આ તમામ ઓરડા તમારા છે, ધર્મશાળાના નહીં : સૌરભ શાહ

( તડકભડક : ‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ, રવિવાર: 19 જુલાઈ 2020)

સામાન્ય માણસ પોતે ધારે એટલો બીજા આગળ ખુલ્લો થઈ શકે છે અને ધારે એટલો બંધ રહી શકે છે.

ખુલ્લા દિલનો લાગે એવો માણસ તમારી સામે ઊભો છે અને તમે લિટરલી એના દિલમાં ડોકિયું કરી રહ્યા છો એવી કલ્પના કરો.

એના હૃદયમાં તમને કેટલાક ઓરડા દેખાશે. માની લો કે દસ ઓરડા છે. આ દસમાંનો એક સાવ ઉઘાડો છે. તમે એમાં પ્રવેશી શકો છો. ખૂણે-ખૂણો તપાસી શકો છો. આ ઓરડા સાથે નિસબત રાખતી વાત એ વ્યક્તિ તમારી સાથે કરે છે ત્યારે તમને લાગે છે કે માણસ કેટલા ખુલ્લા હૃદયનો છે. કશું જ છુપાવ્યા વિના મનમાં જે છે તે બધું જ બતાવી દે છે. આ ઓરડામાંથી બહાર નીકળતી વખતે તમને બાકીના નવ ઓરડા દેખાય છે. એમાંના એકેય ઓરડાના દરવાજે તાળું નથી. તમે માની લો છો કે એ ઓરડાઓમાં પણ તમે ધારો ત્યારે પ્રવેશી શકો છો. બહાર આવીને તમે જાહેર કરો છો કે આ માણસ ભારે નિખાલસ છે. જેવો છે તેવો જ દેખાય છે.

તમારો ભ્રમ ત્યારે ભાંગે છે જ્યારે ભવિષ્યમાં ક્યારેક તમે બાકીના નવમાંના કોઈ એક ઓરડામાં પ્રવેશ કરવાની કોશિશ કરો છો. બહારથી તાળું નથી લાગ્યું. આગળિયો પણ નથી વસાયો છતાં કમાડ ઉઘડતાં નથી. તમે ખૂબ કોશિશ કરો છો પણ દ્વાર ખૂલતાં નથી. એ અંદરથી બંધ છે. બહારથી એ ખુલ્લાં હોવાનો માત્ર આભાસ હતો. મારો એ દેખાડો હતો કે હું સંપૂર્ણપણે ખુલ્લો છું. વાસ્તવમાં પેલા એક ઓરડા પૂરતો જ હું ખુલ્લો છું. તમારા બદલે અન્ય કોઈ વ્યક્તિ મારા પરિચયમાં આવશે તો એના માટે એ ઓરડો પણ બંધ કરી દઉં એ શક્ય છે. એ ઓરડાને બદલે સાત નંબરનો ઓરડો એના માટે ખોલી દઉં (જે તમારા માટે બંધ હતો)એ પણ શક્ય છે. કોઈકના માટે એક કરતાં વધારે કમરા ખોલી આપું એ પણ શક્ય છે અને જે કમરો મેં ક્યારેય કોઈની આગળ ખુલ્લો નથી મૂક્યો તે પણ કોઈક વ્યક્તિની આગળ ખોલી દઉં અને આમ કરતી વખતે એ વ્યક્તિ માટે બાકીના બધા જ કમરા બંધ રાખું એ પણ શક્ય છે. અનેક પરમ્યુટેશન – કોમ્બિનેશન સંભવ છે.

ક્યારેક એવું પણ બને કે હું દસેદસ ઓરડા અંદરથી જડબેસલાક બંધ કરીને બેઠો હોઉં. વખત એવો હોય એને કારણે અથવા આગંતુક વ્યક્તિ એવી હોય એને લીધે મને આમ કરવું જરૂરી લાગે. એમ કરવું મારો અબાધિત અધિકાર છે એવું પણ હું માનતો હોઉં.

આ દસેદસ ઓરડા તમારા છે, ધર્મશાળાના નથી કે ગમે તે આવીને કહે કે આ કમરો ખોલી આપો એટલે તમારે ખોલી આપવા જોઈએ.

એક વાત નક્કી કે તમારા મનના તમામે તમામ ઓરડા ઉઘાડાફટાક રાખવા તમારા માટે જરૂરી નથી. એટલા નિખાલસ તમે ક્યારેય ન બની શકો કે તમારા દરેકે દરેક ઓરડામાં કોઈ પણ વ્યક્તિ ગમે ત્યારે આંટા મારી જાય.

અહીં સુધી તો સમજ્યા પણ આગળ એક સવાલ. શું મને પોતાને ખબર છે કે આ દરેક ઓરડામાં શું શું છે? શું હું પોતે દસેદસ ઓરડાનો એકેએક ખૂણો તપાસી આવ્યો છું? મારાથી છૂપું એવું તો કશું નથી ને અહીં? કે પછી છે? દુનિયા માટે બંધ એવા મારા ખંડમાં શું છે તેની મને પોતાને ખબર હોય તો મારા પૂરતા નિખાલસતા અને દંભ એ બેઉ શબ્દો એક સરખા છે, બિનમહત્ત્વના છે.

પાન બનાર્સવાલા

જે પ્રગતિશીલ ફિલસૂફોએ વિચાર વિનાનું મન સર્જવાની વાત કરી એમણે મોક્ષ જેવી જ એક બીજી અસંભાવ્ય એવી કન્સેપ્ટ આપી, ચ્યુઇંગ ગમની જેમ ચગળ્યા કરવા માટે. ગમે એટલું ચાવવા છતાં પેટ ન ભરાય, કારણ કે ચાવવાના એ વ્યાયામમાંથી કશું જ નક્કર મળતું નથી. મન પર નિયંત્રણ હોવાનો અર્થ સારાનરસા વિચારો વિનાનું ખાલી મન નહીં. એવી પરિસ્થિતિ શક્ય જ નથી, એવો અવકાશ સંભવી શકે જ નહીં, સિવાય કે હૃદય બંધ પડી જાય, મગજ કામ કરતું અટકી જાય.

– અજ્ઞાત
••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને સપોર્ટ કરવા માટેની અપીલ : સૌરભ શાહ

પ્રિય વાચકો,

ગુજરાતી ભાષાના સૌથી વધુ વંચાતા, વખણાતા અને ચર્ચાતા લેખક-પત્રકારોમાંના એક સૌરભ શાહ તમને રોજ ‘ન્યુઝપ્રેમી’ દ્વારા મળે છે.

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના ચાલતું સ્વતંત્ર, તથા કોઈનીય સાડીબારી ન રાખતું ડિજિટલ મિડિયા છે અને એટલે એ ભરોસાપાત્ર છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા પ્લેટફૉર્મને અડીખમ રાખવા તમારા સપોર્ટની જરૂર છે.

‘ધ ક્વિન્ટ’, ‘ધ પ્રિન્ટ’, ‘ધ વાયર’, ‘સ્ક્રોલ’ કે બીજાં ડઝનેક તોતિંગ અંગ્રેજી ડિજિટલ મિડિયા કરોડો રૂપિયાનું ફંડિંગ ઉભું કરીને પોતાના એજન્ડાને— કામકાજને આગળ વધારી રહ્યા છે. ‘ન્યુઝપ્રેમી’ આવી રીતે કામકાજ કરવામાં માનતું નથી. ઇન્વેસ્ટર્સ પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવ્યા પછી અમુક મિડિયા કરોડરજ્જુ વિનાનાં બની જતાં હોય છે. ઇન્વેસ્ટરોનો વેસ્ટેડ ઇન્ટરેસ્ટ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓને ઉત્તેજન આપવાથી સચવાતો હોય ત્યારે મિડિયાએ પણ વાચકોનો દ્રોહ કરીને, વાચકોને ઊંધા રવાડે ચડાવીને એન્ટી-નેશનલ ન્યુઝ અને એન્ટી-નેશનલ વ્યુઝ આપવાની પ્રવૃત્તિમાં જોરશોરથી ભાગ લેવો પડતો હોય છે.

આ જ કારણોસર ‘ન્યુઝપ્રેમી’માં જાહેરખબરો પણ ઉઘરાવવામાં નથી આવતી. જે ઘડીએ એડવર્ટાઇઝરના વેસ્ટેડ ઇન્ટરેસ્ટ ન જળવાય એ જ ઘડીએ કાં તો તમારો હાથ આમળીને તમારી પાસે તેઓ પોતાનું ધાર્યું કરાવતા થઈ જાય અને વાચકો ગેરમાર્ગે દોરવાઈ જાય, કાં પછી તમારી નૌકાને મધદરિયે હાલકડોલક કરીને ડુબાડી દેવાની ધમકી આપવામાં આવે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મીસમા સૌરભ શાહ દ્વારા 24×7 થઈ રહી છે. ( એક વાચકે ‘ વન કેન’—one pen, one man, one can—નું બિરૂદ આપ્યું છે. કોઈ એક લેખની કમેન્ટમાં છે.)

‘ન્યુઝપ્રેમી’નું લેખન-સંપાદન તથા એની સાજસજ્જા મુંબઈમાં થાય છે. ટાઇપસેટિંગ ભાવનગર અને અમદાવાદમાં થાય છે. ‘ન્યુઝપ્રેમી’ના એડમિનિસ્ટ્રેશનની જવાબદારી પૂણેથી નિભાવવામાં આવે છે અને ‘ન્યુઝપ્રેમી’ને ટેક્નિકલ સપોર્ટ બેંગ્લોર સ્થિત ગુજરાતી ટેકનોક્રેટ આપે છે. ‘ન્યુઝપ્રેમી’ની હિન્દી આવૃત્તિ માટેનું અનુવાદકાર્ય મુંબઈ – અમદાવાદમાં થાય છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

6 COMMENTS

  1. એકજ ટોપિક ઉપર બીજી વખત લખું છું આપણા રોજના વ્યવાહર જગતમાં આપણે બધા એજ કરીએ છીએ પણ તમારી લેખથી વિચારો મા સ્પષ્ટતા મને આવી મારી જેમ ઘણા ને આવી હશે
    આવું વાંચન ક્યા પણ ધ્યાનમાં નથી આવ્યું
    રામબાણ દવા જેવું છે આત્મવિશ્વાસ આવેછે

  2. Akvar vipsiyna sadhna kro evi mari lagni ne magni chhe tmari shanka no khulasa ni svyam anubhuti krso

  3. સૌરભ ભાઈ,

    નમસ્તે. આપની “વિચાર વિનાનું મન, મોક્ષ અને મન પર નિયંત્રણ” ઉપર કહેવાનું કે આપે જેને ક્વોટ કર્યા છે તેમાં ભુલ છે. આ ફિલ્ડમાં ફિલસૂફો પાસેથી તમને પોથીમાંના રીંગણા અને ડે ડ્રીમીંગ સિવાય કાંઈ નહીં મળે.

    આપને ખરેખર આ બાબત વિશે કંઈ અનુભવ કરવો હોય તો એવા લોકોને પુછો જે ને આનો જાત અનુભવ હોય. હું આ શબ્દો પુરી સભાનતા સાથે હાર્ટફુલનેસ ધ્યાનના ૪૦ વર્ષના જાત અનુભવથી કહ્ં છું.

    આ બાબતે વધુ જાણવા કમલેશ પટેલના “ધ હાર્ટફુલનેસ વે” તથા “પ્રારબ્ધનું ઘડતર” પુસ્તકો અમેઝોન પર મળે છે.

    આના કરતા વધારે અભિરુચિ કે ઘરે બેઠા પ્રેકટીકલ અનુભવ કરવો હોય તો મને સંપર્ક કરો rjkothari@gmail.com

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here