તડકભડક : રવિવાર, 9 ઑગસ્ટ 2020
માબાપોને વહેમ હોય છે કે અમે છોકરાંઓને સારા સંસ્કાર આપીને ઉછેરી રહ્યાં છીએ. સંસ્કાર એટલે શું? એના પડીકાં કયા બજારમાં મળે છે? રાત્રે સૂતાં પહેલાં પ્રાર્થના કરવાની ટેવ પડાવવી કે કદીય જુઠ્ઠું ન બોલવાની શિખામણો આપ્યા કરવી એનો અર્થ સંતાનોને સંસ્કાર આપવા એવો થતો હોય તો આજની તારીખે સોમાંથી નવ્વાણું ગુજરાતીઓ સંસ્કારી હોવા જોઈએ. પણ એવું નથી. સંતાનોને સંસ્કારી બનાવી શકાય એ એક ભ્રમણા છે. માબાપ પોતે સંતાનોને સંસ્કારી બનાવી શકે છે એ એનાથીય મોટી ભ્રમણા છે.
દરેક બાળક પોતાની આસપાસનું વાતાવરણ સૂંઘતું રહે છે. એના કુમળા સબકૉન્શ્યસમાં નાનામાં નાની હકીકતો નોંધાતી રહે છે. આખા કુટુંબને રોજ રાત્રે પ્રાર્થનાઓ ગવડાવતો બાપ દિવસ દરમિયાન કેટલી, કેવી અને કઈ કઈ બદમાસીઓ કરતો હોય છે એની જાણ સંતાનોને, કોણ જાણે કેવી રીતે પણ, થઈ જતી હોય છે. નમ્રતા, વિવેક, ત્યાગ, ભક્તિ, નિ:સ્વાર્થતા, સ્વમાન અને પ્રામાણિકતાના પ્રેરક પ્રસંગો સુણાવતી માતા પડોશણ સાથે, જેઠાણી – દેરાણી – નણંદ – સાસુ સાથે કે ભાઈબંધ – બહેનપણીઓ સાથે કેટલી લુચ્ચાઈ અને શયતાનિયતથી પેશ આવતી હોય છે એની ખબર સંતાનને સૌથી પહેલાં થઈ જતી હોય છે.
માબાપો સંતાનોને સંસ્કારી કે અસંસ્કારી નથી બનાવતાં ; સંતાનો ખુદ પોતાની આસપાસનું વાતાવરણ સૂંઘતાં રહીને, પોતાની ચોતરફનાં સ્પંદનો ઝીલતાં રહીને મોટપણે સંસ્કારી કે અસંસ્કારી બની જતાં હોય છે. બાળકો સમક્ષ ઢાંકપિછોડો કરવાનો તમે ગમે એટલો પ્રયાસ કરો, એના પ્રચ્છન્ન મગજમાં રહેલી ચાળણી તમારા દંભને, તમારા ખોટ્ટાડાપણાને, તમારી બનાવટોને ચૂપચાપ પકડી પાડે છે – તમને ખબરેય ન પડે એ રીતે.
સેક્સને લગતા સવાલો બાળકના મનમાં ઊઠે ત્યારે એ નિ:સંકોચ તમને પૂછી બેસે છે કારણકે એ નિર્દોષ છે, એનું મન કોરી પાટી જેવું છે. પણ સવાલ સાંભળીને તમે શરમાઈ જાઓ છો, સંકોચાઈ જાઓ છો, ઉશ્કેરાઈ જાઓ છો, ભોંઠા પડી જાઓ છો કારણકે તમારી પાટી ખૂબ ખરડાઈ ચૂકી છે. જાતજાતના રંગીન ચૉક વડે એમાં લીટાલપેડા થઈ ચૂક્યા છે. વારંવાર છેકભૂંસ કર્યા પછી પણ તમે એ પાટી પર તમારી મનગમતી ભાત ઉપસાવવામાં નિષ્ફળ રહ્યા છો. તમારી આ વિકૃત મનોદશાને કારણે જ તમે બાળકનો સવાલ સાંભળીને શરમાઓ છો, સંકોચ પામો છો, ગુસ્સે પણ થાઓ છો. અને તમારાં શરમસંકોચક્રોધ ઢાંકવા તમે બાળકના સવાલના જવાબમાં કાં તો જુઠ્ઠો જવાબ આપો છો, કાં જવાબ ટાળો છો, કાં અધૂરો ઉત્તર આપીને તમારી સાથે બાળકને પણ પલાયનવાદી બનવા માટે પ્રેરણા આપો છો.
હકીકત એ છે કે મોટા ભાગનાં (મોટા ભાગનાં, બધાં જ નહીં) માબાપનું કોઈ ગજું નથી હોતું બાળકને થતી સેક્સ અંગેની મૂંઝવણો વિશેના જવાબ આપવાનું. માબાપોનું પોતાનું મન જ્યારે મૂંઝવણો, અસમંજસ કે વિકૃતિઓથી છલકાતું હોય ત્યારે એક સીધાસાદા નિર્દોષ સવાલનો ભાર પણ એમને કચડાઈ જવા જેટલો લાગવાનો. છાપામાં છપાતી ખૂબસૂરત અર્ધનગ્ન તસવીરોથી માંડીને હિંદી ફિલ્મોમાં દેખાતાં દૃશ્યોનો જાહેરમાં વિરોધ કરીને કે છાપામાં ચર્ચાપત્રોનો મારો ચલાવીને સંતોષ લેતાં માબાપો રાત્રે જ નહીં, દિવસે જોવાતાં સપનાંઓમાં કોની કોની સાથે શું શું કરવું એનાં ચોકઠાંઓ ગોઠવે છે એની પ્રત્યક્ષ જાણ ભલે સંતાનોને ન થતી હોય પણ સેક્સ વિશેના નિર્દોષ સવાલોના જવાબોમાં ડોકાતો માબાપોનો આદર્શવાદ, નીતિવાદ કેટલો પોકળ, બોદો અને દેખાડુ છે એ સૂંઘી લેતાં બાળકોને વાર નથી લાગતી.
તો પછી કરવું શું?
‘ધ ગાર્ડિયન’ના સર્વે મુજબનું બાળકોનું વર્તન મંજૂર રાખવું? એને સાહજિક અને કુદરતી ગણીને સ્વીકારી લેવું? બાળકોને સામેથી ક્યારેય આ વિશે કશું જ ન કહેવું? અને બાળકો પોતે સામેથી આ વાત લઈને તમારી પાસે આવે તો?
એકસામટા અનેક વિરાટ પ્રશ્ર્નોની આગ તમારી સામે છે અને કૂવો ખોદવા માટે કોદાળીના સ્થાને ટાંકણી છે. આપણે સમય કરતાં પાછળ છીએ એટલું જ નહીં ઈલ્ઈક્વિપ્ડ પણ છીએ, પૂરતાં ઓજારો કે સાધનો પણ નથી આપણી પાસે.
લાંબા ગાળે શું કરવું કે થવું જોઈએ એની વાત કરતાં પહેલાં તાત્કાલિક શું કહેવું – બાળકોને – એની વાત કરીએ. જવાબમાં બાળકોને તમારો અભિપ્રાય આપવાની કોશિશ નહીં કરો. એને બને એટલી વધુ નક્કર હકીકતો જણાવો. શરીરનું રચનાશાસ્ત્ર, જનનેન્દ્રિયોની કામગીરી, ઉત્તેજનાનાં કારણો, શમન કરવાની વિવિધ તરકીબો અને આ તમામ સંવેગોમાં રહેલાં ભૂખ, તરસ કે પછી ગુસ્સો, રુદન, હાસ્ય, ઊંઘ ઈત્યાદિ જેવા કુદરતીપણાં વિશે સમજાવો. બાળકને જે કંઈ મહેસૂસ થાય છે કે એ જે અવસ્થામાંથી પસાર થઈ રહ્યું છે તે સાહજિક છે, એ વિકૃતિ નથી એવી ખાતરી એનામાં જગાવો. અને ખરેખર જો કોઈ વિકૃતિ તમને એનામાં દેખાય તો એનો ઈલાજ તમે હાથમાં નહીં લેતા, હોશિયાર સાઈકિયાટ્રિસ્ટ કે સેક્સોલૉજિસ્ટ પાસે એને લઈ જજો, ગમે તેની પાસે નહીં લઈ જતા. આવી નાજુક સમસ્યાઓની સાથે ડીલ કરવાનો અનુભવ તેમ જ વૈજ્ઞાનિક બૅકગ્રાઉન્ડ જેમની પાસે નથી એવા કોઈ વડીલ, મિત્ર કે જનરલ પ્રેક્ટિશનર પાસે લઈ જશો તો ઓડનું ચોડ થઈ જશે, બકરું કાઢતાં ઊંટ પેસી જશે.
ટૂંકમાં, આ સારું કહેવાય ને આ ખરાબ કહેવાય એવા અભિપ્રાયો આપીને બાળકના નીતિમાનસ પર કબજો જમાવી બેસવાની ધૃષ્ટતા નહીં કરવાની. એ પૂછે કે ‘પપ્પા/મમ્મી, તમે સ્પષ્ટ કેમ નથી કહેતા કે આ સારું કહેવાય કે ખરાબ?’ ત્યારે તમારે જણાવવાનું કે, ‘ભૂખ લાગે એ સારું કહેવાય કે ખરાબ? તરસ લાગે એ સારું કહેવાય કે ખરાબ?’ બેમાંથી એકેય નહીં, કારણકે ભૂખ એ ભૂખ છે અને માત્ર લાગે છે, બસ. ભૂખ-તરસ લાગ્યા પછી તમે કેવી રીતે એનું સમાધાન કરો છો એનું મહત્ત્વ છે. દરેક ભૂખ દરેક સમયે સંતોષી શકાતી નથી. તમારી હેસિયત જલેબી ખાવાની ન હોય છતાં જલેબી જ ખાવી છે એવી જીદ કરો તો શું પરિણામ આવે? ડૉક્ટરે તમારી શારીરિક અવસ્થાને કારણે (સે ફોર એક્ઝામ્પલ તમારી કમળાની કે ટાઈફોઈડની બીમારીને કારણે) તમને તીખું તળેલું મીઠાઈ ખાવાની ના પાડી હોય તો ન જ ખવાય. એ રીતે અમુક શારીરિક અવસ્થામાં જે ક્રિયા ન કરવાની હોય તે ન જ કરાય. અને આમ છતાં, લીવર કે પાચનતંત્ર અશક્ત હોય ત્યારે તીખું તળેલું મીઠાઈ તમારે છાનામાના ખાઈ જ લેવાં હોય તો તમને કોણ રોકવા આવી શકે, પણ એવું કરવાથી કેવાં કેવાં ગંભીર પરિણામો આવે છે એની તમને ખબર છે. માટે ‘ધ ચૉઈસ ઈઝ યૉર્સ, મારાં વહાલાં બાળકો!’
આ થઈ આપણા અપૂરતા સાધનોવાળા સમાજમાં લઈ શકાય એવા તાત્કાલિક પ્રતિભાવોની વાત. પણ કામચલાઉ (અથવા તો હંગામી, સરકારી શબ્દ વાપરવો હોય તો) ઉકેલોના આધારે કાયમી સમસ્યાનો નિવેડો ન આવે. સંતાનોના જાતીય શિક્ષણ માટે અમારી પાસે ચોક્કસ ખયાલાત છે. સિગારેટ, દારૂ, ચોરી, જુઠ્ઠું બોલવું વગેરેથી બાળકોને દૂર રાખવા શું શું થઈ શકે એ વિશે પણ ચોક્કસ વિચારો છે. એ વિશે આવતી કાલે વિગતે ઊતરતાં પહેલાં એક વાક્ય જે અગાઉ અમે અનેકવાર લખી/બોલી ચૂક્યા છીએ એનું પુનરાવર્તન કરવાની લાલચ અમે ટાળી શકતા નથી. બાળકોને સંસ્કારી બનાવવાની તમે ગમે એટલી કોશિશ કરશો તો પણ છેવટે તો એ તમારાં જેવાં જ બનવાનાં છે.
પાન બનાર્સવાલા
જે નાસી જવાનું નથી એને બંધનમાં રાખવાનો પ્રયત્ન શું કામ કરો છો તમે?
– રવીન્દ્રનાથ ટાગોર
•• ••• •••
આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.
‘ન્યુઝપ્રેમી’ને સપોર્ટ કરવા માટેની અપીલ : સૌરભ શાહ
પ્રિય વાચકો,
ગુજરાતી ભાષાના સૌથી વધુ વંચાતા, વખણાતા અને ચર્ચાતા લેખક-પત્રકારોમાંના એક સૌરભ શાહ તમને રોજ ‘ન્યુઝપ્રેમી’ દ્વારા મળે છે.
તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના ચાલતું સ્વતંત્ર, તથા કોઈનીય સાડીબારી ન રાખતું ડિજિટલ મિડિયા છે અને એટલે એ ભરોસાપાત્ર છે.
‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.
વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા પ્લેટફૉર્મને અડીખમ રાખવા તમારા સપોર્ટની જરૂર છે.
‘ધ ક્વિન્ટ’, ‘ધ પ્રિન્ટ’, ‘ધ વાયર’, ‘સ્ક્રોલ’ કે બીજાં ડઝનેક તોતિંગ અંગ્રેજી ડિજિટલ મિડિયા કરોડો રૂપિયાનું ફંડિંગ ઉભું કરીને પોતાના એજન્ડાને— કામકાજને આગળ વધારી રહ્યા છે. ‘ન્યુઝપ્રેમી’ આવી રીતે કામકાજ કરવામાં માનતું નથી. ઇન્વેસ્ટર્સ પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવ્યા પછી અમુક મિડિયા કરોડરજ્જુ વિનાનાં બની જતાં હોય છે. ઇન્વેસ્ટરોનો વેસ્ટેડ ઇન્ટરેસ્ટ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓને ઉત્તેજન આપવાથી સચવાતો હોય ત્યારે મિડિયાએ પણ વાચકોનો દ્રોહ કરીને, વાચકોને ઊંધા રવાડે ચડાવીને એન્ટી-નેશનલ ન્યુઝ અને એન્ટી-નેશનલ વ્યુઝ આપવાની પ્રવૃત્તિમાં જોરશોરથી ભાગ લેવો પડતો હોય છે.
આ જ કારણોસર ‘ન્યુઝપ્રેમી’માં જાહેરખબરો પણ ઉઘરાવવામાં નથી આવતી. જે ઘડીએ એડવર્ટાઇઝરના વેસ્ટેડ ઇન્ટરેસ્ટ ન જળવાય એ જ ઘડીએ કાં તો તમારો હાથ આમળીને તમારી પાસે તેઓ પોતાનું ધાર્યું કરાવતા થઈ જાય અને વાચકો ગેરમાર્ગે દોરવાઈ જાય, કાં પછી તમારી નૌકાને મધદરિયે હાલકડોલક કરીને ડુબાડી દેવાની ધમકી આપવામાં આવે.
કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મીસમા સૌરભ શાહ દ્વારા 24×7 થઈ રહી છે. ( એક વાચકે ‘ વન કેન’—one pen, one man, one can—નું બિરૂદ આપ્યું છે. કોઈ એક લેખની કમેન્ટમાં છે.)
‘ન્યુઝપ્રેમી’નું લેખન-સંપાદન તથા એની સાજસજ્જા મુંબઈમાં થાય છે. ટાઇપસેટિંગ ભાવનગર અને અમદાવાદમાં થાય છે. ‘ન્યુઝપ્રેમી’ના એડમિનિસ્ટ્રેશનની જવાબદારી પૂણેથી નિભાવવામાં આવે છે અને ‘ન્યુઝપ્રેમી’ને ટેક્નિકલ સપોર્ટ બેંગ્લોર સ્થિત ગુજરાતી ટેકનોક્રેટ આપે છે. ‘ન્યુઝપ્રેમી’ની હિન્દી આવૃત્તિ માટેનું અનુવાદકાર્ય મુંબઈ – અમદાવાદમાં થાય છે.
તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.
‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.
દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.
‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.
‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.
‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/













Guardian Survey is in UK, Western Culture Society. Our slavery to Western Culture is evident every now and then while referring to Western thinking / personality / events/ experiences / remedies/ etcetera.
A very small percentage of our population gets involved in it directly but greatest harm is done by the entertainment industry.
Good informative article for parents
વાહ સર… તમે ખૂબ સ્પષ્ટ વાત કરી. મોટાંનુ જોઈને જ બાળકો શીખતા હોય છે. એમને શિસ્ત ભણાવતા પહેલા આપણે શિસ્તબદ્ધ થવાની જરુર છે
ઘણી અઘરી વાત ખૂબ સરળ રીતે સમજાવી