USAIDની ચારસોવીસી, અમેરિકાના ડીપ સ્ટેટની ગુંડાગીરી અને ભારતના ભાંગફોડિયા પત્રકારોની હરકતો : સૌરભ શાહ

(‘ન્યુઝવ્યુઝ’, Newspremi. com: શનિવાર , 22 ફેબ્રુઆરી 2025)

લેખમાં જે માહિતી છે તેને કેજરીવાલની કલંકકથા કરતાં પણ ઘણા બહોળા તથા વ્યાપક સંદર્ભમાં આપણે જોવાની જરૂર છે એટલે આને કલંકકથા સિરીઝનો ભાગ નથી ગણતા. આમ છતાં આ માહિતી કેજરીવાલના ગેમ પ્લાનને સમજવામાં મદદરૂપ થશે એટલે સિરીઝની વચ્ચે સ્વતંત્ર લેખરૂપે પ્રસ્તુત છે. સોમવારે કલંકકથાની સિરીઝનો નવો હપતો વાંચો તે પહેલાં આ પાંચ વાતો જાણી લઈએ.

કેજરીવાલ માટે મોકલવામાં આવેલી શિમરીત લી કહેવા ખાતર તો ન્યુયોર્ક યુનિવર્સિટીની રિસર્ચ સ્ટુડન્ટ હતી, પણ હકીકતમાં એ અમેરિકન ‘ડીપ સ્ટેટ’ તરફથી મોકલવામાં આવેલી એજન્ટ હતી. ‘આરબ સ્પ્રિંગ’ માટે પણ ‘ડીપ સ્ટેટ’એ આ જ યુવતીને મોકલી હતી—આ વાત તમને હવે યાદ છે. જે પાંચ નવી વાતો છે તે આ:

પહેલી વાત. એક સ્પષ્ટતા થઈ જવી જરૂરી છે. અમેરિકા તો આવું છે ને અમેરિકા સાલું તેવું છે એવું આપણે જ્યારે કહીએ છીએ ત્યારે એ સમજવું જરૂરી છે કે ‘ડીપ સ્ટેટ’ અને અમેરિકા વચ્ચે બહુ મોટો ફરક છે.

જ્યૉર્જ સોરોઝ, ફૉર્ડ ફાઉન્ડેશનવાળા લોકો, બિલ ગેટ્સ તેમ જ બીજા અનેક નામી-બેનામી અમેરિકનો તેમ જ તેઓ જેમને મદદ કરે છે તથા જેમની મદદ લે છે તેવા સી.આઈ.એ.ના અમુક સત્તાધીશો, ‘યુનો’ અને તેની સંસ્થાઓમાં ઘૂસી ગયેલા કે ફૂટી ગયેલા કેટલાક લોકો, અમેરિકાની ફાર્મા લૉબીના અમુક માંધાતાઓ, અમેરિકાની શસ્ત્ર ઉત્પાદકોની લૉબીના તથા શસ્ત્રો વેચનારા એજન્ટોની લૉબીના કેટલાક સભ્યો- આ બધા મળીને ‘ડીપ સ્ટેટ’ બને છે. તેઓ અમેરિકા સહિત બાકીની દુનિયા પર રાજ કરવા માગે છે. તેઓ જેમનો સાથ લેવા જાય છે અને તેઓને જેમનો સાથ સામેથી મળતો રહે છે તેઓ લેફટિસ્ટ, વામપંથી, કમ્યુનિસ્ટ કે ઍનાર્કિસ્ટ હોય છે. આ બધા એવા લોકો છે જેઓ પોતે કંઈ કામ કરવા માગતા નથી, બીજાઓએ કરેલાં કામને બદનામ કરીને અંધાધૂધી ફેલાવવા માગે છે અને પ્રજાને ઉશ્કેરીને લોકોની ચિતા પર પોતાના પિત્ઝા શેકીને ખાઈપીને પોતપોતાના શીશમહેલો બાંધીને જલસા કરવા માગે છે.

અમેરિકાની સરકાર, અમેરિકાના શાસકો, અમેરિકાની પ્રજા, અમેરિકા દેશ તથા ડીપ સ્ટેટ વચ્ચેનો તફાવત તમારે ધ્યાનમાં રાખવાનો.

‘ડીપ સ્ટેટ’ની સાથે અમેરિકાના કેટલાક સેનેટરો અને કેટલાક કૉન્ગ્રેસમેનો જ નહીં, ન્યાયતંત્રમાં ઉચ્ચસ્થાને બેસેલા પબ્લિક એટર્નીઓ અને જજસાહેબો પણ હોવાના. સરકારી તંત્રમાં ઘૂસી ગયેલા ભાંગફોડિયાઓ પણ હોવાના- જે આપણે ‘ડીપ સ્ટેટ’નો ભાગ બની ગયેલા બરાક ઓબામા તથા જો બાઈડનના શાસન દરમ્યાન જોયું.

ડોનાલ્ડ ટ્રમ્પ ‘ડીપ સ્ટેટ’ના દુશ્મન છે. અગાઉનાં ચાર વર્ષના શાસન દરમ્યાન એટલે જ એમના વિરુદ્ધ પ્રચાર કરીને અમેરિકન મીડિયાએ એમને અળખામણા બનાવવાની કોશિશ કરી હતી. ફરી ચૂંટાઈને આવ્યા પછી ટ્રમ્પ આ ‘ડીપ સ્ટેટ’ને અને ‘ડીપ સ્ટેટ’ના સાથીદાર એવા વૉશિંગ્ટન પોસ્ટ, ન્યુયોર્ક ટાઈમ્સ, સીએનએન, એબીસી જેવા મીડિયાની તાકાતને નષ્ટ કરવાની મંછા રાખે છે. એટલે જ ભારત એમને દોસ્ત માને છે અને એટલે જ ટ્રમ્પને મોદી સાથે ગાઢ ભાઈબંધી છે.

તો હવે અમેરિકાની ‘ડીપ સ્ટેટ’ તથા અમેરિકા વચ્ચેનો આ તફાવત યાદ રાખજો.

બીજી વાત. 2014માં 24 વર્ષની ઉંમરે પહોંચેલી શિમરીત લીએ 2010માં બે મહિના માટે ‘કબીર’ નામની એનજીઓમાં કામ કરેલું જે મનીષ સિસોદિયાના નામે ચાલતી હતી પણ એના કર્તાહર્તા તરીકે કેજરીવાલ છે એની સૌને જાણ હતી. 2012માં ભારત સરકારના ગૃહ ખાતા વતી ચીફ કન્ટ્રોલર ઑફ અકાઉન્ટસે એક સત્તાવાર રિપોર્ટમાં લખ્યું હતું કે ‘કબીર’ નામની આ એનજીઓના હિસાબકિતાબ સાવ ચોખ્ખા નથી અને શક્ય છે કે સિસોદિયાએ એમાંથી અમુક રકમ પોતાના માટે વાપરી હોય અને અમુક બીજે પણ ડાયવર્ટ કરી હોય.

ત્રીજી વાત. આવા ગંભીર આક્ષેપો પછી શિમરીત લીના બચાવમાં કોણ કૂદી પડે છે ? ‘ધ સ્ક્રોલ’ નામનું ડિજિટલ મીડિયા. ‘ધ સ્ક્રોલ’ શિમરીત લીનો ઇન્ટરવ્યુ લે છે જેમાં લી કહે છે કે ‘આ અઠવાડિયા પહેલાં મેં તો કેજરીવાલનું નામ પણ નહોતું સાંભળ્યું અને હું ઈન્ડિયામાં એમને મળી હોઉં એવું મને યાદ પણ નથી. ‘કબીર’ માં મારું કામ એક તુલનાત્મક રિપોર્ટ તૈયાર કરવાનું હતું. હું વિવિધ દેશોના કાયદાઓમાં કેટલી પારદર્શિતા છે અને આ કાયદાઓ બેજવાબદાર છે કે નહીં, એમાં નૈતિકતા કેટલી છે વગેરે પાસાં પર રિસર્ચ કરું છું એટલા માટે ભારત આવી હતી. બાકી, હું કંઈ સીઆઈએની જાસૂસ નથી અને ન તો ‘આરબ સ્પ્રિંગ’માં મારો કોઈ હાથ છે, ન તાજેતરમાં યુક્રેનમાં થયેલી ઉથલપાથલમાં મારો ફાળો છે.’

ચોથી વાત. ‘ધ સ્ક્રોલ’ને જે લોકોનું ફાઈનાન્સ મળે છે તેમની કુંડળી કાઢવી મુશ્કિલ છે પણ નામુમકિન નથી. આવા લોકોને પૈસા આપનારાઓ સીધા, પોતાના નામે પૈસા નથી આપતા. તેઓ પોતાની કોઈ કંપની વતી એકને પૈસા આપે, આ એક કંપની કોઈ બીજાને આપે, બીજો ત્રીજાને અને આખી ચેઈન પૂરી થાય ત્યારે ‘ધ સ્ક્રોલ’ કે ‘ધ પ્રિન્ટ’ કે ‘ધ ક્વિન્ટ’ કે ‘ધ ન્યુઝ લૉન્ડ્રી’ કે એવા બીજાં અનેક ડિજિટલ મીડિયાના ખાતામાં પૈસા પહોંચતા હોય છે. આવા મોટા માથાવાળા ડઝનેકથી વધુ ડિજિટલ મીડિયા ભારતમાં અત્યારે પ્રવૃત્ત છે. નાનાં, બચુકડાં તો બીજાં ઘણાં છે. મેઈનસ્ટ્રીમ મીડિયાવાળા તેમ જ ચિંગુમિંગુ યુ-ટ્યૂબ ચેનલ ચલાવનારાં સલીમ-અનારકલીઓ વળી પાછાં જુદા. આ દરેકને વિવિધ સ્ત્રોતમાંથી પૈસા પ્રાપ્ત થાય છે. કેટલાક પાસે જાહેરખબરની કમાણી હોય છે. કેટલાકને રાજકીય પક્ષો દ્વારા સીધી યા આડકતરી રીતે ફંડિંગ મળે છે તો કેટલાકને ભેદી સોર્સીઝ ફાઈનાન્સ કરે છે.

‘ધ સ્ક્રોલ’, ‘ધ પ્રિન્ટ’ વગેરે જેવા ડિજિટલ મીડિયા પાસે કરોડો રૂપિયાનું ફંડિંગ આવતું હોવા છતાં તેઓ વાચકો પાસે કૉન્ટ્રિબ્યુશન માગીને એવી છાપ ઊભી કરતા રહે છે કે અમે તો અમારા વાચકોને વફાદાર છીએ. હકીકત એ છે કે વાચકો તરફથી એક પૈસો પણ એમને ના મળે તોય એમનો કારોબાર જોરશોરથી ચાલતો રહે એવું ફંડિંગ એમની પાસે હોય છે અને આવતું જ રહે છે. આ ફંડિગ આપનારાઓમાં ક્યારેક નારાયણ મૂર્તિ, અઝીમ પ્રેમજી, નંદન નીલકણી, સ્વ. રતન તાતા કે પછી એવા બીજા કેટલાક ભારતના ધનાઢ્ય અને આદરણીય ગણાતાં નામો જોવા મળે છે. આને કારણે કેટલાક રાષ્ટ્રનિષ્ઠ લોકોમાં એવી છાપ ઊભી થાય છે કે આ બધાં આદરણીય મહાનુભાવો ભારતને પછાડવા માગતા લોકોના સહયોગીઓ છે.

મારું માનવું છે કે જે લોકો ભારતનો, મોદીનો, સનાતનનો કે આપણા જેવા દેશપ્રેમીઓનો દ્રોહ કરવા માગતા હોય તેઓ ખુલ્લેઆમ કરોડો રૂપિયા આ રીતે ના ખર્ચે. પોતાનું નામ ક્યાંય ના આવે એ રીતે તેઓ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ કરનારા મીડિયાને પાળે-પોષે. ‘ધ સ્ક્રોલ’, ‘ધ પ્રિન્ટ’ ઈત્યાદિ કોની કોની પાસેથી પૈસા મેળવે છે એની વિગતો આમાંના કેટલાક ડિજિટલ વેબસાઈટ પર નામ સહિત ઉપલબ્ધ છે અને જ્યાં સીધો ઉલ્લેખ ન હોય ત્યાં તમે થોડું ગુગલ સર્ચ કરીને, આ બધાં ડિજિટલ મીડિયા વિશે ઊંડા ઉતરીને એમના દાતાઓનાં નામ જાણી શકતા હો છો. તો પછી શું કામ શહેરના સબસે બડા રઈસો કેટલાક ભાંગફોડિયા પત્રકારોને ખુલ્લેઆમ ટેકો આપે છે?

આ દાતાઓ મોટા મોટા કારોબાર સાથે જોડાયેલા હોય છે. પરદેશમાં, ખાસ કરીને અમેરિકામાં પણ એમનું કામકાજ વિસ્તરેલું હોય છે. અમુક ડિજિટલ મીડિયાવાળા પત્રકારો ફંડિંગ મેળવવા આ શ્રીમંતો સાથે કેરટ ઍન્ડ સ્ટિકની પૉલિસી અપનાવે છે : ‘અમારો સાથ આપશો તો અમે પરદેશમાં તમારા કામકાજની આડે નહીં આવીએ’ એવું ગાજર દેખાડે છે અને ‘સાથ નહીં આપો તો તમારા કારોબારનું તેરમું ઉજવવું પડે એ રીતના કોર્ટ કેસ માટે (તેમ જ હિંડનબર્ગ જેવા રિપોર્ટ માટે) તમે તૈયાર રહેજો’ એવી ગર્ભિત ધમકીની લાઠી બતાવીને ફંડિંગ મેળવવામાં આવે છે.

ડિજિટલ મીડિયામાં આવું કોઈ ફંડિંગ મેળવ્યા વિના, રાષ્ટ્રવાદી વાચકો પાસેથી ફાળો માગીને ભારતીય પત્રકારત્વમાં જબરજસ્ત કામ કરતું કોઈ એકમાત્ર આદરણીય નામ હોય તો તે છે રાહુલ રોશન અને નુપૂર જે શર્માનું ‘ઑપઈન્ડિયા’. ગુજરાતીમાં રોજ મા સરસ્વતીની પૂજાઅર્ચના કર્યા બાદ આરતીની થાળી ફેરવીને વાચકો પાસેથી દક્ષિણા મેળવીને આગળ વધતું એક માત્ર ડિજિટલ મીડિયા કયું છે એ તમે જાણો છો.

પાંચમી વાત. લેફ્ટિસ્ટ ઇકો સિસ્ટમની પૈસાની લેવડ-દેવડ કયા લેવલ પર ચાલે છે એનો એક હમણાં જ પકડાયેલો દાખલો તમે વાંચો. હમણાંનું તમે USAID ( ‘યુએસએઈડ’ ) વિશે મીડિયામાં ઘણું વાંચો છો. ડોનાલ્ડ ટ્રમ્પે ‘યુએસએઈડ’ તરફથી ભારતને મોકલવામાં આવતી મદદ અટકાવી દીધી છે એવી જાહેરાત પછી અભણ અવળચંડાઓ મેદાનમાં કુદી પડ્યા છે કે મોદીએ અમેરિકા જઈને શું ઉકાળ્યું? ટ્રમ્પે તો ભારતની સાથે દગાખોરી કરી- ભારતને આર્થિક મદદ કરવાનું બંધ કર્યું.

જરા સમજીએ. USAID જેનું ટૂંકાક્ષરી નામ છે તેમાં ‘AID’ એ કંઈ ‘મદદ’ના અર્થમાં નથી. જો આનું આખું નામ જાણવાની તસદી લેશો તો ખબર પડશે કે આ છે: યુનાઇટેડ સ્ટેટ્સ એજન્સી ફૉર ઇન્ટરનૅશનલ ડેવલપમેન્ટ.

સમજ પડી? ‘એજન્સી ફૉર ઇન્ટરનૅશનલ ડેવલપમેન્ટ’ (‘એઈડ’) શબ્દોમાં છુપાયેલો ગર્ભિત અર્થ સમજીએ. સેવા સંસ્થાઓની શબ્દરમત સમજવા જેવી હોય છે. રૂપાળા-ભોળા શબ્દો વાપરીને તેઓ પોતાના કુટિલ ઇરાદાઓ ઢાંકી રાખે છે.

બીજા દેશોના ડેવલપમેન્ટ માટે, વિકાસ માટે આર્થિક મદદ કરતી આ સંસ્થા વાસ્તવમાં બીજા દેશોના રાજકારણમાં ડખો કરવા, બીજા દેશોની સામાજિક પરિસ્થિતિની સળી કરવા પૈસા મોકલતી હોય છે.

ટ્રમ્પે ‘યુએસએઈડ’ પર પ્રતિબંધ લગાવ્યો તે પહેલાં 2024માં ભારતને ‘યુએસએઈડ’ તરફથી 21 મિલિયન ડૉલર મોકલાયા હતા અને બાંગ્લાદેશને 29 મિલિયન ડૉલર મોકલાયા હતા. ભારતમાં વધુ મતદારો મતદાન કરવા આગળ આવે માટેની આ રકમ છે એવો સત્તાવાર દાવો કરવામાં આવ્યો હતો ( ‘ફૉર વોટર ટર્નઆઉટ’). બાંગ્લાદેશમાં રાજકીય પરિસ્થિતિને મજબૂત કરવા ( ‘સ્ટ્રેન્ધનિંગ પોલિટિકલ લૅન્ડસ્કેપ’)ના ઓઠા હેઠળ આ રકમ મોકલાઈ.

બાંગ્લાદેશમાં શું થયું, કેવી રીતે લોહિયાળ સત્તા પરિવર્તન થઈને ત્યાંનું ‘પોલિટિકલ લૅન્ડસ્કેપ સ્ટ્રેન્ધન’ થયું તેની તમને ખબર છે.

ભારતમાં જે રકમ મોકલાવી તે મોદીને બદલે બીજું કોઈ વડાપ્રધાન બને તે માટે (મતદારો પાછળ વાપરવા) મોકલાઈ. આ વાત ચોખ્ખા શબ્દોમાં ટ્રમ્પે એક નહીં ત્રણ-ત્રણવાર જાહેરમાં કહી છે. ભારતને મોકલાયેલી રકમમાંની કેટલીક રકમ ‘ઓમિડ્યાર નેટવર્ક’ને મળી. ‘ઓમિડ્યાર નેટવર્ક ઇન્ડિયા’એ 2024ની 12મી ઑગસ્ટે ‘થિન્ક અવર સિરીઝ’ નામે થયેલા પ્રોગ્રામના મેઇન સ્પોન્સર તરીકેની જવાબદારી લીધી હતી. આ કાર્યક્રમ કોના નેજા હેઠળ યોજાયો હતો? ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ અખબાર ગ્રુપના.

ભારતને ‘યુએસએઈડ’ તરફથી પૈસા મળ્યા જ નથી, એ પૈસા તો બાંગ્લાદેશને મળ્યા છે, ટ્રમ્પ-મસ્ક જુઠ્ઠાડા છે એવા સમાચાર ફ્રન્ટ પેજ પર છાપીને ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ના માલિક જાતેપોતે સોશ્યલ મીડિયામાં પોતે છાપેલા આ ફેક ન્યુઝનો બચાવ કરવા દોડી ગયા અને રાજદીપ જેવા દલાલો એના સમર્થનમાં નીકળી પડ્યા. પરંતુ છેવટે સત્ય બહાર આવ્યું અને એક જમાનામાં ભારે પ્રતિષ્ઠા ધરાવતા છાપાની નાલેશી થઈ.

‘ડીપ સ્ટેટ’ કેવી રીતે કામ કરે છે, કોને કેવી રીતે ફાઇનાન્સ કરે છે એનો આ તો એક જ દાખલો છે. ડીપ સ્ટેટ વતી આડકતરી રીતે પોષાતું ભારતનું કેટલુંક પ્રિન્ટ મીડિયા, કેટલુંક ટીવી મીડિયા તથા કેટલુંક ડિજિટલ મીડિયા તમને ગુમરાહ કરવાની સતત કોશિશ કરે છે, વાસ્તે સાવધાન.

• • •

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ

મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.

‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.

જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.

દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.

આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)

તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:

BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis

Net Banking / NEFT / RTGS-

Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings

A/c No. : 33520100000251

IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)

Branch Pin Code : 400076

તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.

આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.

તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.

જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.

સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).

HiSaurabhShah@gmail.com

Twitter.com/hisaurabhshah

Facebook.com/saurabh.a.shah

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here