કંગના રાણાવતની ‘ઈમરજન્સી’ ફિલ્મ સેન્સરમાં અટવાઈ : સૌરભ શાહ

( ગુડ મૉર્નિંગ એક્સક્લુઝિવ : સોમવાર, 2 સપ્ટેમ્બર 2024)

કંગના રાણાવતની લેટેસ્ટ ફિલ્મ ‘ઈમરજન્સી’ સેન્સરમાં અટવાઈ ગઈ છે. પહેલાં જૂન 2024ની ચૂંટણી સમયે રિલીઝ થવાની હતી. પછી 25 જૂનની આસપાસ, ઈમરજન્સી દિન નિમિત્તે, રિલીઝ થવાની હતી. પણ કંગનાના કહેવા પ્રમાણે એ વખતે તે પોતાના ચૂંટણીપ્રચારમાં બિઝી હોવાથી, અને પછી લોકસભામાં ચૂંટાઈ આવવાને કારણે વ્યસ્તતા વધી ગઈ એટલે, ફિલ્મ રિલીઝ ના થઈ શકી. સશક્ત અભિનેત્રી અને જુસ્સાદાર રાષ્ટ્રવાદી કંગનાએ આ ફિલ્મ ડિરેક્ટ કરી છે, પ્રોડ્યુસ કરી છે અને ફિલ્મમાં ઇન્દિરા ગાંધીનો લીડ રોલ એણે કર્યો છે.

કેટલાકને લાગે છે કે કંગના બહુ બોલે છે. અમને લાગે છે કે કંગના સાચું બોલે છે. જે બોલવું જોઈએ તે જ બોલે છે. માત્ર એટલું ધ્યાન રાખવાનું હોય કે જે સાચું બોલાય છે તે ક્યારે બોલાય છે. દરેક સત્યને પ્રગટ કરવાનો એક સમય હોય છે.

થોડા સમય પહેલાં કંગનાએ ખેડૂત આંદોલન વખત બનેલી એક દુર્ઘટનાની ટીકા કરી. કંગનાએ સાચી બનેલી વાત જ કરી હતી. પણ વિપક્ષે આ મુદ્દા પર બાંયો ચડાવીને હરિયાણાની ચૂંટણીમાં ઉછાળીને પૉઇન્ટ સ્કોર કરવાની તૈયારી કરી. ભાજપે તરત જ આખા વિવાદ પર ટાઢું પાણી ફેરવતું નિવેદન બહાર પાડી દીધું કે એ કંગનાનો પર્સનલ મત છે, ભાજપની આ ઑફિશ્યલ લાઇન નથી. ભાજપે પલ્લુ ઝાડવાને બદલે પૂંછડું પકડી રાખીને કંગનાના સમર્થનરૂપે મૌન સેવ્યું હોત તો વિપક્ષના હાથમાં ગોલાબારૂદનો મોટો જથ્થો આવી ગયો હોત. ભાજપની સમયસૂચકતાને લીધે વિપક્ષના જુસ્સાનું સૂરસૂરિયું થઈ ગયું. બનાવટી મોદી સમર્થકો અને રાયતા વિંગવાળા હાઈપરડાઓ કહેવા લાગ્યા કે ભાજપે કંગનાની પડખે રહેવું જોઈતું હતું.

કંગના રાણાવત ભાજપની ટિકિટ પર લોકસભામાં ચૂંટાઈ આવી છે. અપક્ષ તરીકે કે કૉન્ગ્રેસની ટિકિટ પર ઉભી રહી હોત તો ચૂંટાઈ આવી હોત ? ના. કંગના અને બીજેપી વચ્ચે જો પસંદગી કરવાની હોય તો તમે કોની કરો ? હું બેલાશક બીજેપીની કરું.

બીજેપી છે તો કંગના છે, સલામત છે. મહારાષ્ટ્રમાં વચ્ચે ટૂંકા ગાળા માટે નૉન બીજેપી સરકાર હતી—ઉદ્ધવ ઠાકરેની— ત્યારે કંગનાના ઘર-ઑફિસ પર બુલડોઝર ચલાવાયું હતું, યાદ છે ? કંગનાને બીજેપીનો સહારો છે. બીજેપી કંગનાને કારણે નથી.

કેન્દ્રીય સેન્સર બોર્ડમાં અને રાજ્ય કક્ષાએ હવે સેક્યુલરોને બદલે દેશદાઝવાળા લોકો બેસે છે. પ્રસુન્ન જોષી અને મિહિર ભૂતાથી લઈને નીલા સોની-રાઠોડ સુધીનાં અનેક તેજસ્વી રાષ્ટ્રવાદીઓ નિશ્ચિત મુદતો માટે નીમાયાં છે.

કંગના રાણાવતની ‘ઈમરજન્સી’ સેન્સર બોર્ડમાં અટવાઈ છે અને હવે એની નિર્ધારિત તારીખ છઠ્ઠી સપ્ટેમ્બરે રિલીઝ નહીં થઈ શકે એવા સમાચાર જાણીને કેટલાક લોકો ડાયરેક્ટ વડાપ્રધાન મોદીને ગાળાગાળ કરવા લાગ્યા છે. આ તથાકથિત મોદી સપોર્ટરો, ભાજપના કહેવાતા સમર્થકો અને પોતાને બહુ મોટા હિન્દુવાદી ગણાવનારા હાઈપરડાઓ વાંઝિયો આક્રોશ ઠાલવવા લાગ્યા છે કે મોદી શાસન કરવાને લાયક જ નથી.

‘કાશ્મીર ફાઈલ્સ’નું એક યાદગાર વાક્ય છે. જે.એન.યુ.ની ડાબેરી પ્રોફેસરના મોઢે બોલાય છે : ‘સરકાર ભલે એમની ( ભાજપની ) હોય પણ સિસ્ટમ તો અમારી ( ડાબેરીઓ, કૉન્ગ્રેસીઓ, ભાંગફોડિયાઓ અને હરામીઓની) જ છે ને !’

કેટલાક અંશે આ વાત સાચી છે. 2014 પછી કેન્દ્રમાં ભાજપની મજબૂત સરકાર છે અને પહાડ જેવા અડીખમ મોદી એનું નેતૃત્વ કરે છે તે છતાં કેન્દ્ર અને રાજ્ય સ્તરે બ્યુરોક્રસીમાં તેમ જ અર્ધસરકારી સંસ્થાઓ તથા સરકારની મહેરબાની પર નભતી સંસ્થાઓમાં અનેક ઍન્ટિ-મોદી, ઍન્ટિ-ભાજપ, ઍન્ટિ-હિન્દુવાદી એલિમેન્ટ્સ હજુય છે. સરકારમાં ઘણા એવા ઉચ્ચ અધિકારીઓ છે જેઓ પોતાના અંગત લાભ માટે એવો દેખાડો કરતા હોય કે પોતે મોદીની નીતિઓના સમર્થક છે પણ અંદરખાનેથી જ્યાં જ્યાં પોતાનું ચાલતું હોય ત્યાં મોદીની નીતિઓને સેબોટેજ કરતા હોય. મોદી ગુજરાતમાં હતા ત્યારે આવા બદમાશ અધિકારીઓને સારી રીતે પિછાણતા હતા. અત્યારે પણ તેઓ તરત સૂંઘી લે છે આવા દેશદ્રોહી અધિકારીઓને. પણ એ એકલા કેટલે પહોંચી વળે. 1947થી ચાલી આવેલી નહેરુ પરિવારે ગોઠવેલી સિસ્ટમના સડાને દૂર કરવાનું કામ, આ ઉતાવળિયા-અધીરિયા અને બનાવટી હિન્દુવાદીઓ માને છે એટલું આસાન નથી. વડાપ્રધાનના હાથમાં કંઈ જાદુની છડી નથી હોતી કે નથી હોતો અલ્લાદ્દીનનો ચિરાગ.

સેન્સર બોર્ડ જ નહીં પૂનાની ફિલ્મ ઇન્સ્ટિટ્યુટથી માંડીને દિલ્હીની નૅશનલ સ્કૂલ ઑફ ડ્રામા સહિતની અનેક સંસ્થાઓ સરકારી પૈસે સમૃદ્ધ થાય છે, ભાજપના શાસનમાં અનુપમ ખેર અને પરેશ રાવળ જેવા દેશપ્રેમીઓને ત્યાં ગોઠવવામાં આવે છે, છતાં પેધા પડી ગયેલા સેક્યુલરોની સિસ્ટમમાં ભાગ્યે જ કંઈ નેત્રદીપક ફેરફારો થાય છે.

‘ઈમરજન્સી’ સેન્સર બોર્ડમાં અટવાઈ છે તેનું કારણ શું? કંગના રાણાવતે ઇન્દિરા ગાંધીની હત્યા સુધીના બનાવો ફિલ્મમાં વણી લીધા છે એવું કહેવાય છે. ઇન્દિરા ગાંધીની હત્યા બે ખાલિસ્તાનવાદીઓએ કરી એવો ઉલ્લેખ ફિલ્મમાં આવે છે. શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક કમિટી ( એસ.જી.પી.સી )ને આ ઉલ્લેખ સામે વાંધો છે એવી જાહેરાત થઈ છે. જ્યાં સુધી ‘અમે ( એસ.જી.પી.સી ) આ ફિલ્મને ક્લિયર ના કરીએ ત્યાં સુધી એને રિલીઝ નહીં થવા દઈએ’ એવી ધમકી, સ્પષ્ટ શબ્દોમાં એમણે આપી છે.

ઇન્દિરા ગાંધીની હત્યા એમના બે અંગરક્ષકોએ કરી જેઓ સિક્ખ હતા— આ વાત નિર્વિવાદ છે. ઇતિહાસ ભૂંસી શકાય એમ નથી. હત્યારાઓને ભિંદરાંવાલે જેવા ખાલિસ્તાની અલગાવવાદી અને આતંકવાદીઓનું સમર્થન હતું એ પણ સાબિત થયેલું છે.

કંગનાએ ફિલ્મ ‘ઈમરજન્સી’ પર બનાવી છે, ઇન્દિરા ગાંધીના જીવનનો એક કિસ્સો ‘ઈમરજન્સી’ છે. હું હોત તો મેં આ ફિલ્મને 1975-76-77ના ગાળા સુધી જ સીમિત રાખી હોત. ઇન્દિરા ગાંધી વિશેની બાયોગ્રાફિકલ ફિલ્મ મેં બનાવી હોત તો સ્વાભાવિક છે કે એમાં 1980માં ઇન્દિરા ગાંધીનું પુનરાગમન, ઑપરેશન બ્લુ સ્ટાર અને 31 ઓક્ટોબર 1984ની ગોઝારી ઘટના વણી જ લીધી હોત. ‘ઈમરજન્સી’ ફિલ્મમાં ઇન્દિરા ગાંધીની હત્યાને મારીમચડીને ઘુસાડવાની કોઈ જરૂર નથી.

સેન્સર બોર્ડમાં આ ફિલ્મ લોચામાં પડી એનું કારણ આ હોઈ શકે કે તમે ફિલ્મમાં માત્ર ‘ઈમરજન્સી’ની જ વાત કરો, ખાલિસ્તાનવાદીઓને વચ્ચે ના લાવો કારણકે ઈમરજન્સીને અને ખાલિસ્તાનને કોઈ લેવાદેવા નથી. જો કોઈ પરાણે અને કૃત્રિમ રીતે આ કનેક્‌શન ગોઠવી બેસાડવા માગતું હોય તો ખોટું છે. હું માનું છું કે સેન્સર બોર્ડની આ દલીલ હોઈ શકે.

પણ અહીં આપણા હાઈપરડાઓ વગર લેવેદેવે ઉશ્કેરાઈને મોદીનો ક્લાસ લઈ રહ્યા છે : ‘જોયું આ આપણી હાર્ડકોર રાઇટ વિંગ રાષ્ટ્રવાદી સરકાર. આજકાલ એ કેટલી નરમ અને આળી ( વલ્નરેબલ) બની ગઈ છે.’ કોઈ વળી પાછું કહે છે : ‘મોદીજીને હિજડોં કી ફૌજ બના રખી હૈ ક્યા ?’ આ અને આવી અનેક હલકટ પ્રતિક્રિયાઓ તમને ટ્વિટર પર વાંચવા મળશે.

મોદીના સમજદાર સમર્થકો જાણે છે કે અહીં ‘સિસ્ટમ આપણી છે કે એ લોકોની’ એવો કોઈ મુદ્દો જ નથી. અહીં કોઈ ઈગો-ઈશ્યુ રાખવાનો મતલબ પણ નથી. રાહુલ, મમતા અને આપિયાઓ કેરોસીનના ડબલાં લઈને ફરી રહ્યા છે. મોદી સરકાર સામે ચાલીને એમના હાથમાં માચીસ મૂકવા નથી માગતી.

શાહીનબાગ અને ખેડૂત આંદોલન વખતે મોદીએ ધાર્યું હોત તો અમિતભાઈને કહીને જબરજસ્ત પોલીસ એક્શન લેવાયું હોત. અર્ધ-લશ્કરી દળો પણ છોડી શક્યા હોત લાલ કિલ્લાને અભડાવનારાઓ પર. પણ મોદી જાણતા હતા કે શાહીનબાગનો હેતુ માત્ર સી.એ.એ. તથા એન.આર.સી.નો વિરોધ કરવાનો નહોતો. ખેડૂત આંદોલન ખેડૂતોના હિત માટેનું નહોતું. આ બંને આંદોલનોનો અલ્ટિમેટ હેતુ સરકારને ઉશ્કેરવાનો હતો જેથી સરકાર આંદોલનકારીઓ સામે જલદ પગલાં લે અને છેવટે ઓ બાપ રે અમે મરી ગયા, અમારા પર જુલમ થાય છે એવી રડારોળ કરીને સ્થાનિક તથા ઈન્ટરનૅશનલ મીડિયાની સહાયથી આખા ભારતમાં અરાજકતાની આગ પ્રસરાવી શકાય, ‘નિર્દોષ’ પ્રજાજનો પર ‘જુલમ’ વરસાવતા ‘સરમુખત્યાર’ મોદીને ઉથલાવી શકાય.

મોદીએ તે વખતે સમયસૂચકતા વાપરીને, જલદ પગલાં લેવાને બદલે ધીરજપૂર્વક કામ લીધું. સારું છે કે ટ્વીટરના ડોઢડાહ્યાઓ અને હાઇપરડાઓની સલાહ -મહેણાંટોણાંને લક્ષ્યમાં લીધા વિના આ સરકાર ચાલે છે. સોનિયા-મનમોહનની સરકાર બરખા દત્ત જેવા દલાલ પત્રકારોની સલાહથી ચાલતી. કેબિનેટમાં કોણ પ્રધાન હશે અને કોણ નહીં તેનો નિર્ણય લ્યુટ્યન્સ મીડિયાના પત્રકારો દ્વારા લેવાતો. નીરા રાડિયા ટેપ કૌભાંડ ભૂલી ગયા તમે ?

શાહીનબાગ, ખેડૂત આંદોલન વગેરેને કાબૂમાં લેવા માટે જલદ પગલાં લેવાયાં હોત તો દોઢ મહિના પહેલાં બાંગ્લાદેશમાં જે બન્યું તે ડિસેમ્બર ૨૦૧૯માં જ ભારતમાં બનીગયું હોત. ભારત બરબાદ થઈ ગયું હોત. એ જ તો એજન્ડા હતો શાહીનબાગવાળાઓનો, ખેડૂતોના નામે આંદોલન કરનારાઓનો. એટલે જ તો તે વખતે કેજરીવાલે આ બંને આંદોલનકારીઓના સમુહને સરકારી પૈસે ખાવાપીવા સહિતની તમામ સુખસગવડોનો પ્રબંધ કરી આપ્યો હતો.

ઈમરજન્સી 1975ની સ્વતંત્ર ભારતના ઇતિહાસનું સૌથી કલંકિત પ્રકરણ છે. એના પર સારી ફિલ્મ બનવી જ જોઈએ જેથી માત્ર નવી જનરેશનને જ નહીં, સિનિયર સિટિઝનોને પણ ખબર પડે કે કૉન્ગ્રેસના ડીએનએમાં રાષ્ટ્રદ્રોહ કેવી રીતે ઠાંસી ઠાંસીને ભરેલો છે.

હાલ પૂરતું એમ રાખીએ કે કંગના રાણાવતે જો ખાલિસ્તાનવાદીવાળો ઉલ્લેખ કટ કરી નાખવો પડે તો તે કટ સ્વીકારીને શીઘ્ર ફિલ્મ રિલીઝ થવા દેવી જોઈએ. આ એક વાત. અને બીજી વાત. છાશવારે મોદીની અને મોદીએ ગોઠવેલી સિસ્ટમોની, એમના પ્રધાનમંડળના સાથીઓની સમજ્યાકર્યા વિના ટીકા કરવાનું રહેવા દઈએ. આપણે આપણું કામ કરીએ. મોદીને એમનું કામ કરવા દઈએ.

• • •

( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi.comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર ⁨090040 99112⁩ પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)

• • •

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ

મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.

‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.

જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.

દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.

આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)

તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:

BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis

Net Banking / NEFT / RTGS-

Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings

A/c No. : 33520100000251

IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)

Branch Pin Code : 400076

તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.

આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.

તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.

જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.

સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).

HiSaurabhShah@gmail.com

Twitter.com/hisaurabhshah

Facebook.com/saurabh.a.shah

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here