( તડકભડક: ‘સંદેશ’, ‘સંસ્કાર’ પૂર્તિ, રવિવાર, 25 મે 2025 )
ઈ-બુક્સમાં પબ્લિશર્સ, રાઈટર અને વાચક – ત્રણેયના ફાયદા છે. વાચકને નૉર્મલ પુસ્તક કરતાં ઈ-બુક સસ્તામાં મળે. પબ્લિશરે એક વખત પ્લૅટફૉર્મ ઊભું કરી લીધા પછી કાગળ-પ્રિન્ટિંગની જફા નહીં, સ્ટૉક રાખવાનો નહીં અને છાપી નાખેલી ચોપડીઓ ના વેચાય ત્યાં સુધી ગોડાઉનનાં ભાડાં ભરવાનાં નહીં, એવું કોઈ મોટું મૂડીરોકાણ નહીં ને રિસ્ક નહીં. અને રાઈટર માટે તો જલસા જ. જનરલી રાઈટરને પાંચથી સાડા સાત ટકા રૉયલ્ટી મળે, સારો રાઈટર હોય તો દસ ટકા અને બેસ્ટ સેલર હોય તો સાડા બારથી પંદર ટકા. પ્રિન્ટ મીડિયાને બદલે ઈ-બુક્સમાં રૉયલ્ટીનું ધોરણ સીધું ૨૦ ટકાથી શરૂ થતું હોય છે, પછી જેવો રાઈટર અને જેવી એની ડિમાન્ડ. વધીને છેક ૮૦ ટકા સુધી રૉયલ્ટી પહોંચી શકે. (જેફ્રી આર્ચરે બૉમ્બેની બુક શૉપમાં કહેલું કે ઈ-બુક્સ પર એમને ૮૦ ટકા (આઠડે મીંડે એંશી) રૉયલ્ટી મળે છે.)
ઈ-બુક્સનો અશ્ર્વમેધ યજ્ઞ પૂરજોશમાં આગળ વધી રહ્યો હતો ત્યાં જ પ્રિન્ટ મીડિયાએ હવનમાં હાડકાં નાખ્યાં. દસ વર્ષ પહેલાં, ૨૦૧૫ના પ્રથમ પાંચ મહિના દરમિયાન ઈ-બુક્સના વેચાણમાં ૧૦ ટકાનો ઘટાડો થયો એવું એસોસિયેશન ઑફ અમેરિકન પબ્લિશર્સે જણાવ્યું હતું. આ પ્રકાશકસંઘ અમેરિકાના ૧૨,૦૦૦ જેટલા પ્રકાશકો પાસેથી ડૅટા ક્લેક્ટ કરે છે.
આની સામે છાપેલાં પુસ્તકોની બજારમાં કેવી તેજી આવી? ધ અમેરિકન બુક સેલર્સ એસોસિયેશનના આંકડા મુજબ પંદર વર્ષ પહેલાં અમેરિકામાં (આ પુસ્તકવિક્રેતા સંઘના સભ્ય હોય એવા) બુક સ્ટોર્સની સંખ્યા ૧,૪૧૦ હતી જે વધીને ૨૦૧૫માં ૧,૭૧૨ થઈ. એટલું જ નહીં એક જ પુસ્તકની દુકાનની એક જ શહેરમાં એક કરતાં વધારે બ્રાન્ચ હોય તો એ બ્રાન્ચમાં પણ વધારો થયો. અમેરિકામાં પાંચ વર્ષ પહેલાં ૧,૬૬૦ લોકેશન્સ પર બુક સ્ટોર્સ હતા એની સામે ૨૦૧૫માં ૨,૨૨૭ લોકેશન્સ થઈ ગયા. લેટેસ્ટ ડેટા પ્રમાણે ૨૦૨૫ની સાલમાં અમેરિકાની જૂની અને જાણીતી પુસ્તક વિક્રેતા કંપની ‘બાર્ન્સ એન્ડ નોબલ’ તરફથી ૬૦૦ નવી દુકાનો ખુલી રહી છે.
આ ટર્ન અરાઉન્ડનું કારણ શું? લોકો ઓછા ટૅક્નોસૅવી થઈ ગયા? ના. જે પુસ્તક બુક શૉપમાં દેખાતું નથી એ પુસ્તકની ઈ-બુક તરીકેની ખરીદી પણ ભાગ્યે જ થતી હોય છે. ઈ-બુકનાં ગુણગાન ગાતા લોકોને આ વાત નહીં ગમે પણ પબ્લિશરોને હવે ઈ-બુકના રાક્ષસની બીક લાગતી નથી.
આનો અર્થ એ નથી કે ઈ-બુક્સનો જમાનો પૂરો થઈ ગયો છે કે પછી ઈ-બુક્સનું ભાવિ ધૂંધળું છે કે ઈ-બુક્સના ક્ષેત્રે પ્રગતિ નહીં થાય. ના, એવું બિલકુલ નથી, પણ આનો અર્થ એ છે કે પ્રિન્ટેડ બુક્સનો જમાનો પૂરો થયો નથી (નથી, નથી, નથી) અને પ્રિન્ટેડ બુક્સના પબ્લિશર્સનું ભાવિ ઊજળું છે (છે, છે, છે).
હવે ઈ-બુક્સના ફ્યુચર વિશે અને આ બુક્સના ભાવિ વિશેની વાત કરીને પૂરું કરીએ.
ઈ-બુક્સ વિશે લખતાં પહેલાં મેં આ ક્ષેત્રના નિષ્ણાત અપૂર્વ આશર પાસેથી કેટલીક દુર્લભ માહિતી મેળવી જે ટેક્નિકલ લોકો માટે નવી નવાઈની ન હોય, પણ મારા-તમારા જેવા કૉમન લોકો માટે ઘણી વિસ્મયકારી હોય. અપૂર્વ આશરે જણાવ્યું કે ઈ-બુક્સના ફોર્મેટ માટે આખા વિશ્ર્વમાં એકસૂત્રતા રહે એટલે ઈન્ટરનેશનલ ડિજિટલ પબ્લિશિંગ ફોરમ – આઈડીપીએફની રચના થઈ છે, જે કોઈ પણ આઈડીપીએફે નક્કી કરેલાં ધારાધોરણો પ્રમાણે ઈ-બુક તૈયાર કરે એ ઈ-બુક કોઈ પણ રીડર-ઍપ પર વાંચી શકાય.
ઈ-બુક્સ માટેની એક ગેરસમજ લોકોમાં (અને લેખકોમાં પણ) એ છે કે એની કોઈ પ્રોડક્શન કૉસ્ટ નથી. કારણે કાગળ, પ્રિન્ટિંગ, બાઈન્ડિંગના કોઈ ખર્ચા એમાં હોતા નથી. એ ખર્ચા ભલે ન હોય પણ એક વખત પુસ્તકને ટાઈપસેટ કરવાના, એને ઈ-બુકના ફોર્મેટમાં ઢાળવાના, ડિઝાઈનિંગના ખર્ચા કરવા જ પડે છે. બીજુ વેબસાઈટ, ઈ-સ્ટોર વગેરેની ઑનલાઈન શૉપિંગ માટેની સુવિધા ક્રિયેટ કરીને એનો મેન્ટેનન્સનો ખર્ચ પણ કરવો પડે. ઑનલાઈન સ્ટોરમાં બ્રિક ઍન્ડ મોર્ટાર સ્ટોરની જેમ જમીન-દુકાનના ભાવમાં ક્યારેય વધારો તો થવાનો નથી એટલે એમાં કરેલું ઈન્વેસ્ટમેન્ટ ‘ડેડ’ થઈ જવાનું. પ્લસ જો તમે રેગ્યુલરલી સોફટવેર્સનાં નવાં વર્ઝનથી અપડેટ ના કર્યા કરો તો તમારાં સ્ટોર આઉડડેટેડ થઈને કોમ્પિટીશનની બહાર ફેંકાઈ જવાનો. ત્રીજું અને સૌથી મહત્ત્વનું ધ્યાન એ રાખવું પડે કે ઈ-બુક બનાવવામાં ડી. આર. એમ.ની કોસ્ટ લાગે. ડી. આર. એમ. એટલે ડિજિટલ રાઈટ્સ મેનેજમેન્ટ. જો તમારી ઈ-બુક કોઈ એક વખત ડાઉનલોડ કરીને એની કૉપી બનાવીને પાયરેટેડ ઈ-બુક્સનો બિઝનેસ શરૂ કરી નાખે તો તમારે (એટલે કે પ્રકાશકની સાથોસાથ લેખકે પણ) પ્રોફિટ/રૉયલ્ટીના નામનું નાહી નાખવું પડે. એટલે ‘ડિજિટલ લૉક’ બનાવવા માટે ડી.આર.એમ. કોસ્ટ ગણવી પડે. ‘કિન્ડલ’ એના પોતાના ડિજિટલ લૉક તોતિંગ ખર્ચે ક્રિયેટ કર્યા છે. હૅકર્સની દુનિયામાં આવા લૉક તોડવાની સ્પર્ધા થતી હોય છે. એટલે ‘કિન્ડલ’ હૅકર્સથી એક ડગલું આગળ રહેવા સતત આર ઍન્ડ ડી પાછળ ખર્ચો કરતાં રહેવું પડે.
તો પછી ‘કિન્ડલ’ સિવાયના ફોર્મેટ માટે ઈ-બુક્સ બનાવતા લોકો પોતાની ઈ-બુક્સને તાળાં લગાવવા શું કરતા હશે? આનો જવાબ એક વખત મને મારા પ્રકાશકે આપ્યો હતો અને અપૂર્વ આશરે પણ સમજાવ્યું કે ફોટોશૉપ જેવા અનેક સોફ્ટવેર બનાવતી અમેરિકાની જાણીતી કંપની અડોબી સિસ્ટમ્સ તમને એ સુવિધા પ્રોવાઈડ કરતી હોય છે, પણ આ માટેય તમારે ખર્ચો તો કરવો જ પડે. શરૂઆતમાં જ ઍનિથિંગ બિટ્વીન પાંચથી આઠ લાખ રૂપિયા સેટ અપ કૉસ્ટ તરીકે આપી દેવા પડે અને પછી દરેક પુસ્તક માટે વીસથી ત્રીસ રૂપિયા ચૂકવવા પડે તો તમારી દરેક ઈ-બુકને કોઈ ખોલી ન શકે એવું તાળું મળે. અને અફ્કોર્સ, ઈ-બુકનું જ્યારે ઑનલાઈન વેચાણ થતું હોય ત્યારે જેના દ્વારા પૈસાની સિક્યૉર્ડ લેવડદેવડ થાય એમને પણ તમારે પોણા બે ટકાથી લઈને ક્યારેક તો પાંચ ટકા જેટલું કમિશન ચૂકવવું પડે.
ગુજરાતીમાં ઇ-બુક્સનું ચલણ અત્યારે ઘણું ઓછું છે. પરદેશમાં રહેતા ગુજરાતીઓ સિવાય અહીંના વાચકોને ઝાઝો રસ નથી. પ્રકાશકો ઈ-બુક્સની રૉયલ્ટીની ગણતરી કરવામાં એમેઝોનના હિસાબકિતાબની અટપટી વ્યવસ્થાનો વાંક કાઢે છે. ભવિષ્યમાં આ બધી બાબતો સીધી થઈ જશે અને ઈ-બુક્સની કિંમત તથા એના માર્કેટિંગ પર ધ્યાન કેન્દ્રિત થશે ત્યારે ગુજરાતી ઈ-બુક્સનો જમાનો આવશે.
પ્રિન્ટેડ બુક્સનું તો ભાવિ ઉજળું છે જ (ટચ વુડ), ઈ-બુક્સના ક્ષેત્રમાં પણ અત્યારે જે વળતાં પાણી દેખાયાં તે માત્ર એક ટેમ્પરરી તબક્કો હતો. હવે તો ‘કિન્ડલ’ જેવાઓ તદ્દન નાખી દેવાના ભાવમાં તમને ઈ-બુક ‘ભાડે’ પણ આપતા થઈ ગયા છે, પ્રિન્ટેડ બુક્સ જેમ તમે કોઈ મિત્રને વાંચવા આપી શકો, એમની પાસેથી ઉછીની લઈ શકો – એવી સુવિધા ઈ-બુક્સમાં પણ આવી ચૂકી છે. અજાણ્યાઓને પણ મિત્ર બનાવીને કે એમના ગ્રુપમાં સામેલ થઈને તમે મામૂલી ફીથી આવી સુવિધા વાપરી શકો.
ઈન્ટરનેટની દુનિયા ગજબની છે. અહીં જાણીતાઓ વધુ પરિચિત બને છે, પરિચિતો ગાઢ મિત્રો બની જાય છે અને છેવટે અજાણ્યું તો કોઈ રહેતું જ નથી. રિચર્ડ બૅકના એક પુસ્તકમાં આ યાદગાર વાકય વાંચ્યું ત્યારથી મનમાં ચોંટી ગયું છે; ‘અજાણ્યા જેવું કોઈ હોતું જ નથી આ જગતમાં, જે છે એ બધા હજુ સુધી ન બનેલા મિત્રો જ છે.’
પાન બનારસવાલા
ચાંદીની થાળીમાં જમવા મળે કે પતરાળીમાં તેનું મહત્ત્વ નથી. જમવામાં શું પીરસાય છે એ અગત્યનું છે.
—અજ્ઞાત
• • •
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ
મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.
‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.
જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.
દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.
‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.
‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.
આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)
તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:
BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis
Net Banking / NEFT / RTGS-
Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings
A/c No. : 33520100000251
IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)
Branch Pin Code : 400076
તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.
આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.
તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.
જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.
સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).
• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો
૧) કશ્મીરમાં આતંકની છૂટીછવાઈ ઘટનાઓ ગત્ દરેક વર્ષમાં ઘટતી રહી. પણ આ વખતે (ધર્મ પૂછીને) મોટી ઘટના ઘટી. સ્થાનિક લોકો, સ્થાનિક પોલીસ અને સ્થાનિક સરકારના સાથ વગર શું આ શક્ય હતું?
૨) હજારો લાખો પંડિતોને કશ્મીરમાંથી ક્રૂરતાપૂર્વક ભગાવવામાં આવ્યા.
૩) કશ્મીરના સ્થાનિકો કશ્મીરને ભારતનો ભાગ ગણતા જ નથી.
૪) ભારતમાં પર્યટનનાં અનેક અતિસુંદર સ્થળો છે. છતાં આપણા લોકો કશ્મીરમાં કેમ ઉમટી પડે છે?
૫) કશ્મીરમાં પૈસા વેરીને શું આપણે જ આતંકવાદને પોષીએ છીએ?
આ બાબતો વિષે અગાઉ કંઈ લખ્યું ન હોય તો લખવા વિનંતી.
Chalo Kashmir campaign kicks off, supported by almost 100 travel companies. – Bombay Times, 25-05-25
૧૦૦ ટ્રાવેલ કંપનીઓ લોકોને કશ્મીરના પ્રવાસે મોકલવા અધીરી થઈ છે.
વર મારો, કન્યા મરો, ગોરનું તરભાણું ભરો !
આ વિષે કંઈક લખો.