પ્રિય ન્યુઝપ્રેમીઓ,
એઝ પ્રોમિસ્ડ, આજની સરપ્રાઈઝ આયટમ તમારી સાથે શેર કરું છું: ‘સારે ગાંવ કી ફિકર’.
છેક ૧૯૮૧માં ‘નિખાલસ’ સાપ્તાહિકનું સંપાદન કરતો હતો ત્યારે મેં આ કૉલમનું નામ પાડ્યું હતું. પણ તે વખતે આ હ્યુમર કૉલમ નહોતી. ૧૯૮૭ના અરસામાં ‘અભિયાન’માં મૅનેજિંગ એડિટર હતો ત્યારે પણ મેં ત્યાં આ જ નામે કૉલમ લખી. એ પણ હ્યુમર કૉલમ નહોતી.
૧૯૯૫માં મુંબઈથી મારા મિત્ર અને સિનિયર પત્રકાર વિક્રમ વકીલના તંત્રીપદે ‘સમાંતર’ નામનું ઇવનિંગર શરૂ થયું ત્યારે એના પ્રકાશક અવિનાશભાઈ પારેખના આગ્રહથી લાસ્ટ પેજ પર આ નામની હ્યુમર કૉલમ શરૂ કરી જે ખૂબ લોકપ્રિય થઈ અને લખવાની પણ બહુ મઝા આવતી.
તે વખતે મુંબઈના અંગ્રેજી પત્રકારત્વમાં ખૂબ આદરણીય એવા બહેરામ કૉન્ટ્રાક્ટર ઉર્ફે ‘બિઝી બી’ની ‘રાઉન્ડ ઍન્ડ અબાઉટ’ કૉલમની દાયકાઓથી બોલબાલા હતી. ‘બિઝી બી’એ અગાઉ ટાઇમ્સ ગ્રુપના ‘ઇવનિંગ ન્યુઝ’માં પછી ‘મિડ ડે’માં અને છેલ્લે પોતાની માલિકીના ‘આફ્ટરનૂન’માં પોતાની આ કૉલમ દ્વારા લાખો વાચકોનાં દિલ જીતી લીધાં. મૂળ આ ફૉર્મેટ આર્ટ બુકવાલ્ડ નામના અમેરિકન હ્યુમરિસ્ટનું.
૨૦૦૩-૪ના અરસામાં વર્તમાન સમયના વન ઑફ ધ બેસ્ટ ઇન્ડિયન હ્યુમર રાઇટરમાં જેમની ગણના થાય છે તે લલિત લાડે ‘ગુજરાત સમાચાર’માં ‘વાતવાતમાં ‘ નામની કૉલમ શરૂ કરી. મન્નુ શેખચલ્લીના ઉપનામે નિયમિત લખાતી આ હ્યુજલી પૉપ્યુલર એવી ડેઈલી હ્યુમર કૉલમ બેએક વર્ષથી ‘દિવ્ય ભાસ્કર’માં પ્રગટ થાય છે.
મેં ‘સમાંતર’ અને પછી ‘મુંબઈ સમાચાર’માં વર્ષો સુધી ‘સારે ગાંવ કી ફિકર’ લખીને ખૂબ જલસા કર્યા.
હવે એક્સક્લુઝિવલી NewsPremi.comના વાચકો માટે ફરી એકવાર ‘સારે ગાંવ કી ફિકર’ શરૂ કરું છું.અત્યારે તો ડેઈલી લખવાનો વિચાર નથી. મિનિમમ સપ્તાહમાં એકવાર, શનિવારે, જરૂર લખીશ અને શક્ય હશે તો એક કરતાં વધારે વાર. તમારા સૌના રિસ્પોન્સ ઉપર બધો આધાર છે. એક રિક્વેસ્ટ છે: તમારી કમેન્ટ્સ ડાયરેક્ટ NewsPremi.com પર પોસ્ટ કરશો જેથી મારા તમામ વૉટ્સઍપ ગ્રુપ્સના વાચકમિત્રો સુધી તમારા પ્રતિભાવો પહોંચે. પ્રતિભાવ આપશો જરૂર??
-સૌરભ શાહ
Please do carry on. Sir
Please do carry on.
સારે ઞાવ કી ફિકર ક્યારે ચાલુ કરો છો?
નૌતમ ભાઇ ની પણ કાગની ડોળે રાહ જોવાય છે.
પ્રથમ પૂરૂષ એક વચન ની પણ ડિમાન્ડ ઉભી જ છે.
તમારી લગભગ બધી જ કોલમ વાચી છે, હુ તમારા અલગ અલગ વિષયો પર જે મંતવ્ય છે તેની સાથે સંપુર્ણ રીતે સહમત છું , અત્યારે જ્યારે જૂઠો પ્રચાર થઈ રહ્યો છે તેમા તમારા લેખની વિષેસ જરૂર છે
Please do carry on….. ??
સૌરભભાઈ .રાહ જૉઈશ.ટ્ક મા કહીએ તો.
I make it a point to read your article first on all days of the week including weekends
કિશોરદા ની સંગીતકારો સાથે ની કાલ્પનિક વાતચીત આપના દ્વારા માણવા મળે તેવી ઈચ્છા.
તમારી નવી કોલમ ની આતુરતા પૂર્વક રાહ જોઈ એ છીએ
Sir, write &post every day
સુપ્રભાત સાહેબ,
વાંચ્યા પછી વાગોળવાનો જે આનંદ છે તે વિકેન્ડ માંજ મળે છે, માટે લગે રહો મુન્નાભાઈ ની જેમ અમે આપના લખાણો ની અમૃતવર્ષા ઝીલવા, આપની જેમ 365 days રેડી છીએ, અને વિકેન્ડ માં તો ખાસ.
‘Newspremi ‘ ને કારણે છાપાઓ સાચવવાની જીકજીક નથી, એક click અને સૌરભ ની સુવાસ હાજર.
I believe જેમ – A Soldier is never off the duty, so a writer and a reader.
આભાર ફોર અભિપ્રાય અભિયાન, I am with you.
રાજેન્દ્ર શાહ
Better if u cont.. only in week days and in week ends leave for Saare gaav ki fiqr.
Vanchvu name game che
Weekend ma pan khubaj game
Sir, please send articles on week end as well. Your articles are give lot of insight to topics lesser known. Week end is infact better time to read it thoroughly. Your articles are great refresher and stress buster. Thanks
24 x 7
365 days
Interested to read your columns daily
તમારી આ કોલમ ની શરૂઆત વખતે મારો જન્મ પણ નહોતો થયો, પણ તમારી કલમ માંથી અસ્ખલિત વહેતી આ અલગ પ્રકાર ની નદી માં નાહવા માટે મન આતુર છે. વાંચકો ને સતત આનંદ માં રાખી ને વિચારતા રાખવા ની તમારી સિદ્ધિ અપ્રતિમ છે.
Waiting to start new journey into humorous articles….
સાહેબ બહુ જ સરસ અપની નવી કોલમ ચાલુ કરો છો. પહેલા આપને ખૂબ ખૂબ અભિનંદન
બીજુ આપ કાય પંન કોલમ લખો best of the best જ હોય ફરી એકવાર આપને ખૂબ ખૂબ અભિનંદન
હું ભૂલતો ન હોઉં તો “સારે ગાંવ કિ ફિકર” “સમકાલીન” અખબારમાં પણ આવતી હતી. વર્ષ બરાબર યાદ નથી, પણ લગભગ ૧૯૮૭ થી ૧૯૯૦ ની વચ્ચે હોઈ શકે.
???eagerly waiting for article