( તડકભડક: ‘સંદેશ’, ‘સંસ્કાર’ પૂર્તિ, રવિવાર, 16 ફેબ્રુઆરી 2025 )
ગાંધીજી જે આંદોલનો કરતા, સત્યાગ્રહ કરતા, સવિનય કાનૂનભંગ કરતા અને ઉપવાસો કરતા તે અંગ્રેજ સરકાર સામે કરતા. આજે જો
જો કોઈ આ પ્રકારે વિરોધ કરે તો તે અરાજકતાવાદી ગણાય, દેશનો દુશ્મન કહેવાય કારણકે તે પોતાના જ દેશની વ્યવસ્થાને નુકસાન પહોંચાડે છે. આજે કોઈએ વિરોધ કરવો હોય તો એણે લોકો પાસે જઈને એમનો મત મેળવીને લોકસભા, વિધાનસભા, કૉર્પોરેશન, મ્યુનિસિપાલિટી, નગરપાલિકા, પંચાયત વગેરેમાં ચૂંટાઈને પોતે જે કહેવા માગે છે એની રજૂઆત કરવી જોઈએ. સડક પર આવીને આંદોલનો કરવાની જરૂર ગુલામ હોઈએ તો પડે, લોકશાહીમાં વિરોધ પ્રગટ કરવા માટે બંધારણીય વ્યવસ્થા કરેલી છે.
વાત ૯૫ વર્ષ પહેલાંની. ૬૧ વરસની ઉંમરે ગાંધીજીએ સાબરમતી આશ્રમથી ૩૯૦ કિલોમીટર ચાલીને નવસારી પાસેના દરિયાકાંઠાના ગામ દાંડી સુધી જવાનું નક્કી કર્યું. ૧૨ માર્ચ, ૧૯૩૦ના રોજ નિયમ પ્રમાણે પરોઢિયે ૪ વાગ્યે આશ્રમના અંતેવાસીઓની પ્રાર્થના શાંત અને ગંભીર વાતાવરણમાં શરૂ થઈ હતી એવો અહેવાલ ‘પ્રજાબંધુ’માં છપાયો હતો. રિપૉર્ટમાં લખ્યું હતું:… પ્રાર્થના પૂરી થતાં ગાંધીજીએ હિંદીમાં ટૂંકું પ્રવચન કરતાં કહ્યું: ‘હવે તો મારે કંઈ જ કહેવાનું રહેતું નથી. એટલું જ છેવટે કહું કે પુરુષવર્ગ આજે યુદ્ધમાં જાય છે, તે પછી બહેનોએ હળીમળીને આશ્રમનો કારભાર ચલાવવો. મને લાગે છે કે તમારે લડતમાં જોડાવાના દિવસો પણ બહુ થોડા જ રહ્યા છે. એટલા વખતમાં બધાં સાથે રહીને લડવાની શક્તિ કેળવજો.’
એ પછી ગાંધીજીએ પોતાની સાથે કૂચ કરનારી ટુકડીને ઉદ્દેશીને કહ્યું: ‘હું અત્યારે પકડાઉં તો શ્રી અબ્બાસ તૈયબજી તમારી સાથે આવે એવી યોજના છે. તેમાં તમે એ બુઝુર્ગ અને અનુભવીની સેવા કરીને બધી સગવડ કરી આપવાનું ન ચૂકશો. એમના મનમાં તમે તેમનાં બાળકો છો એવું લાગવું જોઈએ અને તમારે બધાએ તેમને વડીલ ગણવા જોઈએ. આપણે તો એ બતાવવાનું છે કે ખુદા અને ઈશ્ર્વર એક છે. તેથી તેના ઉપાસકો પણ એક જ ઈશ્ર્વરનાં સરખાં સંતાન છે. હિંદુ અને મુસલમાન જુદા નથી, પરંતુ બધા જ હિંદુસ્તાની છીએ એ ભાવના જાગ્રત કરવાની છે.’
ગાંધીજી અને એમની ટુકડીએ સવારે સાડાછ વાગ્યે આશ્રમથી કૂચ શરૂ કરી. તેમની પાછળ મોટી માનવ મેદની ચાલી આવતી હતી. સાડાઆઠ વાગ્યે અમદાવાદ શહેરના પાદરે આવેલા ચંડોળા તળાવે પહોંચીને ગાંધીજીએ જે વિદાયભાષણ આપ્યું એ ‘આખરી ફેંસલો’માં પ્રગટ થયું છે: ‘…તમે બધા પ્રેમને વશ થઈને આવ્યા છો. છેલ્લા બે દિવસથી તમે બધા ટળવળી રહ્યા હતા અને છેલ્લી રાત્રે તો આશ્રમની આસપાસ પડી રહ્યા હતા. હું પકડાઉં તે જોવા તમે તેમ કર્યું હતું, પણ ઈશ્વરનું ધાર્યું હોય તે થાય છે. આપણે બીકણ છીએ એટલે આમ બી બી કરીએ છીએ. કોઈ કહે કે મને માંડલે અથવા રંગૂન લઈ જવાના છે તો તો બહુ મીઠું થાત. મને તો પૂર્ણ સ્વરાજ મળી જાત… હું ક્યાં સુધી છૂટો રહી શકીશ તે કહેવાય નહીં. મને લઈ જશે તોયે તમારા બળે મારે છૂટવું છે.’
અસલાલી (જે હવે અમદાવાદનું ઉપનગર ગણાય છે)થી અંગ્રેજીમાં ફાઈલ કરેલા એક રિપૉર્ટમાં ‘બૉમ્બે ક્રોનિકલે’ લખ્યું: …ગાંધીજીને પૂછવામાં આવ્યું કે અગિયાર માઈલથી કંઈક વધારે એકધારું ચાલવાથી આપને થાક લાગ્યો નથી? ગાંધીજીએ કહ્યું: ‘મારે એમ ન કહેવું જોઈએ કે હું ખૂબ થાકી ગયો છું. હું થાક્યો જરૂર છું પણ એ થાક સામાન્ય છે. એકસાથે હું આટલું બધું ચાલી શક્યો તેનો મને પોતાને અચંબો થાય છે. તમે જાણો છો કે હમણાં થોડા સમયથી મને લાંબું અંતર ચાલવાનો મહાવરો નથી.’
ગાંધીજીએ દક્ષિણ આફ્રિકાના નિવાસ વખતે ૩,૦૦૦ સ્ત્રી-પુરુષ-બાળકો સાથે કૂચ કરી હતી. બંને કૂચની સરખામણી વિશે પૂછતાં એમણે કહ્યું, ‘આયોજનમાં ફેર હોવા છતાં બંનેની કાર્યપદ્ધતિ તો સરખી જ છે. બંનેમાં સાધન આત્મબળ જ છે. પરંતુ દક્ષિણ આફ્રિકામાં ૩,૦૦૦ માણસો હતા, જ્યારે અહીં ૭૯ જ છે. વળી દક્ષિણ આફ્રિકામાં અમે સામાજિક તેમ જ રાજકીય દૃષ્ટિએ વિરોધી વાતાવરણમાં હતા અને અમારે અમારી પોતાની ખાદ્યસામગ્રી સાથે લેવી પડી હતી. જ્યારે અહીં અમે આગતાસ્વાગતાના વાતાવરણમાં છીએ અને અમારે અમારો ખોરાક સાથે રાખવો પડતો નથી.’
ગાંધીજી અને એમની ૭૯ સભ્યોની ટુકડીમાં ગાંધીજી સૌથી મોટી ઉંમરના હતા. બાકીના બધા જ ટ્વેન્ટીઝ અને થર્ટીઝની ઉંમરના યુવાનો હતા, જેમાં પ્યારેલાલ નય્યર (ઉં. વ. ૩૦) અને ગાંધીજીના પુત્ર મણિલાલ (૩૮) પણ હતા. ૪૦થી વધુ ઉંમરના બે જ સાથીઓ હતા. એક પંડિત નારાયણ મોરેશ્ર્વર ખરે (૪૨) જે આશ્રમના સંગીતશિક્ષક હતા અને જેમણે આશ્રમમાં ગવાતાં ભજનોનું સંકલન ‘આશ્રમ ભજનાવલિ’ નામે કર્યું જેની આજે પણ નવજીવન પ્રકાશન દ્વારા નવી નવી આવૃત્તિઓ પ્રગટ થતી રહે છે, સુંદર સંકલન છે. બીજા રામજીભાઈ વણકર હતા જે ૪૫ વર્ષના હતા. સૌથી નાના, ૧૬ વર્ષના વિઠ્ઠલ લીલાધર ઠક્કર હતા. વીસ કે તેથી ઓછી ઉંમરના સાથીઓની સંખ્યા દોઢેક ડઝન જેટલી હતી.
અસલાલીમાં પ્રવચન કરતાં ગાંધીજીએ કહ્યું: ‘…તમારા જ ગામની વાત લો. ૧,૭૦૦ માણસની વસતિમાં ૮૫૦ મણ મીઠું જોઈએ. ૨૦૦ બળદ માટે ૩૦૦ મણ મીઠું જોઈએ. કુલ ૧,૧૫૦ મણ મીઠું જોઈએ. પાકા મણ પર સરકાર સવા રૂપિયો કર નાખે છે; તો ૧,૧૫૦ મણ એટલે કે પાકા ૫૭૫ મણ મીઠા પાછળ ૭૭૦ કર તમે આપો છો… તમારું ગામ આટલો કર આપી શકે? જે હિંદુસ્તાનમાં માણસની સરાસરી આવક છ પૈસા ગણાય છે, એટલે જે દેશમાં લાખો માણસને એક કાવડિયું પણ મળતું નથી, ભૂખે મરે છે કે ભિક્ષાન્ન પર રહે છે તેમને પણ મીઠા વિના ચાલતું નથી. આવા માણસને મીઠું ન મળવાથી યા મોંઘું મળવાથી શા હાલ થતા હશે?
‘જે મીઠું પંજાબમાં ૯ પાઈનું મણ વેચાય છે, જે મીઠાના ઢગલેઢગલા ગુજરાત-કાઠિયાવાડના દરિયાકાંઠે પાક્યા કરે છે, અને જે મીઠું ગરીબ પણ મણનો દોઢ રૂપિયો આપ્યા વિના ન પામે તો, તે અંગ્રેજ પ્રત્યે ગરીબની કેવી હાય લાગતી હશે? પણ બિચારા ગરીબ ગામડિયામાં આ કર ઉડાડી દેવાની શક્તિ નથી. તે શક્તિ આપણે મેળવવી છે. જે કર દેવાલાયક નથી તે કર કાઢી નાખવાની સત્તા જ્યાં હોય તે પ્રજાસત્તાક રાજ્ય કહેવાય. કઈ વસ્તુ કયે વખતે દેવાય અને ન દેવાય તેને પ્રજા નક્કી કરી શકે તે પ્રજાકીય રાજ્ય કહી શકાય. પણ આવી સત્તા આપણી પાસે નથી… આવા કર હવે જવા જોઈએ. અમે મીઠું બનાવીશું, ખાશું, લોકોમાં વેચશું અને તેમ કરતાં જેલમાં જવું પડશે તો જેલમાં જશું એવો સંકલ્પ આપણે કરવો જોઈએ. ગુજરાતની ૯૦ લાખની વસતિમાંથી બાળકો અને બહેનોને બાદ કરીએ તો સહેજે જે ૩૦ લાખ માણસો રહે એ જો મીઠાના કરનો સવિનય ભંગ કરવા તૈયાર થઈ જાય તો આટલા માણસોને જેલખાનામાં રાખવાની સરકાર પાસે જગા નથી. હા, સરકાર કાયદો તોડનારને ડાંગ અને ગોળી પણ મારી શકે છે. પણ આજનાં રાજ્યોથી એટલી બધી હદ સુધી સહેજે જઈ શકાતું નથી. પણ અમે તો સંકલ્પ કર્યો છે કે મારી નાખવું હોય તો ભલે મારી નાખે. મીઠાનો કર તો હવે જવો જ જોઈએ… આ એક પગથિયું ચડી શકીએ તો સ્વાતંત્ર્ય-મહેલનાં બીજાં પગથિયાં ટપોટપ ચડી જઈશું.’
ગુજરાતીમાં બોલાયેલું આ પ્રવચન ‘નવજીવન’માં પ્રગટ થયું હતું.
દાંડીકૂચની પૂર્વતૈયારીરૂપે ગાંધીજીએ કેટકેટલી સૂચનાઓ આપી રાખી હતી અને છઠ્ઠી એપ્રિલ, ૧૯૩૦ના દિવસે સવારે સાડાછ વાગ્યે ગાંધીજીએ દાંડીના દરિયાકિનારા પરથી કર ચૂકવ્યા વિના ચપટી મીઠું ઉપાડીને સરકારી કાનૂનનો ભંગ કર્યો એ પછી એના કેવા રિપર્કશન્સ આવ્યા એની કથા આવતા અઠવાડિયે.
પાન બનારસવાલા
તમે જો ડરવાની જ ના પાડશો તો તમને કોઈ ડરાવી નહીં શકે.
– મહાત્મા ગાંધી
• • •
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ
મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.
‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.
જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.
દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.
‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.
‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.
આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)
તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:
BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis
Net Banking / NEFT / RTGS-
Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings
A/c No. : 33520100000251
IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)
Branch Pin Code : 400076
તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.
આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.
તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.
જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.
સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).
• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો
ગાંધીજી એ ગાંધીજી એટલા માટે છે કે તેણે સાથીઓ ટકોરાબંધ શોધ્યા હતા. અન્ના હજારે ની જેમ નહિ કે કોઈ તેની માથે ચડી બેસે ને પછી ધક્કો મારી રાજકારણમાં આવી જાય!