( ગુડ મૉર્નિંગ એક્સક્લુઝિવ, ન્યુઝપ્રેમી ડૉટ કૉમ: રવિવાર , ૧ સપ્ટેમ્બર ૨૦૨૪)
હજુ પણ કોઈ અવઢવ હોય તો અર્ણબ ગોસ્વામીનો આઠ મિનિટનો વિડિયો ધ્યાનથી સાંભળી લેજો. હાથવગો ના હોય તો આજના તંત્રીલેખ સાથે ફરી એકવાર મોકલ્યો છે.
દેશના મોટાભાગના નાગરિકો માટે રાજકારણ પ્રાયોરિટી નથી. એમ જ હોય. સૌ કોઈના માટે પોતાની અંગત જિંદગી, પોતાના કુટુંબની સુખાકારી અને પોતાના કામકાજ-નોકરી ધંધાની પ્રગતિ જ પ્રાયોરિટી હોવાની—એમાં કશું ખોટું પણ નથી.
સૌ કોઈને રાજકારણ વિશે કે દેશમાં બની રહેલી ઘટનાઓ વિશે નક્કર અને ઊંડાણભરી ઑથેન્ટિક માહિતી હોય કે આ ઘટનાઓનું વિશ્લેષણ કરવાની ગતાગમ હોય એ જરૂરી નથી. એવો સમય, એવી ઈચ્છા-ક્ષમતા કે એટલો ટાઈમ ભાગ્યે જ હોય આ ફાસ્ટ લાઇફમાં.
આપણી પાસે માહિતીનાં બે-ચાર સ્ટાન્ડર્ડ કૂવાઓ હોવાના જેમાં રોજ એક એક બાલદી પાણી ભરીને આપણે નહાઈ લઈએ છીએ. સવારે ઘરે આવતાં છાપાં, ટીવીના સમાચાર, વૉટ્સઍપ-ફેસબુક-ટ્વિટર વગેરે સોશિયલ મીડિયા પરથી મળતી માહિતી અને આપણી આસપાસના ‘જાણકાર’ લોકો જે કંઈ આપણા સુધી પહોંચાડે તે સમાચારો. આ બધા સમાચારોની સચ્ચાઈ ચેક કરવા જેટલી સગવડતા કેટલીક વખત તો ખુદ બડા બડા પત્રકારો પાસે અને પીઢ રાજકારણીઓ પાસે પણ નથી હોતી તો સવારથી રાત સુધી પોતાના કામમાં ગળાડૂબ રહીને નિષ્ઠાપૂર્વક પોતાના કુટુંબનું ભવિષ્ય ઉજ્જ્વળ કરી રહેલા એક નૉર્મલ નાગરિક પાસે ક્યાંથી હોવાની ?
એટલે જ નાનીમોટી વાતે આપણે ઉશ્કેરાઈ જઈએ છીએ— આ સરકારનું ખાતું સાવ ખાડે ગયેલું છે, ઉપરથી નીચે સુધી બધે જ ભ્રષ્ટાચાર છે, દેશ ચલાવવાની કોઈ આવડત જ નથી આ લોકોમાં, માત્ર વાતો જ થાય છે કંઈ કામ તો થતું નથી, બધી યોજનાઓ નિષ્ફળ જાય છે, સારા કાયદા તો પાછી ખેંચી લેવામાં આવે છે, આ દેશનું કોઈ ભવિષ્ય જ નથી, નેક્સ્ટ ટાઈમ આ સરકારને સત્તા પરથી તગેડી કાઢીશું તો જ એમની અક્કલ ઠેકાણે આવશે.
એક તબક્કે માની લઈએ કે ખાડે ગયેલા સરકારી તંત્રથી લઈને સાન ઠેકાણે લાવવા સુધીની તમારી તમામ વાતો સાચી. અને હવે વિચારીએ કે એનો વિકલ્પ શું છે ? તમારું અને આ દેશનું ભવિષ્ય કોના હાથમાં સલામત છે ?
‘તટસ્થ’ અને ‘નિરપેક્ષ’ પત્રકારોની જેમ હું ક્યારેય ગોળ ગોળ વાતો કરીને તમને ભરમાવતો નથી એની તમને ખબર છે. આ ફિલ્ડમાં મારી સૌથી મોટી બે મૂડી છે. એક : 1975 ની ઇમરજન્સી પછી વડાપ્રધાન મોરારજી દેસાઈનું, જનતા પાર્ટીનું, શાસન આવ્યું ત્યારથી-1978 થી- હું પત્રકારત્વમાં છું. દેશના રાજકારણમાં કોણ કેટલું કેપેબલ છે, શા માટે એમના પર વિશ્વાસ મૂકવો જોઈએ ( કે ના મૂકવો જોઈએ) વગેરે તમામ બાબતોનું બૅકગ્રાઉન્ડ મારી પાસે છે. બે : સત્તા પર બેઠેલા કે વિરોધ પક્ષમાં બેસેલા કોઈપણ રાજકારણી પાસે, સરકારી અધિકારીઓ પાસે મને ક્યારેય કશું જોઈતું નથી- વગ, ફેવર, માનસન્માન કે બીજું કંઈ પણ. મારે કોઈ પણ રાજકીય પક્ષના વગદાર લોકોની પગચંપી કરીને એમની સાથે સુંવાળા કે હૂંફાળા સંબંધો રાખવાની પળોજણ કરવી પડતી નથી.
આ બે કારણોસર વાચકોમાં મારી વિશ્વસનીયતા સર્જાઈ છે. આ જ કારણે હું નિર્ભય રહીને કોઈની પણ આકરી ટીકા કરી શકું છું, મોંફાટ વખાણ પણ કરી શકું છું.
1947 પહેલાંના અને આઝાદી પછીના ભારત વિશે મેં જાણકાર વડીલ પત્રકારો-લેખકો પાસેથી રૂબરૂમાં ઘણી માહિતી મેળવી છે. પત્રકારત્વમાં પ્રવેશ્યા પછી આ દેશમાં રોજેરોજ બનતી ઘટના-દુર્ઘટનાઓને ફર્સ્ટ હૅન્ડ જોયેલી અથવા જાણેલી છે અને કોઈની શેહમાં તણાયા વિના એને મારી રીતે મૂલવી છે.
આ ઉપરાંત, મારી પર્સનલ લાયબ્રેરીમાં સાવરકર, ગાંધીજી, સરદાર પટેલ અને નરેન્દ્ર મોદી વિશેનાં; 1857ના ભારતના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામથી લઈને 2024ની લોકસભા ચૂંટણી વિશેનાં; ભારતના ઇતિહાસ વિશેનાં, ભારતની પ્રાચીન શિક્ષણ પ્રથા વિશેના તેમજ ભારતની પરંપરાના જે મજબૂત પાયાઓ છે તે— વેદ, ઉપનિષદ, રામાયણ, મહાભારત, ગીતા, મનુસ્મૃતિ, વિવિધ પુરાણો ઇત્યાદિના મૂળ ગ્રંથોની વિવિધ આવૃત્તિઓ તેમ જ તે વિશે અનેક વિશ્વસનીય વિદ્વાનોએ કરેલી ટીકા-ટિપ્પણીઓના ગ્રંથ છે.
આ તમામ અભ્યાસના નીચોડરૂપે હું એક નતીજા પર આવ્યો છું કે આ દેશ એ જ લોકોના હાથમાં સલામત છે જેઓ ભારતના કૅરેક્ટરને સમજે છે, જેમને ભારતનો આત્મા ક્યાં વસે છે એની સમજ છે અને જેઓ આ કૅરેક્ટરનો-આત્માનો જેન્યુઈનલી આદર કરે છે.
હવે તો જો કે, સૌ કોઈને ખબર પડી ગઈ છે કે મત જોઈતા હશે તો, ભૂતકાળમાં ભારતની સંસ્કૃતિ વિરુદ્ધ એક હજાર દુષ્કર્મો ભલે કર્યાં પણ હવે જનોઈ પહેરીને, માથે તિલક કરીને, હાથમાં માળા પકડીને ફોટો ઑપર્ચ્યુનિટી ઊભી કરવી પડશે. આવા બનાવટી હિંદુવાદી રાજકારણીઓ કે આવા તકવાદી હિંદુવાદી પત્રકારોથી સાવધાન રહેવું એ વાત મેં અગણિત વખત કહી છે, કહ્યા કરીશ. કારણ કે આ દેશનું ભવિષ્ય આવા લોકોના હાથમાં સલામત નથી. આવા રાજકારણીઓ અને આવા પત્રકારો આ દેશને વેચવા નીકળી પડ્યા છે.
2024ની ચૂંટણીમાં ભાજપને ચોખ્ખી બહુમતી મળી, પણ ધાર્યા જેટલી સીટો ન આવી એટલે આ દેશવિરોધી રાજકારણીઓ અને એમણે પાળેલા પત્રકારો ગેલમાં આવી ગયા. 543 સીટોમાંથી માત્ર 99 સીટો લાવનારા કૉન્ગ્રેસ પક્ષના પપ્પુને તેઓ ભાવિ વડાપ્રધાન તરીકે પ્રોજેક્ટ કરવા લાગ્યા. તેઓ રોજેરોજ મીડિયા અને સોશિયલ મીડિયા દ્વારા દેશના નાગરિકોને ભરમાવવા લાગ્યા કે, ‘મોદી ખતમ ! ભાજપનાં વળતાં પાણી છે. આ જુઓ તમારા રેલમંત્રી. રોજેરોજ અકસ્માતો થાય છે.’
આ અકસ્માતો કેવી રીતે થાય છે તેનું ઇન્વેસ્ટિગેશન કરવામાં ન તો રાજદીપ સરદેસાઈઓ કે રબ્બિશકુમારોને રસ છે ન આપણા ગુજરાતી યુટ્યુબરોમાં ઘૂસી ગયેલાં સલીમ-અનારકલીઓને.
કોઈક બાબતે કૉન્ગ્રેસના શાસનમાં હતી એવી નિષ્ફળતા ભાજપના શાસનમાં પણ ક્યારેક જોવા મળી તો એનો અર્થ એ નથી કે આ લોકોને એવું કહેવાનો હક્ક મળી જાય કે : ‘આના કરતાં તો કૉન્ગ્રેસ શું ખોટી હતી ?’
આ લોકો કૉન્ગ્રેસની નિષ્ફળતાઓને ઢાંકીને ભાજપની નિષ્ફળતાઓને હાઈલાઈટ કરવામાં એક્સપર્ટ થઈ ગયા છે. નહેરુ, ઇન્દિરા, રાજીવ, સોનિયાનું વંશ પરંપરાગત કૉન્ગ્રેસી શાસન 100 માંથી 90 બાબતોમાં નિષ્ફળ હતું. વાજપેયી-મોદીનું ભાજપ-એનડીએ શાસન 100 માંથી 10 બાબતોમાં નિષ્ફળ હશે, માન્યું. પણ દેશદ્રોહી માનસિકતા જેમના લોહીમાં છે તે અગણિત રાજકારણીઓ અને તકવાદ જેમના ડીએનએમાં છે તે રાજદીપ-સલીમ-અનારકલીઓ જેવા અસંખ્ય પત્રકારો તમારી સમક્ષ કૉન્ગ્રેસની 10 સફળતાઓનાં ગુણગાન ગાશે, ભાજપની 90 સફળતાઓ વિશે ભ્રમ ફેલાવીને એને તમારા દિમાગમાંથી ભૂંસી કાઢશે.
બહુ કપરો સમય ચાલી રહ્યો છે. નાનીમોટી દરેક વાતે તમે ભાજપથી વિમુખ થઈ જાઓ એવી વાતો વહેતી થાય છે. આ વાતો બેપાયાદાર છે, તદ્દન ખોટી છે અને મિસક્વોટ-મિસઇન્ટરપ્રિટેશનનું પરિણામ છે એવા ખુલાસાઓ તમારા સુધી પહોંચે એ પહેલાં આવી બીજી સો બનાવટી અને તરકટી વાતો મીડિયામાં આવી પહોંચે છે. એનું ફૅક્ટ ચેકિંગ કરીને તમને સમજાવવામાં આવે કે આ પણ ગપગોળા છે ત્યાં ફરી બીજી બસો ગેરમાહિતીઓનો ધોધ છોડવામાં આવે છે.
હવે તમને ફૅક્ટ ચેકિંગમાં રસ નથી. આટઆટલી વાતો આવે છે તો કંઈક તો એમાં તથ્ય હશે ને ? ધુમાડો છે તો આગ હોવાની જ. તમે માની લો છો. રાજદીપો-સલીમો-અનારકલીઓ તમને કહે છે કે મોદી કરતાં રાહુલ ગાંધીની લોકપ્રિયતા વધતી જાય છે. તમે માની લો છો. આ દલાલ પત્રકારોના ભ્રષ્ટ વ્યવહારો મોદી ગુજરાતમાં હતા ત્યારથી બંધ થઈ ગયા છે. દિલ્હીમાં આવ્યા પછી મોદીએ રાષ્ટ્રીય સ્તરે ઍન્ટિનૅશનલ પત્રકારો અને મીડિયા હાઉસીસને સરકારી ખર્ચે કે પક્ષના ખર્ચે ટુકડા નાખવાનું બંધ કરાવ્યું. એટલે આ લોકો રા.ગા., રા.ગા. નું ગાણું ગાવા લાગ્યા છે.
કર્ણાટક, કેરળ, બંગાળની બિનભાજપ સરકારની નિષ્ફળતાઓ તમારા સુધી ન પહોંચે એની તકેદારી આ રાજકારણીઓ-પત્રકારો રાખી રહ્યા છે. ભાજપ આ નિષ્ફળતાઓને બહાર લાવીને તમારા સુધી પહોંચાડતું હોય ત્યારે ભાજપ દેશદ્રોહી અને લોકશાહી વિરોધી છે એવો નેગેટીવ પ્રચાર મમતા તથા કેજરીવાલના આપિયાઓ ફેલાવે છે.
ભાજપની તરફેણ કરનારા પત્રકારોને ગોદી મીડિયા, અંધ ભક્ત કે બીજા અપશબ્દોથી નવાજવામાં આવે છે. ભલે. જેને જે કહેવું હોય તે કહે. આવું કહેવાથી નક્કર વાસ્તવિકતા જે છે એ થોડી બદલાઈ જવાની છે? જે રાજા ભોજ છે તે રાજા ભોજ જ રહેવાના છે અને જે પપ્પુ તેલી છે તે પપ્પુ તેલી જ રહેવાનો છે.
ઑલ સેઇડ ઍન્ડ ડન, આ દેશનું શાસન રાહુલ ગાંધી, મમતા બૅનર્જી, અરવિંદ કેજરીવાલ, ઓમર અબ્દુલ્લા કે લાલુ-મુલાયમનાં સંતાનો વગેરેઓના હાથમાં જશે તો દેશનું ભાવિ કાળું ડિબાંગ છે એમાં કોઈ શંકા નથી. તટસ્થ કે નિરપેક્ષ હોવામાં ગૌરવ લેવાને બદલે જે સાચું છે તેનો પક્ષ લઈએ. જે તમારા માટે અને આ દેશ માટે સારું છે તેનો પક્ષ લઈએ.
ખામીઓ આપણા પોતાનામાં પણ હશે. આપણાં મા-બાપ, આપણાં સંતાનો અને આપણા જીવનસાથીમાં પણ હશે. મિત્રો-સગાં-કલીગ્સ બધામાં કોઈને કોઈ ખામી હશે. પણ આપણે ચલાવી લઈએ છીએ. આપણી ખામીઓને એ લોકો ચલાવી લે છે. એટલે જ આપણી જિંદગી, આપણો સંસાર ચાલે છે. આ બધાની સાથે તમે ઝઘડો કરવા નથી જતા. કારણ કે તમને ખબર છે કે એ સૌને લીધે તમારી સિસ્ટમો ચાલે છે.
ભાજપની કે ભાજપના રાજકારણીઓની તમને દેખાતી ખામીઓ ચલાવી લેવાની હોય. એમનો ઉલાળિયો ના કરવાનો હોય. એમને સત્તા પરથી ઉઠાડી મુકીશું તો પપ્પુનું ગઠબંધન આવવાનું જ છે, દેશ વેચાવાનો જ છે. આ જ લોકોએ કોરોના વખતે વિદેશી ફાર્મા કંપની ફાઇઝરને અબજો ડોલરનો ફાયદો થાય અને દેશની તિજોરી કંગાળ બની જાય એ માટે કેવાં કેવાં તોફાનો કર્યા હતા યાદ છે ? આ તમામ રાજકીય ગુંડાગર્દી સામે મોદીએ અડીખમ રહીને દેશમાં બનેલી વૅક્સિન વિનામૂલ્યે આપણને -કરોડો નાગરિકોને- અપાવી અને દેશ એક વિરાટ સંકટમાંથી ઉગરી ગયો. યાદ છે ? ન યાદ હોય તો ‘વૅક્સિન વૉર’ નામની નાના પાટેકરવાળી ડૉક્યુમેન્ટરી જેવી ફિલ્મ જોઈ લેજો. ગૂગલ સર્ચ કરશો તો ખબર પડી જશે કે કયા ઓટીટી પ્લૅટફોર્મ પર જોવા મળશે.
આવી તો અનેક, અનેક એટલે અનેક, વાતો મોદીની અને ભાજપની તરફેણમાં લખી શકાય. લખી ચૂક્યો છું.
મારી દ્રઢ માન્યતા છે કે રાજદીપો-સલીમો-અનારકલીઓ જેમનામાં રહેલું રાક્ષસપણું-દાનવપણું છુપાવીને જેમની ઇમેજને ગિલેટ ચડાવીને ચકચકિત બનાવવાનું કામ કરવા માટે દિવસ-રાત મહેનત કરી રહ્યા છે એ રાજકારણીઓ -રાહુલથી માંડીને મમતા સુધીના સૌ કોઈ- તેમ જ એમના રાજકીય પક્ષો, કૉન્ગ્રેસથી લઈને તૃણમૂલ-આપ વગેરે આ દેશના ભવિષ્ય માટે ખૂબ મોટો ખતરો છે. ભવિષ્ય જ નહીં, દેશના વર્તમાન માટે ઑલરેડી એક મોટી આપત્તિ બની ચૂક્યા છે. આ દેશનું સુકાન ભૂલેચુકેય જો આ રાજકારણીઓના હાથમાં આવી ગયું તો ભારતનું પતન નિશ્ચિત છે, તમારું પોતાનું ભાવિ પણ બાંગ્લાદેશના હિન્દુઓ જેવું બની જવાનું. તમારે જીવતેજીવ નર્ક કરતાં બદતર યાતના પપ્પુ-મમતારાજમાં ભોગવવી પડશે.
હું પર્સનલી આ બાબતે નિશ્ચિંત છું. મારે આખી જિંદગી આવી યાતના નહીં ભોગવવી પડે. જે દિવસે ભાજપ-મોદીને ઉથલાવીને એ લોકો સત્તા પર આવશે એના 24 કલાકમાં તેઓ વીણીવીણીને કટ્ટર મોદી સમર્થક પત્રકારોને ચાર રસ્તા પર થાંભલે બાંધીને ગોળીએ દેશે. હું એમાંનો એક હોઈશ. પછી ભોગવજો તમતમારે ભાજપને ઉથલાવી પાડવાના મનસુબાઓની સજા— જિંદગીભર.
ર્ણબ ગોસ્વામીનો આઠ મિનિટનો વિડિયો-
https://x.com/hisaurabhshah/status/1829755145388785783?s=46&t=da6HAz1TJ3ANZKcvdSK1oQ
• • •
( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi.comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર 090040 99112 પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)
• • •
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ
મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.
‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.
જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.
દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.
‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.
‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.
આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)
તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:
BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis
Net Banking / NEFT / RTGS-
Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings
A/c No. : 33520100000251
IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)
Branch Pin Code : 400076
તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.
આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.
તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.
જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.
સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).
• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો
પપુડો કયારેય PM થશે નહી.