અમેરિકાની ચૂંટણી પરથી શીખવા જેવો બીજો પાઠ : સૌરભ શાહ

(ગુડ મૉર્નિંગ, ન્યુઝપ્રેમી ડૉટ કૉમ : શુક્રવાર, 8 નવેમ્બર 2024)

તમે જેને રોજ વાંચો છો, જે રોજ જુઓ છો તે છાપાં અને ટીવીની ન્યુઝ ચેનલો તમને કેવી રીતે ઠગે છે, કેવી રીતે મેનિપ્યુલેટ કરે છે તે વાત અમેરિકન મતદારોને આ વખતની ચૂંટણીમાં સમજાઈ ગઈ. તમને પણ આ વાત આ મહિનાની મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાની ચૂંટણી વખતે તેમ જ આવતાં વર્ષો દરમ્યાન આવનારી ગુજરાત-ઉત્તર પ્રદેશ તથા અન્ય રાજ્યોની ચૂંટણી વખતે તેમ જ 2029ની લોકસભાની ચૂંટણી વખતે સમજાઈ જવી જોઈએ.

તમે જેના પર ભરોસો રાખો છો તે મેઈનસ્ટ્રીમ મીડિયાની ચાલબાજી સમજી લેજો. આ છાપાં-ન્યુઝ ચેનલો અમેરિકાનાં હોય કે ભારતનાં – સૌની મોડસ ઓપરેન્ડી એક જ હોય છે. ચૂંટણી આવવાની હોય ત્યારે આ મેઈનસ્ટ્રીમ મીડિયા ડબલ સ્પીડમાં ઍક્ટિવ થઈ જાય છે. મીડિયા પોતાના રિપોર્ટ્સ દ્વારા, વિશ્લેષણના લેખો દ્વારા અને ઓપિનિયન પોલ્સના જુઠ્ઠા આંકડાઓ દ્વારા એક હવા ઊભી કરે છે.

જો દેશની સરકાર વામપંથી હોય તો સરકાર તરફી હવા ઊભી થાય અને આ સરકારની સામે જે પક્ષ ઊભો રહ્યો હોય તેના વિરુદ્ધની હવા ઊભી કરવામાં આવે. અમેરિકામાં બન્યું તેમ. ત્યાંના મેઈનસ્ટ્રીમ મીડિયાએ ડેમોક્રેટ્સ તરફી, કમલા હેરિસ તરફી હવા ઊભી કરી અને રિપબ્લિકનોની વિરુદ્ધમાં – ડોનાલ્ડ ટ્રમ્પની વિરુદ્ધમાં વાતાવરણ સર્જ્યું.

દુનિયાભરનું મેજોરિટી મેઈનસ્ટ્રીમ મીડિયા ડાબેરી હોવાનું. લેફ્ટિસ્ટ હોવાનું. વામપંથી હોવાનું. સામ્યવાદીઓની આ દાયકાઓ જૂની સ્ટ્રેટેજી છે. કોઈ પણ દેશની પ્રજાને પોતાના વિચારોને રંગે રંગી નાખવા માટે ડાબેરીઓ સૌથી પહેલાં એ દેશના મીડિયાને અને શિક્ષણતંત્રને કબજે કરતા હોય છે. ત્યારબાદ સાંસ્કૃતિક ક્ષેત્રને. અને હવે તેઓ કાનૂની ક્ષેત્રમાં ઝડપથી પગપેસારો કરતા થઈ ગયા છે.

ભારતમાં પણ ડાબેરી વિચારસરણીવાળાઓએ દેશના સ્વાતંત્ર્ય બાદ મેઈનસ્ટ્રીમ મીડિયા પર અને શિક્ષણના તંત્ર પર ભરડો લીધો. અમેરિકાની જેમ ભારતનું મીડિયા પણ ચૂંટણી વખતે એક વાતાવરણ તૈયાર કરવા માંડે છે. અત્યારે ભારતમાં સરકાર ભાજપની છે, જે ડાબેરીઓની જાની દુશ્મન છે. માટે અહીં અમેરિકાથી ઊંધું થાય. ચૂંટણી વખતે સરકારની વિરુદ્ધનું વાતાવરણ ઊભું થાય. સરકારની સામે પડેલા વિરોધ પક્ષો જ નવી સરકાર બનાવશે એવી હવા ઊભી કરવામાં આવે.

આ ચાલબાજીની ત્રણ ગંભીર અસરો થાય:

1. ચૂંટણીમાં મતદાન થાય તે પહેલાં જ કરોડો મતદારોના મગજમાં ઠસાવી દેવામાં આવે કે આ વખતે (ભારતમાં) મોદીની સરકાર ફરીથી નથી ચૂંટાવાની. કે પછી આ વખતે (અમેરિકામાં) ડોનાલ્ડ ટ્રમ્પ જીતે એવી કોઈ શક્યતા નથી.

Screenshot

ચારે તરફથી તમને એક જ વાત સાંભળવા-વાંચવા મળે એટલે તમારા વિચારો ડગમગવા માંડે. તમે મોદીતરફી હો તો પણ વખત જતાં તમને લાગવા માંડે કે બધાં જ છાપાં, બધી જ ન્યુઝ ચેનલો જ્યારે કહે છે કે મોદીનું રાજ નિષ્ફળ ગયું છે, આ વખતે પ્રજા મોદીથી કંટાળી ગઈ છે, બદલાવ ચાહે છે – જો બધા જ આવું કહેતા હોય તો વાત તો ક્યાંક સાચી જ હશે. બાકી આવડા મોટાં મોટાં છાપાં અને મોટી મોટી ન્યુઝ ચેનલો સાવ જુઠ્ઠું તો ના જ બોલે ને. અને બોલે તો કોઈ એકાદ બે જણ જુઠ્ઠું બોલે, બધા જ કંઈ જુઠ્ઠા ના હોય.

મેઈનસ્ટ્રીમ મીડિયા જે હવા બાંધે તેને કારણે વાડ પર બેઠેલાઓ તો તરત જ મીડિયાની હામાં હા પુરાવતા થઈ જાય – સાચી વાત છે, મોદીને વોટ ના જ અપાય. ટ્રમ્પને વોટ ના અપાય.

2. મેઈનસ્ટ્રીમ મીડિયાએ ફેલાવેલી હવા મુજબનું પરિણામ ના આવે તો પણ મેઈનસ્ટ્રીમ મીડિયાને કોઈ નુકસાન નથી થતું. આ મીડિયા મતદારોમાં (ભારતમાં મોદી વિરોધી મતદારોમાં, અમેરિકામાં કમલાતરફી મતદારોમાં) આક્રોશ જન્માવવામાં સફળ થાય છે- ઈવીએમમાં ગોટાળો થયો, મતદારોને લાંચ અપાઈ, ચૂંટણી પંચ નિષ્પક્ષ નથી. ભારતમાં આવું થતાં આપણે જોયું છે. અમેરિકામાં પણ કમલાતરફી ડેમોક્રેટ્સ રસ્તા ઉપર ઉતરી આવ્યા – શિકાગોમાં ટ્રમ્પ હૉટેલની સામે દેખાવો થયા. ડેમોક્રેટ યુટ્યુબરો ટી-શર્ટ ફાડવા માંડ્યા, પોડકાસ્ટરો ચોધાર આંસુએ રડવા માંડ્યા. આ લોકોમાં આક્રોશ કોણે ઊભો કર્યો ? મેઈનસ્ટ્રીમ મીડિયાએ. મીડિયાએ એમના મનમાં ઠસાવી દીધું હતું કે કમલા હેરિસ જ ચૂંટાશે, ટ્રમ્પનો કોઈ ક્લાસ નથી. ભારતમાં પણ ડિટ્ટો આવું જ થતું હોય છે. મોદી જીતી જાય અને ઈન્ડિ ઠગબંધન હારી જાય એટલે રવીશકુમાર અને એના ગુજરાતી બગલબચ્ચાંઓ પોતાની અંડરવેર ફાડવા લાગે, રાજદીપ સરદેસાઈ અને એના ચિંગુમિંગુ ગુજરાતી બગલબચ્ચાઓ બનિયન ફાડીને રસ્તા પર દોડવા માંડે. આપણે જોયું છે આ બધું.

3. અને ધારો કે અમેરિકામાં ખરેખર કમલાની જીત થાય, ભારતમાં મોદીની હાર થાય ત્યારે મેઈનસ્ટ્રીમ મીડિયા કોલર ઊંચો રાખીને જણાવે કે જોયું, આ છે મીડિયાની તાકાત!

અમેરિકામાં મેઈનસ્ટ્રીમ મીડિયાએ આ વખતની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પ હારે એ માટે ભરપૂર પ્રયાસ કર્યા. ટ્રમ્પ વિરુદ્ધ અનેક અફવાઓ, ખોટા સમાચારો અને ન્યુઝ ફેલાવ્યા. આની સામે ડેમોક્રેટ્સનો પક્ષ લઈને જો બાઈડન અને કમલા હેરિસ જાણે દેવનાં દીધેલ હોય, અમેરિકાનો ઉદ્ધાર કરવા જ એમનું ધરતી પર અવતરણ થયું હોય એવો માહોલ ઊભો કર્યો.

ભલું થજો ઇલન મસ્કનું કે એણે બે વર્ષ પહેલાં ખરીદી લીધેલા ટ્વિટર દ્વારા હકીકત શું છે એની આપણને અને ખાસ તો અમેરિકન મતદારોને જાણ થઈ. આ વખતની ચૂંટણીમાં આખું અમેરિકન મેઈનસ્ટ્રીમ મીડિયા એક તરફ હતું અને બીજી તરફ એકલું ટ્વિટર. સત્યની તાકાત શું હોય છે તે ટ્વિટરે પુરવાર કર્યું.

આના પરથી શીખવા શું મળ્યું ? બીજા લોકો ગમે એટલા જોરશોરથી અવળા પ્રચારની જાળ ઊભી કરે, તમારે નાહિંમત નહીં થવાનું, ડરવાનું નહીં, હતાશ નહીં થવાનું. તમારે તમારું કામ ચાલુ રાખવાનું. તમારી સાથે મેઈનસ્ટ્રીમ મીડિયાની ઈકો સિસ્ટમ ના હોય તો પણ તમે તમારી વાત પ્રજા સુધી પહોંચાડી શકો છો અને મેઈનસ્ટ્રીમ મીડિયાને ધૂળ ચાટતું કરી શકો છો.

ઈકો સિસ્ટમને દોષ આપીને હાથ પર હાથ ધરીને બેસી રહેવાનું ના હોય. આ વાત મસ્કે અને ટ્રમ્પે અમેરિકન મતદારોને શીખવાડી તેના એક દાયકા પહેલા મોદીએ તમને શીખવાડી હતી. 2002થી 2013 સુધી સમગ્ર મેઈનસ્ટ્રીમ મીડિયા એમની સામે પડેલું હતું. દેશની તમામ સિસ્ટમો એમની વિરુદ્ધ હતી. હૉલિવુડ જેમ ટ્રમ્પનો વિરોધ કરે છે તેમ બોલિવુડિયાઓ મોદીને દુશ્મન માનતા હતા. સાહિત્યજગત અવૉર્ડવાપસીના મોડ પર હતું. લાગતું હતું કે મોદી કોઈ કાળે વડા પ્રધાન નહીં બની શકે. પણ જેમ જેમ 2014નું વર્ષ નજીક આવતું હતું, જૂન મહિનો નજીક આવતો ગયો તેમ તેમ મેઈનસ્ટ્રીમ મીડિયાનો કકળાટ ચાલુ હોવા છતાં મોદીએ પોતાનો અવાજ બુલંદ કર્યો, મતદારોમાં વિશ્ર્વાસ કેળવ્યો. ટ્વિટર કે મસ્ક વિના મોદીએ એકલા હાથે વિરોધપક્ષોની પડખે રહીને અપપ્રચાર કરતા મેઈનસ્ટ્રીમ મીડિયાને મહાત આપી. 2029માં અને 2034માં આનું પુનરાવર્તન થશે.

ડાબેરીઓની ઈકો સિસ્ટમ તમને ગમે એટલી પાવરફુલ લાગતી હોય, ચારેકોર વામપંથીઓ હાથમાં દંડૂકો લઈને તમારા માથામાં ફટકારવા છુપાઈને બેઠેલા હોય, તમારા રાષ્ટ્રપ્રેમના હવનમાં સેક્યુલર રાક્ષસો હાડકાં જ નહીં આખેઆખાં હાડપિંજર નાખવા માટે આકાશમાં ઊડતા દેખાતા હોય તો પણ વિશ્ર્વાસ ઓછો કરવાની જરૂર નથી. જેવું મસ્કનું થયું, જેવું ટ્રમ્પનું થયું, જેવું મોદીનું થયું એવું આપણું પણ થશે. આપણે પણ લિબરાન્ડુઓની ઈકો સિસ્ટમ બાવજૂદ આપણો અવાજ બીજાઓ સુધી પહોંચાડીને દુનિયાને બચાવી શકીશું, લેફ્ટિસ્ટોની ચુંગાલમાંથી છોડાવી શકીશું.

• • •

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ

મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.

‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.

જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.

દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.

આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)

તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:

BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis

Net Banking / NEFT / RTGS-

Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings

A/c No. : 33520100000251

IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)

Branch Pin Code : 400076

તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.

આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.

તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.

જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.

સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).

HiSaurabhShah@gmail.com

Twitter.com/hisaurabhshah

Facebook.com/saurabh.a.shah

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

2 COMMENTS

  1. હવે બધુ સમજાય છે, 2004 મા despite ” India Shining” ભાજપા સરકાર ફરી કેમ નહી ચુંટાઈ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here