આ વીકએન્ડમાં દરેક રાષ્ટ્રપ્રેમીએ ગોધરા હિંદુ હત્યાકાંડ વિશેનું સત્ય પ્રગટ કરતી ફિલ્મ જોઈને એ ૫૯ કારસેવકોને શ્રદ્ધાંજલિ આપવા થિયેટરમાં પહોંચી જવું જોઈએ : સૌરભ શાહ

(‘ત્રિવિધા’, NewsPremi.com : શનિવાર, ૧૬ નવેમ્બર ૨૦૨૪)

એકતા કપૂરની ગઈ કાલે રિલીઝ થયેલી ‘ધ સાબરમતી રિપોર્ટ’ એક વેલ મેઈડ ફિલ્મ છે. તમારા બધાની જેમ હું પણ સ્કેપ્ટિકલ હતો કે એકતા કપૂરે બનાવી છે, એ તો બૉલિવુડ ગૅન્ગની કહેવાય, અશ્ર્લીલ હરકતોવાળી ચીજવસ્તુઓ પણ એણે બનાવી છે, ‘ધ સાબરમતી રિપોર્ટ’માં ક્યાંક સેક્યુલરવાળું કે પછી લેફ્ટિસ્ટ એજન્ડાવાળું તો નહીં ઘુસાડ્યું હોય.

મને કહેવા દો કે આ ફિલ્મમાં ટિપિકલ બૉલિવુડ કથાઓની જેમ બૅલેન્સિંગ કરવાની જરા સરખી કોશિશ નથી થઈ. આઉટ ઍન્ડ આઉટ રાષ્ટ્રવાદી, હિંદુવાદી અને મોદીવાદી ફિલ્મ બનાવી છે. લેફ્ટિસ્ટ ઈકો સિસ્ટમની જરા સરખી સાડી બારી રાખવામાં નથી આવી. ડાબેરી બદમાશોએ જે કહેવું હોય તે કહે – અમે તો રતન તાતાએ ‘વાઈબ્રન્ટ ગુજરાત’ વખતે ગુજરાતના વિકાસનાં વખાણ કર્યાં હતાં તેની ક્લિપ પણ દેખાડીશું અને સાથે મૂકેશ અંબાણીને પણ દેખાડીશું. જા તારે જે ઉખાડવું હોય તે ઉખાડી લે. મેઈનસ્ટ્રીમ હિંદી સિનેમાના એક અગ્રણી પ્રોડ્યુસર તરીકે એકતા કપૂરની આ બહાદુરી મને ગમી.

કોઈ કહેશે કે એ તો હિંદુઓને વહાલા થવા એકતાએ એવું બધું ફિલ્મમાં નાખ્યું છે તો હું કહીશ કે, પ્રિસાઈસલી, હિંદુ પ્રેક્ષકોને નારાજ કરીશું તો ધંધો બેસી જશે, ખુશ કરીશું તો બે પૈસા મળશે એવો જમાનો હવે બૉલિવુડમાં આવી રહ્યો છે તે સારું જ છે ને. પહેલાં તો આપણી મજાક ઉડાવાતી, શાંતિપ્રિય કોમનાં ગુણગાન ગવાતાં, સેક્યુલરિઝમ એટલે મુસ્લિમ અપીઝમેન્ટ એવો જ માહોલ હતો. હવે આ માહોલ બદલાઈ રહ્યો છે. આ માહોલ બદલવામાં કઈ એક વ્યક્તિનો સૌથી મોટો ફાળો છે તે વાચકોને ફોડ પાડીને કહવાનું ન હોય, વાચકો બધું જ સમજતા હોય છે, ટૂંકમાં કહીએ તો.

‘ધ સાબરમતી રિપોર્ટ’માં સારું દિગ્દર્શન, સારી ઍક્ટિંગ અને સારી પ્રોડક્શન વેલ્યુનો ત્રિવેણી સંગમ છે. સારું પેકેજિંગ છે. અંતે તો સત્યનો જ વિજય થાય છે એ વાત એમાં વારંવાર અંડરલાઈન થઈ છે. આ વાત દોહરાવવામાં સત્ય સાથે કોઈ ફિલ્મી ચેડાં નથી થયાં. જે કંઈ ક્રિએટિવ છૂટછાટો લેવાઈ છે તેને કારણે કોઈ જગ્યાએ આટલું અમથું પણ જૂઠ પ્રવેશ્યું નથી.

વિક્રાન્ત મેસી રિયલ લાઈફમાં ખ્રિસ્તી ધર્મ પાળે છે કે નહીં અને અગાઉ એના વિચારો કેવા હતા ને કેવા નહીં એની સાથે આપણને કોઈ લેવાદેવા નથી. ફિલ્મના પ્રમોશન વખતે દરેક ન્યુઝ ચેનલ પર જઈ જઈને એ હિંદુવાદી, રાષ્ટ્રવાદી, લેફ્ટિસ્ટ વિરોધી વિચારો વ્યક્ત કરતો હતો ત્યારે આપણામાંના જ કેટલાક કહેતા કે એ તો એની ફિલ્મ હિટ જાય એટલા માટે કહે છે. અહીં પણ તમારે નોંધવું જોઈએ કે જો એવું જ હોય તો હવે બૉલિવુડ પણ સ્વીકારે છે કે ફિલ્મ હિટ જાય એ માટે હિંદુવાદી વિચારો વ્યક્ત કરવા જરૂરી છે, અન્યથા બોક્સઑફિસ પર પીટાઈ જઈશું.

‘ધ સાબરમતી રિપોર્ટ’માં જો સેક્યુલરિઝમ ઘુસાડી દેવામાં આવ્યું હોત, ગોધરા હિન્દુ હત્યાકાંડ હકીકતોને છુપાવી દેવામાં આવી હોત કે તે વખતે બરખા-રાજદીપ જેવા હરામખોર પત્રકારોએ કરેલા બદમાશીભર્યા રિપોટિંગને વાજબી ઠેરવવામાં આવ્યું હોત તો જરૂર આપણે વિક્રાન્ત મેસીને જઈને બે લપડાક મારી હોત કે તારી ફિલ્મમાં તું લેફ્ટિસ્ટોને ખુશ કરે છે અને ટીવીઈન્ટરવ્યુમાં હિંદુવાદી વાતો કરીને હિંદુ પ્રેક્ષકોને ઉલ્લુ બનાવતો હતો?

પણ ના. ફિલ્મમાં શાંતિપ્રિય કોમના લીડરોને ખુલ્લા પાડવામાં આવ્યા છે. કૉંગ્રેસી રાજકારણીઓની બદમાશી તરફ ઈશારાઓ કરવામાં આવ્યા છે. અને સૌથી વધારે તો આ બધાની દલાલી કરનારા મીડિયાને ઉઘાડું પાડવામાં આવ્યું છે. હિંદુઓની છબી ખરડાય એ માટે ગોધરાના સત્યને દબાવી દેવા બદલ મીડિયાને કરોડો રૂપિયા મળ્યા છે એ વાતનો ચોખ્ખો ઈશારો ફિલ્મમાં છે. જે ટીવી ચેનલે આવી બદમાશી કરી તેની મામુલી ઑફિસ આલિશાન મહેલ જેવી બની ગઈ હતી. એ ટીવી ચેનલ કઈ તેની તમને ખબર છે. ફિલ્મમાં એ ચેનલનું નામ‘ઈ.બી.ટી. ન્યુઝ’ રાખવામાં આવ્યું છે. (મને કેમ આ નામ એન.ડી.ટી.વી. પરથી ઇન્સ્પાયર થયું છે એવું લાગી રહ્યું છે!)

પત્રકાર કૅમેરામૅન વિક્રમ મેસી (સમર કુમાર)ને જ્યાં નોકરી કરે છે તે ટીવી ચેનલની ઑફિસમાંથી મેનેજમેન્ટના આદેશથી ચોકાદારો ઘસડીને કમ્પાઉન્ડની બહાર ફેંકી દે છે એ સીન જોઈને મારું ગળું રૂંધાઈ ગયું અને આંખ ભરાઈ આવી. ગોધરા હિંદુ હત્યાકાંડ પછી ‘મિડ-ડે’ દૈનિકના તંત્રી તરીકે મેં જે સ્ટાન્સ લીધો એને કારણે મારી સાથે પણ આવો જ વ્યવહાર થાય એવી મંશા આકાર પટેલ (જે પછીથી એમ્નેસ્ટી ઇન્ટરનૅશનલનો ઇન્ડિયાનો ચીફ બન્યો અને જેની ઑફિસ પર ગોબાચારીના આરોપોને કારણે રેડ પડી હતી તે આકાર પટેલ) તથા બચી કરકરિયા (જાણીતાંસેક્યુલર-ડાબેરી પત્રકાર)ની હતી.

ડાબેરી ઈકો સિસ્ટમવાળાને સ્વાભાવિક રીતે જ આ ફિલ્મ નહીં ગમે. એ લોકો કહેશે કે આમાં તો જિંગોઈઝમ છે, હિંદુવાદની નારાબાજી છે. ફલાણું ગીત શું કામ, તિરંગો શું કામ, મોદી વગેરેને બતાવતું રિયલ ફૂટેજ શું કામ, આ તો મોદીને રાજી કરવાના ખેલ છે વગેરે. ભલે, કહેવા દો એમને. 23 પુરુષો, 16 સ્ત્રીઓ અને 20 બાળકો સહિત કુલ 59 હિંદુઓને જીવતા સળગાવી દેવાની ઘટના વિશે તદ્દન બેબુનિયાદ રિપોટિંગ કરનારા ડાબેરી મીડિયાવાળાઓના મોઢે આ ફિલ્મ સણસણતી લપડાક છે એટલે એ લોકોને તો ચચરવાનું જ છે.

જે જે પત્રકારો ડાબેરીઓના, કૉંન્ગ્રેસના પાપમાં ભાગીદાર છે એ સૌ આ ફિલ્મમાં વાંધાવચકા કાઢવાના જ છે. પોતાને ફિલ્મોમાં બહુ મોટી સમજ પડે છે એવું જણાવતા હિંદુવિરોધી પાપીઓ પણ ટ્વિટર, ફેસબુક જેવા સોશ્યલ મીડિયા પર કકળાટ કરશે. ભલે કરે. તમે આ વીકએન્ડમાં સહકુટુંબ ‘ધ સાબરમતી રિપોર્ટ’ જોઈ આવજો. મિત્રોને પણ સાથે લઈ જજો. વર્થ ઇટ.

***

દેવદત્ત પટ્ટનાયક નામનો ઠરકી લેખક હોમો સેક્સુઅલ છે એવું મને એનાં થર્ડ ક્લાસ પુસ્તકોનાં ફોર્થ ક્લાસ ગુજરાતી તરજૂમા છાપતા ત્રણમાંના એક પ્રકાશકે કહ્યું છે. ગઈ કાલે જ હિંદુદ્વેષીને એક સરકારી સાહિત્યિક કાર્યક્રમમાંથી દૂર કરવામાં આવ્યો. આવા લોકો પોતાના સંબંધોને કારણે ગુજરાત કે દિલ્હીની સરકારના પૈસે ચાલતી સંસ્થાઓમાં ઘુસ મારતા હોય છે. પણ સોશિયલ મીડિયાના દેશપ્રેમીઓ જો એલર્ટ હોય તો પેધા પડી ગયેલા જે તે સરકારી અધિકારીએ થૂંકેલું ચાટવું પડતું હોય છે—ગઈ કાલે દેવદત્તના કિસ્સામાં બન્યું એમ.

યુ ટ્યુબ પર તમે રાજીવ મલ્હોત્રા જેવા સાચા ભારતપ્રેમીનો એક જૂનો વીડિયો જોઈ લેજો. કલાક કરતા લાંબો છે. પટ્ટનાયકની બરાબરની પોલ મલ્હોત્રાએ ખોલી છે. આ વીડિયો પ્રચલિત થયો તે પહેલા મેં પટ્ટનાયકનાં કેટલાંક પુસ્તકો મગાવીને વાચ્યાં હતાં અને મારો શક ખાતરીમાં પલટાઈ ગયો હતો કે આ દેવદત્ત માણસ રોંગ નંબર છે, બનાવટી હિન્દુવાદી છે. હિન્દુઓમાં માન્યતા મેળવીને હિન્દુ સંસ્કૃતિની ભાંગફોડ કરવાનો એનો એજન્ડા છે.

સુપ્રીમ કોર્ટે દસ વરસ પહેલાં સજાતીય સંબંધોને ગુનો ઠેરવતી ૩૭૭મી કલમ ઈન્ડિયન પીનલ કોડમાંથી રદ કરી તે પછી પટ્ટનાયકે ટિપિકલ સેક્યુલર અંદાજમાં જાહેર કર્યું હતું કે ભારતીય પરંપરામાં ક્યાંય વિમાન (પુષ્પક) મેન્યુફેક્ચર થવાના પુરાવા નહીં મળે પણ સજાતીય સંબંધોના પુરાવા જરૂર મળશે.

સ્માર્ટ. અબુધો તરત જ અંજાઈ જાય એવી સ્માર્ટ દલીલ. પ્રાચીન ભારતીય સંસ્કૃતિમાં સજાતીય સંબંધોના પુરાવાઓ તો મળશે જ એ ઉપરાંત પ્રાચીન ભારતમાં તમને ચોરી, છેતરપિંડી થતી હોવાના પણ પુરાવાઓ મળશે. તેને કારણે શું આપણે એવું માની લેવું કે ભારતની પ્રાચીન સંસ્કૃતિ ચોરીની હતી? છેતરપિંડીની હતી?

એમ તો પાંચ હજાર વર્ષ પછી મુંબઈ કે બીજાં શહેરોમાં ખોદકામ કરતી વખતે ગટરો નીકળશે. તો શું એવું માની લેવાનું કે ભારતમાં ગટર સંસ્કૃતિ હતી? પ્રાચીન ભારતમાં ગે લોકો હતા. હોય એ તો. એને કારણે શું આપણી સંસ્કૃતિ હોમો સેક્સ્યુઅલ્સ કે લેસ્બિયન્સની સંસ્કૃતિ બની ગઈ?

સેક્યુલર તથા લેફ્ટિસ્ટ ઈતિહાસકારો દ્વારા આપણા મન પર ઠસાવી દેવામાં આવ્યું છે કે આપણે ત્યાં સતીપ્રથા હતી, બાળકી જન્મે તો એને દૂધ પીતી કરી દેવાની પ્રથા હતી.

પ્રથા એટલે સર્વમાન્ય અને સર્વવ્યાપક વ્યવહાર. એ બધા જ લોકો પોતાને ત્યાં પુત્રી જન્મે ત્યારે કથરોટમાં દૂધ ભરીને એને ડુબાડી દેતા હોત તો એ વખતે સતીપ્રથા કેવી રીતે શક્ય બને? બાળકીઓ જ ન હોય તો સમાજમાં સતી કોણ થાય! અને જો બધી સ્ત્રીઓ સતી થઈ જતી હોત તો મારીતમારી પરદાદીની પરદાદીની પરદાદી પણ સતી થઈ ગઈ હોત. તો પછી આપણે જન્મ્યા કઈ રીતે? આપણા પૂર્વજોમાં જો માત્ર પુરુષો જ બાકી બચ્યા હોત તો કોની કૂખે આપણે અને આપણા બાપદાદાઓ જન્મ્યા?

એકલદોકલ છૂટાછવાયા કિસ્સાઓને એક ધાગામાં પરોવી દો એટલે કંઈ એ પ્રથા ન બની જાય. ભારતમાં આજે દર વર્ષે અમુક ખૂન થાય છે, અમુક બળાત્કાર થાય છે (અમેરિકામાં આવા દરેક ગુનાઓનો રેશિયો આપણા કરતાં અનેકગણો છે એ તમારી જાણ ખાતર). શું આપણે એમ કહીશું કે ભારતમાં ખૂન કરવાની પ્રથા છે? ભારતમાં બળાત્કાર કરવાની પ્રથા છે?

સંબંધો—સજાતીય હોય કે વિજાતીય—એના દેખાડા કરવાના ન હોય. તમારી રુચિ જો પુરુષ તરીકે કોઈ પુરુષમાં હોય કે સ્ત્રી તરીકે કોઈ સ્ત્રીમાં હોય તો એના માટે સરઘસો કાઢીને ભવાડા કરવાની કોઈ જરૂર નથી. પ્રાઈવસીમાં તમારે જે કરવું હોય તેની અગાઉ પણ છૂટ હતી, હજુય છૂટ છે જ. આધુનિક કે લિબરલ દેખાવા માટે ગે હોવું કે ગે લોકોને સમર્થન આપવું જરૂરી નથી એ જરા સમજો. આપણી સંસ્કૃતિમાં અપવાદરૂપ એવા સજાતીય સંબંધોના કિસ્સા મળી આવે તેને લીધે આપણી પરંપરામાંથી સ્ત્રી-પુરુષ વચ્ચેના સંબંધોનું મહત્ત્વ ઘટી જતું નથી. પણ અધકચરા તથા અભણ અને નાસમજ લોકોએ સુપ્રીમ કોર્ટના પેલા ચુકાદા પછી પોતાને લિબરલ કહેવડાવવા પોતાની ટેક્સીઓને, પોતાની ઍપ્સને, પોતાની પ્રોડક્ટ્સને રેનબો 🏳️‍🌈 rainbow 🌈 વડે રંગવાનું ચાલુ કર્યું તે શોચનીય છે, નીંદનીય છે. અમેરિકાએ ઓબામાના ટાઇમમાં પોતાના વ્હાઈટ હાઉસને રેનબો વડે રંગ્યું તો ભલે રંગ્યું. આપણે શું કામ અનુકરણ કરવાનું?

મેઘધનુષ, ઈન્દ્રધનુષ અને સપ્તરંગી કમાન સાથે કેવાં ભવ્ય કુદરતી દૃશ્યોની કલ્પના આપણા મનમાં ઊભરે! આ ગે લોકોએ એ નિર્દોષ રંગો પણ છીનવી લીધા.

પણ હવે અમેરિકામાં પણ આ એલજીબીટીક્યુવાળાઓનાં વળતાં પાણી શરૂ થવાનાં છે. ટ્રમ્પ જીત્યા ન હોત તો અમેરિકામાં અને એની દેખાદેખીથી ભારતમાં પણ કેવી કૌટુંબિક પરિસ્થિતિ સર્જાઈ હોત તેનો ખ્યાલ આ જોક વાંચીને આવશે🤣
સાસુ: વહુ, જરા ચા લાવજો.
વહુ: એ હમણાં જ લાવું, જરા દાઢી બનાવી લઉં!

***

મરાઠી ભાષાથી પરિચિત ન હો તો પણ તમારે યુટ્યુબ પર જઈને ભાઉ તોરસેકરની ‘પ્રતિપક્ષ’ ચેનલ જોવી જોઈએ. હિંદી વીડિયો પણ બનાવે છે. દેશના વર્તમાન રાજકારણ વિશે અને એમાંથી મહારાષ્ટ્રના રાજકારણ વિશે ભાઉ તોરસેકરની ઑથોરિટી છે. મરાઠી ભાષાના ટોચના પત્રકાર આખી જિંદગી પ્રિન્ટ મીડિયામાં કામ કર્યું. ગુજરાતીમાં પત્રકાર…. હસમુખ ગાંધી. જેમ પોતાની પ્રામાણિકતા માટે પૂજાય એવું જ ભાઉ તોરસેકરનું. એમની વિશ્વસનીયતા, ક્રેડિબિલિટી ઘણી ઉંચી. એમના વૈચારિક દુશ્મનો પણ મનોમન કે ખાનગીમાં એમની વિદ્વતાને, સૂઝબૂઝને સલામ ભરે.

કોરોના પહેલાં દિલ્હીના સરસંઘચાલક મોહનજી ભાગવતે દેશભરના પચાસેક પત્રકારોને મળવા બોલાવ્યા હતા. તે વખતે ભાઉ સાથે પહેલવહેલીવાર પરિચય થયો. એક વખત રતન શારદાએ એમની યુટ્યુબ ચેનલ માટે મને ને ભાઉને ઝૂમ પર ભેગા કર્યા હતા.

યુટ્યુબ પર ચેનલ કરવા માટે કોઈ તામઝામની જરૂર નથી. ભપકાદાર સેટ, મોંઘાં લાગે એવા કપડાં, આધુનિક કેમેરા-માઈક-લાઈટ્સ કશાની જરૂર નથી. ખર્ચો કરીને ઝાકમઝાળવાળા થમ્બનેઈલ બનાવવાની પણ જરૂર નથી. માત્ર તમારું કન્ટેન્ટ મજબૂત જોઈએ. ભાઉ તોરસેકર પાસે આઠ લાખથી વધુ સબસ્ક્રાઈબર્સ છે.

ભાઉ તોરસેકરની સેન્સ ઑફ હ્યુમર તેજાબી છે, હસમુખ ગાંધી જેવી જ. ગાંધીભાઈની જેમ ભાઉને પણ બિકાઉ પત્રકારો પ્રત્યે સખત નફરત છે. મરાઠીમાં આવા દલાલ પત્રકારોને ‘પાકીટ પત્રકાર’ કહે. પૈસાનું પાકીટ લઈને શરદ પવાર, ઉદ્ધવ કે કૉન્ગ્રેસી નેતાઓની તેઓ રોજ છાપાંમાં કે ટીવી ચેનલ પર કે યુટ્યુબ પર ચમચાગીરી કરે. એક વખત ભાઉ કહે: મહારાષ્ટ્રના આ મરાઠી પત્રકારો આ બદમાશ નેતાઓ માટે રોજ ગાતા રહેતા હોય છે કે ‘ક્યા ખૂબ લગતે હો બડે સુંદર દીખતે હો…’ અને આટલું સાંભળીને એ નેતાઓને ધરવ નથી થતો એટલે તેઓ સામે કહે કે ‘ફિર સે કહો, કહતે રહો, અચ્છા લગતા હૈ…!’

ભાઉના મોઢે એમની મરાઠી છાંટવાળી જુબાનમાં તમારે આ રમૂજ માણવી જોઈએ.

***
• • •

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ

મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.

‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.

જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.

દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.

આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)

તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:

BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis

Net Banking / NEFT / RTGS-

Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings

A/c No. : 33520100000251

IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)

Branch Pin Code : 400076

તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.

આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.

તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.

જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.

સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).

HiSaurabhShah@gmail.com

Twitter.com/hisaurabhshah

Facebook.com/saurabh.a.shah

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

1 COMMENT

  1. I watch Bhau Torsekar ji utube almost daily, both in hindi and marathi.He is so sharp and witty. His indepth analysis of Maharashtra and National politics is bang on target. He doesn’t mince his words. સીનેમાના ગીતોને રાજકીય વિશ્લેષણ સાથે જોડીને રસપ્રદ આકલન કરે છે ભાઉ તોરસેકરજી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here