બદલાતી ઋતુઓ અને બારમાસી લોકો: સૌરભ શાહ

( તડકભડક: ‘સંદેશ’, ‘સંસ્કાર’ પૂર્તિ, રવિવાર, 7 ડિસેમ્બર 2025 )

કારતક પૂરો અને માગસર પણ અડધો ગયો. પોષ આવશે. બસ થોડા જ દિવસમાં ઠંડી શરૂ થશે. ગરમીથી છુટકારો. બફારો ગાયબ. અને ઠંડક.

ધોધમાર વરસાદમાં મસાલાવાળી ચા અને ગરમાગરમ ભજીયા ખાધાં. હાફૂસની સીઝન તો ક્યારે આવી ને ક્યારે પૂરી થઈ ગઈ એની ખબર જ ન પડી.

દિવસમાં ત્રણ વાર નાહ્યા પછી પણ કલાકમાં જ પરેસેવે રેબઝેબ થઈ જવાની મોસમ હવે પૂરી થઈ જવાની. પહેલા વરસાદમાં શૉર્ટ્સ પહેરીને અને વિન્ડચીટર લઈને રખડવા નીકળી પડવાનું. ઝરમરમાંથી ધોધમાર થઈ જાય તો ઝાડ નીચે ઊભા રહીને માથે પડતાં જાંબુ જેવડાં ટીપાં ઝીલવાનાં. ચાન્સ મળે તો મરીન ડ્રાઈવ ઊપડી જવાનું. મલ્ટી સ્ટોરીડ બિલ્ડિંગ જેવડાં મોજાં સમુદ્રમાંથી ઉછળીને પાળી પર પટકાય અને છેક રસ્તે દોડતી મોટરોને ભીંજવી નાખે. તમારી છત્રી હોય તો કાગડો જ થઈ જાય. છત્રી ઘરે મૂકીને જ નીકળવાનું. આ બધું હવે નજીકના ભૂતકાળની સ્મૃતિ.

કુદરત કમાલ છે. બધું જ આપે છે. માગ્યા વિના આપે છે. આપણને જ કદર નથી. મુંબઈનું ચોમાસું જુહુ કે અક્સા બીચ પર જઈને માણો કે ઘરમાં બેસીને બાલ્કનીમાંથી માણો. પણ માણવાનું. વરસે ચાર મહિના આવે છે ચોમાસાના. ચાર તો કહેવા ખાતર. બાકી રિયલ વરસાદના કુલ દિવસો તો સાઠથી વધારે નથી હોવાના. પાટા પર પાણી ભરાય અને લોકલ ટ્રેનો બંધ પડી જાય એવું સીઝનમાં એક વાર તો કમ સે કમ બનવાનું જ. એ દિવસની છુટ્ટીનો સદુપયોગ દોસ્તોને ઘરે બોલાવીને કે એમને ત્યાં પહોંચી જઈને કરવાનો. અથવા દોડીને માથેરાન ઊપડી જવાનું. દોડીને એટલે દોડવા મંડી પડવાનું નહીં. એ તો કહેવાય એવું. બાકી ટ્રેકિંગ કરવાનું. સંભાળીને.

ઉનાળાની સાયટ્રિક સુગંધ રેલાવતાં વૃક્ષો વરસાદમાં ધોવાઈને સ્વચ્છ થઈ જાય. માટીની સુગંધ આવવાની. અધિક માસ હોય ત્યારે ક્યારેક બે અષાઢ આવે. બે વખત અષાઢસ્ય પ્રથમ દિવસે થવાનું. લહાવો કહેવાય. ભૂતકાળના એક નહીં બબ્બે કિસ્સાઓને યાદ કરવાનો લહાવો.

શ્રાવણથી તહેવારો શરૂ થાય તે છેક આસો સુધી. નવરાત્રિ અને દિવાળી. છેલછેલ્લો વરસાદ નવરાત્રિના કોઈ એક દિવસે જરૂર પડવાનો. ખેલૈયાઓ જતા વરસાદની પીઠ પાછળ ગાળો આપવાના. પણ વરસાદ તો પાછો આવવાનો જ છે અને ફરી એક વાર એમની નવરાત્રિ ‘બગાડવાનો’.

મુંબઈમાં શિયાળા જેવું ભાગ્યે જ હોવાનું. તોય ‘ગુલાબી ઠંડી’ અને ‘ઠંડીનો ચમકારો’ જેવા શબ્દપ્રયોગો સાંભળવાની મઝા આવે. ડામરની ગોળી સાથે સાચવી રાખેલાં ગરમ કપડાં ખોલીને તડકે મૂકીને પહેરવાની તૈયારી કરીએ ત્યાં સુધીમાં તો શિયાળો પૂરો થઈ જવાનો. મકર સંક્રાન્તિ કે ઊંધિયું કે પોંક મુંબઈના શિયાળામાં અપ્રસ્તુત છે છતાં સુરતથી આંગડિયાઓ રોજ મુંબઈગરાઓ માટે બધું જ લાવતા રહે છે – પતંગ, માંજા અને ફિરકી સહિતનું બધું જ. બાકી મુંબઈગરાઓ માટે શિયાળાનો સૌથી મોટો તહેવાર એટલે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની રાત. ૩૬૫ દિવસ રોજ ડ્રિન્ક લીધું હોય એ લોકો પણ થર્ટી ફર્સ્ટની રાહ જોતા રહે. સારું છે કે અમે આ બધું સમયસર છોડીને સંપૂર્ણપણે વ્યસનમુક્ત થઈ ગયા છીએ.

વિન્ટરની વ્યાખ્યા મુંબઈગરાઓ માટે થિયેટર ફેસ્ટિવલ્સ અને ક્લાસિકલ મ્યુઝિકની કૉન્સર્ટ્સમાં સમાઈ જતી હોય છે. વાતાવરણમાં ઠંડીનો ચમકારો હોય કે ન હોય શાસ્ત્રીય સંગીતની મહેફિલોમાં રંગીન કુર્તા-પાયજામા પર શાલ ઓઢીને પહોંચી જવાનું. પાર્લાની સાઠ્યે કૉલેજના કે પ્રભાદેવી રવીન્દ્ર નાટ્યમંદિરના સભાગૃહમાં. વહેલી સવારે છ વાગ્યે અમજદ અલી ખાંસાહેબની સરોદ સાંભળવા. સમજાય કશું નહીં પણ મઝા આવે. પ્લેન કેવી રીતે ઊડે છે એની ટૅક્નાલિટી વિશે કશી ગતાગમ ન હોય તો પણ ફ્લાઈટમાં મઝા આવે છે ને? બસ એવી જ મઝા.

આ વખતે શિયાળામાં બહુ ઠંડી નથી પડવાની એવો વરતારો છે. ગ્લોબલ વૉર્મિંગનું પરિણામ છે – કેટલાક બુદ્ધિશાળીઓ ચિંતા વ્યક્ત કરતા રહે છે. ઘરમાં ફ્રિજ અને એસી વાપરનારાઓને ઓઝોનમાં ગાબડું પડવાની ચિંતા સતાવતી હોય છે અને જલસાથી પેટ્રોલ-ડીઝલ-સીએનજીવાળી ગાડીઓ ફેરવનારાઓ મુંબઈમાં પ્રદૂષણની ચિંતા કરતા હોય છે. કરવી જ જોઈએ. બીજું કામ શું છે લાઈફમાં.

હોળી પ્રગટવાની સાથે જ શિયાળો ગાયબ થઈ જશે. નસીબદારોના ઘરમાં પહેલા ફાલની હાફૂસ આવવાની શરૂઆત થઈ જાય. બે હજાર રૂપિયે ડઝન. આપણને ના પોસાય એટલે કહીએ કે અમે લોકો તો અખાત્રીજથી જ કેરી ખાઈએ. ઉનાળાની બપોર, મુંબઈમાં શિયાળા કે ચોમાસાની બપોર કરતાં બહુ કંઈ જુદી હોતી નથી. છતાં સન્નાટાભરી લાગે. પંખીઓના અવાજ બદલાઈ ગયેલા જણાય. એપ્રિલ-મેના થોડાક દિવસો મુંબઈગરાને અસહ્ય ગરમીના દિવસો લાગે છે. એમણે અમદાવાદ કે રાજકોટ કે કચ્છની ગરમી અનુભવી હોતી નથી. રાજસ્થાનની તો વાત જ જવા દો. પણ એમાં ટિપિકલ મુંબઈગરાનો શું વાંક. જેવું જેનું એક્સપોઝર. સરખામણી હંમેશાં અંગત અનુભવોના આધારે જ તો થાય.

ઉનાળા પછી ફરી ચોમાસું અને ફરી શિયાળો… બદલાતી ઋતુઓ સામે કોઈ ફરિયાદ હોતી નથી. પર્સનલ ફેવરિટ કોઈ એક ઋતુ હોઈ શકે. પણ એને કારણે બાકીની ઋતુઓને જાકારો આપતા નથી. આપવો હોય તો પણ ક્યાંથી આપીએ. આપણા હાથમાં થોડું છે? બાર મહિનામાંથી કોઈ પણ મહિનાને આપણે કૅલેન્ડરમાંથી રિજેક્ટ કરતા નથી. ડિસેમ્બર સૌથી વધારે ગમતો હોય તો પણ એપ્રિલ-મેને ચલાવી લઈએ છીએ. કારણ કે ખબર છે કે જે મહિનો નથી ગમતો તે વીતી જવાનો છે, ફરી મનગમતો મહિનો આવવાનો છે.

કુદરતની જેમ માણસમાં બદલાતી ઋતુઓના સાક્ષી થવાની પણ મઝા છે. બીજાઓની બદલાતી ઋતુઓને સાક્ષીભાવે જોઈને માણી શકે એ માણસને આપણે બારમાસી કહીએ છીએ. તમારી જિંદગીમાં આવેલા આવા બારમાસી માણસો કેટલા? કોણ કોણ?

પાન બનારસવાલા

જિંદગી તમારાં ફેવરિટ ગીતો વગાડવાનું મ્યુઝિક પ્લેયર નથી. આ તો રેડિયો છે. ફ્રિકવન્સી ઍડજસ્ટ કરી લેવાની અને પછી જે સંભળાય તેમાં મોજ કરી લેવાની.

-અજ્ઞાત્

• • •

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ

મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.

‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.

જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.

દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.

આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)

તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:

BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis

Net Banking / NEFT / RTGS-

Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings

A/c No. : 33520100000251

IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)

Branch Pin Code : 400076

તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.

આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.

તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.

જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.

સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).

HiSaurabhShah@gmail.com

Twitter.com/hisaurabhshah

Facebook.com/saurabh.a.shah

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here