પડ્યો.’! ભલી બહેન, એ પડ્યો તે પડ્યો પણ શું તું નહોતી પડી? એણે તારા પર કોઈ જબરજસ્તી કરી હતી કે શું?) પેલી કરતાં ઉંમરમાં ર૪ વરસ મોટો, પરણેલો અને એક ટીનેજર દીકરી અને એક નાના દીકરાનો બાપ. બંને પરણી ગયાં. છોકરી મુસલમાન હતી એટલે પ્રોફેસરે પણ મુસલમાન બનીને નિકાહ કરી લીધા.
દોઢ-બે વર્ષ લગ્નજીવન સુખી રહ્યું. પ્રોફેસરને માત્ર મારી સાથે સૂવામાં જ ઈન્ટરેસ્ટ હતો, કામ પતાવીને સિગારેટ પીને સૂઈ જતો એવું છોકરી કહે છે નાટકમાં. પછી પ્રોફેસરને ડાયાબિટીસ અને કોલેસ્ટરોલનો પ્રોબ્લેમ થયો, સેક્સમાંથી ઈન્ટરેસ્ટ ઊડી ગયો. છેવટે પ્રોફેસરે તલાક આપીને પેલીને છૂટી કરી અને આ બાજુ પ્રોફેસરની પત્નીએ એને ઘરમાં પાછો લેવાને બદલે દરવાજામાંથી તગેડી મૂક્યો, એના સામાન સહિત.
છોકરીની જિંદગીનો આ પૂર્વાર્ધ. ઉત્તરાર્ધમાં છોકરી ત્રીસ વર્ષની ઉંમરે પોતાનાથી સાડાચાર મહિના નાના ડોક્ટર સાથે પરણે છે. બાય ધિસ ટાઈમ એ છોકરી મટીને હોનહાર યુવતી થઈ ગઈ છે, ખૂબ કમાય છે, ઈન્ટરનેશનલી ટ્રાવેલિંગ કરે છે, રૂપાળી તો છે જ. પણ સંતાન અત્યારે નથી કરવું. ત્યાં એને ખબર પડે છે કે ડોક્ટર થકી કોઈ નર્સ પ્રેગ્નન્ટ છે, એના પુરાવા છે. ઝઘડો. યુવતીના ફરી તલ્લાક.
યુવતી પોતાના પિતાના સજેશનથી પોતાના પાસ્ટ અનુભવો વિશે કિતાબ લખે છે. ખૂબ વેચાય છે. યુવતી હવે પોપ્યુલર રાઈટર બની ગઈ. ખૂબ ફેમસ થઈ. એની ત્રીજી બુકમાં એ પોતાના બે આગલા પતિ વિશે લખે છે. નાટકની શરૂઆત આ ત્રીજા પુસ્તકથી થાય છે અને ઘૂમીફરીને વાત ત્યાં પૂરી થાય છે.
નાટક છે આ. અને દરેક સ્ત્રીને, દરેક સ્ત્રીલેખકને એનો પોતાનો દૃષ્ટિકોણ હોય એ પણ સ્વીકાર્ય. સવાલ એ છે કે જો આવી જ ફિક્શન પ્રોફેસરપતિના નજરિયાથી લખાય કે ડોક્ટરપતિના દૃષ્ટિકોણથી લખાય તો સામાન્ય વાચકોમાં, સ્ત્રીવાચકોમાં તેમ જ પુરુષવાચકોમાં, એ કેટલી સ્વીકાર્ય બને?
પ્રોફેસરને લાગતું હોઈ શકે કે એ ખોટો પેલી છોકરીના ચાર્મમાં ફસાયો. એણે પેલી સામેનો ‘પ્રેમ’ લફરાના સ્તરે જ રાખવો જોઈતો હતો, એની સાથે નિકાહ કરીને રહેવાની કોઈ જરૂર નહોતી. મહામહેનતે ઊભો કરેલો પત્ની-બાળકોવાળો સંસાર વિખેરવાની કોઈ જરૂર નહોતી. જ્યાં સુધી સેક્સનો સવાલ છે તો એ તો પેલી જેવી બીજી સત્તરસોને સાત મળી રહેત જેને એ ધારે ત્યારે છોડી શકત, તબિયતથી મજબૂર થઈ ગયા પછી કોઈ એને બ્લેમ પણ ન કરત.
ડોક્ટરપતિ માટે આ યુવતી કંઈક વધારે પડતી ફોરવર્ડ હતી. કન્ઝર્વેટિવ ફેમિલીમાં પેલી એડજસ્ટ થઈ શકતી નહોતી. પરણ્યા પછી ડોક્ટર પસ્તાતો હશે. આડુંઅવળું ધ્યાન જતું હશે જેમાં નર્સ પ્રેગ્નન્ટ થઈ ગઈ.
આ બંને લગ્ન દરમિયાન, બે લગ્ન વચ્ચેના ગાળા દરમિયાન કે પ્રથમ લગ્ન પહેલાં અને બીજાં લગ્ન પછી પેલી છોકરી/યુવતીએ શું કંઈ જ નહીં કર્યું હોય? શક્ય છે એ? પણ અહીં તો છીંડે ચડે એ ચોર. નાટકની યુવતીએ પોતાના આ ચાર સમયખંડ વિશે તો કંઈ કહ્યું જ નહીં એટલે લોકોની આંખોમાં એ વિક્ટિમ તરીકે જ ઊભરી.
સ્ત્રીને પોતે વિક્ટિમ છે એવું જતાવવું બહુ સારી રીતે આવડતું હોય છે. પોતે સંજોગોનો શિકાર બની છે કે પછી પોતાની પરિસ્થિતિનો બીજાઓએ ‘ભરપૂર ગેરલાભ’ ઉઠાવ્યો છે એવું માનવું અને બીજાઓને મનાવવું સ્ત્રીને ગમતું હોય છે એટલું જ નહીં, આ બાબતમાં એની એક્સપર્ટીઝ એટલી બધી હોય છે કે ભલભલા પુરુષો માનતા થઈ જાય કે એ જે કંઈ કહી રહી છે તે સત્ય જ છે ને સત્ય સિવાય બીજું કંઈ નથી.
પુરુષ તરીકે હું માનું છું કે સ્ત્રીને પણ એટલી ફ્રીડમ હોવી જોઈએ જેટલી પુરુષને છે. પણ પુરુષ હશે તો એ ક્યારેય પોતાનાં પ્રથમ લગ્ન પહેલાંની, બેઉ લગ્ન દરમિયાનની, બે લગ્ન વચ્ચેના ગાળાની તથા બીજાં લગ્ન પછીના સમયની વાતને પોતાની સ્ત્રીથી નહીં છુપાવે. પોતે વિક્ટિમ છે એવું તો ક્યારેય નહીં જતાવે.
અને એટલે જ પુરુષ ‘લફરેબાજ’ અને સ્ત્રી ‘સતિ સાવિત્રી’ની ઈમેજમાં કેદ થઈ જાય છે. પુરુષને અને સ્ત્રીને આ સ્ટીરિયો ટિપિકલ ઈમેજમાંથી બહાર કાઢવા માટેનાં સિનેમા, નાટક, નવલકથા, વાર્તા, કોલમો વગેરેનો સમય ઓવરડ્યુ થઈ ગયો છે એવું નથી લાગતું? પણ એક સવાલ—શું આપણું ઓડિયન્સ, આપણા વાચકો એના માટે તૈયાર છે? પુરુષ પણ વિક્ટિમ હોઈ શકે છે અને પુરુષને પણ સ્ત્રી ‘વાપરી’ જઈ શકે છે એવું માનવા માટે, સમજવા માટે આપણે તૈયાર છીએ? મને ખબર નથી. તમે કહો.
પાન બનારસવાલા
આપણે પક્ષ લેવો જોઈએ. નિષ્પક્ષ રહીએ છીએ ત્યારે શોષણ કરનારા ફાવી જાય છે. મૌન રહેવાથી શોષણ કરનારાને જ ફાયદો થતો હોય છે, શોષિતોને નહીં.
-એલાઈઝર વિઝલ ( નોબેલ પારિતોષિક વિજેતા રાજકીય ચળવળકર્તા : ૧૯૨૮-૨૦૧૬)
• • •
( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi.comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર 090040 99112 પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)
• • •
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ
મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.
‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.
જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.
દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.
‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.
‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.
આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)
તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:
BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis
Net Banking / NEFT / RTGS-
Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings
A/c No. : 33520100000251
IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)
Branch Pin Code : 400076
તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.
આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.
તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.
જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.
સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).
• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો
1) divorce & alimony 2) આજે પુરુષ લફરાબાજ સ્ત્રી વીકટીમ , both articles superb, સૌરભભાઈ ફૂલ ફોર્મ ફટકાબાજી. Hitting boundary and Sixers
💯 સહમત. એક સ્ત્રી હોવા છતાં હું પણ માનું છું કે હંમેશાં સ્ત્રી બિચારી અને પુરુષનો જ વાંક !
મારું માનવું અને અનુભવ છે કે શાંતિથી અશાંતિ ઊભી કરી તમાશો જોયાં કરે એ પણ અનેક સ્ત્રીઓની પ્રકૃતિ, સ્વભાવ હોય છે.
I think you are very right, all thinking, laws are women favourite and unfortunately men opposite. Section 498A is classic example of it. Now a days even judged have started saying, this section is widely misused by some crook women