( તડકભડક: ‘સંદેશ’, ‘સંસ્કાર’ પૂર્તિ, રવિવાર, 5 જાન્યુઆરી 2025 )
માર પડવાનો છે મને આ લેખ લખવા બદલ. પણ વાત હું શું માનું છું ને શું નહીં એની નથી, રિયલ વર્લ્ડમાં શું ચાલે છે ને શું નહીં એની વાત છે.
આપણે અહીં ગાઈબજાવીને કન્યા કેળવણી અને વુમન એમપાવરમેન્ટની વાતો કરીએ છીએ પણ વાસ્તવિકતા જુદી છે. રાજકારણમાં નાના-મોટા સ્તરે સ્ત્રીઓ માટે ૩૩ ટકા કે ૫૦ ટકા બેઠકો અનામત રાખી દેવાથી દેશની તમામ સ્ત્રીઓનું પ્રતિનિધિત્વ થાય છે એવી ભ્રમણામાં રાચવાનું આપણને ગમે છે. વાસ્તવમાં સ્ત્રીઓ માટેની આ અનામત બેઠકો પરથી મોટેભાગે એ જ મહિલાઓ ચૂંટણી લડતી હોય છે જે રીઢા, પેધા પડી ગયેલા રાજકારણીની પત્ની/ પ્રેમિકા / બહેન/ મા કે પછી બીજી કોઈ રીતે ઓળખીતીપાળખીતી હોય.
સ્ત્રીને ઈક્વલ ગણવી, એમને ઈક્વલ ઑપોર્ચ્યુનિટીઝ આપવી એવું બધું કહેવું/ કરવું પોલિટિકિલી કર્રેક્ટ ગણાય છે. પણ મારા માટે આ બધી વાતો બુલશિટ છે. ઘેર ગઈ તમારી પોલિટિકલ કર્રેક્ટનેસ. ઈક્વલ ઑપોર્ચ્યુનિટીઝ સાલી પુરુષોને જ જ્યાં નથી મળતી ત્યાં સ્ત્રીઓની ક્યાં વાત કરવી. એક ટેલેન્ટેડ નોકરિયાત બીજા લેસ ટેલેન્ટેડ પણ નેટવર્કિંગમાં એક્સપર્ટ (નેટવર્કિંગ ઘણી વખત ચમચાગીરીના યુફેમિઝમ તરીકે વપરાય છે) એવા બીજા નોકરિયાત કરતાં પાછળ રહી જાય એવું બને, બનતું જ આવ્યું છે. ક્યાં ગઈ ઈક્વલ ઑપોર્ચ્યુનિટીઝની વાતો? જે બૈરી જબરી હોય તે એના માટી (અર્થાત્ વર) પર શૂરી હોય છે એવી કહેવત નથી પણ અમારે બનાવવી છે. એ જ રીતે જે સ્ત્રી જબરી હોય તે ડિસ્પાઈટ લેસ ટેલેન્ટ પોતાના ફિલ્ડમાં સડસડાટ આગળ વધી શકતી હોય છે.
મુદ્દાની વાત એ કે પ્રોફેશનલી ક્વૉલિફાઈડ સ્ત્રીને પોતાના પ્રોફેશનમાં એટલી જ અગવડો પડતી હોય છે, એટલા જ અન્યાયો થતા હોય છે, એટલા જ સંઘર્ષો વેઠવા પડતા હોય છે જેટલા પ્રોફેશનલી ક્વૉલિફાઈડ એક પુરુષની જિંદગીમાં હોય છે.
બીજું, ટ્રેડિશનલી પુરુષે શિકાર કરીને ઘરવાળાઓનું પેટ ભરવું અને સ્ત્રીએ ઘરની બાકીની જવાબદારીઓ સંભાળવી આવું ચાલતું આવ્યું છે અને આજની તારીખે પણ એ જ રીતે દુનિયા ચાલે છે. તમારી દીકરી જેને પરણવા માગતી હોય તે મુરતિયો પૈસે ટકે સક્ષમ છે કે નહીં એવું આજની તારીખેય તમે પહેલાં ચકાસી લેતા હો છો. અપવાદો હોવાના જેમાં દીકરી, પુત્રવધૂ નોકરી વ્યવસાય કે બિઝનેસ કરે એમાં પિતા / પતિ વગેરેની ઉમળકાભેર સંમતિ હોય. મોટે ભાગે તો ઉદારમતવાદી હોવાનો દેખાડો હોય, આધુનિક યુગમાં કદમ મિલાવીને ચાલવાના અભરખામાંથી ઉદ્ભવતો જુઠ્ઠો ઉત્સાહ હોય અને ક્યારેક મજબૂરી પણ હોય.
પુરુષ કમાય અને સ્ત્રી ઘર સંભાળે એ આઈડિયલ સ્થિતિ છે. દરેક કપલ માટે આ પરિસ્થિતિ આદર્શ ન હોય એ સમજી શકાય એવું છે. મોંઘવારી સામે લડવા ઘરમાં બેઉ જણે જખ મારીને કમાવું પડે કે પછી સ્ત્રીને પોતાનો શોખ કે પોતાના અભરખા પૂરા કરવા કમાવું પડે એવું બને. કેટલાક પુરુષો પણ માત્ર પોતાનો શોખ કે પોતાના અભરખા પૂરા કરવા કમાતા હોય છે. માટે સ્ત્રી સ્વાતંત્ર્યમાં માનતા આતંકવાદીઓએ ઝાડુ લઈને મને મારવા માટે દોડવાની જરૂર નથી.
નોકરી અને ઘરની જવાબદારી – આવી ડબલ જવાબદારી નિભાવતી કોઈ પણ છોકરી/ સ્ત્રી માટે આપણને આદર થાય પણ વાસ્તવિકતા એ છે કે એના ઘર ચલાવવામાં પછી ઝાઝો કોઈ ભલીવાર હોતો નથી, બાળકોના ઉછેરથી માંડીને ઘરની જાળવણી સુધીની બીજી પચાસ બાબતોમાં અધકચરું કામ થતું હોય છે. જેણે આવી ડબલ જવાબદારી નિભાવવી હોય તે નિભાવે, આપણને ક્યાં કોઈ પ્રૉબ્લેમ જ છે. (પ્રૉબ્લેમ હોય તો એના પતિ/સાસુ વગેરેને હોય). પણ આ હકીકત છે. જેમ પુરુષ ફુલ ટાઈમ નોકરી અને ફુલ ટાઈમ ઘરકામ કરવા જાય તો બાવાનાં બેઉ બગડે એવું જ સ્ત્રીના કિસ્સામાં બનતું હોય છે. આમાં ક્યાંય કોઈ પક્ષપાત નથી કે નથી કોઈ પ્રકારની મેલ શૉવિનિસ્ટિક ઍટિટયૂડ. આમ છતાં કોઈ મને એમ.સી.પી. કહેવા માગતું હોય તો હું ખુશી-ખુશી આ બિલ્લો છાતીએ લગાવીને ફરવા તૈયાર છું. આવું કરવાથી બિલ્લો લગાડી આપનારનો ઈગો સંતોષાશે પણ પરિસ્થિતિ કોઈ રીતે બદલાવાની નથી.
જરાક ઠંડા થઈને વિચારીએ. જે કુટુંબોની આર્થિક સ્થિતિ એવી હોય કે જ્યાં સર્વાઈવલ માટે સ્ત્રીએ કામ કરવું પડે ત્યાં મજબૂરી છે, સ્વીકારી લેવાની. જે સ્ત્રીને પોતાની કરિયર બનાવવાની હોંશ છે અને ટેલેન્ટ પણ છે એ સ્ત્રીને પ્રોત્સાહન આપીએ – કોઈનોય વિકાસ રુંધાય એ આપણને ન ગમે. પણ ટેલેન્ટ હોય કે ન હોય, માત્ર બીજાઓ કરે છે એટલે મારે પણ નોકરી કરવી છે એવી મેન્ટાલિટીને પ્રોત્સાહન આપવાની જરૂર નથી. સ્ત્રીનું સ્થાન ઘરની ચાર દીવાલો વચ્ચે જ છે એવું આજના જમાનામાં કોઈ માનતું નથી. પણ જે સ્ત્રી બહાર નોકરી – વ્યવસાય – બિઝનેસ કરીને કશું ઉકાળવાની ન હોય તે ઘરમાં જ રહીને એનો સંસાર સાચવે એ વધારે સારું. ઘરે રહીને એ બે ટંકની સારી રસોઈ બનાવે, બાળકો પર ધ્યાન આપે, પતિની સગવડો સાચવે એમાં કશું ખોટું નથી ને કોઈએ આ બાબતે શરમાવા જેવું નથી. દરેક સ્ત્રી કંઈ ઈન્દુબેન ખાખરાવાળાની જેમ પોતાનું એમ્પાયર ઊભું કરી શકતી નથી. દરેક સ્ત્રી કંઈ અમૃતા પ્રીતમ, નિર્મલા સીતારામન કે ફાલ્ગુની પાઠક બની શકવાની ક્ષમતા ધરાવતી નથી. પુરુષોનું પણ એવું જ હોય છે. દરેક પુરુષ કંઈ રવીન્દ્રનાથ ટાગોર કે આઇન્સ્ટાઇન કે મૂકેશ અંબાણી બની શકવાનો હોતો નથી. પણ પુરુષોની મજબૂરી હોય છે. બધી જ રીતે મીડિયોકર હોય એવા પુરુષે પણ કમાવું પડતું હોય છે. ઘર ચલાવવા માટે પૈસા લાવવા પડતા હોય છે.
આ પણ કેવી વિચિત્રતા કહેવાય. પૈસા ન કમાતા પુરુષને સમાજ નિકમ્મો ગણે છે. અર્થાત્ પુરુષે પૈસા કમાવવા જ જોઈએ એવું સમાજ માને છે. ઘર ચલાવવા, પોતાનાં સ્ત્રી-બાળકોની જિંદગી સરળતાથી ચાલે એટલી કમાણી એણે કરવી જ જોઈએ એવું સમાજ માને છે. કમાવાની જવાબદારી પુરુષની છે એવું સ્વીકારીને ચાલતા સમાજને ખુલ્લેઆમ એવું કહેવાની શરમ આવતી હોય છે કે જો કમાવાની જવાબદારી પુરુષની હોય તો ઘર સંભાળવાની જવાબદારી સ્ત્રીની છે. ચાલો, બીજાઓ ભલે કહે કે ન કહે અમે ખુલ્લેઆમ કહીએ છીએ કે ઘર સંભાળવાની જવાબદારી સ્ત્રીની છે, કન્ડિશન્સ એપ્લાય.
પાન બનારસવાલા
સ્ત્રીને પુરુષ સમોવડી બનાવવા માટે સ્ત્રી પાસેથી થોડા હક્ક લઈને પુરુષને આપી દો, ત્રાજવું સમતોલ થઈ જશે.
-અજ્ઞાત
• • •
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ
મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.
‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.
જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.
દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.
‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.
‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.
આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)
તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:
BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis
Net Banking / NEFT / RTGS-
Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings
A/c No. : 33520100000251
IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)
Branch Pin Code : 400076
તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.
આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.
તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.
જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.
સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).
• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો
Happy new year 2025 સૌરભભાઈ & team newspremi