(‘ન્યુઝવ્યુઝ’, Neaspremi .com : સોમવાર, 17 ફેબ્રુઆરી 2025)
2014માં કેજરીવાલને કશું ય કર્યા વગર રાતોરાત નરેન્દ્ર મોદીની કક્ષાના નેતા બની જવાના અભરખા હતા. દિલ્લીના મુખ્યમંત્રી બનીને 49 દિવસમાં જ ત્રાગું કરીને રાજીનામું આપી દીધું એ પછી બરાબર એક વર્ષ બાદ એને ફરી મુખ્યપ્રધાનની ખુરશી મળી. આ એક વર્ષ દરમ્યાન એણે શું કર્યું?
14 ફેબ્રુઆરી 2014ના રોજ રાજીનામું આપ્યા પછી કેજરીવાલે રાહ જોઈ કે 2014ની લોકસભાની ચૂંટણી માટે ભાજપે જેમને વડાપ્રધાનપદના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે તે નરેન્દ્ર મોદી ગુજરાતમાંથી ચૂંટણી લડે છે કે ગુજરાત બહારથી. ભાજપ વતી મોદીના નામની જાહેરાત રાજનાથ સિંહે 12 સપ્ટેમ્બર 2013ના દિવસે કરી દીધી હતી. કેજરીવાલે જાહેર કરી દીધું કે પાર્ટી ઈચ્છે છે (અર્થાત્ મારી ભડભડતી ઈચ્છા છે) કે હું મોદી સામે ચૂંટણી લડું.
2013માં મોદીના નામની જાહેરાત થઈ તે વખતે મોદી ઑલરેડી એક સશક્ત, વહીવટકુશળ અને નિષ્ઠાવાન નેતા તરીકે સમગ્ર ભારતના લોકોની આંખમાં વસી ચૂક્યા હતા. મોદી સામે ઉમેદવારી નોંધાવીને કેજરીએ કશું જ ગુમાવવાનું નહોતું. એને ખબર હતી કે મારા જેવા સુવ્વરની સાથે કાદવમાં ઊતરીને મોદીએ લડવું પડશે તો મને તો મઝા જ આવવાની છે, કપડાં ખરડાશે મોદીનાં. મોદીએ વારાણસીમાંથી ઉમેદવારી જાહેર કરી. કેજરીવાલ ત્યાં પહોંચી ગયો. મોદીએ વડોદરામાંથી પણ ઉમેદવારી નોંધાવી. મોદીને હરાવવા વડોદરા પણ જવાને બદલે કેજરીવાલે કહ્યું કે મોદીજી મારાથી ડરી ગયાજી.
કેજરીવાલને જેમનું પીઠબળ હતું એમની આ માસ્ટર ચાલ હતી. મોદી સામે લડીને આ માણસ જીતવાનો તો નહોતો જ. બધાને ખબર હતી. એને પોતાને પણ. ફેસબુક-ટ્વિટર વગેરે પર તમે જાણીતા લોકોને, સેલિબ્રિટી સ્ટેટસ ધરાવનારાઓને બે ગાળ આપી આવો તો તમારું સ્ટેટસ વધી જશે એવી મેન્ટાલિટી ધરાવતા અનેક લોકો તમને ભટકાશે. કેજરીવાલ પણ આવું જ એક છુંછું હતું જે મોદીની સામે ચૂંટણી લડીને લોકોની આંખમાં હીરો બની જવા માંગતો હતો. મોદીએ પોતાના પ્રચારમાં કેજરીવાલની ઘોર અવગણના કરી. ( થોડાંક વરસો પહેલાં વિમાનપ્રવાસમાં અર્નબ ગોસ્વામીએ કૃણાલ કામ્રા નામના બે કોડીના હરામી કૉમેડિયનને ટોટલી નિગ્લેક્ટ કર્યો હતો એમ ).
વારાણસીમાં પ્રચાર માટે ગયેલા મોદીને અટકાવવામાં આવ્યા. ( તે વખતે યુપીમાં સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવનું ગુંડારાજ ચાલતું હતું ). 2014ની 12મીએ વારાણસીમાં મતદાન થયું અને 16મીએ મતગણતરી થઈ. કેજરીવાલ નામની ઈયળને કોશેટોમાં જ કચડી નાખવાના ઈરાદે કોઈ વિરોધ પક્ષે એને સાથ નહોતો આપ્યો. કૉન્ગ્રેસ, સમાજવાદી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી – સૌએ સંગઠિત થઈને કેજરીવાલને સપોર્ટ કરવાને બદલે પોતપોતાના ઉમેદવાર ખડા કર્યા હતા. ( ધારો કે, આ ત્રણેય વિરોધી પાર્ટીઓએ પોતાના ઉમેદવાર ઊભા ન રાખ્યા હોત અને ધારો કે એ ત્રણેયને મળેલા કુલ મતમાંથી એકે એક વોટ કેજરીવાલને મળ્યો હોત તો પણ મોદી જંગી સરસાઈ સાથે જીતી ગયા હોત. મોદીને 5,81,002 (56.4%) મત મળ્યા. કેજરીવાલને 2,01,238 (20.3%) અને બાકીના ત્રણ મુખ્ય વિપક્ષી ઉમેદવારોને કુલ મળીને પોણા બે લાખ જેટલા મત મળ્યા.
મોદી સામે ચૂંટણી લડીને વામણા કેજરીવાલને પોતાનું સ્ટેચર વધારવામાં કામિયાબી તો ન મળી પણ રાષ્ટ્ર આખાને કેજરીવાલની ગંદી જુબાન અને હલકી માનસિકતાનો પરિચય થઈ ગયો. કેજરીવાલે વારાણસીમાં સડકછાપ મવાલીની જેમ મોદી વિરુદ્ધ પ્રચાર કર્યો.
2012ની 26 નવેમ્બરે આમ આદમી પાર્ટીની સ્થાપના થઈ ત્યારે ભૂતપૂર્વ કાયદામંત્રી શાંતિ ભૂષણે પાર્ટીને રૂ. 1 કરોડ દાનમાં આપ્યા હતા. એમનો ખટપટિયો વકીલપુત્ર પ્રશાંત ભૂષણ પાર્ટીનો એક વગદાર સભ્ય હતો. એ પછી તો ‘આપ’ને દેશ-વિદેશમાંથી કરોડો રૂપિયાનું ફંડિંગ મળ્યું. પાર્ટીની સ્થાપના થઈ તે પહેલાં કેજરીવાલને ચિક્કાર વિદેશી આર્થિક મદદ મળી જેની વિગતો તમે 4 ફેબ્રુઆરી 2025એ Newspremi . Com પર પોસ્ટ થયેલા લેખમાં ( ‘કેજરીવાલની કુંડળીમાં 8 ફેબ્રુઆરી પછી આજીવન તિહારયોગ છે’ ) જોઈ ગયા.
કેજરીવાલને મળી રહેલું વિદેશી ફંડિંગને શંકાસ્પદ હતું. 2011-12 દરમ્યાનના ભ્રષ્ટાચાર વિરુદ્ધ આંદોલનના ટેકામાં ભારતની બહાર અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ અને જર્મની સહિત 8 દેશોમાં દેખાવો થયા. કેલિફોર્નિયા રાજ્યના સાન ડિયેગો અને સાન ફ્રાન્સિસ્કો સહિત કુલ 45 અમેરિકન શહેરોમાં ભારતમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ લોકપાલ બિલ આવે અને કાળું નાણું ભારતમાં પાછું આવે એવી માગણી કરતી રેલીઓ નીકળી. 2011ની 12મી માર્ચના ગાંધીજીના દાંડીયાત્રા દિવસની યાદમાં અમેરિકામાં રહેતા ભારતીયોએ ભારતના ભ્રષ્ટાચાર વિરુદ્ધ પદયાત્રાઓ કાઢી.
તમને ક્યારેય સવાલ થયો કે અમેરિકા, ઇંગ્લેન્ડ, જર્મની વગેરેમાં રહેતા ભારતીયોને ભારતમાં ચાલતા ભ્રષ્ટાચારની શું કામ ચિંતા હોઈ શકે? એ લોકોને શું લેવાદેવા? આ એન.આર.આઈ.ઓના આંદોલનોને કોણ ફંડિંગ કરતું હતું? કોણ આ દેખાવોને મૅનેજ કરતું હતું? કોણ મીડિયા મૅનેજમેન્ટ કરતું હતું? તે જ વખતે ખબર પડી જવી જોઈતી હતી કે પરદેશમાં બેઠાં બેઠાં અમુક લોકો અણ્ણા હજારે અને અરવિંદ કેજરીવાલ દ્વારા ભારતમાં અસ્થિરતા લાવવાની કોશિશ કરી રહ્યા છે. એ લોકો વિશે આગળ જતાં વાત કરીશું.
‘આપ’માં જોડાયેલા મોટાભાગના લોકોએ કોઈ ને કોઈ સ્વાર્થ ખાતર કેજરીવાલનું નેતૃત્વ સ્વીકાર્યું હતું. પણ બહુ જલદી તેઓ સમજી ગયા કે આ તકવાદી પાર્ટી કેજરીવાલ માટે બની છે અને કેજરીવાલના જમ્યા પછી જે કંઈ જુઠન વધે એ જ બાકીનાઓમાં વહેંચાવાનું છે. પણ બકાસુર રાક્ષસ જેવી ભૂખ ધરાવતા કેજરીવાલના જમ્યા પછી ભાગ્યે જ કોઈના માટે કશું બચતું. પૈસાની, પાવરની કે પ્રસિદ્ધિની લાલચે કેજરીવાલની પાલખી ઊંચકવા ભેગા થયેલાઓ કેજરીવાલની ઠાઠડી કાઢી જવા ઉત્સુક બન્યા.
સૌથી પહેલી વિદાય શાઝિયા ઇલ્મીએ લીધી. ૨૦૧૪ની લોકસભાની ચૂંટણી પછી તરત જ શાઝિયાએ ‘પાર્ટીમાં લોકશાહી નથી, કેજરીવાલ નેતૃત્વ કરવા માટે સક્ષમ નથી’ એવું કહીને ‘આપ’ સાથેનો છેડો ફાડી નાખ્યો. થોડાક જ દિવસોમાં એ ભાજપમાં જોડાઈ ગઈ.
એ પછી વારો હતો પ્રશાંત ભૂષણ અને યોગેન્દ્ર યાદવનો. આ બંને શાઝિયા કરતાં શાણા નીકળ્યા. પોતે પાર્ટી છોડીને જતા રહેવાને બદલે પાર્ટીમાં રહીને જ કેજરીવાલ વિરુદ્ધ એવાં એવાં કાવતરાં કરવા માંડ્યા કે માર્ચ ૨૦૧૫માં પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ કરવા બદલ કેજરીવાલે બંનેને તગેડી મૂક્યા. બેઉ શાઝિયા જેવા તકવાદી નહીં પણ બહાદુર શહીદ ગણાયા. એ પછી તો ‘આપ’માં રહેવામાં કોઈ માલ નથી એવું સમજી ચૂકેલા અનેક જાણીતા નેતાઓ કાં તો રાજીનામું આપવા માંડયા કાં પ્રશાંત-યોગેન્દ્ર જેવી પ્રવૃત્તિઓ કરીને સસ્પેન્ડ થવા લાગ્યા.
આમ આદમી પાર્ટીની સ્થાપના વખતે, ભારતની રાજકીય તાસીર બદલી નાખવાની હોંશ ધરાવતા, સિદ્ધાંતો અને આદર્શોની વાતો કરતા લોકોનો ખરો ચહેરો માર્ચ 2015ના ગાળામાં ખુલ્લો પડી ગયો. અમે કંઈ બીજી પોલિટિકલ પાર્ટીઓ જેવા નથી એવું કહેનારાઓની પાર્ટી કૉન્ગ્રેસ કે બીજા રાજકીય પક્ષોને બહેતર કહેવડાવે એવી પુરવાર થઈ. ‘આપ’ના કટ્ટર સમર્થકો પણ ડિઝઈલ્યુઝન્ડ થઈ ગયા. કેજરીવાલ ઍન્ડ કંપની વર્સસ યોગેન્દ્ર યાદવ – પ્રશાંત ભુષણ વગેરેની લડાઈમાં કોઈનોય પક્ષ લેવાય એમ નથી એની ખાતરી આ બેઉ વિરોધી જૂથોની બયાનબાજી પછી સૌ કોઈને થઈ ગઈ. મુંબઈ જેવા મહાનગરમાં એક જમાનામાં અન્ડરવર્લ્ડની બે ગૅન્ગ વચ્ચે ખતરનાક ખૂનામરકી ચાલતી. પોલીસ એમની વચ્ચે પડયા વિના તમાશો જોતી રહેતી, એમ વિચારીને કે અમારું કામ આ બેઉ ગૅન્ગ આપસમાં લડીને આસાન કરી આપે છે. છો ને, બેઉ એક-બીજાને ખતમ કરી નાખે. ગંદકી ઓછી થશે. મુંબઈ પોલીસની ભૂમિકામાં દિલ્હીની જનતા હતી. જે મતદારોએ ‘આપ’ એક સ્વચ્છ પાર્ટી છે એમ માનીને હોંશે હોંશે એના ૬૭ ઉમેદવારોને જીતાડ્યા એ મતદારો આશ્ર્ચર્ય અને આઘાતથી ‘આપ’ના બેઉ ફિરકાઓને સાંભળી રહ્યા હતા. યોગેન્દ્ર યાદવ દયાજનક મોઢું કરીને બનાવટી નમ્રતા સાથે ઝેર ઓકે કે અમારો આશય તો ‘આપ’ની ગંદકી સાફ કરવાનો છે. આની સામે કેજરીવાલના જમુરિયા નંબર વનની ભૂમિકા ભજવતો આશુતોષ કહે કે ‘આપ’ની ક્લિનસિંગ પ્રોસેસ ચાલી રહી છે.
જે પાર્ટી પોતાને અતિ સ્વચ્છ, દૂધે ધોયેલી જાહેર કરતી રહી એણે કબૂલ કરવું પડ્યું કે પાર્ટીમાં ગંદકી તો છે જ. અને આ ગંદકી દૂર કરવા બેઉ બાજુના કજિયાખોરો એકબીજાનાં ગંદાં લૂગડાં જાહેરમાં ધોવા લાગ્યા. આ જોઈને મહાત્મા ગાંધી નંબર ટુ બનવા માગતા અને જેમને મીડિયાએ એમના કદ કરતાં અનેકગણા ઊંચા ચીતરી રાખ્યા હતા તે અણ્ણા હઝારે મુસ્કુરાઈને મીડિયાને કહેવા લાગ્યા: મારે આ બધા સાથે કોઈ લેવાદેવા નથી.
એક જમાનામાં ‘આપ’ સાથે જોડાયેલા પણ પછી એક યા બીજાં કારણોસર કેજરીવાલને હડકાયા કૂતરાની જેમ ટ્રીટ કરતા થઈ ગયેલા કેટલાક લોકોને ઓળખી લઈએ. શક્ય છે કે આ કે આવા જ બીજા લોકો ભવિષ્યમાં પેદા થનારા નવા કેજરીવાલની આસપાસ તમને ફુદરડી ફરતા જોવા મળે.
આવતી કાલે કેજરીવાલની સાથે જોડાયેલા અને છુટા પડેલા ચાળીસ ચોર પૈકીના કેટલાક નેતાઓ વિશે જાણીએ.
• • •
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ
મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.
‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.
જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.
દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.
‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.
‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.
આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)
તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:
BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis
Net Banking / NEFT / RTGS-
Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings
A/c No. : 33520100000251
IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)
Branch Pin Code : 400076
તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.
આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.
તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.
જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.
સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).
• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો