મૈત્રી તમારું ભોજનગૃહ, મિત્રો તમારું તાપણું : સૌરભ શાહ

( ‘લાઉડમાઉથ’, સંદેશ, અર્ધ સાપ્તાહિક પૂર્તિ : બુધવાર, ૧૩ નવેમ્બર ૨૦૨૪)

ક્યારેક ટાઈમ મળે તો ખલિલ જિબ્રાનને વાંચજો. મારી પાસે એના કમ્પ્લીટ વર્ક્સનું દળદાર વૉલ્યુમ છે પણ મારી જે ફેવિરટ બુક છે તે છે ‘વિદાય વેળાએ’ જેમાં ખલિલ જિબ્રાનની વિશ્વપ્રસિદ્ધ કૃતિ ‘ધ પ્રોફેટ’નો કિશોરલાલ ઘ. મશરૂવાળાએ અનુવાદ કર્યો છે.

જિબ્રાન અરેબિક અને અંગ્રેજી બેઉમાં લખતા. ‘ધ પ્રોફેટ’માં જીવનનાં વિવિધ પાસાં વિશે ખલિલ જિબ્રાને તદ્દન મૌલિક એવી ઘણી બધી વાતો લખી છે.

લગ્ન વિશે એ કહે છે કે ‘પરમેશ્વરની શાંત સ્મૃતિમાંયે તમે સાથે જ રહેશો’ અર્થાત આજીવન એકમેકનો સાથ નિભાવજો પણ ‘તોયે, તમારા સહ-વાસમાં ગાળા પાડજો’ અર્થાત સાથે રહેતાં હો ત્યારે એકબીજાને સ્પેસ આપજો. કેટલા સરસ શબ્દોમાં અભિવ્યક્તિ કરી છે : ‘જેમ વીણાના તારો એક જ સંગીતથી કંપતાં છતાં પ્રત્યેક (તાર) છૂટો જ રહે છે, તેમ.’

પતિ-પત્ની કે પ્રેમી-પ્રેમિકા કે ગર્લફ્રેન્ડ-બૉયફ્રેન્ડમાં બેઉને પોતપોતાનું આખું અસ્તિત્વ હોવાનું. કોઈ એકબીજા માટે પોતાના આગવાપણાનો ભોગ આપવાની જરૂર નથી હોતી. એકબીજાની સહાયથી બંનેએ પોતપોતાના આગવાપણાને આગળ વધારવાનું, વિકસાવવાનું હોય અને જાળવી રાખવાનું હોય.

સંતાનો વિશે જિબ્રાન કહે છે : ‘તમે એમને તમારો પ્રેમ ભલે આપો પણ તમારી કલ્પનાઓ નહીં.’

Screenshot

ખલિલ જિબ્રાન ભારે સ્વતંત્ર્યવાદી વિચારક છે. મા-બાપ આદર્શ પેરન્ટિંગ કરવાની લાહ્યમાં પોતે જે સપનાંઓ સાકાર નથી કરી શક્યા તેને પોતાના સંતાન દ્વારા સાકાર થતાં જોવા માગે છે. હું તો ડૉક્ટર નહીં થઈ શક્યો, તને હું ડૉક્ટર બનાવીશ. અરે પણ, તમારા છોકરાને સરકસના જોકર બનવું છે. તો બનવા દો એને. એનું સપનું, એની કલ્પના તમારાં કરતાં જુદાં છે કારણ કે એ તમારું બાળક છે તે હકીકત હોવા છતાં તમારે સ્વીકારવાનું છે કે એનું અસ્તિત્વ અલગ છે, એની પર્સનાલિટી અલગ છે, એના જન્મ પછી તમે તરછોડી દીધું હોત તોય એણે પોતાની રીતે જિંદગી બનાવી લીધી હોત. ભગવાને પૃથ્વી પર જન્મ લેનારી દરેક વ્યક્તિમાં ઈનબિલ્ટ એવી શક્તિ મૂકી જ છે. એટલે ઓવર પઝેસિવ થઈને તમારાં સંતાનની જિંદગીમાં દખલગીરી કરવાની ટેવ છોડી દો હવે.

લેબેનોનમાં 1883ની સાલમાં જન્મેલા ખલિલની માતા એક પાદરીની પુત્રી હતી. પિતા આ માતાનો ત્રીજો પતિ હતો. કુટુંબ ગરીબ, પદ્ધતિસરનું શિક્ષણ ન મળ્યું પણ પાદરીઓ પાસેથી બાઈબલનું અને અરબી ભાષાનું જ્ઞાન મળ્યું. બાપ જુગારી, આર્થિક ગરબડગોટાળાને કારણે જેલમાં જઈ આવેલો. મા દીકરાને લઈને 1895માં પોતાના ભાઈને ત્યાં અમેરિકા જતી રહી. અહીં એને ભણવાની તક મળી. ભણીને બૈરુત પાછો આવ્યો.

થોડા વર્ષો રહીને ફરી પાછો બોસ્ટન ગયો. વચ્ચે પેરિસમાં ચિત્રકળાનું ભણવા ગયો. ત્યાં એના કરતાં દસ વર્ષ મોટી મેરી એલિઝાબેથ નામની શ્રીમંત નારી સાથે મૈત્રી થઈ. આખી જિંદગી બેઉ મિત્રો બનીને રહ્યાં, પ્રેમી બનીને રહ્યાં. મેરીનાં લગ્ન પછી પણ એ જિબ્રાનને ચાહતી રહી અને એનો આર્થિક ટેકો બનીને રહી.

48 વર્ષની ઉંમરે લીવરના સિરોસિસ તથા ટીબીને લીધે જિબ્રાનનું મૃત્યુ થયું.

મિત્રતા વિશે એ કહે છે કે, ‘તમારો મિત્ર એટલે તમારી જરૂરિયાતોની પ્રાપ્તિ… એ તમારું ક્ષેત્ર (ખેતર) છે જેમાં તમે પ્રેમથી વાવો છો અને કૃતજ્ઞતાથી લણો છો. અને એ તમારું ભોજનગૃહ અને તમારું તાપણું છે કેમ કે તમે એની પાસે ભૂખ ભાંગવા આવો છો અને એની પાસે હૂંફને શોધો છો.’

મિત્રતા વિશે જિબ્રાન આગળ કહે છે કે : ‘જ્યારે તમારો મિત્ર પોતાનું મન તમારી આગળ ખુલ્લું કરે છે ત્યારે તમારા મનમાં આવેલા નકારથી તમને બીક લાગતી નથી, અને તમારો ‘હકાર કહેતાં અચકાતા નથી. અને જ્યારે એ મૂંગો બેઠો હોય છે, ત્યારે તમારું હૃદય તેના હૃદયને સાંભળતું અટકતું નથી.’

ખલિલ જિબ્રાન આગળ કહે છે :

‘માગે ત્યારે આપવું એ સારું તો છે, પણ વગર માગ્યે, મનથી જાણી જઈને આપવું એ વધારે સારું છે, અને જે હાથનો છૂટો છે તેને તો દાન આપવાના આનંદ કરતાં દાનનો લેનારો મળે એ જ વસ્તુ વધારે આનંદ ઉપજાવે છે. …. તમે ઘણી વાર કહો છો, હું આપું ખરો પણ માત્ર પાત્રને જ. તમારી વાડીનાં વૃક્ષો એમ કહેતાં નથી, નથી કહેતાં એમ તમારા નેસમાંનાં ઘેટાં… અને એવા તે તમે કોણ મોટા છો? જે લોકો તમારી આગળ આવી પોતાની છાતી ખુલ્લી કરે અને પોતાના સ્વાભિમાન પરનો પડદો ખસેડી લે, કે જેથી તમે તેમની પાત્રતાને નવસ્ત્રી અને તેમના અભિમાનને નિર્લજ્જ સ્થિતિમાં જોઈ શકો?’

જેની પાસે ધન છે તેમને અને જેઓ નિર્ધન છે તેમને પણ, ખલિલ જિબ્રાને દાનનો મહિમા સમજાવીને પૈસાનું મહત્ત્વ જીવનમાં કેટલું છે અને કેટલું નથી એ વાત ઘણી સરળતાથી સમજાવી દીધી.

શારીરિક શ્રમનો મહિમા ખલિલ જિબ્રાને આ રીતે સમજાવ્યો છે : શ્રમ એ શાપ છે અને મજૂરી મંદભાગ્ય છે, એવું તમને સદા શીખવવામાં આવે છે. પણ હું કહું છું કે જ્યારે તમે શ્રમ કરો છો ત્યારે તમે પૃથ્વીમાતાની ઊંડી ઊંડી આશાને સફળ કરો છો, જે આશા એણે તમારી પાસેથી આદિથી જ (જગતની શરૂઆતથી જ) રાખેલી હતી.

પરસેવો પાડીને થતી મહેનતનું મહત્ત્વ ઘટતું જાય છે. સૌ કોઈને એસી કેબિનમાં બેસીને બૌદ્ધિક કામ કરવું છે. બીજાની પાસે પરસેવો પડાવીને એનું ફળ પોતાને જોઈએ છે અને એવું કરનારો જ આજની તારીખે સ્માર્ટ ગણાય. આવા વખતમાં ખલિલ જિબ્રાનને સાંભળો : શ્રમ એટલે પ્રેમનું સાકાર સ્વરૂપ. પણ જો તમે પ્રેમથી શ્રમ ન કરી શકતા હો, તો તો બહેતર છે કે તમે તમારું કામ છોડી દઈ, મંદિરનાં પગથિયાં પર બેસી, હર્ષપૂર્વક મહેનત કરનારાઓ પાસેથી ભીખને સ્વીકારી લો. કેમ કે, જો તમે બેદરકારીથી રોટલી શેકશો, તો તે કડવી થશે ને મનુષ્યની ભૂખને અડધી જ ભાંગશે.

દુઃખ વિશેની વાત કરતી વખતે ખલિલ જિબ્રાને કહેલું આ એક સાદું વાક્ય તમને કલાકો સુધી વિચારવા માટે મજબૂર કરે છે : તમારું ઘણું દુઃખ જાતે વહોરેલું હોય છે.

જિબ્રાનની આ વાત વિશે સહેજ અટકીને વિચારશો તો ખબર પડશે કે દુઃખની મોટા ભાગની પરિસ્થિતિઓ વાસ્તવિક કરતાં વધુ કાલ્પનિક જ હોય છે. કલ્પના કરીને વહોરી લીધેલા દુઃખને શાંત કરવા માટે કલ્પના કરીને સુખની સૃષ્ટિ સર્જવી પડે. જો તમે વિચારોમાં ઘસડાઈ જઈને તમારા માટે દુઃખની દુનિયા સર્જી શકતા હો તો એનો અર્થ એ થયો કે વિચારોની સૃષ્ટિ સર્જીને તમે સુખી પણ થઈ શકો છો.

આપણી અંદર રહેલી શક્તિઓને ઓળખ્યા વિના આપણે બહારથી પ્રેરણા મેળવીને ઉત્કર્ષ સાધવાનાં ફાંફાં મારીએ છીએ. આપણને ખબર જ નથી કે આપણી અંદર કેટલો મોટો મૂલ્યવાન ખજાનો રહેલો છો. ખલિલ જિબ્રાન આ ખજાના વિશે ઈશારો કરીને તમારાથી વિદાય લે છે અને જતાં જતાં કહે છે : ‘તમારી અંદર જે અત્યંત નબળું અને બાવરું જણાય છે તે જ સૌથી બળવાન અને દૃઢનિશ્ચયી છે.’

આવું કહીને જિબ્રાન જતાવવા માગે છે કે તમારી આસપાસના તમામ ઘોંઘાટને જો શાંત થવા દેશો તો જ તમે તમારાં સ્વપ્નોનો ગણગણાટ સાંભળી શકશો, સર્વાઈવલનો ઘોંઘાટ એટલો બધો છે કે આપણે કયા હેતુસર આ પૃથ્વી પર આવ્યા છીએ એ સપનાંઓનો ગણગણાટ સાંભળી શકતા નથી. ખલીલ જિબ્રાનના શબ્દોનું વાંચન તમારા માટે આ જ કામ કરે છે : ઘોંઘાટને ફેડ આઉટ કરીને ગણગણાટને ફેડઈન કરવાનું.

સાયલન્સ પ્લીઝ

જેણે સહન કર્યું હોય તે જ તાકતવર બને. ભવ્ય વ્યક્તિત્વ જેમનાં છે એમની અંદર અનેક ઉઝરડા હોવાના.

–ખલિલ જિબ્રાન

• • •

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ

મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.

‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.

જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.

દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.

આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)

તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:

BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis

Net Banking / NEFT / RTGS-

Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings

A/c No. : 33520100000251

IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)

Branch Pin Code : 400076

તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.

આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.

તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.

જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.

સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).

HiSaurabhShah@gmail.com

Twitter.com/hisaurabhshah

Facebook.com/saurabh.a.shah

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here