(લાઉડમાઉથ : ‘સંદેશ’, અર્ધ સાપ્તાહિક પૂર્તિ. બુધવાર, 10 જાન્યુઆરી 2024)
આપણે વાત કરતા હતા 80 વર્ષના થઈએ ત્યારે શું શું ન કરવું તે વિશે. અને એ માટે 80 વર્ષના થવા સુધી રાહ જોવાની જરૂર નથી, અત્યારે તમે જે ઉંમરના હો – 20 થી 70 સુધીની જે ઉંમરના હો – ત્યારથી જ સભાન થઈ જવાની વાત શરૂ કરી હતી. દસમાંના ત્રણ મુદ્દા જોઈ ગયા. હવે આગળ વધીએ.
ચોથો મુદ્દો એ છે કે 80 વર્ષે તમને ‘સાચવવા’ ન પડે એવી તમારી તન-મન-ધનની અવસ્થા હોવી જોઈએ. આ ત્રણેયને તમે તમારી યુવાનીમાં, મિડલ એજમાં અને વૃદ્ધાવસ્થામાં પ્રવેશતી વખતે સાચવ્યાં હશે તો જ તમે 80ના થશો ત્યારે તમને આ ત્રણ બાબતોમાં સાચવવા નહીં પડે.
ધનની વાત લઈએ. વડીલ બન્યા પછી કોઈની આગળ હાથ લાંબો કરવાનું તમને શોભશે નહીં. 80 વર્ષના થયા પછી તો હરગિજ નહીં. અત્યારે જેટલી સગવડો સાથે તમે જીવો છો એ જ સગવડો સાથે જિંદગીની ઉત્તરાવસ્થામાં અને જિંદગીના છેલ્લા શ્ર્વાસ સુધી જીવી શકો એવી આર્થિક વ્યવસ્થા ગોઠવવા માટેનું આયોજન પહેલેથી જ કરી લેવું. બહુ કંઈ ભયભીત થવાની જરૂર નથી. લહેરથી જીવવું હોય તો લહેરથી કમાઈ લેવું. સાત પેઢીની ચિંતા કર્યા વગર વાપરી નાખવું પણ પોતાની ચિંતા કરી રાખવી.
તન અને મનને યુવાનીથી સાચવ્યાં હશે તો જ 80 એ પહોંચીને તમે સ્વસ્થ રહેશો. પહેલું સુખ તે જાતે નર્યાની કહેવત કંઈ અમસ્તી આટલી લોકપ્રિય નથી થઈ. ખાવા-‘પીવા’માં કાળજી લીધી હશે અને કસરત-યોગ-પ્રાણાયમ વગેરેની નિયમિતતા જાળવી હશે તો 80 પછીય કંઈ નથી થવાનું એની ખાતરી રાખજો. ઉંમર વધવાની સાથે શરીરને જે ઘસારો લાગવાનો છે તે લાગશે પણ જિંદગીના ફર્સ્ટ હાફમાં સાચવી લીધું હશે તો પાછળથી બહુ તકલીફ નહીં પડે અને જો પડી તો તમારા તનની નબળાઈઓને તમારા મનની શક્તિથી ઓવરપાવર કરી શકશો. 80 પછીનાં વર્ષોમાં એ જ વધારે કામ લાગશે – તમારું મન. શરીરની ક્ષમતા ઓછી થતી જતી હોય ત્યારે મનની દૃઢતા એ ક્ષતિને પૂરી કરી દેતી હોય છે. અનેક કર્મયોગી વ્યક્તિઓના કિસ્સામાં તમે આ જોયું હશે.
એંશીના થઈએ ત્યારે તન-મન-ધનથી આપણને કોઈએ ‘સાચવવા’ ન પડે એ માટેની તૈયારી અત્યારથી જ શરૂ કરી દઈએ. અત્યારથી એટલે અત્યારથી. જાગ્યા ત્યારથી સવાર.
પાંચમો મુદ્દો: જિંદગી આખી ગમેએટલાં મોટાં કામ કરીને પ્રખ્યાત થયા હો, મોટામોટા પદ પર રહીને માનપાન મેળવ્યાં હોય, ખૂબ સુંદર લખીને લોકપ્રિય થયા હો, ખૂબ સુંદર ગાઈને વિખ્યાત ગાયક બન્યા હો પણ મોટી ઉંમરે આ ભવ્ય ભૂતકાળના જોરે કોઈની પાસેથી માન મેળવવાની અપેક્ષા રાખવાની નહીં. કોઈ તમને અગાઉના જેટલાં જ આદરસન્માન આપશે એવું માનવાનું નહીં.
આ ઉંમરે માન જોઈતું હોય તો તમારા વ્યવહારો અને વિચારો એવા હોવા જોઈએ કે બીજાઓને સામેથી તમને માન આપવાનું મન થાય. ‘અમારા જમાનામાં તો આમ હતું ને તેમ હતું’ એવી વાતોથી કે ઈવન એવા વિચારોથી પણ, દૂર જ રહેવાનું. એ જમાનો પૂરો થઈ ગયો કાકા, હવેના જમાનામાં જો રિલેવન્ટ રહેશો તો જ બે માણસમાં તમારો ભાવ પૂછાશે, નહીં તો તમે પણ ધકેલાઈ જશો કાળની ગર્તામાં. કે. કા. શાસ્ત્રી, ખુશવંત સિંહ કે નગીનદાસ સંઘવી જેવા સારસ્વતો રિલેવન્ટ હતા એટલે જ સો વર્ષની ઉંમરે પણ એમને માનપાન મળતાં રહ્યાં.
છઠ્ઠો મુદ્દો : 80 વર્ષે જગત આખાનું ડહાપણ તમારામાં આવી ગયું છે એવું તમને લાગવા માંડે છે અને વાત સાચી પણ છે. આઠ-આઠ દાયકા પછી દુન્યવી વ્યવહારોને લગતું બધું જ ડહાપણ તમારામાં આવવાનું જ છે. ધર્મ-અધ્યાત્મ-તત્ત્વજ્ઞાનમાં રસ હશે તો એને લગતું જ્ઞાન પણ તમારી પાસે આવી જવાનું છે. ક્યારે શું કરવું ને ક્યારે શું ન કરવું એનો નીરક્ષીર વિવેક તમારામાં દૃઢ થઈ જવાનો જ છે.
પણ એનો અર્થ એ નથી કે આ ઉંમરે તમે જેને ને તેને સલાહ-શીખામણ આપ્યા કરો. તમારી ઉંમરના કે તમારાથી નાના કે સાવ યુવાન લોકોને તમારું આ ડહાપણ વહેંચ્યા કરવાની આદતથી મુક્ત રહેજો. તમારાં સંતાનો કે એમનાં સંતાનોને ટોક્યા કરવાનાં નહીં, તેઓ ભૂલ કરતાં હોય તો પણ નહીં. સામેથી કોઈ તમારી સલાહ લેવા આવે તો તમારા ડહાપણનો ભંડાર ખોલીને બધાં જ સલાહ-સૂચનો ઠાલવી દેવાને બદલે ટૂંકમાં એક-બે મુદ્દા કહી દેવાના. પછી વધારે આગ્રહ કરે તો હજુ એકબે મુદ્દા અને હજુય વધારે આગ્રહ થાય તો કહેવાનું કે : બસ, આથી વધુ મારે કંઈ કહેવાનું નથી.
દરેક સમયની, દરેક જમાનાની અને દરેક પેઢીની જરૂરિયાતો જુદી જુદી હોય છે. દરેક વ્યક્તિની પરિસ્થિતિ, એના સંજોગો જુદા હોય છે. એમના વિચારોનું ઘડતર જુદું હોય છે, એમના અનુભવો અને ભવિષ્ય માટેની એમની અપેક્ષાઓ જુદાં હોય છે. માટે જ, તમારી સલાહ તમારી પાસે રાખવી.
સાતમો મુદ્દો : ભૂતકાળમાં તમે ઘણો સંઘર્ષ કર્યો હશે, ભૂતકાળમાં તમે ઘણી સિદ્ધિઓ મેળવી હશે. પણ 80 વર્ષની ઉંમરે એવી આશા નહીં રાખવાની કે તમારી સાથે વ્યવહાર કરનારા સૌ કોઈને તમારા એ સંઘર્ષ-સિદ્ધિ યાદ હશે કે પછી એની કદર હશે. સંઘર્ષો સૌના જીવનમાં હોવાના. નાનીમોટી સિદ્ધિઓ પણ સૌના જીવનમાં હોવાની. 80ની ઉંમરે તમે જો કોઈ પ્રવૃત્તિમાં ગળાડૂબ હશો તો એ પ્રવૃત્તિના પરિણામના આધારે લોકો તમારી સાથે વ્યવહાર રાખશે, નહીં કે તમારા ભૂતકાળના આધારે-એવી આશા રાખવી જ નકામી.
80 વર્ષે તમારે બીજાઓને યાદ દેવડાવ્યા કરવું નહીં કે તમે કેટલા મહાન હતા, તમારા જમાનામાં તમારાં કામનાં કેટલાં વખાણ થતાં, કેવી કદર થતી. તમારે પોતે પણ એ બધું હવે યાદ રાખવાની જરૂર નથી કે તમારા જમાનામાં તમારે કેવા મોટા મોટા માણસો સાથે ઓળખાણો હતી, કેવી મોટી મોટી ઈવેન્ટ્સ/પાર્ટીઓમાં તમને આમંત્રણો મળતાં. આજની તારીખે જો આ બધું તમારી પાસે ન હોય તો એ જૂની યાદો તમને સતાવ્યા કરશે અને એ યાદોની વાતો થકી તમે બીજાઓને સતાવ્યા કરશો. માટે એ વિશે ચૂપ રહેવું. આમેય તમારી સિદ્ધિઓ વિશે તમે પોતે બોલો એના કરતાં બીજાઓ બોલે તેમાં જ શોભા હોય છે – 80ની ઉંમરે જ નહીં, 20-30-40-50-60-70, કોઈ પણ ઉંમરે.
બાકી રહેલા ત્રણ મુદ્દાઓની વાત આ શ્રેણીના અંતિમ હપતામાં.
સાયલન્સ પ્લીઝ!
જો મને ખબર હોત કે હું આટલું લાંબું જીવવાનો છું તો મેં મારી જાતની જરા સારી રીતે કાળજી લીધી હોત.
—અજ્ઞાત
• • •
( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi.comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર 090040 99112 પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)
• • •
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ
નવા કૅલેન્ડર વર્ષનો આરંભ થઈ ગયો છે. આપ સૌનું 2024નું વર્ષ શુભદાયી અને સુખદાયી નીવડે. આ વર્ષે બે દિવાળી આવે છે તે યાદ રાખશો. આસોની અમાસે તો ખરી જ, 22 જાન્યુઆરીએ પણ દીપોત્સવ છે જે 500 વર્ષ રાહ જોયા પછી ઉજવાશે.
મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.
‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.
જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.
દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.
‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.
‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.
આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)
તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:
BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis
Paytm-
90040 99112
Net Banking / NEFT / RTGS-
Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings
A/c No. : 33520100000251
IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)
Branch Pin Code : 400076
હવે તમે તમારું કૉન્ટ્રિબ્યુશન આ QR કોડ સ્કેન કરીને પણ મોકલી શકો છો.
તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.
આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.
તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.
જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.
સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).
• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો
ખૂબ ખૂબ ધન્યવાદ, સર, આ લેખ માટે. અમુક મુદ્દા તો મેં વિચારી રાખેલા મારા વડીલોના વર્તન જોઈને જ કે હું આવું નહીં કરું એમ. બાકીના ઘણા તમે સમજાવ્યા અને હજુ કહેશો. આમ જ દોરવણી આપતા રહેજો.
ઉમર હજી ૮૦ ની થઈ નથી, પરંતુ લેખ વાંચવા થી વધારે અનુભવ થયો. ખૂબ જ સરસ લેખ..