( લાઉડ માઉથ: ‘સંદેશ’, અર્ધ સાપ્તાહિક પૂર્તિ. બુધવાર, 4 ફેબ્રુઆરી 2026)
‘પાંચેય ભાઈઓ વહેંચી લેજો’ એવું કુંતી માતાએ કહ્યું હતું? અને દ્યુતસભામાં દ્રૌપદીએ શું યુધિષ્ઠિરને એવું કહ્યું હતું કે, ‘મને હોડમાં મૂકવાનો તમને કોઈ અધિકાર નથી?’
મગનલાલ માણેકલાલ ઝવેરીએ ૧૯૧૬માં સંશોધન કરીને એક પુસ્તિકા પ્રગટ કરી હતી. આ પુસ્તિકામાં ‘રાજપૂત ગેઝેટ’ નામના એક ઉર્દૂ પત્રના સંપાદક લાલા સુખરામનો કિસ્સો ટાંક્યો છે. ઈટાવાનિવાસી એક મૌલવી મહમદહુસૈન આઝાદે લાલા સુખરામ વિરુદ્ધ લખીને મહેણું માર્યું હતું કે રાજપૂતોની નીતિ અને સભ્યતાનો ખ્યાલ કરવો હોય તો દ્રૌપદી અને પાંડવોનો ઈતિહાસ જોઈ જવો.
લાલાએ મૌલવીને ઓપન ચેલેન્જ કરીને દ્રૌપદી વિશે સંશોધનભર્યો લેખ લખ્યો અને કહ્યું કે આમાંની કોઈપણ વાતનું ખંડન કરીને મને ખોટો પુરવાર કરો તો તમને રૂા. ૫૦૦નું ઈનામ આપીશ. આજ દિવસ સુધી એ ઈનામ લેવા કોઈ આવ્યું નથી.
દ્રૌપદી વિશે કયાં, ક્યારે, કોણે, કેવી રીતે સંશોધનો કર્યાં એની વિગતોમાં ઊંડે ન ઊતરતાં આપણે માત્ર એનાં તારણો પર ધ્યાન આપીએ.
સૌથી પહેલાં તો આર્યોમાં બહુપતિત્વની પ્રથા હતી જ નહીં. બહુપત્નીત્વનો ચાલ જરૂર હતો. પણ એક સ્ત્રી એક કરતાં વધુ પતિ રાખે એવી પ્રથા હિમાચલના કેટલાક પર્વતીય વિસ્તારોના અમુક કસબા સિવાય ક્યાંય નહોતી.

બીજું, ‘મહાભારત’ની રચના વેદ વ્યાસે કરી ત્યારબાદ એમાં અનેક ઉમેરા, સુધારા થયેલા છે તે પુરવાર થયું છે. આ સુધારા-ઉમેરા વિવિધ આશયોથી થયા. જેમાંનો એક આશય વામપંથીઓ દ્વારા ભારત વર્ષની સંસ્કૃતિને ખરડવાનો હતો. આ વામપંથીઓએ પુરાતન ગ્રંથોમાં એવા સુધારા કર્યા જે એમની પોતાની વિચારધારા અનુરૂપ હતા. વામમાર્ગીઓ અનીતિ અને દુરાચારમાં પડ્યા પાથર્યા રહેતા. બ્રહ્મા પોતાની પુત્રી પર આસક્ત થયાથી માંડીને ચંદ્રમાએ પોતાના ગુરુ બૃહસ્પતિની સ્ત્રી સાથે સમાગમ કર્યો જેવા જે કંઈ કિસ્સાઓ પ્રાચીન ગ્રંથોમાં ઉમેરાયેલા જોવા મળે છે તે આ વામમાર્ગીઓની દેણ છે.
આ ઉપરાંત ભગવાન શિવના ચારિત્ર્યની છબિ ખરડવાના આશયથી કૃષ્ણભક્ત વૈષ્ણવોએ પણ પ્રાચીન ગ્રંથોમાં કેટલાક અઘટિત ફેરફારો કર્યા છે. આજે પણ ગામડાંઓમાં કેટલાક વૈષ્ણવો કપડું સીવવાના અર્થમાં ‘સિવાય’ શબ્દ બોલતા નથી. કારણ કે એમાં ‘શિવાય’નો ભાવાર્થ આવે. ‘મહાભારત’ ઘરમાં હોય તો ઝઘડો થાય કે ‘મહાભારત’નું વાચન/પઠન સંપૂર્ણપણે નહીં કરતાં પાછલો ભાગ છોડી દેવાનો આવી માન્યતા ફેલાવવા પાછળનું પણ કારણ એ જ કે પ્રજા સંપૂર્ણ મહાભારતના સૌંદર્યથી વિમુખ થઈ જાય અને માત્ર રસીલી વાતો જ યાદ કરતી રહે.
કુંતી માતાએ ‘પાંચેય વહેંચી લેજો’વાળી વાતના ઉમેરા પછી એક તદ્દન અસભ્ય અને પોર્નોગ્રાફિક પ્રકારનો શ્ર્લોક મહાભારતમાં ઉમેરાયેલો જેનો સાર થાય કે દ્રૌપદી જેવી સુંદર નવયૌવના હવે પોતાને પણ ભોગવવા મળશે એવી લોલૂપ નજરોથી બાકીના ચારેય ભાઈઓ આ સ્ત્રીને જોઈ રહ્યા.
સ્વયંવરમાં અર્જુને દ્રૌપદીની શરતોનું પાલન કર્યું ત્યારે પાંડવો બ્રાહ્મણના વેશમાં હતા. દ્રૌપદી આટલા બધા ક્ષત્રિય ઉમેદવારોને પડતા મૂકીને એક બ્રાહ્મણ સાથે સંસાર માંડશે એ વિચારથી ઉપસ્થિત રાજાઓ સાથે પાંડવોને મારામારી થઈ હતી.
કુંતી માતા જાણતી હતી કે પોતાના પુત્રો સ્વયંવરમાં ગયા છે, ભિક્ષા માગવા નહીં. ભીમ અર્જુન કરતાં વહેલો ઘરે આવી ગયો હતો અને એટલે પણ કુંતી માતાને જાણ હોવાની કે આ ભાઈઓ શું કરીને આવ્યા છે, શા માટે એવું કરીને આવ્યા છે. એટલું જ નહીં પુત્રો ભિક્ષા લઈને આવતા ત્યારે હંમેશાં કુંતી એ ભિક્ષાના બે સરખા ભાગ કરતી અને એક ભાગ ભીમને આપી બાકીના અડધા ભાગમાંથી બાકીના ચાર ભાઈઓ તથા માતા પોતે ભોજન કરતાં. આમ, દીકરાઓ ભિક્ષા લઈને આવ્યા છે એવું માનીને કુંતી માતા કહે કે ‘સરખા ભાગે વહેંચી લેજો’ એ શક્ય જ નથી. મૂળ રચનાકારને બદલે કેટલાક ભાંગફોડિયાઓએ પોતાની કલ્પના લડાવીને દ્રૌપદીને પાંચેય સાથે પરણાવી દેવા આવો તુક્કો લડાવ્યો અને પછી એ તુક્કાને જસ્ટિફાય કરતા શ્ર્લોક ઠેર ઠેર ઘુસાડી દીધા. પણ આવું કરવામાં જ્યાં જ્યાં વિરોધાભાસો ઊભા થયા તે ભૂંસવાનું રહી ગયું અને તેઓ પકડાઈ ગયા.
દ્યુતસભામાં દ્રૌપદી જ્યારે કહે છે કે યુધિષ્ઠિરને કોઈ હક્ક નથી મને દાવ પર લગાડવાનો ત્યારે મૂળ વાત એ હતી કે, ‘ધર્મરાજ, તમે કંઈ મારા પતિ નથી. મારા પર હક્ક એક માત્ર અર્જુનનો છે અને એને એકમાત્રને જ અધિકાર છે, તમને કોઈ અધિકાર નથી મને દાવ પર લગાડવાનો?’
પણ વાતને રંગીન બનાવવાના આશયથી તોડમરોડ એવી થઈ કે સિન્સ યુધિષ્ઠિર પોતે પોતાની જાતને હારી ગયા છે એટલે હવે તેઓ કૌરવોના દાસ થઈ ગયા અને કોઈ દાસ કેવી રીતે કોઈના પર સ્વામિત્વ ભોગવી શકે.
દ્રૌપદી અર્જુનની પત્ની હતી. અર્જુનને દ્રૌપદી ઉપરાંત પણ પત્નીઓ હતી. યુધિષ્ઠિર તથા ભીમને પણ પત્નીઓ હતી તેમ જ નકુળ-સહદેવની પત્નીઓ વિશે પણ મહાભારતના કેટલાક વર્ઝન્સમાં ઉલ્લેખો છે.
વેદ વ્યાસે પાંચ પાંડવો અને સામે કૌરવો તેમ જ વિષ્ટિકાર શ્રીકૃષ્ણની વાર્તા કહેવાનો આશય રાખ્યો અને આ પ્લોટમાં દ્રૌપદી ઉમેરીને સ્ત્રીનો નજરિયો ઉમેર્યો. પાંચેય પાંડવોની પત્નીઓને દ્રૌપદી જેટલા જ વિસ્તારપૂર્વકના સબપ્લૉટ આપી શકાયા હોત પણ વ્યાસજીનો આશય એકતા કપૂરની સાસ-બહુવાળી સિરિયલ લખવાનો નહોતો. તેઓ તત્કાલીન સમાજ-રાજ્ય વ્યવસ્થા તથા કૌટુંબિક મનોભાવનાઓનાં ઓજારો વડે જીવનને જીવવાની ટિપ્સ પ્રજા સુધી પહોંચાડવા માગતા હતા. એ વિના શું તેઓ મહાભારતનાં બે ઉત્તમ અંગસમા વિદુરનીતિ તેમ જ ભગવદ્ ગીતાનું સર્જન કરે?
વિદુરનીતિ વિશે લખી ચૂક્યો છું અને ભગવદ્ ગીતા વિશે પણ એટલે મહાભારતની રામાયણ આપણે અહીં જ પૂરી કરીએ.
સાયલન્સ પ્લીઝ!
મુદ્દા યે નહીં કિ દાલ મહંગી હૈ સાહબ,
દર્દ યે હૈ કિ, કિસી કી ગલ નહીં રહી!
-અજ્ઞાત
• • •
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ
મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.
‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.
જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.
દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.
‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.
‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.
આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)
તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:
BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis
Net Banking / NEFT / RTGS-
Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings
A/c No. : 33520100000251
IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)
Branch Pin Code : 400076
તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.
આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.
તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.
જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.
સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).
• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો












