( તડકભડક: ‘સંદેશ’, ‘સંસ્કાર’ પૂર્તિ, રવિવાર, 10 મે 2026 )
ટાગોરની ‘વીર પુરુષ!’ કવિતામાં વાત ભલે કલ્પનાની હોય, (કવિતામાં તો કલ્પના જ હોય ને) પણ એ વાસ્તવિકતાની ભૂમિ સાથે જોડાયેલી છે. ગુલઝારે ‘નિંદિયા ચોર’માં એનો હિન્દી અનુવાદ કર્યો છે. એક બાળક એની માતા સાથે પ્રવાસે નીકળ્યું છે. સાથે બીજું કોઈ નથી. માની રક્ષા કરવાની જવાબદારી શિશુએ પોતાના શિરે લઈ લીધી છે! (એટલે જ કવિતાના શીર્ષકમાં પેલું આશ્ર્ચર્યચિહ્ન છે!). બાળક શારીરિક રીતે તો પોતાનીય રક્ષા કરી શકે એમ નથી, માની રક્ષા કેવી રીતે કરશે? પણ અહીં ભાવનાનું મહત્ત્વ છે, મા પ્રત્યેના મમત્વનું મહત્ત્વ છે. કવિતામાં પ્રવેશ કરતાં પહેલાં ગુલઝારના બાળપણની વાત યાદ કરીએ.
ગુલઝારના બાળપણની વાતો મેં પહેલી વાર અશોક ભૌમિકના પુસ્તક ‘ઝીરો લાઈન પર ગુલઝાર’માં વાંચી હતી. હિંદી ફિલ્મોના વિખ્યાત સ્ક્રિપ્ટ રાઈટર – સ્ટોરી રાઈટર સચિન ભૌમિકના તેઓ ભત્રીજા થાય. સચિન ભૌમિક આર. ડી. બર્મનના પરમ મિત્ર હતા અને સચિન ભૌમિકે લખેલું તથા આર.ડી.એ ગાયેલું – સંગીતબદ્ધ કરેલું બંગાળી ગીત મોને પોરે રૂબી રાય (મારી પ્યારી રૂબી રાય) એક જમાનામાં પ્રણયમગ્ન તથા પ્રણયભગ્ન બંગાળી યુવાનો માટે રાષ્ટ્રગીત સમાન હતું.
અશોક ભૌમિકના પુસ્તકમાં ગુલઝારના આ શબ્દો છે:
‘મેરી માં કા નામ સુજાન કૌર થા. મૈં જબ દો મહિને કા હી થા, મેરી માં ગુજર ગયી થી. માં કા ચહેરા મુઝે બિલકુલ યાદ નહીં હૈ. યાદ હૈ, બચપન મેં એક દિન કિસી ઔરત કી ગૌદ મેં બૈઠે બાઝાર ગયા થા. ઉસને સામને સે આતી એક મહિલા કો દિખાકર મુઝસે કહા થા, ‘દેખ તેરી માં દિખને મેં બિલકુલ ઈસ ઔરત જૈસી થી!’ પર મૈં ઈતના છોટા થા કિ મુઝે વો ચેહરા ભી અબ યાદ નહીં! માં કા ન હોના ઝિંદગી મેં એક ખાલીપન લાતા હૈ, પર મેરી સ્મૃતિ મેં માં સે જુડી કોઈ ભી ઘટના નહીં હૈ, લિહાઝા મેરે લિખને મેં માં કે ન હોને કા અહસાસ બિલકુલ અલગ સા હૈ.’
મા વિશે ગુલઝારની પોતાની એક કવિતાની પંક્તિ છે: ‘તુઝકો પહચાનૂં ભી કૈસે, તુઝે દેખા હી નહીં / ઢૂંઢા કરતા હૂં તુઝે અપને હી ચેહરે મેં કહીં.’
ગુલઝારના પિતાએ ત્રણ વાર શાદી કરી હતી. પહેલી પત્નીથી ત્રણ બાળકો હતાં: દીકરો જસમેર અને બે દીકરી મહિન્દર અને સુરજિત. પહેલી પત્નીના અવસાન પછી પિતાજીની સમસ્યા હતી કે આ નાનાં-નાનાં ત્રણ બાળકોને કેવી રીતે ઉછેરવા. પિતા દીનામાં એક કાપડની દુકાન ચલાવતા. દીના અત્યારના પાકિસ્તાનના ઝેલમ જિલ્લાનું એક ગામ છે. દુકાન માટે કાપડની ખરીદી કરવા અવારનવાર દિલ્હી જવું-આવવું પડતું. ત્રણેય બાળકોની દેખભાળ માટે પિતાએ બીજી શાદી કરી. ગુલઝાર (ઉર્ફે સમ્પૂર્ણસિંહ) એ બીજી પત્નીનું એકમાત્ર સંતાન.
પણ પિતાજીની પરેશાનીઓ ઘટવાને બદલે વધી ગઈ. બે મહિનાના ગુલઝારને મૂકીને મા ગુજરી ગઈ. હવે પિતા પર ચાર નાનાં બાળકોની જવાબદારી આવી પડી. એટલે એમણે ત્રીજી શાદી કરી. ત્રીજી પત્ની વિદ્યાવતીથી એમને પાંચ બાળકો થયાં.
લોકો કહેતા હોય છે કે જે બાળક નાનપણમાં જ માને ગુમાવી બેસે એણે પોતાની મેળે જ આસપાસની દુનિયા જોવી – સમજવી પડતી હોય છે અને એટલે એ બાળક મોટું થઈને વધારે પડતું સેન્સિટિવ – આળું થઈ જતું હોય છે. લોકોનું માનવું સાચું હશે પણ નમાયા હોવાનો અહેસાસ ગુલઝારને ત્યારે થયો જ્યારે તેઓ ઘણા મોટા થઈ ગયા હતા.
પિતાજીની ત્રીજી પત્ની કંઈ એવી નહોતી જેવી વાર્તાઓમાંની સાવકી મા હોય છે, પણ હા, બાળપણથી જ ગુલઝારને ઉપેક્ષિત હોવાની આદત પડી ગઈ હતી. નવી મા એમને વહાલ નહોતી કરતી. ગુલઝાર માટે પિતા જ સર્વસ્વ હતા.
એક કિસ્સો હજુય ગુલઝારને યાદ છે. એ વખતે એ છ-સાત વર્ષના હતા. પિતા દીનાથી દિલ્હી જઈ રહ્યા હતા. સ્ટેશન પર બાળ-ગુલઝારે ભેંકડો તાણીને જોરજોરથી રડવાનું શરૂ કર્યું. છ વર્ષના બાળક માટે એ સમય ખૂબ કપરો હશે. કુટુંબમાં ઉપેક્ષા અનુભવતું એકલવાયું બાળક આ બધામાંથી છૂટવા માટે પોતાના પિતામાં કોઈ પ્રકારનો સહારો શોધે એ સ્વાભાવિક હોય. ગુલઝાર પિતાની સાથે રહેવા માગતા હતા. પિતાજી પીગળ્યા અને ગુલઝારને દિલ્હી લઈ આવ્યા. ભણવા માટે મ્યુનિસિપલ બોર્ડની મિડલ સ્કૂલમાં ઍડ્મિશન અપાવ્યું.
દિલ્હીમાં એમનું મકાન સબ્જીમંડી વિસ્તારના રોશન આરા રોડ પર હતું. સદર બઝારમાં પિતાએ એક નવી દુકાન લઈ લીધી હતી. ત્યાં ટોપીઓ અને ઝોલા-થેલી વેચવાનો ધંધો થતો. ગુલઝાર સ્કૂલથી છૂટીને ફાજલ સમયમાં દુકાન પર આવીને પિતાને મદદ કરતા. રાત્રે જમવાના સમયે ગુલઝારે ઘરે જઈ જમીને પાછા દુકાને આવી જવાનું. રાત્રે એકલા જ દુકાનના જ ગોડાઉનવાળા હિસ્સામાં નાનકડી કુપ્પીના અજવાળામાં વાંચવાનું જ્યાં તે વખતના મશહુર ઉર્દૂ ડિટેક્ટિવ રાઈટર ઈબ્ને સફીની મિસ્ટરીઝ વંચાતી અને એક દિવસ એમના હાથમાં ટાગોરનો કાવ્યસંગ્રહ આવ્યો – ‘બાગબાન’ અને ગુલઝારની આગામી જિંદગીનો નકશો તૈયાર થતો ગયો.
ટાગોરની ‘વીર પુરુષ!’ કવિતાની શરૂઆત કાંઈક આ રીતે થાય છે.
દૂર દરાઝ બિદેશ કહીં, સોચો તો ઝરા
માં કો લેકર નિકલા હૂં મૈં!
મા મને લઈને પ્રવાસે નીકળી છે એવું નહીં, હું માને લઈને નીકળ્યો છું. બાળક સિરિયસલી આવું માને છે, અને કવિએ અહીં પણ એક આશ્ર્ચર્યચિહ્ન મૂકીને બાળકની આ કલ્પના છે એવો ઈશારો કરી દીધો. બાળક કહે છે કે (કલ્પના કરે છે):
માં તુમ પાલકી મેં બેઠી હો
દરવાઝે સે ઝાંક રહી હો
મૈં રંગીલે ઘોડે ઉપર
ટગ બગ, ટગ બગ, પાસ પાસ હૂં
ઘોડે કે ખૂર રંગ બિરંગી ધૂલ ઉડાતે
શામ આઈ ઔર સૂરજ ડૂબને વાલા થા
‘જોડ દિઘી’ કા વીરાના જબ સામને આયા
દૂર દૂર સુનસાન થા સબ
મન હી મન તુમ ડરી હુઈ થીં
સોચતી થી-
આ જમાનો બંગાળના અને પછી ભારતના ભાગલા થયા તે પહેલાંનો છે. બાંગ્લાદેશ તે વખતે ભારતનો – બંગાળનો હિસ્સો હતું. ચિતાગોંગ પાસે એક જોડિયા તળાવ છે. બે વિશાળ તળાવ તદ્દન બાજુબાજુમાં—‘જોડ દીઘી’ના નામે ઓળખાય છે. માની પાલખીની રક્ષા કરતું બાળક અંધારું ઘેરાય છે ત્યારે જોડ દીઘીના સૂમસામ વિસ્તારમાં ગભરાતું નથી પણ મા મનોમન ડરી રહી છે! એ પૂછે છે:
‘હમલોગ કહાં હૈ?’
મૈં કહતા: ‘ડરો નહીં માં
ડરો નહીં – વો દેખો સામને નદી કિનારા’
ચારોં તરફ સબ નોકીલે સર્કુન્ડે થે
બીચોબીચ ઈક લહરાતી પગદન્ડી થી
ગાય ગોરૂ, કોઈ નહીં થે
શામ હોતે સબ હી, ગાંવ લૌટ ગયે હોંગે
ક્યા જાને હમ કહાં ચલે થે?
અન્ધેરે મેં ઠીક સે દેખ નહીં સકતે થે
તુમને પાસ બુલા કર પૂછા
‘દૂર કહીં વો રોશની ક્યા હૈ?’
હવે શિશુની ખરી કસોટી થાય એવું વાતાવરણ સર્જાય છે. એણે માને કહી તો દીધું કે મા, તું ડરતી નહીં, પણ ભેંકાર અંધકારમાં ઘરના ઓરડામાંય ડર લાગે ત્યાં આ તો સાવ નિર્જન, વેરાન એવો અજાણ્યો પ્રદેશ હતો. દુષ્કાળમાં અધિક માસની જેમ આ બિહામણા વાતાવરણમાં એકાએક:
ઐસે મેં ઈક ‘ઓરે, રે, રે’ શોર હુઆ
‘હુઈ હુઈ’ કરતે લોગ હમારી જાનિબ દૌડે
ડર કે તુમ તો દુબક ગઈ, ઈક કોને મેં
ઔર કહાર સબ ડર કે મારે
પાલકી છોડ કે કાંપ રહે થે
મૈં લલકાર કે બોલા તુમસે,
‘ડરો નહીં માં, મૈ જો હૂં!’
હાથોં મે લાઠિયાં, માથે પર બિખરાયે બાલ
કાનોં મેં બાલિયાં ડાલે ‘જૌ’ કી, આયે સારે!
માની પાલખી ઊંચકવાવાળા કહાર કમ સે કમ ચાર થી છ તો હોવાના અને તે ય પાછા તગડામગડા! પણ રસ્તામાં કોઈ બહારવટિયા જેવા લૂંટારુઓએ એમને આંતર્યા ત્યારે એ પહેલવાન જેવા કહારો બિચારા પાલખી મૂકીને કાંપવા માંડ્યા, માનો શ્ર્વાસ અધ્ધર થઈ ગયો પણ બાળકે લલકાર કર્યો:
મૈં ચિલ્લાયા, ‘ઠહરો – ઐ ઐ ખબરદાર!
એક કદમ આગે મત રખના
આંખ ઉઠા કે દેખ, ઝરા તલવાર મેરી
ટુકડે ટુકડે કર દૂંગા મૈં સબ કે!’
સુનકર એક દુહાયી મારી સબને
‘હૂરે, રે, રે’ કર કે લપકે!
એમ તે કંઈ જવા દેવાય, લૂંટારુઓને? ખબરદાર, જો એક કદમ પણ આગળ વધ્યા છો તો… ટુકડા ટુકડા કરી નાખીશ બધાના… આંખ ઉઠાવીને પણ નથી જોવાનું મારી માની તરફ… આ તલવાર જોઈ! બાળકના માનસિક વિશ્ર્વમાં મા પ્રત્યેના પ્રેમનું કેવું મીઠું ઝનૂન છે અને શિશુનો પડકાર સાંભળીને પેલા બહારવટિયા જે ભાગ્યા છે, જે ભાગ્યા છે… એમને ભાગતા જોઈને મા કહે છે:
તુમ બોલીં, ‘મુન્ના મત આગે જાના’
મૈં બોલા, ‘આગે દેખો ના’
માને હવે મુન્નાની ચિંતા થવા માંડી છે. મુન્નાભાઈએ હજુ પોતાની તલવાર મ્યાન નથી કરી. એનો ગુસ્સો હજુય સાતમા આસમાને છે. માના વારવા છતાં એ કહે છે: ‘જો તો ખરી હવે. હું આ લોકોને છોડવાનો નથી, એમની આ હિંમત!’ અને ઘોડેસવાર મુન્નો લૂંટારાઓની પાછળ દોડે છે:
બસ ઘોડા દૌડા કે ઉન કે બીચ મેં પહુંચા
ઢાલ તલવાર બજી ઝન્ના કે
ક્યા ઘમસાન કી જંગ હુઈ માં!
સુન કે કાંપ ઉઠોગી માં તુમ
કિતને લોગ તો ભાગે ડર કે
કિતને લોગોં કી મુન્ડિયાં કટ ગઈ!
દુશ્મનોને વેરણછેરણ કરી નાખ્યા મુન્નાએ. વીર મુન્નાએ પોતાની પરાક્રમગાથા માને સુણાવી. લડતાં લડતાં એને મા યાદ આવી. મા મારી ચિંતા કરતી હશે:
ઈતને લોગોં સે લડતે લડતે
સોચતી હોગી, મર ગયા મુન્ના
બસ તબ હી મૈં ખૂન પસીને મેં નહલાયા
વાપસ આકર બોલા, ‘માં યુદ્ધ ખત્મ હુઆ!’
બાહર આકર ચૂમ કે મુઝકો, ગોદ મેં લેકર બોલીં,
‘શુક્ર હૈ મેરે સાથ થા મુન્ના
ના હોતા તો હાય ક્યા હોતા!’
શિશુને ખબર છે કે મા કદરદાન છે, મા જાણે છે કે આ દીકરો જ મારો તારણહાર છે, પોતાનો જીવ બચાવવા બદલ એ દીકરાની શુક્રગુજાર છે. વાત અહીં પૂરી નથી થતી. ક્લાઈમેક્સનો અંતરો બાકી છે. એ તમે મારા કોઈ દોઢડહાપણ વિના એકલા-એકલા જ વાંચો, માણો અને ના સમજાય તો ફરી વાંચો, ફરી ના સમજાય તો આખા કાવ્ય સાથે સળંગ વાંચો:
કિતના કુછ હર રોઝ હોતા હૈ,
આલતૂ ફાલતૂ ઐસા કુછ ક્યોં હોતા નહીં માં?
જૈસા કહાનિયોં મેં હોતા હૈ
જો સુનતા હૈરાન વો-
દાદા (મોટાભાઈ) કહતે, ‘કૈસે હુઆ યે? મુન્ના ક્યા ઈતના તગડા હૈ?’
ઔર મુહલ્લે વાલે સારે સુન કર કહતે,
‘શુક્ર હૈ મુન્ના સાથ થા માં કે!’
આજે મધર્સ ડેની ઉજવણી કરીને બાકીની વાતો નેક્સ્ટ વીકમાં પૂરી કરીએ.
પાન બનારસવાલા
ગોળ વિના મોળો કંસાર અને મા વિના સુનો સંસાર એ વાત સાચી પણ બાપ વિનાનો સંસાર માત્ર સુનો જ નથી હોતો, સન્નાટો છવાઇ ગયો હોય એવો હોય છે.
—અજ્ઞાત
• • •
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ
મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.
‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.
જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.
દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.
‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.
‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.
આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)
તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:
BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis
Net Banking / NEFT / RTGS-
Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings
A/c No. : 33520100000251
IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)
Branch Pin Code : 400076
તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.
આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.
તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.
જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.
સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).
• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો











