(ગુડ મૉર્નિંગ, ન્યુઝપ્રેમી ડૉટ કૉમ : ગુરુવાર, ૭ નવેમ્બર ૨૦૨૪)
અત્યાર સુધીના અમેરિકાના ઇતિહાસમાં કોઈ પ્રેસિડન્ટે કે પ્રેસિડન્ટની ચૂંટણીના ઉમેદવારે ભારત વિશે આ વાત નથી કહી જે ડોનાલ્ડ ટ્રમ્પે એમના ચૂંટણી પ્રચાર દરમ્યાન કહી હતી:
“આયમ અ બિગ ફેન ઑફ હિન્દુ ઍન્ડ બિગ ફેન ઑફ ઈન્ડિયા…એક વાત તમને કહી દઉં કે જો હું પ્રેસિડેન્ટ તરીકે ચૂંટાઈશ તો ભારતીયો અને હિન્દુઓનો એક સાચો દોસ્તાર વ્હાઈટ હાઉસમાં રહેતો હશે, ખાતરી રાખજો. ( દાયકાઓથી) અમેરિકામાં રહેતી ભારતીયોની અને હિંન્દુઓની કેટલીય જનરેશનોએ અમેરિકાને તાકાતવર દેશ બનાવ્યો છે, કોઈને કલ્પના પણ ન આવે એટલો તાકાતવર દેશ બનાવ્યો છે, એમની સખત પરિશ્રમ કરવાની આદતને લીધે, એમના શિક્ષણને લીધે અને એમની સાહસિક વૃત્તિને કારણે એમણે અમેરિકાને ઘણી સમૃદ્ધિ બક્ષી છે. પણ આપણને સૌને ખબર છે કે સલામતી અને સુરક્ષા વિના સમૃદ્ધિ (ટકાવવી) શકય નથી. અને એટલે જ અમે અમેરિકાના જીગરજાન મિત્ર ઇન્ડિયાની કદર કરીએ છીએ જે ઝનૂની ઈસ્લામિક આતંકવાદની સામે લડવામાં અમેરિકાની સાથે રહ્યું છે.”
ટ્રમ્પે આ શબ્દો ચૂંટણીપ્રચાર દરમ્યાન અમેરિકામાં રહેતા ભારતીયો-હિન્દુઓની જાહેરસભામાં કહ્યા. કોઈ અમેરિકી નેતાની તાકાત નથી આવું કહેવાની. ટ્રમ્પે શું આ શબ્દો ભારતીયોને-હિન્દુઓને ખુશ કરવા કહ્યા? જો આવું બોલવાથી મત મળી જતા હોય તો કમલા હેરિસે કેમ ના કહ્યા? ૨૦૨૦ના ચૂંટણી પ્રચારમાં જો બાઈડને કેમ ના કહ્યા? એ પહેલાં ૨૦૧૬માં હિલેરી ક્લિન્ટને કેમ ના કહ્યા? ૨૦૧૨ અને ૨૦૦૮માં બરાક ઓબામાએ કેમ ના કહ્યા?
ડોનાલ્ડ ટ્રમ્પના હૈયે ભારતીયોનું અને હિન્દુઓનું હિત વસે છે. કમલા, બાયડન, હિલરી, ઓબામા, ફોબામા વગેરે લેફટિસ્ટ ડેમોક્રેટોના હૈયે ભારતીયો અને હિન્દુઓનું હિત નથી વસતું.
કમલા હેરિસનાં માતા ભારતીય હિન્દુ છે અને પિતા આફ્રિકાના જમૈકા દેશના બ્લેક છે. કમલા પોતાને હાફ ઇન્ડિયન કે હાફ હિંદુ ગણાવવાને બદલે હાફ બ્લેક અને હાફ અમેરિકન ગણાવે છે જાણે હિંદુ માતાની કુખે જન્મ લેવાની એમની શરમ આવતી હોય.
પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના ૪૦ વર્ષીય વાઇસ પ્રેસિડન્ટ જે. ડી. વાન્સનાં પત્ની ઉષાબહેનનાં તેલુગુભાષી માતાપિતા ૧૯૮૦ સુધી આંધ્રપ્રદેશમાં રહેતા હતાં, પછી અમેરિકામાં સેટલ થયાં.
ડોનાલ્ડ ટ્રમ્પની કેબિનેટમાં જેમનું સ્થાન નિશ્વિત છે તે તુલસી ગબાર્ડનાં માબાપ હિંદુ નથી પણ એમની માતા હિંદુ ધર્મમાં અખૂટ શ્રદ્ધા ધરાવે છે અને એટલે એમણે પોતાનાં બધાં સંતાનોના નામ હિંદુ પરંપરા મુજબ રાખ્યાં. એટલું જ નહીં બાળકોને યોગ, ભગવદ ગીતા, વૈષ્ણવ પરંપરાનાં સંસ્કાર આપ્યા. તુલસી ગબાર્ડે ટીન એજમાં જ પોતાના ધર્મ તરીકે હિંદુ ધર્મને અપનાવી લીધો છે.
ટ્રમ્પના બીજા એક નિકટના સાથી વિવેક રામસ્વામી કેરળના પલક્કડ જિલ્લામાં વતન ધરાવતા તમિળ બ્રાહ્મણ માબાપનું સંતાન છે.
કમલા હેરિસને ભારતીય મૂળની મહિલા કહીને માથે ચડાવતા લોકોના માથે આટલી માહિતી મારવી અનિવાર્ય હતી. દરેક સાચા ભારતીયે, દરેક સાચા હિંદુએ ટ્રમ્પની જીતનો ઉત્સવ મનાવવો જોઈએ.
કમલા હેરિસની હાર થવાથી તાત્કાલિક ધોરણે જે સૌથી મોટો ફાયદો થઈ રહ્યો છે તે લેફ્ટિસ્ટ લોબી માં પથરાઈ ગયેલો સન્નાટો છે- અમેરિકામાં અને ભારતમાં પણ. પોતાને લિબરલ, સેક્યુલર અને બુદ્ધિજીવી ગણાવતા દોઢ ડાહ્યા અને સડકછાપ મવાલીઓ કરતાંય ગઈગુજરી માનસિકતા ધરાવતા વામપંથીઓએ આ દુનિયાનું બહું મોટું નુકસાન કર્યું છે, કરી રહ્યા છે. અમેરિકાના ડેમોક્રેટિક પક્ષના સમર્થકો ગણાતા વામપંથીઓ ડાયનોસોર જેવા જાયન્ટ છે. એમનું જોઈજોઈને ભારતીય કુત્તાબિલ્લીઓ પણ ભાઉભાઉ અને મ્યાઉંમ્યાઉં કરતા રહે છે અને એમનું જોઈને આપણા ગુજરાતી વામપંથી મચ્છરો કાન પાસે આવીને સતત ગણગણાટ કરતા રહે છે. આ તમામ પ્રકારના ઉપદ્રવીઓની જમાતમાં ઘડીભર સન્નાટો છવાઈ ગયો છે. કમલા હેરિસની જીત થઈ હોત તો આ સૌ ઉછળી ઉછળીને હિંદુઓને, ભારતીયોને અને અમેરિકાના રિપબ્લિકનોને ટપલાં મારતા હોત.
કમલાબેનની જીત થઈ હોત તો અનેક દૂષણો ધરાવતા અમેરિકા જેવા એક મહાન દેશની દશા બેસી ગઈ હોત. ડેમોક્રેટિક સરકારે છેલ્લાં ચાર વર્ષ દરમ્યાન અમેરિકામાં ઘૂસી આવતા ઘૂસપેઠિયાઓને ઓવારણાં લઈને આવકાર આપ્યો છે, મહેનતકશ અમેરિકન નાગરિકો- ટેક્સ પેયર્સના ખર્ચે કરોડો ડોલર્સની સવલતો આપી છે, વગર ઓળખપત્રે મતદાન કરવાનો હક્ક સુદ્ધાં આપ્યો છે. ટ્રમ્પના ચૂંટાવાથી આ બધા પર પ્રતિબંધ આવશે. ટ્રમ્પે તો એમની પ્રથમ ટર્મ દરમ્યાન જ મેક્સિકો-ટેક્સાસની સરહદ પર દીવાલ- આડશ- વાડ બાંધવા માટે ઘણી મોટી ઝુંબેશ ચલાવી હતી. તે વખતે ડેમોક્રેટ્સ કહેતા કે ટ્રમ્પ ટેક્સપેયર્સના પૈસાનો વ્યય કરવા માગે છે.
કમલા અને એમના સાથી વામપંથીઓએ અમેરિકાનાં સુંદર સુઘડ શહેરોમાં ગેરકાયદે ઘૂસી આવેલા ગુંડા-મવાલી- ભૂતપૂર્વ કેદીઓને વસાવવા માટે ઝુંપડપટ્ટીઓ ઊભી થવા દીધી છે. તમને આઘાત લાગે કે સાન ફ્રાન્સિસ્કોમાં ઝુંપડપટ્ટી! કેલિફોર્નિયા રાજ્યમાં તો બાઈડન શાસને સત્તાવાર રીતે લૂંટફાટની છૂટ આપી દીધી. રાજ્યમાં એવા કાયદા બનવા દીધા જેથી ૯૫૦ ડોલરથી ઓછી લૂંટ ચલાવનારાઓ સામે કોઈ પોલીસ પગલાં જ ના લેવાય! મોટા મોટા સ્ટોર્સ, મેગા માર્ટ, મોલની દુકાનોમાં ધોળે દહાડે ચોરી- લૂંટફાટ કરી જતા લોકો બિન્ધાસ્ત પોતાનું કામ કરતા અને દુકાનમાલિકો હાથ જોડીને બેસી રહેતા. આક્રિકાના કોઈ થર્ડ વર્લ્ડ કન્ટ્રીમાં પણ હવે તો આવી અરાજક્તા નથી જે અરાજક્તા બાઈડન શાસન દરમ્યાન અમેરિકાનાં કેટલાંક મોટાં શહેરોમાં જોવા મળે છે. ટ્રમ્પના આવવાથી આ ગેરશાસન વ્યવસ્થા પર અંકુશ આવશે.
બાઈડન- કમલા- વામપંથીઓએ એલજીબીટીના હક્કોના નામે સાંસ્કૃતિક આતંકવાદ ફેલાવ્યો છે. સ્કૂલ-કોલેજોના વિદ્યાર્થીઓને અવળા રવાડે ચડાવવાનું શરૂ થયું છે. ઇલન મસ્ક સહિતના અનેક અમેરિકન પેટેન્ટ્સે પોતાનાં સંતાનોને પોતાની આંખ સામે બરબાદ થતાં જોયાં. ટ્રમ્પના શાસનમાં આ કલ્ચરલ ગુંડાગીરી પર અંકુશ આવશે.
અમેરિકાનું મેઇનસ્ટ્રીમ મીડિયા છેલ્લાં ચાર વર્ષમાં ફાટીને ધુમાડે ગયું હતું. એલન મસ્ક આ મેઈન સ્ટ્રીમ મીડિયાને લેગસી મીડિયા કહે છે. આપણે એને ખખડધજ મીડિયા, જર્જરિત મીડિયા, જરીપુરાણું મીડિયા કે આઉટડેટ મીડિયા તરીકે ઓળખી શકીએ. બુઢૌ મીડિયા પણ કહી શકીએ ( ટાઇમ્સ ઑફ ઇન્ડિયાની મેઈન ઑફિસ મુંબઈમાં જૂના વીટી સ્ટેશનની સામે છે જે ઇલાકો એક જમાનામાં બોરીબંદરના નામે ઓળખાતો હતો. લગભગ બે સદી જૂના અને જર્જરિત થઇ ગયેલા ખખડધજ ટાઇમ્સને ઉતારી પાડવું હોય ત્યારે અમે મુંબઈના પત્રકારો એને વર્ષોથી કયા નામે ઓળખીએ છીએ? ઓલ્ડ લેડી ઑફ બોરીબંદર! )
અમેરિકામાં ન્યુ યોર્ક ટાઇમ્સ, વોશિંગ્ટન પોસ્ટ જેવાં છાપાને કે પછી એબીસી-સીએનએન જેવી ટીવી ચેનલોને અમેરિકનો એક જમાનામાં ભરોસાપાત્ર ગણતા પણ બાઈડન શાસનમાં આ મીડિયાની વિશ્વસનીયતા સાવ તળિયે બેસી ગઈ. ટ્રમ્પ સાથે પર્સનલ દુશ્મની હોય એ રીતે તેઓ વર્તતા થઈ ગયા. ટ્રમ્પ પર જાનલેવા હુમલો થયો ત્યારે અડધી સેકન્ડ કે અડધા સેન્ટીમીટરનો પણ ફરક પડ્યો હોત તો એમનો જીવ જાત એ રીતે સ્નાઈપરની ગોળી એમના કાનને છરકો કરીને જતી રહી. લોહી નિંગળતા કાનને દબાવતા ટ્રમ્પની તસવીર તમે જોઈ છે. આ સમાચારનું કવરેજ અમેરિકાના મેઈનસ્ટ્રીમ મીડિયાએ કેવી રીતે કર્યું? ૯૫ ટકા રિપોર્ટ્સ નેગેટિવ હતા. ટ્રમ્પે સહાનુભૂતિ મેળવવા ‘નાટક’ કર્યું હતું એવું ૯૫ ટકા મીડિયાવાળા કહેતા રહ્યા. ભલા માણસ, કોઈ શું કામ પોતાનો જ કાન બુલેટથી વિંધવા માટે સ્નાઈપરને સોપારી આપે? ગઘેડાને તાવ આવવા જેવી વાત અમેરિકન મીડિયા કરતું રહ્યું.
અમેરિકાના ડાબેરી બદમાશ છાપાં- ટીવી ચેનલોના અપપ્રચારનો સામનો કરવા માટે ઇલન મસ્કે કમર કસી. બે વર્ષ પહેલાં ૨૦૨૨ના ઓક્ટોબર મહિનામાં ઈલન મસ્કે ટવિટર જેવું સશક્ત સોશ્યલ મીડિયાનું પ્લેટફૉર્મ ખરીદી લીધું અને એને નામ આપ્યું – એક્સ, જે નામે ઈલન મસ્કે વર્ષો પહેલાં કામકાજ શરૂ કરેલું. મસ્કે ટવિટરને વધારે શક્તિશાળી બનાવ્યું, ખરાબીઓ દૂર કરીને સ્વતંત્ર બનાવ્યું, મવાલી વામપંથીઓની અસરથી મુક્ત કર્યું. મસ્કે એકલે હાથે સમગ્ર અમેરિકાના મેઈનસ્ટ્રીમ મીડિયા દ્વારા ફેલાવાતી ગેરમાહિતી, ગેરપ્રચારના ધોધ સામે ટ્રમ્પને રક્ષણ આપ્યું. ૪૪ બિલિયન ડોલર્સના ખર્ચે ખરીદેલા ટવિટર પાછળની મહેનત સફળ થઈ. જો કમલા હેરિસની જીત થઈ હોત તો ડાબેરી સરકારે ઈલન મસ્કને જીવતો ન રહેવા દીધો હોત. દુનિયાભરના ડાબેરીઓ ભયંકર ઝેરીલા અને દ્વેષીલા હોય છે ( ભારતના અને ગુજરાતના પણ). કમલાએ મસ્કના બધા ધંધાઓ બંધ કરાવ્યા હોત. ઇમિગ્રેશનનાં કાગળિયાંઓમાં ઘાલમેલ કરાવીને મસ્કનો દેશનિકાલ કરાવ્યો હોત કમલાની સરકારે. મસ્કે ઘણું મોટું જોખમ લીધું. ઈલન મસ્ક પાસે ૨૫૧ બિલિયન ડોલરની સંપત્તિ છે. ટવિટર આખેઆખું ફડચામાં જાય તોય એમની પાસે ૨૦૦ બિલિયન બચે. કમલાસરકારે મસ્કને દેવાળિયો બનાવીને જેલમાં નાખી દીધો હોત.
ભારતે અને ભારતના મતદારોએ અમેરિકાના આ વખતના અભૂતપૂર્વ ઇલેક્શનમાંથી ઘણું શીખવાનું છે. આ માત્ર ચૂંટણી ન હતી. ટ્રમ્પે એમની વિકટરી સ્પીચમાં કહ્યું એમ આ એક ‘મુવમેન્ટ’ હતી, ‘ ચળવળ’ હતી. ડાબેરીઓની ચુંગાલમાથી દેશને છોડાવવાની ચળવળ.
આવતાં ચાર વર્ષ અમેરિકા માટે ખૂબ મહત્વનાં પુરવાર થવાનાં. ટ્રમ્પે એકલે હાથે ઝઝૂમવાનું છે. ભારતમાં મોદીનું શાસન હોવા છતાં જેમ ડાબેરીઓ કહેતા ફરે છે કે ‘સરકાર ભલે એમની હોય, સિસ્ટમ તો અમારી જ છે ને.’ અમેરિકામાં પણ સિસ્ટમ ચલાવનારાઓનું, સરકારને નચાવનારાઓનું જોર ઘણું છે. ટ્રમ્પે આ સિસ્ટમની સામે લડવાનું છે અને આ જ સિસ્ટમનો સાથ લઈને પોતાનાં ધાર્યાં કામો પણ કરવાના છે — બિલકુલ મોદીની જેમ.
• • •
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ
મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.
‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.
જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.
દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.
‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.
‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.
આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)
તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:
BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis
Net Banking / NEFT / RTGS-
Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings
A/c No. : 33520100000251
IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)
Branch Pin Code : 400076
તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.
આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.
તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.
જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.
સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).
• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો
Not only the Biden government but Trudeau’s Canadian government also, both are run by master puppeteer Barak Obama and his gang. Kamala is very easy puppet to handle for him . He is absolutely anti-Hindu . We are really saved by awakened Americans.
અમેરિકન યુનિવર્સિટીઓમા ” support પેલેસ્ટાઇન ” movement પણ ત્યાંના વામપંથીનુ કાવતરુ હતુ.