(લાઉડમાઉથ: ‘સંદેશ’, અર્ધ સાપ્તાહિક પૂર્તિ. બુધવાર : 22 જાન્યુઆરી 2025)
જો તમને ખબર હોય કે તમારી કેટલી કેઝ્યુઅલ લીવ વપરાઈ ગઈ છે અને કેટલી બાકી છે તો આ લેખ તમારા માટે નથી. જો તમને વરસને અંતે બાકી બચેલી સિક લીવ માટેનું સર્ટિફિકેટ કયા ડૉક્ટર પાસેથી લાવશો એની ચિંતા હોય તો આ લેખ તમારા માટે નથી. જો તમે એવી ગણતરી કરતા હો કે ગયા વરસે ન વપરાયેલી પ્રિવિલેજ લીવ ક્યાં સુધી એન્કેશ નહીં કરાવો તો લૅપ્સ થઈ જશે તો પણ આ લેખ તમારા માટે નથી.
ઈન્ફોસિસના સ્થાપક નારાયણ મૂર્તિએ જ્યારે કહ્યું હતું કે દરેક જણે અઠવાડિયાના 70 કલાક કામ કરવું જોઈએ ત્યારે નવરા લોકોએ હોબાળો મચાવ્યો હતો. હમણાં ઍલ ઍન્ડ ટીના ચૅરમૅન એસ. એન. સુબ્રમણ્યમે કહ્યું કે, ‘જો દુનિયામાં(કોઈ પણ ક્ષેત્રમાં) ટોચ પર પહોંચવું હશે તો અઠવાડિયે 90 કલાક કામ કરવું પડે.’ પછી એમણે મજાકભર્યા સૂરમાં કહ્યું કે, ‘મને અફસોસ છે કે હું મારી કંપનીમાં કામ કરતા લોકોને રવિવારે કામ કરવા માટે બોલાવી શકતો નથી… (રવિવારે ઘેર બેસીને) તમે ક્યાં સુધી તમારા પતિ કે તમારી પત્નીને ટગર ટગર તાકી શકો!’
એમની વાત સાચી, સો ટકા સાચી. કોઈ પણ ક્ષેત્રમાં ટોચ પર પહોંચવું હોય તો માણસે રોજના બાર-તેર કલાક કામ કરવું જ પડે. સફળતા કંઈ રાતોરાત નથી મળતી. તમે જે જગ્યાએ કામ કરો છો ત્યાં સરકારી કાયદાનુસાર કે કંપનીના નિયમાનુસાર આઠ કલાકનું કામ પૂરું કરીને, દિવસના અંતે ખંખેરીને ઘરે જતા રહો તો કોઈ તમને કામચોર નથી કહેતું. પણ જિંદગીમાં જો આગળ વધવું હશે તો કઠોર પરિશ્રમનો ખરેખર કોઈ વિકલ્પ નથી.
તમે માની લીધું છે કે આટલા પગારમાં આટલું જ કામ થાય. તમે માની લીધું છે કે આ પગારમાં જો હું વધારે કામ કરીશ તો એ મારું શોષણ હશે. આવી કમ્યુનિસ્ટ વિચારસરણીવાળાઓ કંપનીમાંથી ટોચના હોદ્દા પરથી રિટાયર્ડ થશે તોય એમની મેન્ટાલિટી મામૂલી જુનિયર ક્લાર્ક જેવી જ રહેશે.
કોઈ સામેથી કહે નહીં તોય તમારે પોતે ઈનિશ્યેટિવ લઈને તમારી નૉર્મલ જવાબદારીઓ ઉપરાંતનું કામ કરવું જોઈએ. કામના કલાકોની ક્વૉલિટી કરતાં એ કલાકો દરમ્યાન કરેલા કામની ક્વૉલિટી કેવી છે એ વધારે અગત્યનું છે એવું કહીને કેટલાક લોકો કામના ઓછા કલાકોને જસ્ટિફાય કરીને આપણી આંખમાં ધૂળ નાખે છે. કામની ક્વૉલિટી તો ઉત્તમ જ હોવી જોઈએ. ઈટ ગોઝ વિધાઉટ સેઈંગ.
કામમાં વેઠ ઉતારો છો ત્યારે તમે તમને પગારે રાખનારનો જ નહીં તમારો પોતાનો પણ દ્રોહ કરતા હો છો. તમને નોકરીમાં રાખ્યા જ છે એટલા માટે કે તમે કામમાં વેઠ ના ઉતારો, ગુણવત્તાભર્યું કામ કરો.
મુદ્દો એ છે કે તમે રોજના આઠ કલાકને બદલે ગુણવત્તાભર્યું કામ દસ-બાર-ચૌદ કલાક કરો. આ રીતે કામ કરવાથી તમને બીજા જ મહિને પ્રમોશન નથી મળી જવાનું અને શક્ય છે કે પગારવધારો પણ નૉર્મલ જ મળે. શક્ય એ પણ છે કે તમારા છ માસિક કે વાર્ષિક એસેસમેન્ટ વખતે તમારા ઉપરી તમને કે. આર. એ. વખતે બહુ સારા પૉઈન્ટ્સ ના પણ આપે.
પણ તમને નિષ્ઠાથી, લાંબા કલાકો સુધી કામ કતાં જોઈને તમારા કલીગ્સ મનોમન નોંધ લેશે, ઉપરીઓ અને બીજા ડિપાર્ટમેન્ટવાળાઓ પણ નોંધશે કે તમે ભારે કામગરા છો, માટે કામના માણસ છો. તમારી રાઈવલ કંપનીઓ સુધી પણ વહેલીમોડી આ વાત પહોંચવાની જ છે. તમારી કંપનીના એચ. આર. તમને જશ આપે કે ના આપે, બીજી કંપનીના એચ.આર. ફીલર્સ મોકલીને તમારું પોચિંગ કરવાના જ છે. ક્યારે? ગમે ત્યારે. રાતોરાત નહીં થાય એવું. પણ આવું જ કામ કરતા રહેશો તો વહેલુંમોડું બીજેથી આમંત્રણ આવવાનું જ છે.
એલ ઍન્ડ ટીના ચૅરમૅને જે વાત હળવા સૂરમાં કહી હતી તે મારે સિરિયસલી કરવી છે – તમારી પત્નીની કે તમારા પતિની આંખોમાં આંખો પરોવીને ક્યાં સુધી તમે ગુટુરગુ કરતા રહેશો? ક્યાં સુધી તમે એકબીજાને ચકુલુબકુલુ ચુમ ચુમ કર્યા કરશો? ક્યાં સુધી તમે તમારાં નાનાં સંતાનોના ઉછેર પાછળ અને વૃદ્ધ માબાપની સારસંભાળ પાછળ અને મિત્રો સાથેની ધિંગામસ્તી પાછળ અને સમાજમાં દર બીજે દિવસે આવતાં લગ્નનાં આમંત્રણોનો આદર કરવા પાછળ અને અવારનવાર યોજાતાં બેસણાં-ઉઠમણાં પાછળ કે જ્ઞાતિના સાંસ્કૃતિક કાર્યક્રમો પાછળ સમય ખર્ચ્યા કરશો?
આ જિંદગી ભગવાને શું કામ આપી છે? કામ કરવા માટે. દુનિયાની પ્રગતિમાં ફાળો આપવા માટે. કામ કરવું તમારી ફરજ છે, જવાબદારી છે. જે કામ કરતા હોઈએ તે. ભણાવવાનું, બંબાવાળાનું, ટ્રાફિક સાચવવાનું, બૅન્કમાં હિસાબ રાખવાનું, ફેક્ટરીમાં માલ બનાવવાનું, જોડા સિવવાનું, રેસ્ટોરાંમાં રાંધવાનું, ઍરકંડિશન્ડ ઑફિસમાં બેસીને લખવાનું, વિમાન ચલાવવાનું, ખેતી કરવાનું કે મકાન બાંધવાનું…દરેક કામ આદરણીય છે. દરેક કામ આ દુનિયાને આગળ લઈ જતું હોય છે અને દરેક કામ તમને જિંદગીમાં આગળ આગળ લઈ જતું હોય છે. તમારી જિંદગીને નવો આયામ આપતું હોય છે.
તમારે જિંદગીમાં કંઈક બનવું છે એટલા માટે જ કંઈ તમારે તમારી જવાબદારી કરતા વધારે કામ નથી કરવાનું. તમારામાં ધગશ, ઉત્સાહ અને નવી ચેતનાનો સતત સંચાર થતો રહે એના માટે વધારે કામ કરવાનું છે. વધારે કામ કરવાની આદત જિંદગીમાં શરૂઆતનાં વર્ષોથી હશે તો તમે 40-50ની ઉંમરે તમારી જિંદગીનો સુવર્ણકાળ અનુભવી શકશો. 60-70-80ની ઉંમરે તમને અફસોસ નહીં થાય કે તમે જિંદગી વેડફી નાખી.
નારાયણ મૂર્તિ કે સુબ્રમણ્યમસાહેબ જેવાઓની વાતોની મજાક ઉડાવનારાઓ ઘણા મળશે. આવી મજાકો કરનારાઓએ પોતાની જિંદગીમાં કશું ઉકાળ્યું નથી હોતું. વર્ક-લાઈફ બૅલેન્સિંગથી માંડીને રોજના માત્ર ચાર જ કલાક અને તે પણ અઠવાડિયાના માત્ર ત્રણ દિવસ માટે જ એવી થિયરીઓ ઘણી થઈ. એમાંથી તફડંચી કરીને આપણે ત્યાં ઘણા મોટિવેશનલ સ્પીકરો ફૂટી નીકળ્યા. એમના વાદે નહીં ચડતા.
કામ કરવું એટલે રોજ સવારે હાજરી પુરાવવી અને નવા મહિનાની શરૂઆતમાં પગાર મેળવવો એવું નથી. કામ માત્ર પેટ ભરવા કે કુટુંબના ભવિષ્યની સલામતી માટે કરવાનું નથી હોતું. કામ તમારું કૅરેક્ટર ઘડે છે, તમારા ચારિત્ર્યને ઘડે છે. કામ માટેની નિષ્ઠા તમારા જીવન માટેની નિષ્ઠાની સાબિતી છે. કામ તમને એકાગ્રતાના પાઠ ભણાવે છે. કામ તમને ફ્રિવોલસ બાબતોથી, ફાલતુ બાબતોથી દૂર રાખે છે. કામ તમને તમારી આંખોમાં આદરપાત્ર બનાવે છે.
કામના કલાકો વધારીને ટોળટપ્પાંના કલાકો ઘટાડીએ છીએ ત્યારે આજે નહીં તો કાલે તમને ખબર પડે છે કે નાઈન ટુ ફાઈવનું – નિશ્ર્ચિત કલાકોનું – રૂટિન કેટલું ખતરનાક હતું. કામને માત્ર કમાણીના સાધન તરીકે જોવાનું ના હોય. દરેક ક્ષેત્રની ટોચની હસ્તીઓના જીવનનો તમે અભ્યાસ કરો. તેઓ આજની તારીખે પણ નિયમિતરૂપે બારથી પંદર કલાક કામ કરે છે. યોગાભ્યાસ દ્વારા ઊંઘના કલાકો ઘટાડીને અઢાર-અઢાર કલાક કામ કરનારા અગણિત સિદ્ધહસ્ત લોકો છે આ દુનિયામાં. એમણે પોતાના ક્ષેત્રમાં કામ કરવાની શરૂઆત કરી ત્યારથી તેઓ દિવસરાત એક કરીને પરસેવો પાડતા રહ્યા છે.
સરકારી નોકરીમાં હો કે કૉર્પોરેટ જૉબ કરતા હો કે કોઈ પ્રાઇવેટ ઑફિસમાં કામ કરતા હો – વધારે કામ કરવાથી તમને કોઈ નુકસાન નથી જવાનું. પ્રોફેશનલ પ્રેક્ટિસ કરતા હો કે પછી પોતાનો ધંધો હોય તો પણ મોજમઝા અને પરિવાર માટેના કલાકો ઘટાડીને કામના કલાકો વધારતા રહીએ તે સારું જ છે. વર્ષો પહેલાં ક્રિકેટર કપિલ દેવનાં પત્ની રોમી ભાટિયાના એક ટીવી શોમાં તે વખતના વિખ્યાત ઉદ્યોગપતિ બી. કે. મોદીએ પોતાની પત્નીની હાજરીમાં કહ્યું હતું : ‘મારા માટે મારું કામ પહેલું છે, મારો પરિવાર પછી આવે. કારણ કે હું જે કંઈ છું તે મારા કામને લીધે છું. મને ચાહનારા લોકો, જો હું કામ નહીં કરતો હોઉ તો, મને ચાહતા બંધ થઈ જશે’.
તમે મોટા ઉદ્યોગપતિ હો કે નવાસવા ટ્રેઈની હો. કામ તમારી જિંદગીનો મકસદ હોય છે. તમારી જિંદગીનું કેન્દ્ર હોય છે. લૂઝરો ભલે 70 કે 90 કલાક કામ કરવાની વાતની મજાક ઉડાડતા રહે. તમારે પણ તે લૂઝરોની જમાતમાં જોડાવું હોય તો તમારી મરજી. બાકી, બાર-પંદર-અઢાર કલાક કામ કરવાની ટેવ હશે તો જિંદગીમાં ક્યારેક તમે વડા પ્રધાનના પદ સુધી પહોંચશો કે નહીં તેની ખબર નથી પણ એટલી ગૅરન્ટી છે કે જિંદગી વેડફાઈ જવાનો અફસોસ તમને ક્યારેય નહીં થાય.
સાયલન્સ પ્લીઝ!
મહાન કામો કરવાં હશે તો અત્યારે જે કામ કરો છો એ કામમાં જીવ પૂરી દો.
-અજ્ઞાત
• • •
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ
મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.
‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.
જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.
દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.
‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.
‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.
આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)
તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:
BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis
Net Banking / NEFT / RTGS-
Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings
A/c No. : 33520100000251
IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)
Branch Pin Code : 400076
તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.
આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.
તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.
જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.
સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).
• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો
સૌરભ ભાઈ, તમારા શબ્દો જાદુઈ છે .કામ કરવા જોમ પુરે છે.
સૌરભભાઈ, asking out of context, have you watched kangna’s Emergency ?,