કોકિલાબહેન અંબાણીએ ‘મહારાજ’ નાટક જોઈને શું કહ્યું : સૌરભ શાહ

( ગુડ મૉર્નિંગ : ન્યુઝપ્રેમી ડૉટ કૉમ, બુધવાર, 19 જૂન 2024 )

‘કોકિલાબહેન અંબાણી આવ્યાં છે.’

મારી ‘મહારાજ’ નવલકથા પુસ્તકરૂપે પ્રગટ થઈ ચૂકી હતી અને એના પરથી મુંબઈમાં એ જ નામનું નાટક ચાલી રહ્યું હતું. ૨૦૧૪ની વાત. પાંચમો-છઠ્ઠો શો હતો. નાટક શરૂ થતાં પહેલાં કોઈએ આવીને મને કોકિલાબહેનના આગમન વિશે કહ્યું. હું વિચારમાં પડી ગયો. કોકિલાબહેન અંબાણી નાથદ્વારા ટેમ્પલ બોર્ડના વાઇસ-પ્રેસિડન્ટ છે. એ આ નાટક જોવા આવ્યા? મનમાં થયું કે ભલે જુએ, એમાં શું?

ઈન્ટરવલમાં મને કહેણ આવ્યું : ‘કોકિલાબહેન નાટકના લેખકને મળવા માગે છે.’

હું ગયો એમની પાસે. પહેલી જ વખત એમને મળતો હતો. એમની સાથે જે વાતો થઈ એમાંની બેત્રણ વાતોમાંની એક એ હતી કે ધીરુભાઈએ એમને જ્યારે નાથદ્વારા ટેમ્પલ બોર્ડના એક ટ્રસ્ટી તરીકે મૂક્યા (વાઈસ પ્રેસિડન્ટ ઘણાં વર્ષો પછી બન્યા) ત્યારે ધીરુભાઈએ એક સૂચના સ્પષ્ટ આપી હતી : ભગવાન સિવાય કોઈના પણ ચરણસ્પર્શ કરવાના નહીં. અને બીજી એક સલાહ પણ ધીરુભાઈએ કોકિલાબહેનને આપી હતી : લક્ષ્મીને ક્યારેય કોઈ મનુષ્યદેહધારીનાં ચરણમાં નહીં મૂકવાની (અર્થાત્ ભેટ ચડાવવી હોય તો હાથોહાથ કે અન્ય કોઈ માધ્મયથી ધરાવવી). બીજી થોડીક વાતો થઈ.

નાટક પૂરું થયા પછી કોકિલાબહેન બૅકસ્ટેજમાં આવ્યાં. નાટક લખવા બદલ મારાં ખૂબ વખાણ કર્યાં. અમારા દિગ્દર્શક વિપુલ મહેતા અને નિર્માતાઓ કૌસ્તુભ ત્રિવેદી અને સંજય ગોરડિયાને આ સાહસ કરવા બદલ અભિનંદન આપ્યાં. મહારાજનો રોલ કરતા ગુજરાતી નાટ્યજગતના સશક્ત અભિનેતા અભય હરપળેને તથા કરસનદાસ મૂળજીનો—હીરોનો, રોલ કરતા મલ્હાર ઠાકરનાં પણ વખાણ કર્યા. (2014 પછી મલ્હાર ઠાકર ગુજરાતી ફિલ્મોના સુપર સ્ટાર બની ગયા છે. ઘણા સારા અભિનેતા છે). નાટકની સમગ્ર ટીમને વધાઈ આપ્યા પછી વિદાય લેતી વખતે કોકિલાબહેને કહ્યું કે હું મારી પુત્રવધુને લઈને ફરી આ નાટક જોવા આવીશ.

અમને લાગ્યું કે નાટકનાં વખાણ કરવાની આ એક રીત છે. પણ બીજા પાંચ-છ શો પછી, નાટકના દસમા-બારમા શોમાં કોકિલાબહેન ફરી ‘મહારાજ’ જોવા આવ્યાં – આ વખતે એમની સાથે એમના પુત્રવધુ ટીનાબહેન અંબાણી હતાં. સાસુવહુએ મનભરીને નાટક માણ્યું.

ઇન્ટરવલમાં હું એમને મળવા ગયો. કોકિલાબહેન તો હવે મને ઓળખતા હતા. એમણે પોતાની પુત્રવધુની ઓળખાણ કરાવી. મેં એમને નમસ્કાર કરીને કહ્યું, ‘હું તો તમને નિવૃત્તિ મુનીમ તરીકે જાણું છું!’

ટીના મુનિમના નામે હિંદી ફિલ્મોમાં અભિનેત્રી તરીકે જાણીતાં થયાં તે પહેલાં તેઓ નિવૃત્તિ મુનિમ હતાં. અમે એક જ સ્કૂલમાં ભણતાં – મુંબઈમાં ખાર વિસ્તારની પ્યુપિલ્સ ઓન સ્કૂલમાં. તેઓ શાળાની નજીક જ રહેતાં. મારા કરતાં બેએક ધોરણ આગળ હતાં.

‘મહારાજ’ નવલકથા પરથી બનેલી હિંદી ફિલ્મ જોયા વિના દેશભરમાં જે વિવાદ ઊભો કરવામાં આવી રહ્યો છે તે સમયમાં મને સાહજિક રીતે એક દસકા પહેલાંના ‘મહારાજ’ નાટકના એ દિવસો યાદ આવી ગયા.

‘મહારાજ’ નવલકથાનો પૂર્વાર્ધ, ફર્સ્ટ હાફ 1997માં લખાયો. અમદાવાદથી ‘નેટવર્ક’ નામનું સરસ સાપ્તાહિક નવું નવું શરૂ થયું હતું. એમાં મેં ‘મહારાજ’ ધારાવાહિક સ્વરૂપે લખવાની શરૂઆત કરી. પ્રથમ પ્રકરણની સાથે એક પ્રસ્તાવના, નવલકથાની ભૂમિકા જેવી વાતો, લખી. ‘મહારાજ’ પુસ્તકમાં પણ ‘લેખકની જુબાની’માં એ વાત વણી લીધી છે. અને ‘મહારાજ’ ફિલ્મમાં પણ કરસનદાસ મૂળજીના મોઢે એ વાત ડાયલોગરૂપે સંક્ષિપ્તમાં મૂકાઈ છે.

કઈ વાત?

આ વાત.

મારો જન્મ વૈષ્ણવ વણિક કુટુંબમાં થયો છે. શ્રીનાથજી મારા ઈષ્ટદેવ છે. જન્મે હું વૈશ્ય છું. અને મા સરસ્વતીના આશીર્વાદથી દાયકાઓથી લેખનકાર્ય કરીને આજીવિકા રળું છું એટલે કર્મે હું બ્રાહ્મણ છું. અને સ્વભાવે હું ક્ષત્રિય છું. મારી કલમને તલવાર બની જતાં મારા મિત્રોએ-મારા વાચકોએ અનેકવાર જોઈ છે. પણ મારું ધ્યેય શુદ્ર બનવાનું છે. મારામાં, મારા સમાજમાં, મારા ધર્મમાં, મારા દેશમાં – દુનિયામાં જ્યાં જ્યાં સફાઈ કરવાની જરૂર હોય ત્યાં હું સાફસૂફી કરતો રહું એવા આશીર્વાદ ભગવાન પાસે સતત માગતો રહું છું. ‘મહારાજ’ નવલકથાનું લેખન મારું આવું જ એક કાર્ય છે.

શું ‘મહારાજ’ હિંદુ ધર્મવિરોધી છે ? સનાતન વિરોધી છે ? વૈષ્ણવ સંપ્રદાયવિરોધી છે ? ના. ના. ના. પણ આનો સ્પષ્ટ જવાબ તમને તો જ જાણવા મળે જો તમે ‘મહારાજ’ નવલકથા વાંચી હોય. નવલકથામાં કવિ નર્મદાશંકર લાલશંકર દવેનું ચરિત્ર ખૂબ સરસ રીતે ઉપસાવવામાં આવ્યું છે. કવિ નર્મદ અને કરસનદાસ મૂળજી એકમેકના સમકાલીન. બેઉ લગભગ સરખી ઉંમરના મિત્રો. કરસનદાસ વરસેક મોટા. 25 જુલાઈ 1832ના રોજ જન્મ. નર્મદનો જન્મ 24 ઑગસ્ટ 1833ના રોજ. નર્મદ પણ પત્રકાર. ‘ડાંડિયો’ નામનું સામયિક શરૂ કરેલું —1864 માં, જે ત્રણચાર વખત બંધ પડ્યું અને ફરી શરૂ થયું, છેવટે સંકેલી લેવું પડેલું. એ પહેલાં કરસનદાસે 1855 માં પોતાનું સામયિક ‘સત્યપ્રકાશ’ શરૂ કરી દીધું હતું. નર્મદ એમાં પણ લખે. એ અગાઉ બંને મિત્રો દાદાભાઈ નવરોજીના ‘રાસ્ત ગોફ્તાર’માં લખતા.

જદુનાથ મહારાજના કન્યા કેળવણીનાં અને અન્ય સામાજિક પ્રવૃત્તિઓનાં કામથી કરસનદાસ ખૂબ પ્રભાવિત. નર્મદે જદુનાથનાં કુકર્મો વિશે કરસનદાસનું ધ્યાન દોર્યું. 1860ના ઑક્ટોબરમાં કરસનદાસે એ વિશે વિગતે ‘સત્યપ્રકાશ’માં લખ્યું. જદુનાથે આ લેખોના પ્રકાશન પછી રૂપિયા પચાસ હજારનો બદનક્ષીનો દાવો માંડ્યો. નર્મદે આ કેસમાં એક અગત્યના સાક્ષી તરીકે અદાલતના કઠેડામાં ઊભા રહીને કરસનદાસની તરફેણમાં, જદુનાથની વિરુદ્ધમાં ખૂબ સુંદર જુબાની આપી.

નર્મદે જદુનાથને પડકારતા અને એમને શાસ્ત્રાર્થ માટે આમંત્રણ આપતા ઘણા પત્રો લખ્યા. મુંબઈમાં એક ખીચોખીચ સભામાં બંને વચ્ચે શાસ્ત્રાર્થ થયો જેનું રિપોર્ટિંગ કરસનદાસે ‘સત્યપ્રકાશ’ માટે કર્યું. આ બધી રસપ્રદ વિગતો તમને ‘મહારાજ’ નવલકથામાં જ વાંચવા મળશે.

મુંબઈની સુપ્રીમ કોર્ટે જદુનાથ મહારાજે દાખલ કરેલા કેસમાં કરસનદાસ તરફી ચુકાદો આપ્યો.

શું મહારાજ લાયબલ કેસમાં પહેલેથી છેલ્લે સુધી કરસનદાસ મૂળજીની સાથે રહેનાર કવિ નર્મદ હિંદુવિરોધી હતો? સનાતનદ્રોહી હતો? વૈષ્ણવ સંપ્રદાયનો વિરોધી હતો?

24 ઑગસ્ટએટલે નર્મદની જન્મજયંતિ. ગુજરાતના અને દુનિયાભરના ગુજરાતીઓ આ પ્રસંગને દાયકાઓથી સત્તાવાર માતૃભાષા ગુજરાતી દિવસ તરીકે ઉજવે છે. શું આપણે ગુજરાતીઓ એટલા બેવકૂફ છીએ કે કોઈ હિંદુવિરોધી, સનાતનદ્વેષી, વૈષ્ણવ સંપ્રદાયવિરોધીના જન્મદિવસને આટલું મોટું બહુમાન આપીએ?

વિચારજો અને નક્કી કરજો. તમને જવાબ મળી જશે.

‘મહારાજ’ ફિલ્મની રિલીઝ નિમિત્તે કેટલાક લોકો ‘મહારાજ’ નવલકથા વિરુદ્ધ જે અપપ્રચાર ચલાવી રહ્યા છે તે સૌને શ્રીજીબાવા સદ્ બુદ્ધિ આપે એવી પ્રાર્થના. ‘મહારાજ’ને અને મને મનોમન તેમ જ પ્રગટ-અપ્રગટપણે સમર્થન આપનારા તમામ શુભેચ્છકોની શ્રીજીબાવા સહાય કરે.

• • •

( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi.comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર ⁨090040 99112⁩ પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)

• • •

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ

મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.

‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.

જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.

દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.

આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)

તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:

BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis

Net Banking / NEFT / RTGS-

Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings

A/c No. : 33520100000251

IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)

Branch Pin Code : 400076

તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.

આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.

તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.

જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.

સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).

HiSaurabhShah@gmail.com

Twitter.com/hisaurabhshah

Facebook.com/saurabh.a.shah

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

3 COMMENTS

  1. જે લેખક સનાતન ધર્મ વિરોધી ટિપ્પણી સંતો વિરુધ્ધ ટિપ્પણી કરીને ફેમશ થવાના પ્રયત્નો કરે છે એ લેખક સમસ્ત હિન્દુ નો દુશ્મન છે

  2. Vat to taddan Sachi chhe.ava sada bija Dharmo ma pan chhe.to sha mate temne pan janta ni Adalat ma ubha karwama avta nathi? church na Fathers pan ava j vyavsay ma ek ya biji rite lipt hata ane chee.

  3. Dukhad aschayra Thai chhe, tyare pan vaishno blind hata,aje pan chhe,thodak maharaj ni doravani thi oppose kare chhe

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here