આ બુક અને ઈ-બુક : સૌરભ શાહ

( તડકભડક: ‘સંદેશ’, ‘સંસ્કાર’ પૂર્તિ, રવિવાર, 18 મે 2025 )

લગભગ બારતેર વર્ષ પહેલાંની વાત છે. મારા ફેવરિટ રાઈટર જેફ્રી આર્ચરને પહેલી વાર મુંબઈની એક બુક શૉપમાં સાંભળ્યા ત્યારે એમણે આંકડા આપીને કહ્યું હતું કે એમની પોતાની નવલકથાઓની પેપર બૅક આવૃત્તિનો પ્રિન્ટ ઑર્ડર ઘટતો જાય છે અને એની સામે એ જ નવલકથાની ઈ-બુક્સનું વેચાણ વધતું જાય છે.

ઈ-બુક્સનો ઈતિહાસ ઘણો લાંબો છે પણ આધુનિક ઈ-બુક્સનો રિયલ જમાનો એમેઝોનવાળાએ ‘કિન્ડલ’ નામનું રીડર લૉન્ચ કર્યું ત્યારથી ધમધોકાર શરૂ થયો. પરદેશમાં જનરલી પહેલાં હાર્ડ બાઉન્ડ એડિશન બજારમાં મૂકાય અને પાકા પૂંઠાવાળી આવૃત્તિને કેવો રિસ્પોન્સ મળે છે એના આધારે છ-બાર મહિના પછી આવનારી પેપર બૅક એડિશનનો પ્રિન્ટ ઑર્ડર નક્કી થાય એવો રિવાજ હતો. ઈ-બુક્સના આવ્યા પછી, એટલે કે ૨૦૦૭માં ‘કિન્ડલ’ના પ્રવેશ પછી એક જ વર્ષમાં હાર્ડ બાઉન્ડ એડિશન કરતાં એ જ પુસ્તકની ઈ-બુક વધારે વેચાતી થઈ ગઈ હતી.

‘કિન્ડલ’થી તમે વાકેફ હશો. હળવાફુલ આ સાધનની સાઈઝ રેગ્યુલર આઈ-પેડ કરતાં અડધી અને મિનિ-આઈ પેડ જેટલી હોય છે. એની સ્ક્રીન પરનો ‘ગ્લાસ’ નૉન-રિફ્લેક્ટિવ હોવાને કારણે લાંબે સુધી વાંચવામાં આંખોને ત્રાસ નથી પડતો, કૉમ્પ્યુટર કે સેલફોનની જેમ. એક ‘કિન્ડલ’માં તમે નૉર્મલી હજારેક ઈ-બુક્સને ડાઉનલોડ કરીને મન ફાવે ત્યાં લઈ જઈને વાંચી શકો. વાયફાય કે મોબાઈલ ડાટાની કોઈ જરૂર નથી. (માત્ર ઈ-બુક ડાઉનલોડ કરવાની હોય ત્યારે જ જરૂર પડે, નૅચરલી).

મેં એ જમાનામાં ‘કિન્ડલ’ની ઍપ મારા પીસી પર ડાઉનલોડ કરી હતી. એ પછી સેલફોન પર પણ ડાઉનલોડ કરી. અને છેવટે ‘કિન્ડલ’નું સાધન પણ ખરીદ્યું. ઈ-બુક્સની મઝા એ છે કે કેટલી બધી ચોપડીઓ જે પબ્લિક ડોમેનમાં હોય (અર્થાત્ કૉપી-રાઈટ ફ્રી બની ગઈ હોય) એવી ચોપડીઓ તમને મફતમાં મળે. ચાર્લ્સ ડિકન્સની નવલકથાઓથી માંડીને રોબર્ટ લુઈ સ્ટીવન્સનની સાહસકથાઓ, આર્થર કોનન ડોઈલની શેરલોક હોમ્સની વાર્તાઓ અને બીજું ઘણુંય.

ફોગટનો માલ માણી લીધા પછી નવી પ્રગટ થયેલી બુક્સ તમને પ્રિન્ટ એડિશન કરતાં થોડાક સસ્તા ભાવે મળે. સહેજ જૂની થઈ ગઈ હોય એવી, બે-પાંચ-દસ વર્ષ પહેલાં પ્રગટ થયેલી, બુક્સ તો ઘણી વખત નાખી દેવાના ભાવે વેચાતી હોય. મઝાની વાત એ કે તમને રાત્રે ત્રણ વાગ્યે કોઈ ચોપડી વાંચવાનું મન થયું તો કોઈ પણ જાણીતા ઈ-બુક્સના ઓનલાઈન સ્ટોર પર જાઓ, ક્રેડિટ કે ડેબિટ કાર્ડથી પૈસા ભરો, બે જ મિનિટમાં તમારા ‘કિન્ડલ’ પર કે તમારા ફોનની ‘કિન્ડલ’ની ઍપ પર આખી બુક ડાઉનલોડ થઈ જાય. અડધી રાત્રે પુસ્તક ખરીદવાનો આવો રોમાંચ તમને કોઈ પુસ્તકવિક્રેતાની દુકાનમાં કયાંથી મળવાનો.

આપણા જેવાઓ માટે ઈ-બુક્સના બીજા ઘણા ફાયદા છે. કોઈ અંગ્રેજી શબ્દ ન સમજાય તો એ શબ્દને સ્ક્રીન પર પ્રેસ કરો તો ડિક્શનરી ખુલે એને તમને અર્થ સમજાવે. એટલું જ નહીં માર્ગરેટ મિશેલની ‘ગોન વિથ ધ વિન્ડ’ વાંચતાં અમેરિકન સિવિલ વૉરનો ઉલ્લેખ આવે તો એ શબ્દોને પ્રેસ કરો કે તરત વીકીપીડિયા અને ગૂગલ સર્ચના વિકલ્પો મળે. જાણી લો બેકગ્રાઉન્ડ તમારે જાણવું હોય એટલું. અને અફકોર્સ, પુસ્તકમાં તમે જેમ અંડરલાઈન કે હાઈલાઈટ કરો કે હાંસિયામાં તમારી પોતાની નોંધ લખો એ બધું જ તમે ઈ-બુકમાં કરી શકો. પુસ્તકમાં તો પ્રકાશકે જેટલા નાના કે મોટા ટાઈપમાં એ પુસ્તક છાપ્યું હોય એમાં જ તમારે વાંચવું પડે જ્યારે ઈ-બુકમાં તમે તમારી પસંદગી પ્રમાણે ટાઈપ સાઈઝ નાનીમોટી કરી શકો એટલું જ નહીં ફૉન્ટ પણ ચેન્જ કરી શકો – ટાઈમ્સ રોમનને બદલે કોઈ સાં સેરિફ-વાળા ફૉન્ટ જોઈતા હોય તો એમાં વાંચો. ‘કિન્ડલ’વાળાએ તો દસ વર્ષ પહેલાં સ્પેશ્યલ ફૉન્ટ બનાવડાવ્યા હતા જે ખાસ ઈ-રીડર પર વાંચનારા વાચકોની સુવિધાને ધ્યાનમાં રાખીને ડેવલપ કરવામાં આવ્યા છે.

કાગળ પર છાપેલા પુસ્તકોને વાંચવાની જેમને ટેવ છે એમને ઈ-બુક્સ માટે ઝાઝો લગાવ નૉર્મલી નથી હોતો. નવા પુસ્તકનાં પાનાં ફેરવવાં, એનાં કાગળ-શાહીની ખુશ્બુ, એનો સ્પર્શ આ બધું પુસ્તક વાંચતાં પહેલાં જ તમને એક આહ્લાદક વાતાવરણમાં પહોંચાડે છે. વળી આ પુસ્તકો તમારી બુક શેલ્ફમાં તમારી આંખ સામે દેખાય એનો પણ રોમાંચ હોય. બસો ગ્રામના નાની પૉકેટ બુકની સાઈઝના સેલફોનની થિકનેસ ધરાવતા ‘કિન્ડલ’માં એક હજાર પુસ્તકો પડયાં હોય તોય આવો રોમાંચ વળી કયાંથી મળવાનો?

પણ ઈ-બુક્સ ખરેખર તો આવા પુસ્તકીયા કીડાઓ માટે છે જ નહીં. બેઝિકલી ઈ-બુક્સ એવા લાખો કે કરોડો અન-ઈનિશ્યેટેડ વાચકો માટે છે જેમને પુસ્તક ખરીદવા કરતાં વધારે રસ પુસ્તકમાંની વાચનસામગ્રીમાં છે. ચાહે એ નવલકથા હો યા કોઈ પણ વિષયનું પુસ્તક હો. તેઓ છપાયેલું પુસ્તક વાંચીને ઘરમાં સંઘરી રાખવા માગતા નથી અને વાંચી લીધા પછી એને પસ્તીમાં આપી દેવાનો જીવ પણ ચાલતો નથી. આવા ‘પુસ્તકરસિયા’ નહીં પણ ‘વાચનરસિયા’ઓ માટે ઈ-બુક્સ આદર્શ છે. અને બીજા એવા લોકો માટે એ આઈડિયલ છે જેઓ હાર્ડકોર વાચક છે – બજારમાં જે કઈ નવું આવે એ બધું જ એમણે વાંચી લેવું છે. આવા લોકો કેટલાં પુસ્તકો ખરીદે, ખરીદીને મૂકે કયાં, ઑલરેડી ઘર પુસ્તકોના ગોદામ જેવું બની ગયું હોય. એમના માટે પણ ‘કિન્ડલ’ એક જોરદાર આયટમ છે. આ ઉપરાંત એવા લોકો માટે પણ છે જેમને રેફરન્સ માટે કોઈ પુસ્તકની તાતી જરૂર છે પણ છાપેલી કિતાબનો ઑર્ડર આપીને રાહ જુઓ કે એ ક્યારે આવે એટલી ધીરજ રાખવી નથી તો એ પુસ્તકનું ઇ-બુક વર્ઝન તમને બે જ મિનિટમાં મળી જાય.

નૉર્મલી તમે કોઈ પણ ઈ-બુક ખરીદો ત્યારે તમને એ પુસ્તકનું એકાદ ચૅપ્ટર, એની અનુક્રમણિકા, પ્રસ્તાવના વગેરે ચખાડવાની સુવિધા ઑનલાઈન વિક્રેતાઓ કરતા હોય છે. ઈન્ડિયન પબ્લિશર્સ આ બાબતમાં જરા ચિંગુસ છે પણ ફોરેનના મોટાભાગના પ્રતિષ્ઠિત પ્રકાશકો, કોઈ સારો દુકાનદાર તમને આગ્રહ કરીને ‘અરે ચાખો તો ખરા, શેઠિયા, ચાખવાના કયાં પૈસા લાગે છે’ એમ કહેતો હોય તે રીતે આવા સેમ્પલિયા આપીને તમને લલચાવતા હોય છે. આવું કરવાનો ફાયદો બેઉ પક્ષે થાય છે. આપણે ખરીદાર તરીકે ‘માલ ચાખીને’ આયટમ પસંદ ના પડી તો હાલતી પકડી શકીએ. છાપેલું પુસ્તક ઑનલાઈન ખરીદવા જઈએ છીએ ત્યારે આવી સુવિધા નથી મળતી – ઘણી વખત અંધારામાં ગોળીબાર કરીએ અને પાર્સલ ડિલીવર થાય ત્યારે ખોલીને બે જ મિનિટમાં અફસોસ થાય કે નકામી મગાવી આ ચોપડી – બુક શૉપમાં જોઈ હોત તો ના લીધી હોત.

ઈ-બુક્સનો જમાનો શરૂ થયા પછી દુનિયાભરના પ્રિન્ટ પબ્લિશરો ફફડી ગયા હતા કે હવે એમણે સર્વાઈવ થવું હશે તો ઈ-બુક્સમાં પડયા વિના છૂટકો નથી. ગુજરાતી સહિતની ભાષાઓમાં ઈ-બુક્સનો જબરજસ્ત જમાનો શરૂ થાય તે સારું જ છે પણ આ બધું લપસિંદર અહીં ચીતરવાનો આશય એ કે લેટેસ્ટ ન્યૂઝ એ છે કે ઈ-બુક્સની સામે પ્રિન્ટ-બુક્સનું વેચાણ હવે વધી રહ્યું છે અને એની સામે ઈ-બુક્સનું ઘટી રહ્યું છે! ગંગા આટલી જલદી કેવી રીતે ઊંધી વહેતી થઈ ગઈ? એનાં કારણો જાણવા આવતા અઠવાડિયે પાછા મળીએ.

પાન બનારસવાલા

સારું પુસ્તક દર દસ-દસ વર્ષે ફરી એકવાર વાંચવાની ટેવ પાડવી જોઈએ.

– સી. એસ. લુઈસ

(નવલકથાકાર, ૧૮૯૮-૧૯૬૩)

• • •

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ

મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.

‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.

જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.

દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.

આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)

તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:

BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis

Net Banking / NEFT / RTGS-

Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings

A/c No. : 33520100000251

IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)

Branch Pin Code : 400076

તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.

આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.

તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.

જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.

સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).

HiSaurabhShah@gmail.com

Twitter.com/hisaurabhshah

Facebook.com/saurabh.a.shah

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here