પીડા બેઉમાં છે, તમારે એમાંથી એકની પસંદગી કરવાની છે: સૌરભ શાહ

( તડકભડક: ‘સંદેશ’, ‘સંસ્કાર’ પૂર્તિ, રવિવાર, 1 સપ્ટેમ્બર 2024)

રેગિસ્તાનમાં ભૂલો પડેલો માણસ રાત પડવાની રાહ જુએ, સૂર્યાસ્ત પછીનું અંધારું છવાય ત્યાં સુધી ધીરજ ધરે અને ધ્રુવના અચળ તારાને જોઈને પોતાની દિશા નક્કી કરી મુસાફરી આગળ વધારે.

પોતાના જ ઘરમાં, પોતાની જ દુનિયામાં ભૂલા પડી ગયેલા માણસ માટે ધ્રુવનો તારો કોણ? બીજી વ્યક્તિ, ચાહે એ અંગત હોય કે બિનઅંગત, સાથેની વાતચીત દિશા સૂઝાડી શકે. ક્યારેક. કોઈ પુસ્તક, કોઈ પ્રવચન કે કોઈનો હૂંફભર્યો સહવાસ પણ માર્ગ ચીંધી શકે. પણ આમાંનું કશુંય ધ્રુવના તારાની જેમ અચળ નથી, આમાંનું કોઈ ભવિષ્યમાં પણ એના એ જ વિચારો ધરાવશે એની કોઈ પાકી ખાતરી નથી. એમાં બદલાવ આવે એ શક્ય છે કારણ કે ભૂતકાળમાં એમના કેટલાક વિચારો અત્યારે છે એના કરતાં જુદા હતા. બહારનાને ભરોસે રહીને દિશા નક્કી કરવાથી ક્યારેક એ લોકો પોતાનું જ સુકાન ફેરવી નાખે તો એમના આધારે આગળ વધી રહેલો પ્રવાસી ગુમરાહ થઈ જાય.

કોઈકે આપણને એક વિચાર આપ્યો. ગમી ગયો. એ વિચારની આસપાસ જિંદગી ગૂંથીને ભવિષ્ય વણી રહ્યા હોઈએ અને ખબર પડે કે હવે એ વ્યક્તિ એ વિચારમાં શ્રદ્ધા ધરાવતી નથી. એવું કરવાનો એમને હક્ક છે. પણ એ વખતે આપણું શું? એમનો નવો વિચાર આપણને ન ગમ્યો હોય તો પણ એને અપનાવી લેવો? કે પછી એમણે જે ત્યજી દીધો છે એ જૂના વિચારને આપણે વળગી રહેવું?

એટલે જ બહેતર એ છે કે બીજાએ સર્જેલા તારાને ધ્રુવતારક માની લેવાને બદલે માણસ પોતે પોતાનો ધ્રુવ બને. બીજાએ જે ચીંધ્યો છે એ તારો એમના માટે ધ્રુવનો હોઈ શકે, આપણા માટે નહીં. દરેકની પાસે પોતપોતાનો એક ધ્રુવનો તારો હોય, એનો પોતાનો ગાઈડિંગ સ્ટાર હોય. નોર્થ સ્ટારને અંગ્રેજીમાં ગાઈડિંગ સ્ટાર પણ કહે.

માણસ પોતે જ પોતાનો માર્ગદર્શક બને એ કામ સહેલું નથી. પણ સ્વતંત્રતાપૂર્વક, આત્મનિર્ભર રહીને જીવવા માટે એવું કરવું અનિવાર્ય છે. જન્મતાંની સાથે જ પરાવલંબી જીવનનો આદિ થઈ ચૂકેલો માણસ સંસારમાં પૂરેપૂરો પ્રવેશતાં સુધીમાં સંપૂર્ણપણે પરાધીન બની જાય છે. આ માનસિક પરાધીનતા એને ક્યારેય આત્મનિર્ભર બનવા દેતી નથી, એને ક્યારેય વૈચારિક સ્વાવલંબન આપતી નથી.

વ્યક્તિના આંતરિક વિરોધાભાસોને બીજાઓ ઓળખી શકતા નથી. તમને આજે ગળ્યું ભાવે છે અને કાલે તમે મીઠાઈનો ઈનકાર કરીને તીખું માગો છો તો એવું કરવાનો તમને અધિકાર છે. એટલું જ નહીં બેઉને એક સાથે માણી શકવાની, એક સરખી તીવ્રતાથી માણી શકવાની ક્ષમતા પણ તમારામાં હોઈ શકે છે. કવિ કાન્ત કે ન્હાનાલાલની કવિતા જેટલો જ રસ તમને તમન્ના ભાટિયાના નવા આઈટમ સૉન્ગમાં પડી શકે છે. તમારા માટે આ અસ્વાભાવિક નથી કારણ કે આ બધું જ સહજ રીતે તમારામાં ઊગતું આવ્યું છે. ખેતરની વચ્ચોવચ સુગંધી છાંયડો આપતા બોરસલ્લીના ઝાડ નીચે બપોરે કાથીનો ખાટલો ઢાળીને તમે ઘસઘસાટ ઊંઘી શકો છો, ફાઈવ સ્ટારના કિંગ સાઈઝડ પલંગ પર પણ એવી જ ઍરકંડિશન્ડ નિદ્રા માણી શકો છો અને સેકન્ડ ક્લાસના થ્રી ટિયરના કોચમાં છેક ઉપરની બર્થમાં પણ એ જ કક્ષાની ઊંઘ તમને મળી શકે છે.

Screenshot
તમને આ ત્રણેય પરિસ્થિતિઓમાં જોનારાઓ એમાંની કોઈ પણ એક સ્થિતિ સ્વીકારીને કહેશે કે બાકીની બે તમારા માટે દેખાડો છે, તો ભલે ને કહે.

માણસ જે કંઈ કરે છે તે પોતાની મર્યાદાઓને ધ્યાનમાં રાખીને કરે છે – કાં તો એ પોતાની મર્યાદાઓમાં રહે છે અથવા એ મર્યાદાઓને તોડીને વિકસવાનો પુરુષાર્થ કરે છે. પણ લોકોને તમારી મર્યાદાઓથી, વિકસવાની પ્રક્રિયાથી કે વિશિષ્ટતાઓથી કોઈ મતલબ હોતો નથી. તેઓ તમારે શું કરવું જોઈએ ને શું નહીં એ વિશે જ વિચારતા હોય છે.

લોકો તમારા વિશે શું વિચારે છે એ બાબતને મહત્ત્વ આપવાને બદલે તમારે શું કરવું છે, તમે શું કરી શકો એમ છો અને તમે શું નથી કરવા માગતા એ બાબતો પર જ તમારે ધ્યાન કેન્દ્રિત કરવું હોય ત્યારે જીવવું થોડુંક વધુ કઠિન જરૂર બની જવાનું. બીજાની દૃષ્ટિએ તમે આત્મકેન્દ્રી ગણાવાના – સેલ્ફ સેન્ટર્ડ. પણ હકીકતમાં આ આત્મનિર્ભરતા તરફનું સેલ્ફ રિલાયન્સ ભણીનું – પ્રથમ પગલું હોવાનું.

લોકોની અપેક્ષા મુજબ જીવનની તરાહ ગોઠવી દીધા પછી તેઓ નૃત્ય કરાવે તેમ જ તમારે ડાન્સ કરવો પડે. તમે એક બાબતમાં બીજાઓની અપેક્ષાઓ સંતોષી દો, તમારી પોતાની ઈચ્છાઓને કચડી નાખીને, પછી દરેકે દરેક બાબતમાં તેઓ આશા રાખતા થઈ જાય કે અહીં પણ એમનું ધાર્યું જ થવાનું. તમને ખબર હોય છે કે નવ્વાણું બાબતોમાં એમની અપેક્ષા મુજબનો વર્તાવ કર્યા પછી માત્ર એક જ વખત પૂરતું તમે તમારી મરજી મુજબનું વર્તન કરશો ત્યારે તેઓ અગાઉની નવ્વાણુંવાર આપેલી સ્વીકૃતિ પાછી ખેંચી લેવાના છે. માટે તમે નક્કી કરો છો કે દરેક બાબતમાં તમારે એમની ધૂન મુજબ જ નાચવું. પણ છેવટે ક્યારેક ને ક્યારેક આવું કરવાનો તમને થાક લાગતો હોય છે. આવું કરવાથી ખૂબ સહન કરવું પડે છે એવી પ્રતીતિ થઈ ગયા પછી જ ખ્યાલ આવે છે કે આના કરતાં તો પોતાની જીદથી જીવવાનો પ્રયત્ન કરતી વખતે જે સહન કરવું પડે તે ઓછું પીડાદાયક છે.

પીડા બેઉમાં છે. બીજાઓ નચાવે તેમ નાચવામાં અને પોતાનું ધાર્યું કરવામાં. વિકલ્પ તમારી પાસે છે. કઈ પીડા પસંદ છે તમને.

બીજાના વિચારોથી ચાલ્યા પછી, એ વિચારોને ધ્રુવતારક માનીને જીવનની દિશા ગોઠવ્યા પછી, એ વિચારો પલટાય છે ત્યારે દિશાફેર થઈ જાય છે. વિચારોમાં પરિવર્તન, એ આપણા હોય ત્યારે પણ આવવાનું છે. આવા સમયે પોતે સર્જેલો અલાયદો ધ્રુવ તારો હશે તો વિચારોમાં જેટલા અંશે પરિવર્તન આવશે એટલા જ અક્ષાંશ – રેખાંશ પર ધ્રુવનો તારો પણ સ્થળાંતર કરી લેશે.

પાન બનારસવાલા

મુદ્દા યે નહીં કિ દાલ મહંગી હૈ સાહબ,
દર્દ યે હૈ કિ, કિસી કી ગલ નહીં રહી!

– અજ્ઞાત્

• • •

( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi.comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર ⁨090040 99112⁩ પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)

• • •

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ

મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.

‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.

જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.

દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.

આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)

તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:

BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis

Net Banking / NEFT / RTGS-

Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings

A/c No. : 33520100000251

IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)

Branch Pin Code : 400076

તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.

આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.

તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.

જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.

સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).

HiSaurabhShah@gmail.com

Twitter.com/hisaurabhshah

Facebook.com/saurabh.a.shah

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here