એક સંદેશો — સૌરભ શાહ

એક સંદેશો

‘ન્યુઝપ્રેમી’ના સૌ વાચકમિત્રોને સવિનય જણાવવાનું કે અત્રે સૌ કુશળ હોઈ તમારી કુશળતા ઇચ્છીએ છીએ.

છેલ્લા કેટલાક દિવસથી newspremi.com પર નવું કશું મૂકાયું નથી એને લીધે વીતેલા આ સમય દરમ્યાન અનેક વાચકોએ પૂછપરછ કરીને ચિંતા અને શુભેચ્છા વ્યક્ત કરી છે. સૌને વ્યક્તિગત પ્રત્યુત્તર પાઠવવાનું ગમ્યું હોત પણ એ કઠિન કાર્યને બદલે આ સીધાસાદા સંદેશાથી ચલાવી લેવા વિનંતી.

મારી અને મારી આસપાસના સૌ કોઈની તબિયત આ કપરા કાળમાં સો ટચના સોના જેવી રહી છે. ભગવાનના આશીર્વાદ અને આપ સૌની પ્રાર્થનાઓનું ફળ મળતું રહે છે. આશા છે કે આપના પક્ષે સઘળું હેમખેમ હશે.

કૂમી કપૂર લિખિત ‘ ધ ઇમરજન્સી’ પુસ્તકનું અનુવાદકાર્ય હવે લગભગ પૂર્ણતાને આરે પહોંચી ગયું છે. જૂનની ૨૫મીએ પ્રગટ કરવા ધારેલો આ દળદાર ગ્રંથ ( ડેમી સાઇઝનાં અલમોસ્ટ પોણા પાંચસો પાનાં) આ દિવાળી પર બજારમાં આવે એવી નવી ડેડલાઈનને પહોંચી વળવા દિવસરાત એક કરીને પેન્ગવિન પબ્લિકેશન્સ તથા તથા સત્ત્વ પ્રકાશન દ્વારા નક્કી કરાયેલા નવા શેડ્યુલને સાચવી લેવું અનિવાર્ય બની ગયું હતું. આ પુસ્તકનાં આરંભનાં કેટલાંક પ્રકરણો બેઉ પ્રકાશકો સાથે ‘ન્યુઝપ્રેમી’ દ્વારા કરવામાં આવેલી ગોઠવણ અનુસાર વાચકો માટે ઍડવાન્સમાં પોસ્ટ કરવામાં આવ્યાં છે (અગાઉનાં તમામ પ્રકરણોની લિન્ક) અને ટૂંક વખતમાં બાકીનાં તમામ પ્રકરણો ધારાવાહિક સ્વરૂપે મૂકાતાં થશે.

ગણેશ ચતુર્થીથી પુનઃશ્ચ હરિઓમ કરીને ‘ન્યુઝપ્રેમી’ પર મંડી પડીશું.

તહેવારોની આ ઉમંગભરી મોસમ છે. ઉજવણી કરતી વખતે ગયા અઠવાડિયે વડા પ્રધાને ‘મન કી બાત’માં જે બે જડબેસલાક શબ્દો વાપર્યા એને આજીવન યાદ રાખીએ. ઉત્સવોની ઉજવણી ઉપરાંત જીવનના પ્રત્યેક પહેલુને લાગુ પડે એવી વાત વડીલશ્રીએ કહી કે જે ‘કાલબાહ્ય’ છે એને ત્યજી દેવું જોઈએ પણ જે ‘કાલાતીત’ છે એનો કદી ય ત્યાગ કરવો નહીં. એને જીવની જેમ જીવનના અંત સુધી સાચવી રાખવાની ફરજ છે સૌની. ખરેખર, ખૂબ ઉમદા વાત કરી વડા પ્રધાને. માત્ર બે જ શબ્દોમાં એક આખા ગ્રંથ દ્વારા રજુ થઈ શકે એવી ગહન અમૂલ્ય વાત ઠાલવી દીધી. મોદીજીને યુગપુરૂષ કહ્યા પછી અવતાર કહ્યા છે. હવે દાર્શનિક ( ફિલસુફ, ચિંતક અને વિચારક) પણ કહીશું.

બે દિવસ પહેલાં ભગવાન શ્રીકૃષ્ણને સ્મૃતિમાં રાખીને ફરાળી ઉપવાસથી ઉજવણી કરી. બે દિવસ પછી હનુમાનજીને જેમના નામનું વિશેષણ પ્રાપ્ત થયું છે એ ભગવાન મહા-વીર જેઓ અરિ-હંત છે ( અરિ એટલે દુશ્મન, હંત એટલે હણનાર), એમને યાદ કરીને પર્યુષણ પર્વ શરૂ થશે.

સૌને દિવાળી સુધી આવનારા આ વર્ષના દરેક પવિત્ર પર્વ નિમિત્તે અગોતરી શુભેચ્છાઓ.

કોરોનાથી બચવાના ત્રણ રામબાણ ઉપાય—માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિન્ગ અને સેનિટાઇઝેશન.

જય શ્રી કૃષ્ણ.

— સૌરભ શાહ

(શ્રાવણ વદ દસમ, વિક્રમ સંવત ૨૦૭૭. બુધવાર, ૧ સપ્ટેમ્બર ૨૦૨૧)

5 COMMENTS

  1. ખૂબ વિચારણીય લેખો છે સમજદાર મિત્રોને જ મોકલીએ છીએ. Print મીડિયાની એસી તૈસી એકની એકવાત દસ વખત માથે મારી પેરેગ્રાફ પૂરો કરવો તે લુચ્ચાઈ છે બેઈમાનો છે. જો હેડિંગ વાંચી ને અંદર ગુસ્યા તો મગજબેર મારી જાય. તમારો જ્ઞઆન યજ્ઞ સાર્થક છે. 🙏🌹🙏🌹

  2. It is indeed very nice to hear from you and also know that you are in good health.
    Eagerly awaiting the post on Ganesh Chaturthi. With best regards,

  3. Really relieved today to see the message from you, was very concerned about you and family, keep well and will be waiting eagerly to read your book as well as daily articles.I pray God for long life of you and NewsPremi

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here