પહેલું સુખ તે જાતે નર્યા, બીજું સુખ તે જલસા કર્યા : સૌરભ શાહ

( તડકભડક : ‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ. રવિવાર, ૨૯ સપ્ટેમ્બર ૨૦૨૪)

તહેવારોની સિઝન પૂરબહારમાં શરૂ થઈ રહી છે ત્યારે એક નવું સૂત્ર વહેતું કરવું છે : પહેલું સુખ તે જાતે નર્યા, બીજું સુખ તે જલસા કર્યા.

સૂત્રનો આ પૂર્વાર્ધ છે. ઉત્તરાર્ધ છે: ત્રીજું સુખ તે કોઈથી ના ડર્યા અને ચોથું સુખ તે મોડા મર્યા.

જિંદગીમાં ગમે એટલો પૈસો હોય, બધી વાતે નિશ્ર્ચિંત હોઈએ પણ તબિયત જો સાથ નહીં આપે તો બધું નકામું. ભોગી બનવા માટે (એટલે કે સુખ-સગવડો-વૈભવ-ઐશ્ર્વર્ય-સંબંધો ભોગવવા માટે) તમારે યોગી બનવું પડે એવું સ્વામી રામદેવ વારંવાર કહેતા આવ્યા છે. યોગી બનવું એટલે શરીરનો અને મનનો સમન્વય સાધવો. પશ્ર્ચિમી મેડિકલ સાયન્સે સાયકો સોમેટિક રોગોની વાત કરી એના હજારો વર્ષ પહેલાં ભારતીય પરંપરામાં આયુર્વેદ તથા પતંજલિ યોગસૂત્રમાં આ વાત કહેવાઈ ગઈ.

નિરોગી મન અને નિરોગી તન બેઉનો સમન્વય થવો જોઈએ. મન જો દુરસ્ત નહીં હોય તો તનની દુરસ્તી પર એની અસર રહેવાની અને તન જો દુરસ્ત નહીં હોય તો એની અસર મનની દુરસ્તી પર રહેવાની. યોગ આ છે. ભોગી બનવા માટે યોગી બનવું પડે.

કાચી ઉંમરમાં દેખાદેખીથી જે કુટેવો પડી તે જડબેસલાક આદતોમાં પલટાઈ જાય છે. વ્યસન બની જાય છે. છૂટવું અશક્ય લાગે. પ્રયત્નો નિષ્ફળ જાય. પણ લાંબું તંદુરસ્તીભર્યું જીવન જીવવું હશે તો બીજા ઘણા સાત્ત્વિક નશા છે, અનેક એવાં સાત્ત્વિક બંધાણો છે જેને કારણે પેલાં વ્યસનો મામૂલી લાગે. અમારા એક મિત્રે ૮-૯ વર્ષ પહેલાં સિગરેટ છોડી. એ પછી દારૂ પણ છોડ્યો. મિત્રો તથા અંગત વર્તુળમાં ખબર પડી ત્યારે રીતસરનો સોપો પડી ગયો. જોકે, એમણે દારૂ છોડ્યો હતો, પ્રિય દારૂડિયા મિત્રોની સંગત નહોતી છોડી. એમની સાથે બાર, પબમાં બેસીને હવે લીંબુપાણી, કાળી ચા, છાશ (જો ઉપલબ્ધ હોય તો) અને જાતભાતના મૉકટેલ્સ (જેમાં માત્ર રંગીન શરબતો હોય, દારૂનું ટીપુંય ન હોય)ની લિજ્જત માણે છે. ઘરનો બાર પણ પ્રિય પિયક્કડ મિત્રો માટે ખુલ્લો જ છે અને એટલું જ નહીં રિપ્લેનિશ થતો રહે છે. એમની સાથે બેસીને ઘરમાં નાળિયેરપાણી, ફ્રેશ ઓરેન્જ કે મોસંબી જ્યુસ, કોકમ શરબત તથા અનેક અવનવા મન્ચિંગ્સ, બાઈટિંગ્સ, ચખનાઓની મઝા પણ માણવાની. બસ, પીવાનું નહીં. આટલું બી નહીં. કોઈ છૂટ નહીં. બિયર-વાઈનની પણ નહીં. નો મીન્સ નો.

એ મિત્રે એક દિવસ ગણતરી કરી હતી કે, જિંદગીમાં કુલ મળીને છએક પીપડાં-બેરલ જેટલો દારૂ પી લીધો છે. પૂરતો થઈ ગયો. એનો સાત્ત્વિક હેન્ગઓવર હવે બાકીની આખી જિંદગી ચાલવાનો.

પહેલું સુખ તે જાતે નર્યા એ વાત તો જાણે કે સમજી લીધી પણ આ તંદુરસ્તી જાળવવી છે શું કામ?

પછીનું સૂત્ર છે : બીજું સુખ તે જલસા કર્યા. તંદુરસ્તી જાળવીને જો જલસા કરવાને બદલે લાઈફના રૂટિનમાં પડ્યા રહ્યા તો એવી જિંદગી શું કામની? ઈન ફેક્ટ, જિંદગીના જે રૂટિન કામો છે એ કરવામાં જ જલસા કરવાના, મૌજ કરવાની. જિંદગી બની છે જ જલસા કરવા માટે. અમિતાભ બચ્ચનના પહેલા બંગલાનું નામ ‘પ્રતીક્ષા’ છે જે એમના કવિ પિતાએ પાડ્યું હતું, બીજા બંગલાનું નામ ‘જલસા’ છે જે ખુદ બચ્ચનજીએ જ પાડ્યું હશે. ઉબડખાબડ જિંદગી હોય તો પણ,
જિંદગીની તડકીછાંયડીમાંથી, જલસો કરી શકાય છે. રોદણાં રડવાનાં નહીં. રોતલ મન હશે તો મોઢું પણ રોતલ હશે. ભીતરમાં સતત નૃત્ય ચાલતું હશે તો ચહેરા પર તેજ સાથેની પ્રસન્નતા છવાયેલી રહેશે. બીજું સુખ તે જલસા કર્યા.

ત્રીજું સુખ તે કોઈથી ના ડર્યા. મનમાં પાપ હોય તો જલસા કરતી વખતે લોકોથી ડરવું પડે. મન સાફ હોય તો લોકો શું કહેશે એની પરવા ન હોય. માણસની નૈતિક હિંમતને એના મનની સફાઈ સાથે સીધો સંબંધ છે. મન જેટલું સાફ એટલી નૈતિક હિંમત વધારે. મન જેટલું મેલું એટલી નૈતિક હિંમત ઓછી. ડર્યા વિના જીવવા માટે મનનું સ્વચ્છતા અભિયાન ચલાવવું પડે.

મન સાફ રાખવા વિચારો સાફ રાખવા પડે અને વિચારો સાફ રહે એ માટે આસપાસના વાતાવરણમાંથી મેલા લોકોને દૂર કરવા પડે. તો જ ચારે બાજુએથી શુભ વિચારો પ્રાપ્ત થાયવાળી પ્રાર્થના સાર્થક થાય. ડર્યા વિના જીવવું.

અને ચોથું સુખ તે મોડા મર્યા. ઝિંદગી બડી ભી હોની ચાહિયે ઔર લંબી ભી. ટૂંકી જિંદગી એટલે માત્ર રિયાઝ અને રિહર્સલ. જે શીખ્યા છીએ, જેની તાલીમ લીધી છે, પડીઆખડીને જે અનુભવો કર્યા છે તેનો પાઠ અમલમાં મૂકવા માટે જિંદગી લાંબી જોઈએ. રિયાઝ પછી જો કૉન્સર્ટ ના થાય અને રિહર્સલો પછી શો ના થાય તો બધું અધૂરું અધૂરું લાગે. ઓડકાર આવે ત્યાં સુધી જીવવું જોઈએ. પેટ ભરીને જીવવું જોઈએ. બસ, આ જ ઈચ્છાઓ છે. તમારી પણ આ જ ઈચ્છાઓ હોય તો તમનેય ફેસ્ટિવ સિઝનની આ જ શુભેચ્છા. મા જગદંબા આ તહેવારોમાં સૌને આ ચારેય સુખ આપે એવી પ્રાર્થના.

પાન બનારસવાલા

વિશ્વાસ એવો મોતના રસ્તા પર હતો,
‘બેફામ’ આંખ બંધ કરીને જતા રહ્યા.

– બરકત વીરાણી ’બેફામ’

• • •

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ

મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.

‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.

જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.

દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.

આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)

તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:

BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis

Net Banking / NEFT / RTGS-

Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings

A/c No. : 33520100000251

IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)

Branch Pin Code : 400076

તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.

આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.

તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.

જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.

સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).

HiSaurabhShah@gmail.com

Twitter.com/hisaurabhshah

Facebook.com/saurabh.a.shah

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here