આ જિંદગી રડકુ લોકો માટે નથી : સૌરભ શાહ

( તડકભડક: ‘સંદેશ’, ‘સંસ્કાર’ પૂર્તિ, રવિવાર, ૮ સપ્ટેમ્બર ૨૦૨૪)

“મારી સાથે જો આવું ના થયું હોત તો હું અત્યારે ક્યાંનો ક્યાં પહોંચી ગયો હોત.”

“મને જો આટલું જ મળી ગયું હોત તો એમાંથી મેં કેટલું બધું ઊભું કરી લીધું હોત.”

“મને એણે આ રીતે દગો ના આપ્યો હોત…”

“પેલાએ મને આટલી મદદ આપી દીધી હોત…”

જિંદગીમાં જે કંઈ નથી મેળવી શક્યા કે જે કંઈ નથી કરી શક્યા એનાં કારણો હાથવગાં છે. અને પાછાં આ કારણો જ છે, જેન્યુઈન કારણો. બહાનાં નથી. ખરેખર જ જો તમારી સાથે એવું ન થયું હોત તો તમે આજે ક્યાંના ક્યાં હોત. પણ થયું. કમનસીબે એ થયું. અને તમે ત્યાંના ત્યાં રહી ગયા અથવા તો હતા એના કરતાં પણ પાછળ ધકેલાઈ ગયા.

કોઈ વખત એવું સાંભળ્યું છે સચિન – ધોની – વિરાટ પાસે કે પેલાએ આવો બૉલ ના નાખ્યો હોત તો હું આઉટ થઈને પેવેલિયનમાં પાછો આવવાને બદલે હજુય ક્રિઝ પર હોત. આ બેટ્સમેનો પાસેથી એવું ક્યારેય સાંભળ્યું છે કે પેલા બૉલરે જો આવો નહીં પણ તેવો બૉલ નાખ્યો હોત તો મેં સિક્સર લગાવી હોત, પેલા ફિલ્ડરે મારો કૅચ ના પકડ્યો હોત તો મેં સેન્ચ્યુરી ફટકારી હોત. અને બૉલરોએ પણ ક્યારેય ફરિયાદ નથી કરી કે મારા પેલા બૉલમાં બૅટ્સમેને બાઉન્ડ્રી ન લગાવી હોત તો મારી મેઈડન ઓવર થઈ હોત.

ક્રિકેટમાં દરેક બૅટ્સમેનને ખબર છે કે મને ક્રિઝ પરથી પેવેલિયન ભેગો કરવા માટે જ બૉલર બૉલ નાખવાનો છે અને બૉલરની મદદ કરવા એના બીજા દસ સાથીઓ મેદાનમાં છે. અને આમ છતાં બૅટ્સમેને કોઈ ફરિયાદ કર્યા વિના ક્રિઝ પર ટકી રહેવાનું છે, લાગ જોઈને ચિકી સિંગલ રન લઈ લેવાનો છે અને મોકો આવ્યે ચોકો કે છગ્ગો મારવાનો છે.

આ જિંદગી રડકુ લોકો માટે નથી. પોતાની સાથે કેટલો અન્યાય થતો રહ્યો છે એવી ફરિયાદ કરવાવાળાઓ માટે નથી. ઑફિસમાં બૉસ, ઉપરી સુપરવાઈઝર કે ક્લીગ આડા આવતા હોય તો સમજવાનું કે એ તો આડા આવવાના જ. દરેકને તમારા કરતાં આગળ વધી જવું છે તો એ શું કામ તમને આગળ વધવા દે. તમારે તમારું પરફોર્મન્સ દેખાડીને, તમારે એમના નવ્વા પર તમારો દસ્સો ઊતરીને એમનાથી આગળ રહેવું પડશે. કોઈ જો ચાલબાજીથી આગળ વધતું હોય તો એવું કહીને તમારે તમારી સંતની છબિ ઊપસાવવાની કોઈ જરૂર નથી કે ભાઈ, આપણને એમના જેવું પોલિટિક્સ ના આવડે. તમને આવડે જ છે. અને તમે રાજકારણ રમ્યા પણ છો, પરંતુ એ ગેમમાં પણ પેલી વ્યક્તિ તમારા કરતાં વધારે ટેલન્ટેડ છે એટલે એ જીતી, તમે મ્હાત થયા. અને ગ્રેસફુલી એટલું સ્વીકારી લેવાને બદલે કે તમે કાચા ખેલાડી નીકળ્યા, તમે પલટી મારીને પોતાને હોલીઅર ધૅન ધાઉ ચીતરતા થઈ ગયા – આપણને તો આવું પોલિટિક્સ રમતાં ન ફાવે.

જે લોકો તમને તમારા કામમાં મદદરૂપ થાય છે, ફાયદો કરાવી આપે છે કે તમને અણીને વખતે કામ લાગે છે એ તો તમારા સાથીઓ જ છે. પણ ગામ આખું તમારી સાથે નથી હોવાનું. લાઈફમાં જ્યારે જ્યારે હાથમાં બેટ લઈને સેન્ચ્યુરી મારવાની ઈચ્છાએ તમે મેદાનમાં ઊતરશો ત્યારે ત્યારે તમારા એકની સામે બીજા અગિયાર એ જ મેદાનમાં એવા હોવાના છે જેઓ તમને ઝીરોમાં આઉટ થઈને પેવેલિયન ભેગા થતા જોવાનું સપનું સાકાર કરવા માટે તનતોડ મહેનત કરવાના છે. એ અગિયાર જણાની મહેનત વર્સસ તમારા એકલાની મહેનત. એમની સહિયારી ટેલન્ટ વિરુદ્ધ તમારા એકલાની. આમાં ક્યાંય નસીબફસીબની વાત નથી હોવાની. આમાં ક્યાંય ‘પેલા લોકો તો મને આઉટ કરવા માગે છે’ એવું બોલીને ભેંકડો તાણવાની જરૂર નથી.

જેમની જિંદગી સડસડાટ ચાલી હોય, જેમણે ઉત્તરોત્તર સફળતાના વધુ ને વધુ મોટાં શિખરો સર કર્યા હોય એમની જિંદગીમાં ક્યારેય વિષમ પરિસ્થિતિઓ સર્જાઈ જ નથી હોતી એવું નથી. એવા અનેક બૉલ એમની સામે ફેંકાયા છે જેમાં એ બાલ બાલ આઉટ થતા બચી ગયા. એવા અનેક બૉલનો એમણે એવી ખૂબીથી સામનો કર્યો જેમાં એ ક્લીન બોલ્ડ થવાને બદલે સિક્સર ફટકારી શક્યા. કોઈક વેળા ફિલ્ડરે એમનો કૅચ મિસ કર્યો હોય તો એટલા પૂરતું એમનું નસીબ. પણ બાકીનો બધો જ એમનો પોતાનો પુરુષાર્થ. અને કોઈ વેળા કોઈએ તમારો કૅચ છોડી દીધો હોય તો એને કારણે તમે સેન્ચ્યુરી કરી શકશો એવી કોઈ ગેરન્ટી નથી. સદી ફટકારવામાં નસીબ કામ નથી લાગતું. તમારી પ્રેક્ટિસ, તમારી ધીરજ, રમતની સમજ અને તમારાં બાંવડાંનું બળ કામ લાગતું હોય છે.

અકસ્માતો બધાને નડતા હોય છે. અઘટિત બધાના જીવનમાં બનતું હોય છે. પછડાટો દરેકના ભાગે આવતી હોય છે. પછડાટો જ નહીં લાતો પણ આવતી હોય છે. પણ આમાંની કોઈ પણ દુર્ઘટના માટે બીજાને દોષી ના ઠેરવી શકાય. એ લોકો તો તમને આઉટ કરવાના હેતુથી જ બૉલિંગ કરવાના છે, તમે સિક્સર મારો એવો બૉલ કોઈ નહીં નાખે. તમારામાં આવડત હોવી જોઈએ બીજાઓએ ફેંકેલા પથરાઓમાંથી તમારો અભેદ્ય કિલ્લો ચણી લેવાની. તમારામાં આવડત હોવી જોઈએ. તમને બદનામ કરવાના આશયથી શરૂ થયેલા કેમ્પેનને તમારું ફૅન ફૉલોઈંગ વધારવામાં પલટી નાખવાની. આવી રહેલી દરેક મુસીબતને તકમાં પલટી નાખવાની આવડત હોય તો જ તમે કંઈક બની શકવાના.

પાન બનારસવાલા

વાતોડિયાઓ પાસેથી હું મૌન રહેતાં શીખ્યો, અસહિષ્ણુઓ પાસેથી મને સહિષ્ણુતાના પાઠ મળ્યા અને ક્રૂર લોકોએ મને શીખવાડ્યું કે દયા અને કરુણા શું છે.

– ખલિલ જિબ્રાન

• • •

( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi.comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર ⁨090040 99112⁩ પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)

• • •

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ

મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.

‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.

જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.

દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.

આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)

તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:

BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis

Net Banking / NEFT / RTGS-

Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings

A/c No. : 33520100000251

IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)

Branch Pin Code : 400076

તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.

આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.

તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.

જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.

સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).

HiSaurabhShah@gmail.com

Twitter.com/hisaurabhshah

Facebook.com/saurabh.a.shah

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here