કોઈ તમારા પર ઉપકાર કરે ત્યારે અને તમે કોઈના પર ઉપકાર કરો ત્યારે : સૌરભ શાહ

( તડકભડક: ‘સંદેશ’, ‘સંસ્કાર’ પૂર્તિ, રવિવાર, 26 ઑક્ટોબર 2024)

મારિયો પૂઝોની જગવિખ્યાત બેસ્ટ સેલર નવલકથા ‘ધ ગૉડફાધર’નું આ વાક્ય છે : ટાઈમ ઈરોડ્સ ગ્રેટિટ્યુડ મોર ક્વિકલી ધેન ઈટ ડઝ બ્યૂટિ.’ સમયના વહેણમાં સૌંદર્ય તણાઈ જાય છે એના કરતાં પણ પહેલાં ઉપકાર તણાઈ જતો હોય છે.

બહુ ઊંડાણભરી ફિલસૂફી આમાં ભરેલી છે.

આપણે મુસીબતમાં હોઈએ ત્યારે ડેસ્પરેટ બનીને ગમે તેની મદદ લઈ લેવા તૈયાર હોઈએ છીએ. ક્યારેક એ સારું પણ હોય છે અને ક્યારેક એમાં આપણી ખોટી ઉતાવળ હોય છે. ક્ષણિક આવેશના સમયે આપણે જેની મદદ લેવા નથી માગતા એવા વ્યક્તિની આગળ હાથ લાંબો કરીએ છીએ ત્યારે આપણે એના ઉપકાર હેઠળ દબાઈ જતા હોઈએ છીએ. ભવિષ્યમાં વિચારતાં એવું લાગે કે શું કામ આ મદદ લીધી. નહીં લીધી હોત તો થઈ થઈને કેટલું નુકસાન થયું હોત. જે નુકસાન થયું હોત તે જો તે વખતે સહન કરી લીધું હોત તો અત્યારે આવી કફોડી પરિસ્થિતિમાં મૂકાયા ન હોત.

બીજા એક એન્ગલથી જોઈએ. કોઈના પર ઉપકાર કરીને ભૂલી જવું જોઈએ. એ ઉપકારને આપણે એ વ્યક્તિમાં કરેલા ઈન્વેસ્ટમેન્ટ તરીકે યાદ ન રાખવાનું હોય. કારણ કે એ વ્યક્તિ પોતાની ગમે એવી સારી દાનત હોવા છતાં સમય વીતી જશે એમ તમારા એ ઉપકારને યાદ નથી રાખવાની. યાદ નથી રાખવાની એનો મતલબ એ કે એ ઉપકારનું તે વખતે કેટલું મહત્ત્વ હતું, પરિસ્થિતિની ગંભીરતા કેટલી મોટી હતી, કેવી ગ્રોવિટી હતી એ બધું એને યાદ નથી રહેવાનું. અને તમે જો યાદ રાખ્યા કરશો કે મેં એને અણીને વખતે આટલી મોટી મદદ ન કરી હોત તો એ તે જ વખતે ડૂબી ગયો હોત, જિંદગીમાં ક્યારેય ઉપર ન આવ્યો હોત તો ભવિષ્યમાં તમે પસ્તાવાના, તમને ખોટું લાગવાનું જ્યારે તમે એ ઉપકારના બદલારૂપે એની પાસે કોઈક કામ કરાવવા જશો ત્યારે.

પર્સનલી મને લાગે છે કે ઉપકારની કે અહેસાનની કન્સેપ્ટમાં ઘણી બધી અતિશયોક્તિભરી ગેરસમજો રહેલી છે. સમજાવું તમને.

ધારો કે તમે ઉપકાર માગનાર છો. તે સમયે તમે ડેસ્પરેટ થઈ જાઓ છો. કારણ કે તમે એવી પરિસ્થિતિમાં મૂકાયા છો જ્યાં બુદ્ધિ બહેર મારી જાય. તમે લાંબું વિચારી શકતા નથી. તમારી સામે જે દેખાય તેની પાસે તમે ઝોળી ફેલાવી દો છો. એની કોઈપણ શરત તમને માન્ય હોય છે, જો તમે સ્વસ્થ રહ્યા હોત તો એના કરતાં બીજી ઘણી એવી વધુ પાત્રતા ધરાવતી વ્યક્તિ પાસે જઈને તમે મદદ માગી હોત. પણ તમે ડેસ્પરેટ હતા, અધીરા બની ગયા હતા એ સિચ્યુએશનમાંથી બહાર નીકળવા.

કબૂલ, કેટલીક પરિસ્થિતિઓ એવી જ હોવાની જેમાં તમારે તત્કાળ જેની મદદ મળે, જે શરતે મદદ મળે તે લઈને એમાંથી ઉગરી જવાનું હોય. પણ જીવનમાં બધી જ પરિસ્થિતિઓ આટલી અર્જન્સીવાળી નથી હોતી. લાઈફ એન્ડ ડેથનો સવાલ હોય એવી પરિસ્થિતિ બહુ ઓછી હોવાની, માટે મદદ માગતી વખતે કોની મદદ લઈએ છીએ, કોના ઉપકાર તળે રહેવાનું પસંદ કરીએ છીએ તે સમજી વિચારી લેવું. કોઈ સામેથી મદદ આપવા આવે તો પણ ફટ દઈને લઈ ના લેવાય.

અને હવે ધારો કે તમે મદદ કરનારા છો. તમારી સમક્ષ પેલી વ્યક્તિ એટલી કાકલૂદી કરશે, આજીજી કરશે કે તમને લાગવા માંડશે કે મારી મદદને કારણે જ એ ઊગરી જશે. તમે તમારી જાતને એના તારણહાર માનવા માંડો છો. હકીકત એ છે કે ડેસ્પરેશનમાં વ્યક્તિ કંઈ પણ બોલે : તમે મારા ભગવાન છો, તમારો ઉપકાર હું જિંદગીભર નહીં ભૂલું, મારી ચામડીનાં જૂતાં કરાવીને તમને પહેરાવું તોય તમારું આ ઋણ ફેડી નહીં શકું વગેરે…

તમારે સાંભળી લેવાનું : આવા ડેસ્પરેટ શબ્દોમાં વિશ્વાસ રાખીને ભવિષ્યમાં એ ખરેખર તમને પોતાની ચામડીનાં જૂતાં કરાવીને પહેરાવશે એવું માની નહીં લેવાનું.

ડૉન કૉર્લીઓનના અર્લી ડેઝનો એક પ્રસંગ નૉવેલમાં (અને ફિલ્મના બીજા પાર્ટમાં) આવે છે. વિતો કૉર્લીઓન હજુ ડૉન બન્યો નથી. સીધા સાદા કામ કરીને ગુજરાન ચલાવે છે. એક દિવસ એનો પાડોશી એને ત્યાં પોટલું મૂકી જાય છે – સાચવજે આને, એવું કહીને. થોડા દિવસો પછી એ પાડોશી એને મળીને પૂછે છે, ‘મારો સામાન હજુ સાચવ્યો છે તેં?’ વિતો હા પાડે છે. ઘરે બોલાવીને એને વાઈન પિવડાવીને પોટલું પાછું આપે છે, પાડોશી પૂછે છે : ‘તેં જોયું, અંદર શું છે?’ અને વિતો ચહેરા પર કોઈ ભાવ દેખાડ્યા વિના માથું ધુણાવીને આ યાદગાર વાક્ય બોલે છે : ‘મારી સાથે નિસબત ન હોય એવી કોઈ બાબતમાં હું માથું મારતો નથી.’

Screenshot

પોટલામાં પિસ્તોલ હતી અને પાડોશી પીટર ક્લેમેન્ઝા ભવિષ્યમાં વિતો કૉર્લીઓન જ્યારે ડૉન બને છે ત્યારે એનો ખાસ માણસ બને છે.

આયમ નૉટ ઈન્ટરેસ્ટેડ ઈન થિન્ગ્સ ધેટ ડોન્ટ કન્સર્ન મી – આ વાક્યમાં મારે હિસાબે તો જગતની અને જિંદગીની અડધોઅડધ ફિલસૂફીઓ સમાયેલી છે. રોજ ડઝનબંધ સમાચારો જેની સાથે તમારે નહાવા-નિચોવવાનો ય સંબંધ નથી એ વાંચીને તમારી સવાર પડે છે. આવી કેટલીય અસંબદ્ધ વાતોમાં તમારા આખા દિવસનો કેટલો મોટો ભાગ વેડફાય છે એની ગણતરી કરી છે ક્યારે? તમારા જીવન સાથે જેને જરા સરખી નિસબત નથી એવી વાતોથી તમારું મગજ ફાટફાટ થતું રહે છે. અને એને કારણે જ જે વાતોને ખરેખર નિસબત છે એના પ્રત્યે તમે ધ્યાન નથી આપી શકતા, એના માટે પૂરતો સમય નથી આપી શકતા. એકાગ્રતા કેળવવાની ગુરુચાવી ડૉન કૉર્લીઓનના આ વાક્યમાં છે : ‘મારી સાથે નિસબત ન હોય એવી કોઈ બાબતમાં હું માથું નથી મારતો.’

ગૉડફાધર ડૉન કૉર્લીઓન એના દીકરા સની ઊર્ફ સેન્ટિનોને એક સલાહ આપે છે. રાઈવલ ગેન્ગસ્ટર સાથેની ડૉનની મુલાકાત વખતે આ દીકરો હાજર હોય છે અને કોઈક વાતે એ પિતા સાથે અસંમત છે એવી ઝલક પ્રગટ થઈ જાય છે અને સોલોત્ઝો નામનો ગેન્ગસ્ટર આ વાત પામી જાય છે.

મિટીંગ પૂરી થયા પછી બાપ-દીકરો એકલા પડે છે ત્યારે ડૉન સનીને સલાહ આપે છે : ‘સેન્ટિનો, ફેમિલિની બહારના માણસને કોઈ દિવસ ખબર ન પડવી જોઈએ કે તું પોતે શું વિચારે છે. આપણા હાથમાં કયા પત્તાં છે એ કોઈને દેખાડવાનાં ન હોય.’

ડૉન કૉર્લીઓનની આ સલાહ માત્ર અંડરવર્લ્ડના કામકાજ સાથે જ સંકળાયેલા લોકો માટે નથી. આપણા સૌ માટે છે. ફેમિલિમાં મતભેદ રહેવાના – પિતા-પુત્ર વચ્ચે, ભાઈ-ભાઈ વચ્ચે, ઈવન પતિ-પત્ની વચ્ચે. પણ આ મતભેદોની જાણ બહારની કોઈ વ્યક્તિને સીધી યા આડકતરી રીતે પણ ન થવી જોઈએ. તમારી આપસી તકરારનો ફાયદો આજે નહીં તો કાલે બહારની ત્રીજી વ્યક્તિ લેવાની જ છે. તોરમાં આવીને કે પછી ક્યારે ફસ્ટ્રેટ થઈને ને કોઈ વખત સાવ અનાયાસ આપણે પારિવારિક તિરાડો બીજાને દેખાડી દેવાની ભૂલ કરી બેસીએ છીએ. આને કારણે કોઈ વખત તમને બીજાની મદદ મળી જાય અને ફાયદો થતો હોય એવું લાગે તો તે ટૂંકા ગાળાનો ફાયદો હોવાનો. લાંબા ગાળે તો તમને ને તમારા પરિવારને નુકસાન જ થવાનું.

પાન બનારસવાલા

દુનિયામાં હું કંઈકનો કર્જદાર છું ‘મરીઝ’
ચૂકવું બધાનું લેણ જો અલ્લાહ ઉધાર દે.

–‘મરીઝ’

• • •

( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi.comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર ⁨090040 99112⁩ પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)

• • •

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ

મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.

‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.

જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.

દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.

આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)

તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:

BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis

Net Banking / NEFT / RTGS-

Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings

A/c No. : 33520100000251

IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)

Branch Pin Code : 400076

તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.

આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.

તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.

જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.

સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).

HiSaurabhShah@gmail.com

Twitter.com/hisaurabhshah

Facebook.com/saurabh.a.shah

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

4 COMMENTS

  1. Greetings of the day.

    Excellent article.

    Wondering to know appel for economical support. Is it for any charities?

    Please advice.

    • No, not at all. You are the first and only one in these four years to ask this question. Read the appeal before asking. If not satisfied please read Cutting Chai Series. Everything is on Newspremi. Kindly be patient and read the appeal before embarrassing me by such question.
      No, it’s not for any charity.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here