જય વસાવડા સાથેની સૌરભ શાહની મેરેથોન મુલાકાતના રિલીઝ થઈ ચૂકેલા 2 એપિસોડ વિશેનો પબ્લિક ઓપિનિયન શું કહે છે?

( ગુડ મૉર્નિંગ : રવિવાર, 8 ઑક્ટોબર 2023)

આજે રવિવાર છે.

પ્રથમ બે એપિસોડ ન જોયા હોય તો જોઈ લેવા માટે જ સરકારે રવિવારની રજા જાહેર કરી છે.

બેઉ એપિસોડ દોઢ-પોણા બે કલાકના છે. બંને બૅક ટુ બૅક જોવાનું પ્લાન કરશો તો ટોટલ સમય મોગલે આઝમ કે શોલે જેટલો થશે. અને મઝા પણ એટલી જ આવશે.

સેવન્ટી એમએમના ફલક જેવા આ ઇન્ટરવ્યુના બે હપતા જોઈને લાગણીની બૉક્સ ઑફિસ છલકાવી દેતો જે રિસ્પોન્સ મળ્યો છે તેની ઝલક પ્રસ્તુત છે. સાથે બેઉ એપિસોડની લિન્ક છે. આજે રાત્રે વાગે ત્રીજો એપિસોડ રિલીઝ થશે. અને આવતી કાલે રાત્રે નવ વાગે ચોથો, પરમ દિવસે પાંચમો-છેલ્લો.

તમારા રિએક્શન જરૂર મોકલજો.

તો ઘરે પૉપકૉર્ન બનાવીને ભાભી અને બાળગોપાળ સાથે ટીવીના મોટા પડદા સામે ગોઠવાઈને YouTube ચાલુ કરી દો. ફોન સ્વિચ ઑફ કરી દેશો😜

*
Newspremiની યુટ્યુબ ચેનલના વ્યુઅર

@jayantdesai1409 :
“બંને એપિસોડ મેં લાઈવ રાતે ૧૨ સુધી જાગીને જોયા. અદ્ભુત અનુભવ”

*
@pocoboy68 :
“બીજો ભાગ પણ જોરદાર. ત્રીજો ભાગ જલદી આવે”

*
@vikasupadhyay:
“ જયભાઈના મનોવિશ્વનો અદ્ભુત ઉઘાડ…પહેલી વખત જાણવાનો અને માણવાનો અવસર…બંને શબ્દસ્વામીઓને હૃહયપૂર્વક અભિનંદન. “
*
@nitindesai8618:
“ Very inspiring journey”
*
@hemantthakkar2451:
“…નવી વાતો જાણવા મળી રહી છે.”
*
@virendravasavada8913:
“જયભાઈની વાતો સાંભળવાની મઝા આવી, ઘણું જાણવાનું મળ્યું…સૌરભ શાહ જ આવો સરસ ઇન્ટરવ્યુ લઈ શકે.”
*
@jagdishraval3587:
“ખૂબ સરસ પ્રેરણાત્મક ઈન્ટરવ્યુ. ઇન્ટરવ્યુ કહેવા કરતાં બે આત્મીયજન એકબીજા સાથે સહજતાથી, દિલ ખોલીને, વાતો માંડતા હોય એવા ઉઘાડ સાથેનો અનોખો સંવાદ…”
*

@ritenjoshi8737:
“રાતે ૧/૩૦ આસપાસ આ એપિસોડ જોયો…હું તો ભૂતકાળમાં સરી પડ્યો…”
*
@sangeeta60sp1:
“ બે મનગમતા માણસો…આટલી સહજતાથી વાત કરે…ઔર ક્યા ચાહિયે… જલસો જ જલસો…”

*

1 COMMENT

  1. બન્ને એપિસોડ જોયા. જય ભાઈની જીવન યાત્રા વિષે જાણયુ. સૌરભભાઈનો ખુબ ખુબ આભાર.

Leave a Reply to Ashok Nagda Cancel reply

Please enter your comment!
Please enter your name here