ગાંધીજીના એ ૧૧ મુદ્દા સાથે નેહરુ સહમત નહોતા – સૌરભ શાહ

( તડકભડક: ‘સંદેશ’, ‘સંસ્કાર’ પૂર્તિ, રવિવાર, 2 માર્ચ 2025)

દાંડીકૂચ દરમિયાન એક ઘટના બની. એક જગ્યાએ સ્થાનિક કાર્યકરોએ સુરતથી મૉટરલૉરીમાં દૂધ મગાવ્યું હતું અને રાતની કૂચમાં કિટ્સનની ભારે બત્તીઓની જોગવાઈ કરી હતી. ગાંધીજીએ એમને ઠપકો આપ્યો. સ્થાનિક કાર્યકરોને એમણે પોતાનું દુ:ખ સમજવાની વિનંતી કરી. સ્વયં સેવકોને પાઈએ પાઈનો હિસાબ આપવા આગ્રહ કર્યો. ‘યંગ ઈન્ડિયા’ના એક જ અંકમાં એમણે બે વાર લખ્યું: ‘હિસાબો ચોક્સાઈપૂર્વક રાખવા જોઈએ અને વારંવાર પ્રગટ થવા જોઈએ. હિસાબોના ચોપડા દર અઠવાડિયે ઑડિટર મારફતે તપાસાવા જોઈએ… બધી આવક અને ખર્ચની પાઈએ પાઈનો ચોખ્ખો અને વ્યવસ્થિત હિસાબ રાખવામાં આવવો જોઈએ અને વખતો વખત તેની તપાસ કરાવી જોઈએ.’

આજથી થોડાં વર્ષ પહેલાં સાબરમતી આશ્રમમાં સચવાયેલા ગાંધીજી વખતના હિસાબકિતાબને જાહેર કરવાની વિનંતી કરવામાં આવી હતી. આર્કાઈવલ અને વિન્ટેજ વેલ્યુ ધરાવતા ગાંધીજીના તમામ પત્રવ્યવહારો વર્ષોથી પબ્લિક છે. તો પછી આશ્રમના હિસાબકિતાબ શું કામ પબ્લિક ન થવા જોઈએ? પણ તે વખતે આશ્રમનું સંચાલન કરતા ‘ગાંધીભક્તો’એ ધરાર ના પાડી. શું ભય હશે એમને? કઈ ઈમેજ બચાવવી હશે? સાબરમતી આશ્રમમાં ચાલતા વિખવાદો (અને કદાચ નાનાંમોટાં કૌભાંડો)થી ત્રાસીને ગાંધીજીએ એ આશ્રમ છોડીને નાગપુર પાસે વર્ધા જેવી ઉજ્જડ, હવામાનની દૃષ્ટિએ વિષમ તથા વાહનવ્યવહારની રીતે તદ્દન વિખૂટી પડી ગયેલી જગ્યાએ નવો આશ્રમ સ્થાપવો પડ્યો હતો.

આજની તારીખે આંધળુકિયાં કરીને સાબરમતી આશ્રમનાં દર્શને દોડી જતા ભોળા પર્યટકોએ આ વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે ગાંધી નામના દીવા તળે પણ અંધારું હોઈ શકે છે. વાસ્તવમાં તો દરેક મહાન માણસની આ એક મોટી કઠણાઈ છે. એમની નજીક આવી જતા લેભાગુઓ ભવિષ્યમાં એમનું નામ ખરડી નાખતા હોય છે. ગાંધીજીની દાંડીકૂચ સાથે જવાહરલાલ નેહરુ સંમત નહોતા. કૂચમાં તો જોડાયા નહીં જ પણ કૂચ જે કારણસર થઈ રહી હતી એ કારણોનો પણ એમને વિરોધ હતો. કૂચ પહેલાં, ૬ ફેબ્રુઆરી ૧૯૩૦ના દિવસે ગાંધીજીએ એક પત્રમાં લખ્યું:

‘પ્રિય જવાહરલાલ, ૧૧ મુદ્દાઓનું મહત્ત્વ તમારા ધ્યાન બહાર જશે એવું મેં કદી માન્યું નહોતું, પરંતુ આ પત્ર તમને મળ્યા પછી એક-બે દિવસમાં જ તમે સાબરમતી આવવા નીકળવાના છો એટલે દલીલો કરીને તમારો સમય બગાડવા માગતો નથી. ૧૨મીએ તો તમે ચોક્કસ અહીં આવી જશો એવી હું આશા રાખું છું. હું એ બાબતમાં તમારા મનનું સમાધાન કરવાની આશા રાખું છું કે ૧૧ મુદ્દાઓથી આપણો કેસ નબળો બન્યો નથી પણ મજબૂત બન્યો છે. કમળા તમારી સાથે આવશે? તમારો બાપુ’
રવાના: પંડિત જવાહરલાલ નેહરુ આનંદ ભવન, અલાહાબાદ.

એ પછી ૨૪ ફેબ્રુઆરી ૧૯૩૦ના ગાંધીજીના પત્ર પરથી ખબર પડે છે કે નેહરુ ૧લી માર્ચે ગાંધીજીને મળવા આવવાના હતા. પણ આવ્યા હોય એવી કોઈ નોંધ દેખાતી નથી. ૬ માર્ચ ૧૯૩૦ના રોજ ગાંધીજીએ નેહરુને તાર કર્યો:

‘પત્ર પ્રગટ કરવા પ્રેસને આપ્યો. ૧૨મીએ પરોઢિયે ૬૦ સાથીઓ સામે કૂચ આરંભું છું.’ તારમાં જે પત્રનો ઉલ્લેખ છે તે ગાંધીજીએ વાઈસરોય લૉર્ડ અરવિનને લખેલો પત્ર જેનો ઉલ્લેખ આ સિરીઝના પ્રથમ લેખમાં થયો છે. દાંડીકૂચ શરૂ થઈ એના સાત દિવસ પછી ગાંધીજીએ ૧૯ માર્ચના રોજ નેહરુને લખ્યું:

‘પ્રિય જવાહરલાલ, તમારે એક આખી રાતનો ઉજાગરો કરવો પડશે, પણ તમારે જો આવતી કાલની રાત પહેલાં પાછું ફરવું હોય તો એ અનિવાર્ય છે. સંદેશવાહક તમને હું જ્યાં પણ હોઈશ ત્યાં લઈ આવશે. કૂચના ખૂબ જ કસોટીના તબક્કે તમે મારી પાસે આવી રહ્યા છો. તમારે રાત્રે લગભગ બે વાગ્યે કસાયેલા માછીઓના ખભા પર બેસીને ખાડી પાર કરવી પડશે. રાષ્ટ્રના પ્રથમ દરજ્જાના સેવક માટે પણ હું કૂચને રોકી શકું એમ નથી. પ્યાર. બાપુ’

વાચક બિટ્વીન ધ લાઈન્સ વાંચી શકે છે કે જવાહરલાલે ગાંધીજીને શું લખ્યું હશે, શું પ્રપોઝ કર્યું હશે. દાંડીકૂચના ઉત્તરાર્ધમાં ૩૧ માર્ચ ૧૯૩૦ના રોજ બાપુ લખે છે:

‘પ્રિય જવાહરલાલ, તમારો પત્ર મળ્યો. મેં તમને તાર એટલા માટે ન કર્યો કે દાંડીમાં પઠાણો હોય એમ મને લાગતું નથી અને હોય તોય અમે તેમને પહોંચી વળીશું. સરહદ પ્રાંતમાંથી ભલા અને સાચા મિત્રો પણ આવે તો તેથી ગૂંચવાડો પેદા થાય. … રાત્રે દશ થવા આવ્યા છે, એટલે હવે રામ રામ. બાપુ’

પેલા ૧૧ મુદ્દા જેની સાથે જવાહરલાલ સંમત નહોતા થતા તે કયા હતા? ગાંધીજી માનતા કે લૉર્ડ અરવિન અને બ્રિટિશ પ્રધાનમંડળની ભારતને ‘ડોમિનિયન સ્ટેટસ’ આપવાની દાનત સાફ હોય તો તેઓ આ ૧૧ સુધારા તરત દાખલ કરાવી શકે છે:

૧. સંપૂર્ણ દારૂ નિષેધ ૨. હૂંડિયામણનો દર રૂપિયાની ૧૬ પેન્સ ૩. જમીન મહેસૂલ ઓછામાં ઓછું અર્ધું કરી નાખવામાં આવે અને પછી ધારાસભાના અંકુશ તળે તે મૂકવામાં આવે. ૪. મીઠાનો કર તદ્દન નાબૂદ થાય. ૫. લશ્કરી ખર્ચ હાલ છે તેના કરતાં અર્ધો કરી નાખી તેમાં ઘટાડો કરવાની શરૂઆત થાય. ૬. આ પ્રમાણે કરવાથી મહેસૂલમાં થતાં ઘટાડાને અંગે મોટા મોટા પગારદારોના પગાર અર્ધા અથવા તેથી જેટલા ઓછા કરવાનું ઘટે તેટલા ઓછા કરવામાં આવે. ૭. પરદેશી કાપડ ઉપર સ્વદેશીની પૂરેપૂરી રક્ષા થાય એટલી જકાત નાખવામાં આવે. ૮. શ્રી હાજીનો હિંદી દરિયાકાંઠાનો વેપાર સંબંધી કાયદાનો ખરડો પસાર કરવામાં આવે. ૯. સામાન્ય ન્યાયની અદાલતોએ ખૂનના અથવા ખૂનમાં મદદ કરવાના ગુના માટે જેમને તકસીરવાર ઠરાવ્યા હોય તેવા સિવાયના બધા રાજકીય કેદીઓને છોડી દેવામાં આવે. બીજા રાજકીય ગુનાઓ માટે કામ ચાલતા હોય તે બધા બંધ થાય, રાજદ્રોહ વિશેની ૧૨૪અ કલમ, ૧૮૧૮નું રેગ્યુલેશન અને એવા જ બીજા કાયદા રદ થાય, અને આજે દેશવટો ભોગવી રહેલા દરેક હિંદીને દેશમાં પાછા આવવાની પરવાનગી મળે. ૧૦. સી.આઈ.ડી. (ગુપ્તચર ખાતું) નાબૂદ કરવામાં આવે અથવા ધારાસભાના અંકુશ નીચે મૂકવામાં આવે. ૧૧. ધારાસભાના અંકુશ તળે રહીને આત્મરક્ષણને માટે જેને બંદૂક જેવાં હથિયાર જોઈએ તેને તેવાં હથિયાર મેળવવાનો પરવાનો આપવામાં આવે.

ગાંધીજીની આ માગણીઓ સામે નેહરુને શું કામ કોઈ અસહમતિ હોવી જોઈએ! પોલિટિક્સમાં રસ ધરાવતા ભારતના દરેક નાગરિક માટે ગાંધીજીની દાંડીકૂચનું આટલું બૅકગ્રાઉન્ડ જાણી લેવું જરૂરી હતું.

પાન બનારસવાલા

જે નબળો છે તે ક્યાંથી ક્ષમાવાન બનવાનો? ક્ષમા તો શક્તિશાળી જ આપી શકે.

– મહાત્મા ગાંધી

• • •

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ

મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.

‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.

જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.

દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.

આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)

તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:

BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis

Net Banking / NEFT / RTGS-

Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings

A/c No. : 33520100000251

IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)

Branch Pin Code : 400076

તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.

આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.

તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.

જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.

સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).

HiSaurabhShah@gmail.com

Twitter.com/hisaurabhshah

Facebook.com/saurabh.a.shah

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here