( તડકભડક: ‘સંદેશ’, ‘સંસ્કાર’ પૂર્તિ, રવિવાર, 29 જૂન 2025 )
કોઈનું ખૂન કરનાર ન્યાયાધીશ બીજાને ફાંસી આપી શકતો નથી તો પછી જેનું પોતાનું લગ્નજીવન ખાડે ગયું હોય એવા ન્યાયાધીશો છૂટાછેડાના કેસમાં ચુકાદો કેવી રીતે આપી શકે? આમ છતાં આવું બનતું રહે છે.
અદાલતમાં ઊંચા આસને બેઠેલા ન્યાયાધીશોમાંના કેટલાક સો ટકા તટસ્થ રહી શકતા નથી. હા, એમના તટસ્થ થવાના પ્રયત્નોમાં ૧૦૦ ટકા નિષ્ઠા હોઈ શકે પણ તમામ સાહેબો પૂરેપૂરા તટસ્થ રહી શકતા નથી.
એમના ચુકાદાઓમાં નક્કર પુરાવાઓ ઉપરાંત કાયદાની કલમોનું અર્થઘટન તેમ જ અગાઉ આવા જ કેસ અંગે અપાયેલા વિવિધ ચુકાદાઓ પણ મહત્ત્વનો ભાગ ભજવે છે. આ અર્થઘટન કરવાની બુદ્ધિક્ષમતા દરેક ન્યાયાધીશમાં એકસરખી ઊંચાઈની હોય છે એવું ઘડીભર માની લઈએ તો પણ કેટલાકના અર્થઘટનમાં એમના પોતાના જીવનમાં વીતેલાં વર્ષો ઘણો મોટો ભાગ ભજવી જાય છે.
એમના ઉછેરનું વાતાવરણ, અભ્યાસનાં વર્ષો દરમ્યાનનો એમનો વૈચારિક વિકાસ તથા જીવનના વિવિધ તબક્કે થયેલા અનુભવો – ન્યાયાસનેથી કાયદાની કલમોનું અર્થઘટન કરતી વખતે આ બધું જ એમના સબ-કૉન્શ્યસમાં રહેવાનું.
પોતાનું હર્યુંભર્યું કુટુંબ ધરાવતા તથા માતાપિતાનું અત્યંત સુમધુર લગ્નજીવન જોનારા ન્યાયાધીશ તેમ જ નાનપણથી માબાપ વચ્ચે થતા રોજિંદા કંકાસ – ક્લેશના સાક્ષી રહી ચૂકેલા તથા પોતાનું વેરવિખેર કૌટુંબિક જીવન ધરાવતા ન્યાયાધીશની ફૅમિલી કોર્ટમાં આવતા ડિવોર્સ, એલિમની તથા ચાઈલ્ડ કસ્ટડીને લગતા કેસોના ચુકાદાઓ ભિન્નભિન્ન હોઈ શકે.
સંબંધિત પાર્ટીને કદાચ ન્યાયાધીશના આવા બૅકગ્રાઉન્ડ વિશે ખ્યાલ ન પણ હોય. ફેમિલી કોર્ટ જ શું કામ, છેક હાઈ કોર્ટમાં પણ તમને વકીલો વચ્ચે વાતચીત સાંભળવા મળશે કે અમુક પ્રકારના કેસમાં ચોક્કસ ન્યાયાધીશ ‘સહાનુભૂતિભર્યું’ વલણ રાખશે અને અમુક પ્રકારના કેસમાં ચોક્કસ ન્યાયાધીશ બહુ ‘કડક’ અભિગમ રાખશે. ન્યાયાધીશનું આ ‘સહાનુભૂતિભર્યું’ કે ‘કડક’ વલણ તેઓ તટસ્થતાથી કેટલા દૂર જઈ રહ્યા છે એનો નિર્દેશ કરે છે.
ન્યાયાધીશો પાસે તો કાયદાની પોથી હોય છે – લખાયેલી, ઘડાયેલી, સુધારાયેલી અને છપાયેલી વાતોનો નક્કર આધાર હોય છે. આમ છતાં દરેક સાહેબ ૧૦૦ ટકા તટસ્થ દર વખતે હોવાના એવું કહી શકાતું નથી.
સામાન્ય માણસ પરિસ્થિતિઓ વિશે, વ્યક્તિઓ વિશે, વિચારો (આઈડિયાઝ) વિશે જે મત પ્રગટ કરે છે તેમાં અનેક વખત એની પાસે પોતાનો મત બાંધવા માટે પૂરતી માહિતી પણ હોતી નથી. અહીં સામાન્ય માણસ એટલે જે ન્યાયાધીશ નથી છતાં અનેક સામાજિક, કૌટુંબિક તથા અંગત મુદ્દાઓ પર ન્યાય તોળ્યા કરે છે તે.
સામાન્ય માણસ જ્યારે કોઈપણ વિચાર, વ્યક્તિ કે પરિસ્થિતિ વિશે વિચારે છે, બોલે છે કે લખે છે ત્યારે એ પોતે તટસ્થ રહેવાનું ધારે તો પણ રહી શકતો નથી. તટસ્થ રહેવાની એની ઈચ્છા કે નિષ્ઠામાં જરા સરખી પણ શંકા ન હોય તો પણ છેવટે એ તટસ્થતાપૂર્વક જ વર્તે છે એવું કહી ન શકાય.
દરેક વ્યક્તિ પોતાને પ્રાપ્ત એટલી માહિતીના આધારે તેમ જ પોતાના અત્યાર સુધીના વિચારો-અનુભવોના આધારે જ અભિપ્રાયો બાંધે છે. જેમ કાયદાની છપાયેલી પોથી ઉપલબ્ધ છે એવું નીતિમત્તા તેમ જ જીવનના અનેક સિદ્ધાંતોની બાબતમાં હોતું નથી. કાયદાપોથી ઉપલબ્ધ હોવા છતાં એના અર્થઘટનમાં વ્યક્તિએ વ્યક્તિએ અલગ મત હોઈ શકે તો જેનો કોઈ નિશ્ર્ચિત ગ્રંથ નથી, જેની કોઈ ચોક્કસ અને સર્વમાન્ય એવી વ્યાખ્યા નથી એવી બાબતોમાં દરેકની પાસે પોતપોતાનું અર્થઘટન હોવાનું જ.
તટસ્થ કોઈ હોતું નથી, હોઈ શકે પણ નહીં, સિવાય કે તમે ડબલઢોલકી હો. પોતાને તટસ્થ ગણાવવા માગતી વ્યક્તિઓ ઉપરના મુદ્દાઓને ધ્યાનમાં લીધા વિના પોતાની નિષ્ઠા સો ટચની છે એવી એકમાત્ર દલીલને આગળ ધરીને બીજાઓ આગળ ઠસાવવાની કોશિશ કરતા રહે છે કે પોતે તટસ્થ છે. ઈચ્છા ના હોવામાં અને ઈચ્છાના અમલીકરણમાં ઘણો મોટો ફરક હોઈ શકે એટલી સીધીસાદી વાત તેઓ સ્વીકારી શકતા નથી. પરિણામે તેઓ પોતાને તટસ્થ અને તમને પૂર્વગ્રહયુકત ગણતા રહે છે.
વર્ષો પહેલાંની એક વાત મેં વારંવાર કવૉટ કરેલી છે.મારા એક સ્નેહી હું જે મુદ્દાઓ અંગે ટીકા કરીને મારી કોલમમાં લખતો તેની સાથે સહમત થતા નથી. તેઓ હંમેશા મને કહ્યા કરે કે તને આ બાબત માટે પૂર્વગ્રહ છે.
એક વખત મેં કોઈ મુદ્દા વિશે ટીકા કરતું લખાણ લખ્યું ત્યારે એમણે મને અભિનંદન આપતાં કહ્યું કે, ‘આજનું તારું લખાણ એકદમ તટસ્થ છે.’ મેં એમને કહ્યું, ‘ના, આજનું પણ બાયસ્ડ જ છે. માત્ર આજના મુદ્દે તમારા પૂર્વગ્રહો મારા પૂર્વગ્રહો સાથે મૅચ થયા છે એટલે તમને એ લખાણ તટસ્થ લાગે છે!’
પાન બનારસવાલા
સચ કો તમીઝ હી નહીં,
બાત કરને કી;
ઝૂઠ કો દેખો,
કિતના મીઠા બોલતા હૈ
– વૉટ્સઍપ પર વાંચેલું
• • •
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ
મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.
‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.
જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.
દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.
‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.
‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.
આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)
તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:
BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis
Net Banking / NEFT / RTGS-
Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings
A/c No. : 33520100000251
IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)
Branch Pin Code : 400076
તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.
આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.
તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.
જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.
સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).
• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો