સિરિયસ થઈને મરવાને બદલે હસતાં રમતાં ‘ચાલ, જીવી લઈએ’: સૌરભ શાહ

સિદ્ધાર્થ રાંદેરિયા એક વર્સેટાઈલ ઍક્ટર છે. આજકાલના ગુજરાતી નાટકોના શોખીનો ભલે એમને ગુજ્જુભાઈના ચોકઠામાં બાંધી રાખવા માગતા હોય પણ સિદ્ધાર્થ રાંદેરિયાની રેન્જ‘એક લાલની રાણી’ અને ‘ગુરુબ્રહ્મા’ જેવાં એઈટીઝનાં સુપરહિટ નાટકોથી લઈને ગુજ્જુભાઈ સુધીની છે. આ શુક્રવારે રિલીઝ થયેલી ‘ચાલ, જીવી લઈએ’માં આ આખી રેન્જ તમને જોવા મળે છે.

ફિલ્મમાં યશ સોની આદિત્ય પરીખનો રોલ ભજવે છે અને સિદ્ધાર્થ રાંદેરિયા એના પિતા છે બિપીનચંદ્ર પરીખ ઉર્ફે ‘બીપ’. દીકરો રાઈટલી ઍમ્બિશ્યસ છે પણ રૉન્ગલી એ જીવવાનું ભૂલી ગયો છે— વર્કોહોલિક થઈ ગયો છે. રસિક પિતા આ અરસિક પુત્રની શુષ્ક જિંદગીને તડકભડક બનાવવા માગે છે, મા વગર ઉછરેલા આ દીકરાની જિંદગીમાં ખૂટી રહેલો મેઘધનુષનો સાતમો રંગ ઉમેરવા માગે છે.

વાર્તા સીધીસાદી છે અને આ જ એની ખૂબી છે. દિગ્દર્શક વિપુલ મહેતાએ આ ફિલ્મની વાર્તા લખી છે (અને અહો આશ્ચર્યમ્ ખૂબ સુંદર કોરિયોગ્રાફી પણ કરી છે) યશ ચોપરા, સલીમ જાવેદ અને સરોજ ખાનનો ત્રિવેણી સંગમ ધરાવતા વિપુલ મહેતાએ વાર્તાને ખૂબ સ્મૂધલી આગળ વધારી છે અને છેલ્લે છેલ્લે થડકી જઈએ એવા વળાંક પણ આપ્યા છે.

સચિન-જિગરના મ્યુઝિકમાં નીરેન ભટ્ટે યાદગાર ગીતો લખ્યાં છે. કોકોનટ મોશન પિક્ચર્સ અને નિર્માતા રશ્મિન મજિઠિયા નાણાંની કોથળી ખુલ્લી રાખીને ઉત્તરાખંડની વર્જિન કુદરતી બ્યુટિને ગુજરાતી ફિલ્મમાં લઈ આવ્યા છે. ઋષિકેશ, ચોપટા અને કેદારનાથનાં લોકેશન્સ જાણે ફિલ્મ માટે જ બન્યા હોય એવી સહજતાથી વાર્તામાં વણાઈ ગયાં છે. અને એટલી જ સહજતાથી ટૅલન્ટેડ અભિનેત્રી આરોહીએ કેતકી મહેતા ઉર્ફે ‘કેમ’નું પાત્ર ભજવ્યું છે.

ગુજરાતી ફિલ્મો છેલ્લા દાયકામાં સ્ટોરીની બાબતે, ડિરેક્શન અને પ્રોડક્શનની બાબતે અને અભિનયની બાબતે ક્યાંથી ક્યાં પહોંચી ગઈ છે એનો ગ્રાફ આપણી પાસે છે. હવે બસ જરૂર છે આ ફિલ્મોને ગુજરાતી પ્રેક્ષકોની. ગુજરાતી ફિલ્મોને તમારે પેટ્રોનાઈઝિંગ ઍટિટ્યુડથી જોવાની જરૂર નથી. ટિકિટ બુક કરતી વખતે આપણે ગુજરાતી ભાષાને કે ગુજરાતી કલ્ચરને ટકાવી રાખવા કે એને પ્રોત્સાહન આપવા માટે નાણાં ખર્ચી રહ્યા છીએ એવો બિગ બ્રધરવાળો ભાવ લાવીને મહેરબાની કરવાની કોઈ જરૂર નથી. પણ હિંદી સિનેમામાંથી તમને જે નથી મળતું, અને તમને ખબર પણ નથી કે તમારા જીવનમાં શું ખૂટે છે, એ મેળવવા માટે ‘ચાલ, જીવી લઈએ’ જોવા જવાની જરૂર છે. ખૂબ સારી સારી હિન્દી ફિલ્મો તમે જોઈ છે. પણ એ ફિલ્મોમાંથી તમને જે નથી મળતું, ક્યારેય નથી મળવાનું તે તમને ‘ચાલ, જીવી લઈએ’માં મળે છે. સૉર્ટ ઑફ એક મહિનાના ઈટલીના પ્રવાસ દરમ્યાન રોમ, મિલાન, નેપલ્સ, ફ્લોરેન્સ અને વેનિસમાં ફરી ફરીને રોજેરોજ પિત્ઝા, પાસ્તા અને વાઈન ખાઈપીને ધરાઈ ગયા હો ત્યારે ત્યાં રહેતો કોઈ ગુજરાતી તમને જમવામાં માના હાથની દાળઢોકળી સાથે તલનું તેલ, ડબલ મરીના પાપડ અને છાશ પીરસે ત્યારે જે તૃપ્તિ થાય એવો ઓડકાર તમને ‘ચાલ, જીવી લઈએ’ જોઈને આવવાનો છે. આ ‘આપડી’ પર્સનલ ગૅરન્ટી છે. મૂવી જોઈને જો મઝા ન આવી તો પૉપકોર્ન-સમોસા અને કોલ્ડ ડ્રિન્કના ખર્ચા ઉમેરીને ટિકિટના પૈસા મારી પાસેથી પાછા લઈ જજો. મારે હિસાબે ફાઈવમાંથી ફોર સ્ટાર્સ મળે આ ફિલ્મને. ફિલ્મની પાછલી વીસ મિનિટ જો એડિટ કરીને ત્રણ મિનિટની બનાવી દીધી હોત તો પાંચમાંથી પૂરા પાંચ સ્ટાર્સ મળે એવી મજબૂત એની કથા છે, એવું કડક દિગ્દર્શન છે, એવી તેજસ્વી અભિનય કળા છે અને એવું હર્યુંભર્યું પ્રોડક્શન છે.

12 COMMENTS

  1. Aje Movie joyu. Khub saras…mani n shakay ..direction..screenplay..Dialogues..Acting..everything is really good.. we enjoyed …

  2. સૌરભ ભાઈ અમે તમારી સાથે છિયે ગુજરાતી હમેશા રાષ્ટ્રપ્રેમી છે

  3. Saurbhbhai, read few articles together today. If I cannot read one day, next day I have to read what I missed. But, I cannot afford to miss reading them at all. You have such a wonderful way of writing, connecting to us. Your pen is definitely your Most Favoured Mitra (cannot say “dasi”, though), who does take you wherever you want to go so effortlessly. We bathe in the illumination of your writing and get a sense of “wow, wonderful” or, “oh really, what an expose!”. When we read, we feel togetherness with you. Thanks for your writing which are our thoughts shaped out just right, which we cannot do. Our thoughts get life in your words. Thank you, thank you, thank you.

  4. ગઈ કાલે જ જોઈ મુવી….
    બીજી વાર જોવા માં.પણ કઈ વાંધો નથી…

  5. Joyu nathi but article read karya pachi jarur thi jovu padse, ne avi rite j khubaj sari sari Gujrati film banti rahe tevi subbeccha

  6. ખરે ખર પીતા પુત્ર વચ્ચે ઉદભવતી આ બેસ્ટ સ્ટોરી છે.

  7. Wah sir Tamara review read karya pachi to have family saathe jova no plan j banavyo Che and khas ke hi to Siddharth sir ni 1 pan movie miss Nathi karto…I m fan of him….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here