ઈલન મસ્ક અને ટવિટરે ટ્રમ્પ તથા અમેરિકા માટે જે ઉમદા કામ કર્યું એવું ભારતમાં આપણા માટે કોણ કરી રહ્યું છે : સૌરભ શાહ

(‘ગુડ મોર્નિંગ’, Newspremi.Com : બુધવાર, 13 નવેમ્બર 2024)

પેધાં પડી ગયેલાં છાપાં-મેગેઝિનો અને ન્યુઝ ચેનલોએ ભારતનું ખૂબ મોટું નુકસાન કર્યું છે. ઈલન મસ્ક આવા મીડિયાને લેગસી મીડિયા કહીને વાજબી રીતે જ ઉતારી પાડે છે. ભારતનાં પરંપરાગત કે જર્જરિત થઈ ગયેલાં કે હવે વાસી થઈ ગયેલાં, ઇર્રિલેવન્ટ બની ગયેલાં જૂના જમાનાનાં છાપાં- મેગેઝિનો અને ટીવીની ન્યુઝ ચેનલોની સામે છેલ્લાં થોડાંક વર્ષમાં ક્રમશ: ખૂબ મોટો પડકાર ‘ઑપઇન્ડિયા’ દ્વારા ઊભો થયો છે. આ ‘ઑપઇન્ડિયા’ શું છે ? સમજાવું તમને.

પેધા પડી ગયેલા મીડિયા તરફથી વાતેવાતે ગેરમાહિતી ફેલાતી રહે છે. એટલું જ નહીં, જે સત્ય હોય તેને છુપાવવાની કે ધૂંધળું કરીને વાચકોને/દર્શકોને ભરમાવવાની પ્રવૃત્તિ પણ અહીંનું લેગસી મીડિયા કરતું રહે છે. જૂન 2014માં મોદી શાસન શરૂ થયાના છએક મહિના બાદ રાહુલ રોશન નામના યુવાને ‘ઑપઇન્ડિયા’ નામના ન્યુઝ અને એનેલિસસના પોર્ટલની સ્થાપના કરી. નુપૂર જે. શર્મા એની એડિટર ઈન ચીફ છે. ‘ઑપઇન્ડિયા’એ છેલ્લાં દસ વર્ષમાં એકલે હાથે, કોઈ તોતિંગ બજેટ વિના, કોઈ મોટા સ્ટાફ વિના લેફ્ટિસ્ટ મીડિયાની ઈકો સિસ્ટમમાં મસમોટું ગાબડું પાડ્યું છે. આવતા મહિને ‘ઑપઇન્ડિયા’ દસમી વર્ષગાંઠની ઉજવણી કરશે. આગોતરા અભિનંદન.

લિબરાન્ડુઓને— પોતાને લિબરલ ગણાવતા ગાંડુઓને— સમસ્ત લેફ્ટિસ્ટ ઇકો સિસ્ટમને ‘ઑપઇન્ડિયા’ આંખમાં કણાની જેમ ખૂંચે છે. ‘વિકિપીડિયા’ જેવા પ્લેટફોર્મ સાથે સંકળાયેલા લોકો માટે તો ‘ઑપઇન્ડિયા’ જાણે કે પર્સનલ દુશ્મન છે. વિકિપીડિયામાં વાંચશો તો ‘ઑપઇન્ડિયા’ સમા ઉમદા, પ્રામાણિક, સત્યવાદી અને રાષ્ટ્રવાદી ન્યુઝ પોર્ટલ સામે તમને નકરું ઝેર ઓકેલું વંચાશે.

વિકિપીડિયાની ભારતવિરોધી પ્રવૃત્તિઓને ‘ઑપઇન્ડિયા’ એ ખુલ્લી પાડી છે. વિકિપીડિયાને લગતી કેટલીક પાયાની વાત સમજી લઈએ એટલે ‘ઑપઇન્ડિયા’એ આ લોકોની પ્રવૃત્તિને શું કામ ઉઘાડી પાડી એનાં કારણો તમને સમજાઈ જશે. વિકિપીડિયાનો દાવો હોય છે કે એમને ત્યાં મૂકાતી કોઈપણ વાંચનસામગ્રીને, માહિતીને કોઈપણ વ્યક્તિ પોતાની રીતે સુધારી કે વધારી શકે છે કે દૂર કરી શકે છે, એડિટ કરી શકે છે. હકીકત એ છે કે વિકિપીડિયા સાથે સંકળાયેલા મુઠ્ઠીભર લોકો નક્કી કરે છે કે ફાઈનલી વિકિપીડિયા પર કઈ માહિતી રહેશે અને કઈ એડિટ થશે.

વિકિપીડિયા જાણે પોતે હેન્ડ ટુ માઉથ અસ્તિત્વ ધરાવતું હોય તે રીતે પોતાના યુઝર્સને અપીલ કરતું રહે છે કે અમને ટકાવી રાખવા માટે તમારો માત્ર રૂ.25નો સહયોગ પણ અમને આપો. હકીકત એ છે કે એમેઝોનના જેફ બેઝોસ અને ડીપ સ્ટેટના બેતાજ બાદશાહ જર્યોર્જ સોરોઝ જેવાઓ દ્વારા કરોડો ડૉલરનું ફંડિંગ પામતા વિકિપીડિયાની આર્થિક તંદુરસ્તી લાલ ટમાટર જેવી છે.

આવું જ નાટક ધ ક્વિન્ટ, ધ પ્રિન્ટ, ધ સ્ક્રોલ, ન્યુઝલોન્ડ્રી અને એવાં અનેક લેફ્ટિસ્ટ ન્યુઝ પોર્ટલ કરતાં રહે છે. આમાંના મોટાભાગનાઓ પાસે તાતાથી માંડીને નારાયણ મૂર્તિ અને બીજા ઘણા શ્રીમંતો દ્વારા મળેલું ફંડિંગ છે. એ લોકોએ ક્યારેય પૈસાની ચિંતા કરવાની જ નથી હોતી. ગુજરાતી યુ-ટયુબરોના સલીમઅનારકલીઓને તથા બચુકડી ટીવી ચેનલોના ચિંગુમિંગુ કર્તાહર્તાઓને કેજરીવાલની ‘આપ’ના સમર્થકો દ્વારા તથા અન્ય વિપક્ષી નેતાઓના ટેકેદારો તરફથી નિયમિત ફંડિંગ મળતું રહે છે. ફંડિંગ મળતું ઓછું થઈ જાય કે બંધ થઈ જાય ત્યારે તેઓ ‘આપ’ કે કોન્ગ્રેસનો પક્ષ લેવાનું બંધ કરીને ન્યુટ્રલ થઈ જતા હોય છે. અને તોય જો ફંડિંગ ચાલુ ન થાય તો પૈસાવાળાઓનું નાક દબાવીને જાહેરખબરો ઉઘરાવતા થઈ જાય છે. વળી પાછું ઇલેક્શન આવે કે ‘આપ’ના પૈસા આવતા થઈ જાય એટલે ન્યુટ્રલ હોવાનું મહોરું ફગાવીને બબ્બે હાથે તાબોટા પાડીને ‘આપ’ને રિઝવવા માટે તેઓ કવ્વાલીઓ ગાતા થઈ જાય છે.

‘ઑપઇન્ડિયા’ જેવા જેન્યુઈન ન્યુઝ પોર્ટલ પાસે પેલા લોકો જેવું કોઈ ફંડિંગ નથી. એક્સપાન્શન માટે કે નવી પ્રવૃત્તિઓ શરૂ કરવા માટે મહામહેનતે પૈસા ભેગા થાય છે. વાચકોના કૉન્ટ્રિબ્યુશન માટે સતત અપીલ કરતા રહેતા ‘ઑપઇન્ડિયા’ના અસ્તિત્વ માટે અને એની પ્રગતિ માટે દરેક ભારતપ્રેમીને, સનાતન પરંપરા સાચવી રાખવા માગતા હિંદુઓને, મોદી-ભાજપ-સંઘના સમર્થકોને ચિંતા હોવી જોઈએ.

અંગ્રેજી અને હિંદી ઉપરાંત ‘ઑપઇન્ડિયા’ ગુજરાતીમાં પણ ખૂબ સરસ કામ કરે છે. એડિટર લિંકન સોખડિયા અને ડેપ્યુટી એડિટર મેઘલસિંહ પરમાર જેવા નવી પેઢીના તેજસ્વી ગુજરાતી પત્રકારો પોતાની ટીમ સાથે ગુજરાતી ‘ઑપઇન્ડિયા’માં નેત્રદીપક કામગીરી કરી રહ્યા છે. મરહુમ મૌલાના નગીનદાસ સંઘવીને બદલે ભગવાને પત્રકાર શિરોમણિ હસમુખ ગાંધીને ૧૦૦ વરસનું આયુષ્ય આપ્યું હોત તો ગાંધીભાઈ લિંકન, મેઘલસિંહ અને ગુજરાતી ઑપઇન્ડિયાની ટીમ દ્વારા દિવસરાત એક કરીને થઈ રહેલી મહેનતને રોજેરોજ મોતીડે વધાવતા હોત.

Screenshot

2020ના દિલ્હી રમખાણો વખતે ‘ઑપઇન્ડિયા’ની કામગીરી ફેન્ટાસ્ટિક હતી. બદમાશ મીડિયાએ ‘આપ’માં રહેલા કેજરીવાલના મુસ્લિમ ભાઈબંધો સાથે મળીને એવો નરેટિવ ચગાવ્યો હતો કે હિંદુ નેતા કપિલ મિશ્રાના ‘ભડકાઉ ભાષણ’ને લીધે રાયટ્સ થયા. કપિલ મિશ્રા પર દોષનો ટોપલો ઢોળવાનું કામ કરી દીધા બાદ ખખડધજ મીડિયાએ હિંદુઓને ખૂબ ફટકાર્યા, અધમૂઆ કરી નાખ્યા. ‘ઑપઇન્ડિયા’એ કરેલા ફર્સ્ટ હેન્ડ રિપોર્ટિંગમાં પુરાવા મળ્યા કે ‘આપ’ અને કેજરીવાલના મુસ્લિમ મિત્રોએ રમખાણો કરવાની તૈયારી પહેલેથી જ કરી રાખી હતી. સીએએ (સિટિઝનશિપ અમેન્ડમેન્ટ એક્ટ) મુસ્લિમો વિરુદ્ધ છે એવી ગેરમાન્યતા વિપક્ષી નેતાઓએ ફેલાવીને મુસ્લિમોને ઉશ્કેર્યા હતા, જેના પરિણામે દિલ્હીમાં મહિનાઓ સુધી લંબાયેલું શાહીનબાગ આંદોલન થયું. કેજરીવાલ એ આંદોલનકારીઓને અછોવાનાં કરતા રહ્યા, એમને ભરપૂર વીજળી-પાણી અને ખોરાક પહોંચાડતા રહ્યા. ‘ઑપઇન્ડિયા’ની વેબસાઈટ પર તમે આર્કાઇવ્ઝમાં સર્ચ કરશો તો 2020 દિલ્હી રાયટ્સની ખૂબ વિગતો તમને મળશે. રિયલ જર્નલિઝમ કોને કહેવાય તે ‘ઑપઇન્ડિયા’એ પુરવાર કરી બતાવ્યું. હિંદુઓની ખોટેખોટી બદનામી કરનારા અને શાંતિપ્રિય કોમે કરેલાં પાપોને છાવરતા અંગ્રેજી, ગુજરાતી, હિંદી અને મરાઠી (તેમ જ અન્ય ભારતીયભાષી મીડિયાના) જરીપુરાણા મીડિયાની સામે ‘ઑપઇન્ડિયા’ દર વખતે હકીકતોની ચકાસણી કરીને સત્ય બહાર લાવતું રહ્યું છે. બુઢઉ મીડિયાની બદમાશીઓને ખુલ્લી પાડીને વાચકો સમક્ષ દૂધનું દૂધ અને પાણીનું પાણી દેખાડવામાં ‘ઑપઇન્ડિયા’ ની ત્રણેય ભાષાઓના નરબંકાઓએ નિપુણતા મેળવી છે. ફૅક્ટ ચેક કરવામાં ‘ઑપઇન્ડિયા’ નંબર વન છે. ક્યાંક કોઈ મીડિયાએ કે પછી ‘આપ’, ‘કોંગ્રેસ’, ‘ટીએમસી’ જેવી હિંદુદ્વેષી, ભારતવિરોધી પોલિટિકલ પાર્ટીના પ્રવક્તાએ કે ઉદ્ધવ, પવાર, પપ્પુએ માહિતીને તોડીમરોડીને કે પછી નિર્લજ્જ બનીને હાડોહાડ જુઠ્ઠાણું ફેલાવવાની કોશિશ કરી છે એવી ખબર પડે કે તરત જ ‘ઑપઇન્ડિયા’ની ટીમ ફૅક્ટ ચેકિંગના કામે લાગી જાય અને પુરાવાઓ ભેગા કરીને વાચકો સમક્ષ હકીકતો રજુ કરે, સત્ય શું છે તેની રજુઆત કરે. (આવું જ કામ એક ગુજરાતી યુવાન નામે વિજય પટેલ (ગજેરા) સ્વતંત્ર રીતે રાજકોટ બેઠા કરી રહ્યા છે.)

વિકિપીડિયાની બદમાશીઓને ‘ઑપઇન્ડિયા’એ ખુલ્લી પાડી તેની નોંધ ભારત સરકારે લીધી. સરકારે વિકિપીડિયાને નોટિસ આપી અને એમને ત્યાં ચાલતી ગોબાચારીનો હિસાબ માગ્યો. વિકિપીડિયા પર બદનક્ષીનો એક મોટો કેસ તો ઑલરેડી થયેલો છે. એ.એન.આઈ (એશિયા ન્યુઝ ઇન્ટરનેશનલ) નામની પ્રમુખ ન્યુઝ એજન્સી વિશે જુઠ્ઠી, વાહિયાત અને બદનામી કરનારી ગેરમાહિતી વિકિપીડિયા પર મૂકવાનો ગુનો કરવાનો આક્ષેપ મૂકીને દિલ્હી હાઈકોર્ટમાં બે કરોડની નુકસાની માગતો આ ચકચારભર્યો કેસ કરવામાં આવ્યો છે. ‘ઑપઇન્ડિયા’ને કારણે ભારતની બાબતમાં તો વિકિપીડિયાએ સુધરવું જ પડશે-આજે નહીં તો કાલે.

‘ઑપઇન્ડિયા’નાં નુપૂર જે. શર્માએ થોડા મહિના પહેલાં પોતાની એક મહત્ત્વાકાંક્ષા વાચકો સમક્ષ પ્રગટ કરેલી. ભારતની સુપ્રીમ કોર્ટની રોજેરોજની કાર્યવાહી તમને યુ-ટ્યુબ પર લાઈવ જોવા મળે છે. રાજ્યોની હાઈકોર્ટમાંથી પણ લાઈવ પ્રસારણ થાય છે. પણ સામાન્ય નાગરિક પાસે આ બધું જોવાનો ટાઈમ ન હોય, એટલી સમજણ પણ બધામાં ન હોય, ‘બાર એન્ડ બેન્ચ’ (@barandbench) સુપ્રીમ કોર્ટના ચુકાદાઓનું તેમ જ ચુકાદા પહેલાંની દલીલો વગેરેનું રિપોર્ટિંગ કરે છે. આ ઉપરાંત લાઈવ લૉ ડૉટ ઈન (@LiveLawIndia) પણ એવી જ કામગીરી કરે છે. આજની તારીખે ડિજિટલ મીડિયાનાં આ બે જાણીતાં પોર્ટલો તરફથી આપણને સુપ્રીમ કોર્ટને લગતી ખબરો મળે છે. બુઢઉ મીડિયા દ્વારા થતું રિપોર્ટિંગ જુદું. ડિજિટલ મીડિયાનાં પોર્ટલોના રિપોર્ટમાં અનેક વખત એક ચોક્કસ દ્દષ્ટિકોણ જોવા મળતો હોય છે. આની નોંધ નુપૂર જે. શર્માએ લીધી. આવું વારંવાર બનતું રહ્યું છે. છેવટે અમુક ઇમ્પોર્ટન્ટ કેસમાં નુપૂરે પોતે સુપ્રીમ કોર્ટમાં જઈને કાર્યવાહીનું રિપોર્ટિંગ કર્યું. આ અનુભવ પછી નુપૂરે નક્કી કર્યું કે ‘ઑપઇન્ડિયા’ પાસે પણ બાર એન્ડ બેન્ચ કે લાઈવ લૉ જેવું પોર્ટલ હોવું જોઈએ, જેમાં સુપ્રીમ કોર્ટની કાર્યવાહીનું તટસ્થ રિપોર્ટિંગ થાય. પણ આવું પોર્ટલ કરવું, એને નિભાવવું ખર્ચાળ કામ છે અને ‘ઑપઇન્ડિયા’ પાસે હાલ જે કંઈ સંસાધનો છે એમાં એ કામ કરવું અશક્ય છે. ભવિષ્યમાં થશે, કરવા જેવું કામ છે. સુપ્રીમ કોર્ટના નામે ચરી ખાવા માગતા વાંકદેખા પત્રકારો અને વિશ્લેષકો જે ગેરમાહિતીઓ ફેલાવતા રહે છે એમને ખુલ્લા પાડીને માત્ર હકીકત આધારિત રિપોર્ટિંગ થાય તે ખૂબ જરૂરી છે.

‘ઑપઇન્ડિયા’ના યુવાન સ્થાપક રાહુલ રોશનનું 2021ની સાલમાં એક પુસ્તક પ્રગટ થયું હતું : ‘સંધી હુ નેવર વેન્ટ ટુ અ શાખા.’ રાહુલ રોશન એક જમાનામાં લેફ્ટિસ્ટ લોકોથી ઘેરાયેલા હતા. એ વખતે એમનો કેવી રીતે સામનો કરવો પડતો અને એને કારણે ‘સંઘી’નું લેબલ ચિપકાવી દેવામાં આવતું એવી વાતોના અનેક કિસ્સા એમણે આ પુસ્તકમાં લખ્યા છે. શૈલી પણ હળવી, રમૂજી અને ટંગ ઈન ચીક છે. રાહુલ રોશને અમદાવાદની આઈ.આઈ.એમ.માં ભણીને એમબીએની ડિગ્રી મેળવી છે. એમનાં પત્ની ગુજરાતી છે. એમના આ બેસ્ટસેલર પુસ્તકને ‘ઑપઇન્ડિયા’ની ગુજરાતી ટીમે ગુજરાતીમાં અને હિંદી ટીમે હિંદીમાં ટ્રાન્સલેટ કરી આપવું જોઈએ જેથી લાખો વાચકો સુધી એક વાત પહોંચે કે તમારી આસપાસ રહેલા પ્રગટ કે પ્રચ્છન્ન લેફ્ટિસ્ટોથી બચવું કેવી રીતે, એમનો સામનો કેવી રીતે કરવો અને એમની મીઠીમીઠી બનાવટી વાતોથી અંજાઈ જવાને બદલે એ સાલાઓને જડબાતોડ જવાબ કેવી રીતે આપવો.

દોઢેક વરસ પહેલાં રાહુલ રોશનનો કોઈ કામસર મને ટ્વિટરના ડીએમ પર મેસેજ મળ્યો. એ પછી મેં એમની સાથે પહેલવહેલી વખત ફોન પર વાત કરી હતી. ઘણી વાર વાત થતી. છેલ્લે મારી નવલકથા ‘મહારાજ’ પરથી યશરાજ ફિલ્મ્સે બનાવેલી ફિલ્મ ‘નેટફ્‌લિક્સ’ પર રિલીઝ થવાની છે એ જાણીને ઘણાના પેટમાં ઉકળતું તેલ રેડાયું હતું. રિલીઝ પહેલાં કોર્ટ કેસને કારણે દેશભરમાં જે ચકચાર થઈ તેના સંદર્ભમાં હિંદી ‘ઑપઇન્ડિયા’માં કેટલીક બેબુનિયાદી વાતો લખાઈ તે સંદર્ભમાં મેં રાહુલ રોશનને ફોન કર્યો હતો. એમણે તરત જ હિંદીનું કામકાજ સંભાળતા પત્રકાર સાથે મારી વાત કરાવી. વાત થઈ ગયા પછી, મારી પાસેથી હકીકતો જાણ્યા પછી, હિંદીવાળાનું વલણ બદલાયું અને એમણે બીજા મીડિયાકર્મીઓના પગલે ચાલવાને બદલે મારો સાથે આપ્યો. જોકે, એ પછીના ગાળામાં હિંદીવાળા પત્રકાર ‘ઑપઇન્ડિયા’માંથી છૂટા થઈને કોઈ અન્ય પોર્ટલમાં જોડાઈ ગયા. અજિત ભારતી એક જમાનામાં ‘ઑપઇન્ડિયા’માં હતા. કેટલાય હિંદુવાદીઓની જેમ એક જમાનામાં હું પણ એમનો પ્રશંસક હતો. પણ પછી મેં જોયું કે આ ભાઈ તો ફાટીને ધુમાડે જાય છે અને હાઈપરડા બની ગયા છે. છેવટે અજિત ભારતીએ ‘ઑપઇન્ડિયા’માંથી છૂટા થઈને પોતાનો ખુમચો ખોલ્યો. મધુ કિશ્વાર પછી જયપુર ડાયલોગ્સ, આનંદ રંગનાથન, જે. સાઈદીપકને જેમ રાઈટ વિંગને બદલે ‘રાયતા વિંગ’ના મેમ્બર્સ ગણવામાં આવે છે એમ અજિત ભારતી પણ હિંદુત્વના નામે રાયતા ફેલાવવાનું કામ કરી રહ્યા છે એવું લોકો કહે છે. સાચું જ કહે છે.

રિપબ્લિક ટીવીના સ્થાપક અને જાંબાઝ પત્રકાર અર્નબ ગોસ્વામીને ‘ઑપઇન્ડિયા’નાં નુપૂર જે. શર્મા માટે અને નુપૂરને અર્નબ માટે આદર છે. સ્વાભાવિક છે. બેઉ પત્રકારો પોતાની પ્રામાણિકતા, વિશ્વસનીયતા અને તેજસ્વિતા માટે જાણીતા છે. સપ્ટેમ્બર 2020માં અર્નબે નુપૂરને એક લાંબો ઇન્ટરવ્યુ આપ્યો હતો જે ‘ઑપઇન્ડિયા’ની યુ-ટ્યુબ ચેનલ પર છે. જોવો જોઈએ તમારે. અર્નબનો આટલો સરસ ઇન્ટરવ્યુ આ પહેલવહેલો જ મેં જોયો. એ પછી એકાદ મહિનામાં જ ઉદ્ધવ ઠાકરેની બદમાશ સરકારે અર્નબ ગોસ્વામી પર ખોટો કેસ ઠોકીને એમના ઘરે જઈને ઘસડીને બહાર કાઢી પોલીસ વાનમાં નાખી જેલભેગા કર્યા. ઑક્ટોબર 2022માં સ્મિતા પ્રકાશે પોતાના એ એનઆઈ પોડકાસ્ટમાં અર્નબ ગોસ્વામીનો ઇન્ટરવ્યુ લીધો, એ પણ યુ-ટ્યુબ પર જોવા જેવો છે.

લેફ્ટિસ્ટ મીડિયાની ઇકો સિસ્ટમની સામે પોતાનું ઓર્ગેનાઈઝેશન ઉભું કરવું એ કોઈ ખાવાના ખેલ નથી. કોઈનીય સાડીબારી રાખ્યા વિના સતત ફર્સ્ટ હેન્ડ રિપોર્ટિંગ કરવું, સચોટ એનેલિસિસ કરતા લેખો લખવા, લખાવવા, ચારે તરફના વિરોધોનો સામનો કરીને અડીખમ રહેવું. ગમે તેટલા બેબુનિયાદ આક્ષેપો થાય તે છતાં પેશનથી, ઝનૂનથી સત્યને વળગી રહીને ઑનેસ્ટ જર્નલિઝમ કરતાં રહેવું— આવું કામ કરીને અમેરિકામાં મસ્કનું ટ્વિટર ટ્રમ્પ વિરુદ્ધ થતા અવળા પ્રચારની સામે ઢાલ બનીને રાષ્ટ્રવાદી અમેરિકનોની પડખે રહે છે. ભારતમાં મોદી માટે, હિંદુત્વ માટે, સનાતન પરંપરા માટે, ભાજપ-સંઘ માટે, આપણા સૌના માટે ‘ઑપઇન્ડિયા’ આવું જ એક બખ્તર છે.

• • •

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ

મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.

‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.

જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.

દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.

આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)

તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:

BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis

Net Banking / NEFT / RTGS-

Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings

A/c No. : 33520100000251

IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)

Branch Pin Code : 400076

તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.

આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.

તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.

જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.

સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).

HiSaurabhShah@gmail.com

Twitter.com/hisaurabhshah

Facebook.com/saurabh.a.shah

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here