પર્સનલ લાઈફનો પડછાયો તમે પ્રોફેશનલ જિંદગી પર પડવા દો છો ત્યારે : સૌરભ શાહ

( તડકભડક: ‘સંદેશ’, ‘સંસ્કાર’ પૂર્તિ, રવિવાર, 22 સપ્ટેમ્બર 2024)

કશું પણ ન આવડે કે કોઈ વાતની ખબર ન હોય ત્યારે હાએ હા કરવાને બદલે પૂછવું.

‘સદ્ગતિ’(૧૯૮૧)ના શૂટિંગ વખતે એક શૉટ સમજાવતાં સત્યજિત રાયે ઓમ પુરીને અંગ્રેજીમાં ઈન્સ્ટ્રક્શન આપતાં કહ્યું કે તારે બ્રાહ્મણના ઘરમાં જિન્જરલી પ્રવેશવાનું છે.

તે વખતે ઓમને અંગ્રેજીના ફાંફા. સહેજ ખચકાટ પછી હિંમત એકઠી કરીને ઓમે પૂછયું, જિન્જરલી એટલે?

સત્યજિત રાયે સ્મિત કરીને એને સમજાવ્યું કે કૂતરો કે બકરી કોઈ અજાણ્યા ઘરમાં પ્રવેશે ત્યારે જિન્જરલી પ્રવેશે.

અને ઓમને ખ્યાલ આવ્યો કે બિલ્લીપગે, ચૂપચાપ, કોઈ જોઈ ન જાય એ રીતે ઘરમાં પ્રવેશવું એટલે જિન્જરલી પ્રવેશવું.

તમારા કરતાં ઉંમરમાં, સમજમાં કે હોદ્દામાં નાના હોય તો પણ પૂછવામાં સંકોચ ન રાખવો. પૂછવાથી તમે બહુ બહુ તો એકવાર બેવકૂફ લાગશો. નહીં પૂછો તો કાયમ બેવકૂફ રહેશો. ઓમ પુરી સહિતની દરેક સક્સેસફુલ વ્યક્તિની સફળતામાં પૂછવામાં ક્યારેય સંકોચ રાખવો નહીંવાળી મેન્ટાલિટીનો ઘણો મોટો ફાળો હોવાનો.

જિન્જરલીના છબરડા પછીના ત્રણ દાયકા દરમ્યાન ઓમ પુરીએ અભિનેતા તરીકે ઈન્ટરનેશનલ ઓળખ પ્રાપ્ત કરી. ૧૯૮૪ના અરસામાં મુંબઈમાં વરસોવાના સાત બંગલાના વિસ્તારમાં ‘ત્રિશુલ’ મકાનમાં સાતમા માળનો ટેરેસ ફલેટ મિત્રોની મદદથી ખરીદ્યો અને એક જ વરસમાં ઓમ પુરીએ મિત્રોનું દેવું ચૂકતે કરી દીધું એવી સડસડાટ કરિયર ચાલી.

રાહુલ દેવ બર્મનના સંદર્ભમાં વિધુ વિનોદ ચોપરાએ કહેલું કે તમારે ક્યારેય તમારી નજીકની વ્યક્તિઓ તમારી લાઈફ, તમારી કરિયર સાથે ખિલવાડ કરી શકે એવી સિચ્યુએશન ઊભી થવા દેવી નહીં. ઓમ પુરી વિશે પણ તમે એવું જ કહી શકો.

૧૯૯૦ પછી, ચાલીસ વર્ષની ઉમંરે, જ્યારે ઓમ પુરીએ સ્થિર થઈને પોતાના મનગમતા કામમાં ગળાડૂબ થઈને જિંદગી માણવાનું શરૂ કર્યું ત્યારે એમની પર્સનલ જિંદગી હાલકડોલક થઈ અને આજીવન એવી જ રહી. ઓમ પુરીએ ૧૯૯૦ પહેલાં જેટલી અને જેવી ફિલ્મો કરી એના કરતાં વધુ સંખ્યામાં વધુ ઉત્તમ ફિલ્મો તેઓ ૧૯૯૦ પછીનાં અઢી દાયકા દરમ્યાન કરી શક્યા હોત.

પણ પર્સનલ લાઈફમાં થતી ઘટનાઓએ એમનું ફોકસ બદલી નાખ્યું. જેની સાથે લગ્ન કરવું હતું તે એમના બેસ્ટ ફ્રેન્ડ સાથે પરણી ગઈ. એ પછી ઓમ પુરીએ અનુ કપૂરની બહેન સીમા સાથે લગ્ન કર્યાં. થોડા જ મહિનામાં ખ્યાલ આવ્યો કે ભૂલ કરી છે. બેઉ બહુ જલદી છૂટાં પડી ગયાં. પછી પત્રકાર નંદિતા પુરી સાથે લગ્ન કર્યાં જે મારે હિસાબે ઓમ પુરીની જિંદગીની સૌથી મોટી ભૂલ હતી. નંદિતા પુરી ઓમને ઘણી બધી વાતે બહુ મોંઘી પડી. નંદિતાથી જન્મેલા સહેજ સ્પેશ્યલ ચાઈલ્ડ ઈશાનની સારવાર અને એને લાડકોડ કરવામાં ઓમ ખૂબ ખર્ચાઈ ગયા, બધી રીતે ખર્ચાઈ ગયા.

Screenshot

પર્સનલ લાઈફનો પડછાયો તમે પ્રોફેશનલ જિંદગી પર પડવા દો છો ત્યારે તમે બેઉ બાજુથી તમારી પોતાની જ ઘોર ખોદો છો. કરિયર તો અસ્તવ્યસ્ત થાય જ છે, પર્સનલ લાઈફ વધુ વેરવિખેર થઈ જાય છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં રાજ કપૂર, દિલીપ કુમાર અને દેવ આનંદથી માંડીને અમિતાભ બચ્ચન, શાહરુખ ખાન તથા આમિર ખાન સુધીના ડઝનબંધ કળાકારો આવ્યા અને ગયા તેમ જ આવ્યા અને જશે તેમ જ ભવિષ્યમાં આવશે અને જશે. ગુરુ દત્ત જેવા ટેલન્ટથી ફાટફાટ થતા કળાકારો જિંદગીને સાચવી ન શકયા તેનું કારણ એ કે તેઓ પર્સનલ લાઈફને સાચવી ન શક્યા. શું રાજ કપૂર વગેરે બધા જ કળાકારોની પર્સનલ લાઈફ સ્મુધ હતી? કે હશે? ના. કોઈ સામાન્ય માનવીની પર્સનલ લાઈફ પણ સ્મુધ નથી હોતી. શિક્ષક, રિક્શાવાળા, પટાવાળા કે કચરો સાફ કરવાવાળાની પણ નહીં.

ઓમ પુરીના જીવનમાં જે અનેક બધી આવનજાવનો, લગ્ન પહેલાં અને લગ્ન પછી, થઈ એવું આમાંના ઘણા લોકોના જીવનમાં થયું હોઈ શકે છે. પણ સૌ કોઈએ કામને પ્રાયોરિટી આપી. હા, ક્યારેક ડિપ્રેશનનો નાનો મોટો દૌર આવી ગયો ત્યારે એ સૌ કોઈએ એ ગાળાને પોતપોતાની રીતે હેન્ડલ કરી લીધો પણ થોડા વખતમાં પાછા ઊભા થઈ, કપડાં પરની ધૂળ ખંખેરી, મગજમાં જામેલાં બાવાજાળાં ખંખેરી, ફરી પાછા તેઓ કામે લાગી ગયા.

ઓમ પુરીએ કામ કરવાનું બંધ નહોતું કરી દીધું પણ એમનું ફોકસ ૧૯૯૦ પછીના ગાળામાં ખોરવાઈ ગયું હતું એવું મારું નિરીક્ષણ છે. નંદિતા પુરીએ ઓમની પર્સનલ તથા પ્રોફેશનલ લાઈફને ખૂબ નુકસાન થવા દીધું અથવા તો ફ્રેન્કલી અને બોલ્ડલી કહીએ તો નંદિતાએ પોતે જ એ નુકસાન કર્યું. ઓમ પુરીએ લગ્નમાંથી છૂટવા અને નંદિતાથી બચવા – દૂર જવા ખૂબ ફાંફા માર્યા પણ એ બહુ ઊંડે સુધી ફસાયા હતા. જિંદગીના પાછલાં વર્ષોમાં ખૂબ કમાયા હોવા છતાં સુખેથી વાપરી ન શક્યા. આના કરતાં, ખૂબ કમાવાને બદલે, ખૂબ સારું સારું કામ એમણે કર્યું હોત તો એ કામ કરવાનો સંતોષ તો કમસે કમ એ પોતાની સાથે લઈ જઈ શક્યા હોત.

ઓમ પુરીને ૬૬ વર્ષની ઉંમરે, જિંદગી પૂરેપૂરી ભોગવ્યા વિના, જતા રહેલા જોઈને ફરી એ જ વિચાર રહી રહીને આવે છે. માણસે પોતાને ગમતું કામ કર્યા કરવું જોઈએ, કોઈ પણ ભોગે.

પાન બનારસવાલા

દુ:ખી થવાના અનેક રસ્તા છે પણ સુખી થવાનો માત્ર એક જ છે અને તે એ કે સુખની પાછળ ભાગવાનું બંધ કરો. જો તમે એક વખત નક્કી કરી લેશો કે હું સુખી થઉં કે ન થઉં, મને કંઈ પડી નથી તો તમે સતત સરસ જીવન જીવતા થઈ જશો.

– એડિથ વ્હાર્ટન (અમેરિકન નોવેલિસ્ટ, ૧૮૬૨-૧૯૩૭)

• • •

( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi.comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર ⁨090040 99112⁩ પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)

• • •

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ

મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.

‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.

જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.

દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.

આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)

તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:

BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis

Net Banking / NEFT / RTGS-

Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings

A/c No. : 33520100000251

IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)

Branch Pin Code : 400076

તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.

આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.

તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.

જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.

સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).

HiSaurabhShah@gmail.com

Twitter.com/hisaurabhshah

Facebook.com/saurabh.a.shah

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

2 COMMENTS

  1. ઓમ પુરી great artist, ચાચી 420 ની કોમેડી હોય કે માચીસ નો રોલ લાજવાબ performance.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here