( તડકભડક: ‘સંદેશ’, ‘સંસ્કાર’ પૂર્તિ, રવિવાર, 26 મે 2024)
આ જાલિમ દુનિયામાં દરેકને કશુંક વેચવું છે. દરેકને કશુંક ખરીદવું છે. ટૂથપેસ્ટથી માંડીને માણસની અંગત લાગણીની વ્યથાઓ સુધીની હર કોઈ ચીજ વેચવાલ છે. જેની પાસે જે છે તેને એ બજારમાં મૂકીને રોકડા કરી લેવા ધારે છે. જેની પાસે કંઈ નથી એ જાત વેચીને, ઈમાન વેચીને ચલાવે છે.
ઝવેરી બજારમાં જેમ ઝવેરાત વેચાય અને શેરબજારમાં જેમ રિલાયન્સ વેચાય એમ માણસ બજારમાં રૂપ વેચાય, લાગણી વેચાય, બુદ્ધિ વેચાય. શાસ્ત્રીય સંગીતની મહેફિલોમાં કોમલ રિષભ વેચાય. પ્રામાણિકની છાપ ધરાવતો પોલીસ ખાનગીમાં પોતાની લાલચ વેચે. આઠ સુડતાળીસની ચર્ચગેટ ફાસ્ટમાં લટકતો પ્યૂન પોતાની મજબૂરી વેચે. ગ્લેમરસ હિરોઈન ગરદન-કમરનાં લટકાં વેચે અને પ્રવચનકારો અને કવિઓ શ્રીમંતોની કૉકટેલ પાર્ટીઓમાં સ્વમાન વેચે. સેલ્સમૅનશિપની બોલબાલા હર જગહ છે.
જે કંઈ વેચાય છે તે ખરીદાય છે. ખરીદદારોની જમાતનો ગુરુમંત્ર છે: દરેક ચીજ બિકાઉ છે. હરેક આદમી બિકાઉ છે. મેળવવા અને ખરીદવા વચ્ચેનો ભેદ તેઓએ ભૂંસી નાખ્યો છે. ટેઢી આંગળીથી ઘી કાઢવાની કળા એમને ગળથૂથી સાથે પિવડાવવામાં આવી છે. તેઓ મંદિરમાં ભગવાનનાં દર્શન ખરીદી શકે છે. તેઓ પ્રાઈવેટ જેટ અને એમાં બેસનારા રાજકારણીઓને ખરીદી શકે છે. તેઓ મલ્ટિનૅશનલ ફાર્માસ્યુટિકલ કંપનીઓને દેશની જનતાનું સ્વાસ્થ્ય વેચીને એમના દેશોમાં જઈને મહાલયો ખરીદી શકે છે.
ખરીદવા અને વેચવાની આ સંસ્કૃતિ માટે દરેક પેઢીના વડીલો જવાબદાર. એમણે જ વ્યવહારુ બનવાની શિખામણો આપી અને એમણે જ ત્રાજવાના એક પલ્લાને સમતોલ કરવા માટે બીજું પલ્લું ભારોભાર ભરી દેવાની સલાહ આપી. આપ-લે કર્યા વિના આ દુનિયામાં કોઈનેય ક્યારેય ચાલ્યું નથી એવું તેઓ સતત તમને કહેતા હતા. આવી શિખામણોથી ઢંકાઈ ગયેલું તમારું મન હવે એ વાત માની શકતું નથી કે આ દુનિયામાં કશુંક નિર્વ્યાજ, નિર્હેતુક પણ હોઈ શકે. કોઈક તમારી પાસેથી કશુંય મેળવવા ન માગતું હોય તોય તમને કશુંક આપી દઈ શકે.
ગિવ ઍન્ડ ટેક તો આ દુનિયાની રસમ છે એવા બનાવટી વાક્યને આપણે બ્રહ્મવાક્ય માની લીધું છે. આપ્યા વિના કશું લેવાય નહીં અને લીધા વિના કશું અપાય નહીં એવી માન્યતાને લીધે રોજબરોજના જીવનમાંથી મુગ્ધતા, કૌતુક અને કુતૂહલે વિદાય લીધી અને નિર્દોષતા તો ક્યારેય આ બાજુ ફરકતી પણ નથી. કશા જ કારણ વિના કોઈને મળવું, અમસ્તાં જ કોઈને પત્ર લખવો કે ઈમેલ કરવો કે કોઈ ગણતરી વિના બીજાને ઉપયોગી થવું એ બધા આનંદો હવે દુર્લભ થઈ ગયા. કોઈકનું કામ કરવાનું હોય ત્યારે દિમાગ દોડતું થઈ જાય, ઝડપભેર જવાબ શોધતું થઈ જાય, નફાતોટાનો હિસાબ લગાવીને નક્કી કરી નાખે કે આ માણસને મદદરૂપ થવામાં શું ફાયદો છે, કેટલો ફાયદો છે, ફાયદો છે કે નહીં. સ્વયંસ્ફુરિત નિર્ણયો હવે થતા નથી. શું કશુંક મેળવ્યા પછી કશુંક આપવું જ પડે? કશુંક આપ્યા પછી મેળવવાની આશા રાખવી જ પડે?
વેચો, વેચો અને બસ વેચો. લોકોને શીશામાં ઉતારીને વેચો અને એ શીશાના પૈસા પણ એની અંદર ઉતરનારની પાસેથી જ વસૂલ કરો. અક્કલહીન વીડિયો ગેમ્સને બાળકોની સર્જનશક્તિ ખીલવવાનાં જુઠ્ઠાણાં સાથે વેચો. સેકન્ડ હૅન્ડ મેડિકલ ઈક્વિપમેન્ટ ઈમ્પોર્ટ કરીને ધર્માદા હૉસ્પિટલને વેચો અને એ હૉસ્પિટલનાં નવાં સાધનો સરકારી હૉસ્પિટલોને જઈને વેચો. ખોખલી નીતિમત્તાને આદર્શોના રૂપાળા પૅકિંગમાં વીંટીને વેચો.
પારકાનો છીનવેલો માલ પોતાની માલિકીનો ગણાવીને વેચો. અને વેચવાનું પૂરું થાય એ પછી ખરીદો. જે દેખાય એ ખરીદો. વફાદારી ખરીદો, પ્યાર ખરીદો, અપર ક્લાસમાં ગણાવા માટે ધર્મગુરુઓ પાસેથી સંસ્કાર ખરીદો. પાર્ટીઓ-ક્લબોમાં જવા માટે સ્મિત અને સજ્જનતા ખરીદો અને આ તમામ ખરીદીઓનો ચળકાટ ઝાંખો પડી જાય ત્યારે એને ફરીથી ચમકાવવા દંભની પૉલિશ ખરીદો.
એક વખત નક્કી કર્યું કે ખરીદવું છે એટલે કોઈ પણ ભોગે ખરીદીને જ જંપીશ એવી મુસ્તાકીમાં રાચતા આપણે જાણતા નથી કે જેની કોઈ કિંમત નથી એવી ઘણી અમૂલ્ય ચીજો છે આ દુનિયામાં. નેપાળની પૅકેજ ટૂરની કિંમતમાં કાંચનજંઘા પર થતા સૂર્યોદયને જોવાની દૃષ્ટિનું મૂલ્ય સામેલ નથી હોતું. એ તમારે તમારી પોતાની લઈ જવી પડે, જો હોય તો. જેને તમે લાખો-કરોડો રૂપિયા આપીને ખરીદો છો એવી કેટલીય ચીજોનું મૂલ્ય વાસ્તવમાં શૂન્ય હોય છે. બેઉ અંગે લકવો મારી ગયા પછી તમારી મર્સિડીઝ શું કામની. આખું કુટુંબ પ્લેન ક્રેશમાં ભરખાઈ ગયા પછી તમારો જૂહુનો બંગલો શું કામનો? પત્નીના મૃત્યુ પછી નિ:સંતાન પતિ માટે ઝવેરીનો અડધો શોરૂમ ઠાલવી દીધેલી પોતાની તિજોરી શું કામની.
સવારથી સાંજ સુધી ખરીદવામાં અને વેચવામાં રત રહેતા લોકોને સપનાં પણ લિયાદિયાનાં જ આવવાના. કારણ વિના આપી શકે અને કારણ વિના લઈ શકે એવા માણસો શું આ દુનિયામાં ક્યાંય વસતા નહીં હોય? કોઈ એવા વિશ્ર્વમાં જઈએ જ્યાં કોઈએ કશું વેચવાનું ન હોય, કોઈએ કશું ખરીદવાનું ન હોય.
પાન બનારસવાલા
જેટલું વધારે આપતા રહેશો એટલું ઓછું જોઈશે.
સ્ટીફન રિચર્ડ્સ (લેખક)
• • •
( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi.comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર 090040 99112 પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)
• • •
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ
નવા કૅલેન્ડર વર્ષનો આરંભ થઈ ગયો છે. આપ સૌનું 2024નું વર્ષ શુભદાયી અને સુખદાયી નીવડે. આ વર્ષે બે દિવાળી આવે છે તે યાદ રાખશો. આસોની અમાસે તો ખરી જ, 22 જાન્યુઆરીએ પણ દીપોત્સવ છે જે 500 વર્ષ રાહ જોયા પછી ઉજવાશે.
મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.
‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.
જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.
દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.
‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.
‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.
આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)
તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:
BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis
Net Banking / NEFT / RTGS-
Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings
A/c No. : 33520100000251
IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)
Branch Pin Code : 400076
તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.
આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.
તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.
જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.
સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).
• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો
Saurabhbhai – tame aajni duniyanu nagna satya raju karyu. Excellent 🙏🙏🙏.
સરસ લેખ. થોડુ ઘણુ ફીલમી દીમાગ છે મારૂ એટલે ” લકવા- મસિઁડીઝ, પ્લેન ક્રેશ- ખાલી બંગલો , પત્ની – ઝવેરાત તીજોરી ” ના ઉદાહરણ પર ,દીવાર ફિલ્મ નો નીરૂપા રોયજી નો સંવાદ ‘બડા સોદાગર બન ગયા હે તુ વીજય, પર ઈતના બડા નહી કે અપની મા કો ખરીદ શકે ” યાદ આવ્યો. વીજય મા અને ભાઈના ગયા પછી મો માંગી કીમતે ખરીદેલ મકાનના કાગળીયા ફાડી નાખે છે. દુનીયામા બધી ચીજો અને એવા ઘણા મજબુત માણસો છે અને રહેશે જે બીકાઉ નથી. ધન્યવાદ.
सुपर्ब 👌🏻
મોટાં ભાઈ,
જય શ્રી કૃષ્ણ 🙏🌹
કારણ વગર કોઈ મળે અને કારણ વગર કોઈ કંઈક આપે
એમાં આપનાર અને લેનાર બન્ને ને સંતોષ અને આનંદ જે
અવિનાશી દીઠું. જે જૂજ છે.
એનાથી વિરુદ્ધ જ્યાં કારણ હશે ત્યાં ત્રાજવે તોળાય તેવા સુખ છે, જે ક્ષણિક દીઠાં. અને તે અનંત છે જ્યાં સંતોષ નો અભાવ છે.
ખૂબ સચોટ આકલન લોકો ની વૃત્તિ નું.
સાભાર પ્રણામ અમોને પ્રેરણાદાયી પત્રોનું.