ખોવાઈ ગયેલું એકાંત કેવી રીતે પાછું આવે – સૌરભ શાહ

( તડકભડક: ‘સંદેશ’, ‘સંસ્કાર’ પૂર્તિ, રવિવાર, 20 જુલાઈ 2025 )

તમારી આસપાસ બધા જ મનગમતા લોકો હોય તો પણ ક્યારેક તમને એ બધાથી દૂર, થોડા દિવસ માટે સાવ એકલા રહેવા જવાનું મન થાય છે?

તમે રિક્શામાં કે ટૅક્સીમાં બેઠા હો અને શાંત ચિત્તે કશુંક વિચારી લેવાનું આયોજન કરતા હો ત્યાં અચાનક ડ્રાઈવર એફ. એમ. ચાલુ કરીને તમને વેરવિખેર કરી નાખે તો એની ગાડી હોવા છતાં પોલાઈટલી એને અવાજ બંધ કરી દેવાનું કહેવાનો હક્ક ખરો તમને?

તમે ઘરમાં તમારી માટે દુર્લભ એવી શાંતિની પળો માણી રહ્યા હો ત્યારે ફોનની રિંગ વાગે તો મિસ્ડ કૉલ થવા દઈને ફોન કરનારી વ્યક્તિને તત્પૂરતી ટાળવાનું સૂઝે ખરું?

તમે શહેરની ભીડભાડથી બચવા હિલ સ્ટેશન પર ગયા હો અને અચાનક કોઈ પરિચિત કુટુંબ મળી જાય અને કહે, ‘ચાલો, સારું થયું. કાલથી સાથે જ ફરીશું. એકલા એકલા કંટાળી ગયા હતા.’ ત્યારે એ પરિચિતોને એટલું કહેવાનો તમને હક્ક ખરો કે નહીં કે: માફ કરજો હું મારા નિર્ધારિત પ્લાન મુજબ જ અહીં રહેવા માગું છું.

પ્રાઈવસીની કન્સેપ્ટ ભારત માટે નવી નથી. ઋષિમુનિઓના જમાનામાં એકાન્તસાધના થતી હતી અને એમને રાક્ષસો કે દાનવો સિવાય કોઈ ખલેલ પહોંચાડતું નહોતું. સમાજ વિશાળ થતો ગયો, નગરો મહાનગરોમાં પલટાવા માંડ્યાં અને માણસનું અંગત, એનું એકાન્ત ખોવાઈ ગયું. પછી સતત કોલાહલ અને ભીડ વચ્ચે રહેવાની ટેવ પડી ગઈ. તમે એવા કેટલાય માણસો જોયા હશે કે જેઓ ઘરમાં એકલા પડે કે તરત, જોવું હોય કે ન જોવું હોય, ટીવી ખોલીને બેસી જાય.

એકાન્ત એ દુર્લભ ચીજ છે અને એને માણવાનું હોય એ વાત બહુ ઓછા લોકો સમજે છે. નાતાલના દિવસોમાં ખ્રિસ્તીઓની સૌથી બિરદાવવા જેવી વાત એ લાગે કે તેઓ સમૂહમાં ભેગા મળીને ઘોંઘાટભર્યો જલસો કરી શકે; સાથોસાથ એટલા જ મોટા સમુદાયમાં ભેગા થઈને દરેકનું એકાન્ત જળવાય એ રીતે શાંત-ધીરા સંગીતમાં બૉલ ડાન્સ પણ કરી શકે. ચર્ચની તો વાત જ જુદી. સેંકડો ખ્રિસ્તીઓ ભેગા થયા હોય છતાં એ ભીડ શિસ્તબદ્ધ હોય અને દરેક વ્યક્તિ સ્વસ્થતાપૂર્વક ઊભા રહીને કે બૅન્ચ પર બેસીને ઈશ્ર્વરનું સ્મરણ કરી શકે. આની સામે કેટલાંક મંદિર જુઓ, દસ સેકન્ડ પણ કોઈના ધક્કા ખાધા વિના તમે ઈશ્ર્વરમાં મન પરોવી શકો નહીં.

વચ્ચે એક મિત્ર સાથે કોઈ મંદિરનાં દર્શનની ભીડની વાત થતી હતી. તેઓ ત્યાં નિયમિત જાય છે. મેં એમને સૂચવ્યું કે નેક્સ્ટ ટાઈમ ત્યાં જતાં – આવતાં નજીકમાં જ એક જગ્યા છે ત્યાં જજો. ખૂબ રળિયામણી તીર્થભૂમિ છે. એ મંદિરનું સ્થાપત્ય તો માણવા જેવું છે જ ઉપરાંત ત્યાં પહોંચીને એના વિશાળ પરિસરમાં પર્વતની તળેટીની શાંતિનો જે અનુભવ થાય છે તે એક લહાવો છે. મિત્ર કહે કે: એક વખત અમે લોકો ત્યાં ગયા હતા પણ ત્યાં બહુ એકલું એકલું લાગે, એવી શાંતિમાં મઝા ન આવે!

મહાનગરના ઘોંઘાટની મઝાથી ટેવાઈ ગયા પછી કેટલાક લોકો શાંતિને જીરવી શકતા નથી. તેઓ સતત તાણગ્રસ્ત રહે, એમની પણછ હંમેશાં તંગ રહે, તો જ એમને લાગે કે પોતે મહાનગરના ધોરણ મુજબનું જીવી રહ્યા છે. વ્યક્તિની પ્રાઈવસી છીનવી લેવા સમાજ હંમેશાં તત્પર હોય છે. લગ્ન આનું સૌથી મોટું ઉદાહરણ છે. જે બે વ્યક્તિ પરણી રહી હોય એમની અંગતતાને કોઈ પૂછતું નથી. લગ્નની આખીય વિધિ દરમ્યાન, વરઘોડાથી માંડીને કન્યા વિદાય સુધીની વિધિ દરમ્યાન, ઘણી બધી ક્ષણો એવી આવે છે જ્યારે એ બે વ્યક્તિઓને આજુબાજુનું ધમાલભર્યું વાતાવરણ ભૂલીને એ ક્ષણોની ગંભીરતા વિશે વિચારવાની તક મળવી જોઈએ. પણ એવું વાતાવરણ વરકન્યાને કોઈ આપી શકતું નથી. પ્રાઈવસીનો મતલબ અહીં ફિઝિકલ એકાન્ત એવો નથી. એ તો એમને મળવાનું જ છે રાત્રે, અને એ પછીની ઘણી બધી રાત્રિઓએ. માનસિક એકાન્તની વાત છે.

કુટુંબમાં પણ પરિવારના સભ્યોની પ્રાઈવસીની આમન્યા જાળવવાનો રિવાજ બહુ ઓછી જગ્યાએ જોવા મળે. નાનું બાળક આનંદમગ્ન થઈને એકલું રમતું હોય તો પપ્પા-મમ્મી પૂછશે: આવ બેટા, એકલો એકલો કેમ રમે છે? અને પછી બાળકની સાથે રમવા લાગશે, એમ વિચારીને કે બિચારું એકલું રમતું હતું. તમારી સૌથી નજીકની વ્યક્તિ ક્યારેક એકલી બેઠી હોય ત્યારે ક્યારેય પૂછતા નહીં કે શું વિચારતા હતા? એમને પોતાનું એકાન્ત સાચવી રાખવાનો હક્ક છે. શક્ય છે કે એ વ્યક્તિ તમારી અણગમતી બાજુઓ વિશે વિચારતી હોય કે પછી તમારા પર બહુ બધું વહાલ કેવી રીતે વરસાવી દેવું એનું પ્લાનિંગ કરતી હોય. તમારે શું કામ પરાણે એના વિચારો જાણવાની કોશિશ કરવી જોઈએ?

એક ફૅન્ટસી છે: બીજાના વિચારો જાણવાની શક્તિ ભગવાન તમને આપે તો?

દરેક જણ એમ જ કહેશે કે ભગવાન એવી શક્તિ માત્ર મને જ આપો.

પાન બનારસવાલા

મહિલાઓને ફાયર બ્રિગેડમાં નોકરી નથી મળતી કારણ કે બંબાવાળાનું કામ છે આગ ઓલવવાનું.

-અજ્ઞાત

• • •

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ

મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.

‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.

જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.

દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.

આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)

તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:

BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis

Net Banking / NEFT / RTGS-

Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings

A/c No. : 33520100000251

IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)

Branch Pin Code : 400076

તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.

આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.

તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.

જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.

સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).

HiSaurabhShah@gmail.com

Twitter.com/hisaurabhshah

Facebook.com/saurabh.a.shah

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here