ભારતમાં રહેનારા સ્વદેશી મુસ્લિમો

ગુડ મોર્નિંગ

સૌરભ શાહ

સુબ્રમણ્યમ સ્વામી અને રાજીવ મલ્હોત્રાની પ્રવચનસભામાં મલ્હોત્રાએ સૌપ્રથમ શ્રોતાઓને સંબોધ્યા. લગભગ એક કલાકના વ્યાખ્યાન દરમિયાન રાજીવ મલ્હોત્રાએ અનેક નવી, બૌદ્ધિક વાતો કહી જેમાંની ઊડીને આંખે વળગે એવી બે ક્ધસેપ્ટ્સ વિશે તમને વાત કરું.

રાજીવ મલ્હોત્રાએ આરંભમાં એક મુદ્દો એ પણ મૂક્યો કે ભારતીય મુસ્લિમોએ આ દેશ પર આક્રમણ કરીને શાસન કરી ચૂકેલા મુસ્લિમ શાસકોને ધિક્કારવા જોઈએ. એ આક્રમણખોરો ઈસ્લામ ધર્મ પાળતા હતા એટલે ભારતના મુસ્લિમોએ એમને આદર આપવો જોઈએ એવું કોણે કહ્યું. જે આક્રમણખોરોએ આ દેશને લૂંટ્યા છે એ શાસક બનીને ભારત પર રાજ કરતા હતા, ભારતીયોને એમણે ગુલામ બનાવી દીધા હતા. એ ભારતીયોમાં હિંદુ-મુસ્લિમ તમામ ધર્મના લોકો હતા અને આ તમામેતમામ લોકોએ પોતાની માતૃભૂમિ પર આક્રમણ કરનારાઓને ધિક્કારવા જોઈએ.

કોઈ હિન્દુ ખૂની, લૂંટારુ કે મવાલી હોય તો એને શુંં આપણે હિંદુઓ આદર આપીએ છીએ? ના આપી શકીએ. જે અસામાજિક તત્ત્વ છે તે સમાજ માટે હાનિકારક છે. એ હિન્દુ ક્રિમિનલ પૂજાપાઠ કરતો હોય કે હિન્દુ દેવી-દેવતાઓને પગે લાગતો હોય તેથી શું થયું? એને કારણે એ સારો કે આપણા માટે સ્વીકાર્ય નથી બની જતો અને હિન્દુ તરીકે આપણે આ વાત સમજીએ છીએ એટલે જ આપણે ક્યારેય એવા અસામાજિક તત્ત્વોને આદર નથી આપ્યો, ધિક્કાર્યા છે. ભારતના મુસ્લિમોએ પણ ભારત પર આક્રમણ કરીને આ દેશના શાસક બની ગયેલા ઈસ્લામ ધર્મ પાળનારા શાસકોને ધિક્કારવા જ જોઈએ. રાજીવ મલ્હોત્રાના આ મુદ્દા વિશેના મૂળભૂત વિચારનો અહીં મેં વિચાર વિસ્તાર કર્યો છે, એનું વિગતે વિશ્ર્લેષણ કર્યું છે. કેન્દ્રમાં એમનો પોતાનો આગવો, મૌલિક વિચાર છે.

આ સંદર્ભમાં રાજીવ મલ્હોત્રાએ અંગ્રેજો અને અન્ય વિદેશી સ્કૉલર્સ દ્વારા ભારતના ઈતિહાસનું અને ભારતીય પરંપરાનું જે ખોટી રીતે અર્થઘટન થયું છે તેની પણ વાત કરી. આ જ કૉલમમાં માર્ક્સવાદીઓ કે કમ્યુનિસ્ટોનાં કાળાં કારનામાં વિશે એક આખી સિરીઝ તમે વાંચી. રાજીવ મલ્હોત્રાએ કમ્યુનિસ્ટોએ કઈ રીતે આ દુનિયાની ખાનાખરાબી કરી તેની વાત પણ બહુ ઝડપથી વણી લીધી. અને સાથોસાથ આજકાલના સેક્યુલરો જે રીતે દીનદયાલ ઉપાધ્યાય, સ્વામી વિવેકાનંદ, મહર્ષિ અરવિંદ અને વીર સાવરકર જેવા મહા-પુરુષોની ઠેકડી ઉડાડે છે તે વિશે પણ મોઘમ રહીને વાત કરી તથા ભારતના આ સપૂતોને યોગ્ય ગૌરવ બક્ષ્યું જે મુદ્દાઓને શ્રોતાઓએ તાળીઓના પ્રચંડ ગડગડાટથી વધાવી લીધા.

રાજીવ મલ્હોત્રાના જે બે મહત્ત્વના મુદ્દાઓ વિશે હું વાત કરવા માગું છું તેમાંનો પ્રથમ ઈસ્લામને લગતો છે. તેઓ કહે છે કે તારિક ફત્તેહ જેવા લોકો ઈસ્લામને રિજેક્ટ કરવાનું, નકારવાનું કહે છે અને કેટલાક લોકો એ વાતને ટેકો આપે છે, પણ ઈસ્લામને નકારવાની કોઈ જરૂર નથી, જેઓએ ઈસ્લામનો સ્વીકાર કર્યો છે તેઓએ ભલે કર્યો, તેઓ આવકાર્ય છે. કેટલાક લોકો કહે છે કે ભારતના ઘણા ખરા મુસ્લિમોના પૂર્વજો અગાઉ હિન્દુ હતા જે વાત સાચી છે અને હવે તેઓએ ‘ઘરવાપસી’ કરવી જોઈએ અર્થાત્ ફરી પાછા ધર્મપરિવર્તન કરીને હિન્દુ બની જવું જોઈએ. મલ્હોત્રા કહે છે કે આ બિલકુલ જરૂરી નથી. ન તો ઈસ્લામને નકારવાની જરૂર છે, ન ઘરવાપસીની જરૂર છે. જેઓ ઈસ્લામ ધર્મ પાળે છે તેમને આપણે આદરભેર સ્વીકારીએ પણ આપણે એ જોવું જોઈએ કે ભારતમાં રહેનારા જે મુસ્લિમોને ઈસ્લામ ધર્મ પાળવાનું ગૌરવ છે તે સૌને ભારતીય હોવાનું ગૌરવ છે કે નહીં? મારે આ વિશે તપાસ કરવી છે, રાજીવ મલ્હોત્રા કહે છે અને ઉમેરે છે: મેં એવા મુસ્લિમો માટે એક નવું નામ કૉઈન કર્યું છે-સ્વદેશી મુસ્લિમ. આ દેશ મારો દેશ છે-સ્વદેશ. આ દેશ તમારી માતૃભૂમિ કે પિતૃભૂમિ છે કે નહીં? તમારા સ્વદેશી મુસ્લિમોના પૂર્વજો આ જ દેશમાં જન્મ્યા હતા. એ પૂર્વજો કંઈ આરબ દેશોમાં નહોતા જન્મ્યા અને એટલે જ અરબી રિવાજો, અરબી રહેણીકરણી, ખાણીપીણી, પહેરવેશ વગેરે અપનાવવાની તમારે જરૂર નથી. એનું અનુકરણ કર્યા વિના પણ તમે મુસ્લિમ રહી જ શકો છો.

આ સ્વદેશી મુસ્લિમોએ ભારતના ઈતિહાસના જે મહાપુરુષો છે એમને પોતાના હીરો તરીકે સ્વીકારવાના હોય, નહીં કે ભારત પર આક્રમણ કરીને ભારત પર શાસન કરી ગયેલા જુલમીઓને, પછી ભલે ને એ જુલમીઓ ઈસ્લામ ધર્મ પાળનારા હોય. એ આક્રમણખોરોએ તમારા બાપદાદાઓનું ધર્મપરિવર્તન કરાવ્યું એટલે તેઓ ઈસ્લામ પાળતા થયા તો ભલે, હું (રાજીવ મલ્હોત્રા) તમને એમ નથી કહેતો કે તમે ઈસ્લામ ધર્મ ન પાળો કે તમે ફરી પાછા હિંદુ બની જાઓ. પણ શું તમે અરબી કે તુર્કી કે પર્શિયન પરંપરાના મુસ્લિમ બનવાને બદલે જે દેશમાં રહો છો, જે દેશમાં તમારા પૂર્વજો જન્મ્યા હતા તે ભારત દેશની પરંપરા મુજબના મુસ્લિમ એટલે કે સ્વદેશી મુસ્લિમ છો કે નહીં, અને ન હો તો બની શકો છો કે નહીં?

રાજીવ મલ્હોત્રાની આ સ્વદેશી મુસ્લિમોવાળી નવીનતમ ક્ધસેપ્ટને ઉદારમતવાદી તથા આધુનિક વિચારો ધરાવતા-બ્રોડ માઈન્ડેડ અને મૉડર્ન ઈન્ટલેક્ચ્યુઅલ મુસ્લિમો દ્વારા ઘણો વ્યાપક આવકાર મળી રહ્યો છે. જેઓ હજુય મુલ્લાઓ અને ઈમામોના દબાણ હેઠળ છે, રૂઢિચુસ્ત અને જુનવાણી છે તેઓ રાજીવ મલ્હોત્રા જેને સ્વદેશી મુસ્લિમ કહે છે એવા રાષ્ટ્રવાદી, રાષ્ટ્રપ્રેમી મુસ્લિમોના પ્રવાહમાં ભળ્યા નથી, ભળી શકતા નથી પણ રાજીવ મલ્હોત્રા આ વિશે અનેક નાનામોટા પરિસંવાદો, બેઠકો કરીને આ દિશામાં આગળ વધી રહ્યા છે. રાજીવ મલ્હોત્રાના બીજા મુદ્દા વિશે કાલે વાત જેમાં એમણે ભારતના ખ્રિસ્તીઓની ચોટલી પોતાના હાથમાં રાખીને એમને ભારત વિરુદ્ધ ઉશ્કેરતા વેટિકનની વાત કરી.

આજનો વિચાર

ગજબનો માહોલ છે આજકાલ. પાકિસ્તાનમાં ચૂંટણી થવાની છે અને પ્રચારસભાઓમાં ત્યાંના નેતાઓ કહે છે કે અમને વૉટ આપો તો અમે મોદી જેવું કામ કરીને બતાવીશું…

… જ્યારે ભારતના વિપક્ષી નેતાઓ કહે છે કે ર૦૧૯માં પણ જો તમે મોદીને મત આપશો તો એ ભારતને પાકિસ્તાન બનાવી દેશે.

– વૉટ્સએપ પર વાંચેલું

એક મિનિટ!

બકાની વાઈફ: અલી, જો તો ખરી પેલી હીરોઈન જેવી દેખાતી ફટાકડી તારા વરને કેવી ઘૂરીને જોઈ રહી છે.

પકાની વાઈફ: ભલે ને જોતી. હું તો એ જોઈ રહી છું મારો પકો ક્યાં સુધી શ્ર્વાસ અટકાવીને ફાંદ અંદર સુધી ખેંચી રાખે છે.

10 COMMENTS

  1. Very good talk by Mr.Malhotra. People living in India,either they are Hindus or Muslims,each one should consider themselves first as BHARTIYA whatever religion we follow,we are INDIANS first.

  2. ??????
    Khubaj Saras??
    Aa desh na darek nagrik ni paheli faraj potani sanscruti ne maan apvani ne rastrepremi hovani khubaj jarur che, je apda Bhartiyo ma oochi che.

  3. Really Enjoy your posts while learning/refreshing my Gujarati . Thanks. Do you have WhatsApp feed for same articles ? How Can I copy & paste on to “my Whatsapp group” in shorter form possible ? of course giving you full credit for it….May get wider listeners/follower or go Viral ! ….Just wondering.

  4. માતૃભૂમિ ને વંદના,એ પારસીઓ થી શીખવુ જોઇએ,,, ઇન્ડોનેશિયા મુસ્લિમ રાષ્ટ્ર હોવા છતાં પણ પૂર્વજો ની સંસ્કૃતિ નથી ભૂલ્યા।।।।

  5. સૌરભભાઇ, ખુબ સુંદર વિચાર અને ખૂબ સુંદર પ્રચાર. (sharing). Please keep it up.

  6. સૌરભભાઈ અમને ગર્વ છે કે ભારતીય મુસ્લિમ છીએ અને અમે કસાબ નું નહીં કલામ ને માન આપીએ છીએ,
    અને ભારતીય મુસ્લિમ ના પુર્વજો હિન્દુ ધર્મ માં થી ધર્મ પરિવર્તન કરીને મુસ્લિમ ધર્મ અંગીકાર કર્યો તે એક તર્ક છે બીજું કાંઈ નહીં. અને જે લોકો મુસ્લિમ લોકો સાથે રાગદ્વેષ રાખે છે તેને પણ સમજવું જોઈએ કે બધા લોકો સરખાં જ હોય તે જરૂરી નથી .

    • અવેશ તમે સાચા ‘ખલીફા’ છો !! તમે અને તમારા જેવા, રાજીવ મલ્હોત્રાના ‘સ્વદેશી મુસ્લિમો’ની સમજદારી પર અમને ગર્વ છે..ને, અમારા એવા મિત્રો પણ છે !!
      પરંતુ, અણઘડ અને બેબાક ઝનુની મુસ્લિમો કે, એવા હિંદુઓ માટે પણ; સખત સજાનો હું તરફદાર છું..
      પણ, એક વાત ખચિત માનજો કે.., હિંદુસ્તાનમાં મારી-મારીને મુસલમાન બનાવેલા તમારા અસંખ્ય પૂર્વજો જાન બચાવવા મુસ્લિમ બનેલા; અને કેટલાય હિંદુ બલાત્કૃતા સ્ત્રીથી જન્મેલા !

    • આ તર્ક નથી હકીકત છે, ભારતમાં વસતા બહુમતી મુસ્લિમોના ચેહરા મોહરા હિંદુઓ જેવા કેમ છે? આરબો જેવા કેમ નથી, કેમકે તેમના પૂર્વજો હિન્દૂ હતા, આ વાતનો દરેકે સ્વીકાર કરવો રહ્યો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here