(‘ગુડ મૉર્નિંગ’, NewsPremi.com : 14 નવેમ્બર 2024)
મોદીજી પીએમ ના બન્યા હોત તો હજુ એ આપણે નહેરુજી નેહરુજી કર્યા કરતા હોત. મોદીજીનો પ્રભાવ જુઓ— એક જમાનામાં નહેરુ જેકેટ તરીકે ઓળખાતી બંડી હવે મોદી જેકેટ તરીકે ઓળખાતી થઈ ગઈ છે.
નેહરુના જન્મદિવસને બાળદિન તરીકે ઉજવવા પાછળ કૉન્ગ્રેસીઓનું કોઈ લૉજિક નથી, ગતકડું જ છે.
સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિનને, પાંચમી સપ્ટેમ્બરને શિક્ષક દિન તરીકે ઉજવવામાં તર્ક છે. રેંટિયા બારસ પાછળ પણ લૉજિક છે. ઈન્દિરા ગાંધીની પુણ્યતિથિને શહીદ દિવસ કહીએ તે પણ ચાલો, સ્વીકારી લઈએ.
પણ બાળદિન? ચાચા નેહરુને બાળકો પ્યારાં હતાં એટલે બાળદિન? શું ગાંધીજીને બાળકો પ્યારાં નહોતાં? સરદાર પટેલથી માંડીને બીજા અનેક દેશનેતાઓને બાળકો પ્યારાં હતાં જ.
નેહરુએ વિશેષ શું કર્યું બાળકો માટે જે અન્ય કોઈ નેતા ન કરી શક્યું હોત? પણ અચકનના ગાજમાં ખોસવામાં આવતા લાલ ગુલાબની જેમ નેહરુના ઈમેજ મેકિંગની એક્સરસાઈઝરૂપે ગોઠવી દેવાયું કે ચાચા નેહરુને બાળકો પ્યારાં હતાં એટલે એમની જન્મતિથિ બાળદિન તરીકે ઉજવાશે.
ધિસ શોઝ કે નેહરુનો જન્મદિન અન્ય કોઈ રીતે કૉન્ગ્રેસીઓ ઉજવી શકે એમ જ નહોતા. નેહરુએ જો રાષ્ટ્રમાં વિજ્ઞાનના વિકાસ માટે કામ કર્યું હોત તો આજનો દિવસ વિજ્ઞાનદિવસ તરીકે ઉજવાત. નેહરુએ રાષ્ટ્રમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા માટે ધ્યાન કેન્દ્રિત કરીને એ દિશામાં વિરાટ પગલાં લીધાં હોત તો આજનો દિવસ રાષ્ટ્રઘડતર દિન તરીકે ઉજવાતો હોત. નેહરુએ ભારતના કૃષિ ક્ષેત્રે જેન્યુઈન ધ્યાન આપીને સમૂળગી ક્રાન્તિ કરી હોત તો આજના દિવસને કૉન્ગ્રેસીઓ કિસાનદિન તરીકે ઉજવવાનું ચૂકતા ન હોત. નેહરુએ જો ભારતના સંરક્ષણ માટે કાળજી રાખી હોત તો આજનો દિવસ જવાનદિન તરીકે ઉજવવાની મઝા આવતી હોત. નેહરુએ જો પોતાના સાથીઓને કન્ટ્રોલમાં રાખીને અને દેશની બ્યૂરોક્રસીમાં સોપો પડી જાય એવા પગલાં લઈને પોતાના કાર્યકાળ દરમિયાન દેશને ભ્રષ્ટાચાર મુક્ત કર્યો હોત તો આપણે આજે ૧૪મી નવેમ્બરના દિવસને એન્ટિકરપ્શન ડે તરીકે ઉજવતા હોત.
પણ નેહરુએ આ કે આવાં કોઈ કરવાં જેવાં કામો કર્યા નહીં એટલે એમના અનુગામી કૉન્ગ્રેસીઓ બાળદિનનું ગતકડું ગોતી લાવ્યા અને આપણે પણ કંઈ પૂછ્યા-જાણ્યા વગર ચિલ્ડ્રન્સ ડે મનાવતા થઈ ગયા.
નેહરુના ખભે આ દેશના ઘડતર માટે જે જવાબદારીઓ હતી એમાં તેઓ સદંતર નિષ્ફળ ગયા તેનો પુરાવો એમનો જન્મદિવસ અન્ય કોઈ નામે નહીં, પણ બાળકો પ્રત્યેના પ્રેમના નામે ચડાવી દેવામાં આવ્યો છે, એમાંથી મળે છે.
નેહરુને બાળકો પ્રત્યે જરૂર પ્રેમ હતો—ટુ બી પ્રિસાઈસ પોતાના બાળક પ્રત્યે. પોતાની દીકરી પ્રત્યે. વડા પ્રધાન બન્યા પછી એમણે ઈન્દિરાને સત્તાના માહોલમાં રાખીને ટ્રેઈન કર્યાં. પોતાના મૃત્યુ પછી દીકરી જ સત્તાની લગામ સંભાળી લે એવી એમની ભડભડતી ઈચ્છા આડે મોરારજી દેસાઈ સહિતના ઘણા કૉન્ગ્રેસીઓ આવ્યા. લાલ બહાદુર શાસ્ત્રી માંડ દોઢ વર્ષ ભારતના વડા પ્રધાનપદે રહ્યા. ૯ જૂન, ૧૯૬૪થી ૧૧ જાન્યુઆરી, ૧૯૬૬ સુધી. શાસ્ત્રીજી અત્યંત સ્વચ્છ, પ્રામાણિક પણ સાવ નિસ્તેજ અને અસરહીન નેતા હતા. એમના આઘાતજનક અવસાન પછી મોરારજી દેસાઈ જ વડા પ્રધાન બનવા જોઈતા હતા, પણ પીઢ કૉન્ગ્રેસીઓને ગૂંગી ગુડિયાની ઈમેજ ધરાવતાં ઈન્દિરા ગાંધી પ્રાઈમ મિનિસ્ટર બને એમાં વધારે રસ હતો જેથી તેઓ પોતાની મરજી મુજબ નેહરુપુત્રીને નચાવીને પોતાનાં સ્વાર્થો સિદ્ધ કરી શકે. પણ ઈન્દિરા ગાંધી શ્રુડ હતાં, મહા શાણાં હતાં. તેઓ પીએમ મનમોહનસિંહની જેમ કઠપૂતળી બનવા તૈયાર નહોતાં. આફ્ટર ઑલ તેઓ એક તુંડમિજાજી પિતાનાં તુંડમિજાજી પુત્રી હતાં. તુમાખી એમને વારસામાં મળી હતી. મેનિપ્યુલેશન એમના લોહીમાં હતું. એટલે જ વડાં પ્રધાન બન્યાંના ત્રણ જ વર્ષના ગાળામાં, ૧૯૬૯ની સાલમાં, એમણે કૉન્ગ્રેસના ઊભા ફાડચા કરીને પોતાના વિરોધીઓને હાંસિયામાં ધકેલી દીધાં. છેક ૧૮૮પમાં સ્થપાયેલી કૉન્ગ્રેસમાં કોઈ ભાગલા પડાવશે અને ઓરિજિનલ કૉન્ગ્રેસનો ટીંબો બનાવીને પોતાની નવી કૉન્ગ્રેસ સ્થાપીને દેશનાં સર્વેસર્વા બની જશે એવી કલ્પના ન તો નેહરુએ કરી હશે, ન સરદારે, ન ગાંધીજીએ કે ન લાખો ક્રાન્તિકારીઓએ કે સ્વાતંત્ર્ય સેનાનીઓમાંના કોઈએ.
નેહરુનું મનસ્વીપણું ઈન્દિરામાં ઊતરી આવ્યું જે એમના નાના દીકરા સંજયને વારસામાં મળ્યું. ૧૯૮૦માં પ્રાઈવેટ પ્લેન ચલાવતા સંજય ગાંધીને અકસ્માત ન નડ્યો હોત તો દેશના રાજકારણમાં રાજીવ ગાંધીનો પ્રવેશ પણ થયો ન હોત. ઈન્દિરા પછી સંજય ગાંધી જ વડા પ્રધાન બનવાના હતા. સંજય ગાંધીએ ભારતને જે નુકસાન કર્યું હોત તેના કરતાં રાજીવ ગાંધીએ વધારે કર્યું કે ઓછું તે સંશોધનનો વિષય છે. રાજીવ ગાંધીનાં વિધવા ગં. સ્વ. સોનિયા ગાંધી અને આ દંપતીના પુત્ર રાહુલ ગાંધીએ દેશનું શું અને કેટલું નુકસાન કર્યું છે તે સંશોધનનો વિષય નથી, તેની દુનિયા આખીને ખબર છે.
રાજકારણમાં પરસ્પર વિરુદ્ધ વિચારસરણીવાળા લોકો રહેવાના જ. એટલે જ તો પોલિટિકલ પાર્ટીઓનું અસ્તિત્વ છે. પણ છેવટે તો દરેક રાજકીય પક્ષે પોતાના દેશ, પોતાના દેશની પ્રજા માટે કામ કરવાનું હોય છે. કૉન્ગ્રેસે આઝાદી મળી તે પહેલાંથી આ દેશના ભાગલા પાડવાનું, આ દેશની પ્રજા વચ્ચે ભાગલા પાડવાનું, કામ કર્યું છે અને અત્યારે પણ કૉન્ગ્રેસ એ જ કામ કરી રહી છે. ભવિષ્યમાં પણ એ જ કરશે.
ચાચા નેહરુએ સ્વપ્નસેવી તરીકેની પોતાની ફેક ઈમેજ ક્રિયેટ કરવાને બદલે આ દેશના ભરપૂર રિસોર્સીઝનો, દેશની મહેનતુ પ્રજાનો અને દેશના ભવ્ય ભૂતકાળ તથા દેશની જગતશ્રેષ્ઠ પરંપરાનો યોગ્ય ઉપયોગ કરવામાં ધ્યાન કેન્દ્રિત કર્યું હોત તો આજે આપણને પણ બાળદિન ઉજવવાની મઝા આવતી હોત. આપણે સૌ આજની ઉજવણીના ભાગરૂપે યોજાતી ફેન્સી ડ્રેસ હરીફાઈમાં મગનલાલ ડ્રેસવાલામાંથી સફેદ અચકન, નેહરુ જેકેટ અને લાલ ગુલાબ લઈને ત્રાંસી ગાંધી ટોપી પહેરીને ફેન્સી ડ્રેસની હરીફાઈમાં ભાગ લેતા હોત.
આજનો વિચાર
ભગવાન કરે, કૉન્ગ્રેસને મત આપનાર દરેકના ઘરે રાહુલ જેવો જ એક બાબો અવતરે.
• • •
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ
મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.
‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.
જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.
દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.
‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.
‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.
આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)
તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:
BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis
Net Banking / NEFT / RTGS-
Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings
A/c No. : 33520100000251
IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)
Branch Pin Code : 400076
તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.
આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.
તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.
જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.
સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).
• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો