તમારી શક્તિ હણી લેનારાઓ અને બેગોન સ્પ્રે : સૌરભ શાહ

( લાઉડમાઉથ : સંદેશ, અર્ધ સાપ્તાહિક પૂર્તિ. બુધવાર, ૨૨ મે ૨૦૨૪)

અંગ્રેજીમાં જર્ક (જે.ઈ.આર.કે.) એટલે મૂર્ખો માણસ, મેનિપ્યુલેટિવ અને સ્વાર્થી આદમી, બીજાઓ સાથે હંમેશાં બદસલૂકાઈથી પેશ આવતો ઠળિયો. આજે આપણી આસપાસના આવા જર્ક્‌સ વિશે વાત કરવી છે.

આવા લોકોની સાથે તમે જેટલો વધારે વ્યવહાર રાખશો એટલી તમારી શક્તિ વધારે ચૂસાઈ જશે એવું એક અમેરિકન વૈજ્ઞાનિક સંશોધનમાં બહાર આવ્યું છે. આમાં નવું શું છે? આપણે તો વર્ષોથી અનુભવ્યું છે.

જર્ક આપણને દરેક ઠેકાણે ભટકાતા હોય છે. કામ કરવાની જગ્યાએ મળતા જર્ક સતત ઑફિસના વાતાવરણને દૂષિત કર્યા કરતા હોય છે. પોતે તો કામ કરવાના ચોર હોય છે જ, બીજાઓને પણ સરખી રીતે એમનું કામ કરવા દેતા નથી. તેઓ સતત પોતાના કલીગ્સનું, પોતાની હાથ નીચેના માણસોનું, પોતાના ઉપરીઓનું, પોતાના માલિકનું સુધ્ધાં ખરાબ બોલતા રહે છે. ‘પગાર આપે છે તેથી શું થઈ ગયું, આપણે એના ગુલામ થઈ ગયા?’ એવી તુમાખીથી તેઓ જેમનું ખાય છે એનું જ ખોદતા રહે છે.

આવા નમકહરામ લોકો સરકારી નોકરીમાં, પબ્લિક લિમિટેડ કંપનીઓમાં, નાની ઑફિસોમાં, પ્રોફેશનલ્સ ઑફિસીસમાં, દુકાનો – શો રૂમ્સ – મૉલ્સ બધે જ જોવા મળતા હોય છે. એમને દર પહેલી કે સાતમીએ પોતાની બૅન્કમાં જમા થતો પગાર કોની પાસેથી આવે છે તેની કદર જ નથી હોતી. પગારદાતાનું ઋણ માથે ચડાવવાને બદલે તેઓ એના માથા પર ચડીને તબલાં વગાડવાની તમન્ના રાખતા થઈ ગયા હોય છે.

જર્ક લોકો જ્યાં સુધી ઑફિસને તદ્દન કલુષિત નહીં કરી નાખે ત્યાં સુધી એમને જંપ નહીં વળે. જે ને તે વાતે માલિકનો, ઉપરીનો વાંક કાઢ્યા કરતા લોકોને તમે કહેશો કે, તો પછી તમે આ નોકરી છોડીને બીજે જતા રહો ને… ત્યારે જવાબમાં તમને સાંભળવા મળશે: યાર, આટલો પગાર બીજું કોણ આપવાનું હતું? અને હવે આ જમાનામાં તો આપણા કરતાં યંગ અને વધારે ટેલેન્ટેડ લોકો આના કરતાંય ઓછા પગારમાં કામ કરવા તૈયાર થઈ જતા હોય છે…

આનો અર્થ એ થયો કે તમે મજબૂરીથી આ નોકરી કરી રહ્યા છો. માણસે સમજવું જોઈએ કે જ્યાં મજબૂરી હોય ત્યાં ફરિયાદ નહીં કરવાની હોય, ઊલટાનું ઉપકાર માનવાનો હોય.

જર્ક આપણી આસપાસ જ હોય છે. ઘરમાં, પાડોશમાં, પરિવારના સંબંધીઓમાં, સમાજ અને જ્ઞાતિમાં, સોશ્યલ મીડિયા પર – ફેસબુક અને વૉટ્સઍપના ગ્રુપોમાં. આપણી જેઓ ટીકા કરે કે વિરોધ કરે એ બધાને જર્ક માની લેવાની ભૂલ ન થાય. કયા હેતુસર ટીકા, વિરોધ થાય છે તે તપાસવું જોઈએ. ઘણાને તમારા માટે ઊંડો આદર હોય, પ્રેમ હોય, તેઓ ખરેખર તમારા સંકટ સમયની સાંકળ હોય – આવા લોકો તમારા કોઈ પગલા માટે વિરોધ કરે ત્યારે એ તમારા વિરોધી નથી બની જતા. એમના ટીકાના શબ્દોમાં પણ હૂંફ છુપાયેલી હોય છે, તેઓ બધાના દેખતાં તમને ઉતારી પાડીને તમારો વિરોધ નથી કરતા.

પણ જર્ક લોકો આના કરતાં સાવ ઊંધું જ વર્તન કરતા હોય છે. એમને બીજાઓની હાજરીમાં તમને ઉતારી પાડવાની મઝા આવતી હોય છે. તેઓ તમારા સંકટ સમયની સાંકળ નથી હોતા. ઊલટાના, તેઓ તમારા પગ તળેની જાજમ ક્યારે સરકાવી લેવા મળે એની રાહ જોતા હોય છે. આવા જર્ક લોકો ઉપરછલ્લી રીતે તમને માન આપતા દેખાય તો પણ તમારે ચેતીને ચાલવું કારણ કે તેઓ માન પણ કારણસર જતાવતા હોય છે: ૧. તમારી નજીક આવવા. ૨. બીજાઓ આગળ દેખાડવા કે પોતે તમારી કેટલી નજીક છે અને ૩. ટીકા કરે ત્યારે પોતે કેટલા તટસ્થ છે એવું જતાવી શકે તે માટે. તેઓ નિખાલસતાના દેખાડા હેઠળ, પોતે કેટલા મહાન છે એ સ્થાપિત કરવા તમને ઉતારી પાડતા હોય છે.

ઘરમાં, ઑફિસમાં કે પછી ગમે ત્યાં – આવા જર્ક લોકો તમને મળવાના જ. સૌથી વધારે સોશ્યલ મીડિયામાં મળવાના. તમારે નિ:સંકોચ એમના પર બેગોન સ્પ્રે છાંટીને એમને તમારાથી દૂર કરી નાખવાના. આવું કરવા જશો ત્યારે તેઓ તમને કહેશે પણ ખરા કે તમારામાં સાચું સાંભળવાની હિંમત નથી, તમે ટીકા પચાવી શકતા નથી, તમે ભિન્નમતને આદર નથી આપતા, તમે તમારા કરતાં અલગ વિચારો ધરાવનારનું સન્માન નથી કરતા.

ભલે. તમારે બેગોન સ્પ્રે છાંટવાનું પડતું નહીં મૂકવાનું. આફ્ટર ઑલ તમારી આસપાસનું વાતાવરણ એ તમારી દુનિયા છે. એ દુનિયાના તમે માલિક છો. એ દુનિયાને હરિયાળી રાખવી, પ્રદૂષણમુક્ત રાખવી એ તમારી ફરજ છે. તમારે કોની ટીકા સાંભળવી, ક્યારે સાંભળવી, કેટલી સાંભળવી – સાંભળવી કે નહીં એ તમારી મરજીની વાત છે.

અંગત જીવનમાં, પારિવારિક જીવનમાં, તેમ જ સામાજિક કે જાહેર જીવનમાં જે લોકોના સંપર્કથી તમારી શક્તિ નીચોવાઈ જતી હોય એવું લાગે એમનાથી દૂર જ રહેવું. એ લોકો તમારી નજીક આવવાની કોશિશ કરે તો તમારા દરવાજા એમના માટે બંધ રાખવા અને આમ છતાં દરવાજાની તિરાડમાંથી ઘૂસી જવાની કોશિશ કરે તો બેગોન સ્પ્રે હાથવગું રાખવું.

સાયલન્સ પ્લીઝ

રિયલી સ્માર્ટ હોવામાં અને જર્ક હોવામાં જમીન – આસમાનનો તફાવત છે.

– ઑલિક આઈસ

• • •

( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi.comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર ⁨090040 99112⁩ પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)

• • •

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ

નવા કૅલેન્ડર વર્ષનો આરંભ થઈ ગયો છે. આપ સૌનું 2024નું વર્ષ શુભદાયી અને સુખદાયી નીવડે. આ વર્ષે બે દિવાળી આવે છે તે યાદ રાખશો. આસોની અમાસે તો ખરી જ, 22 જાન્યુઆરીએ પણ દીપોત્સવ છે જે 500 વર્ષ રાહ જોયા પછી ઉજવાશે.

મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.

‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.

જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.

દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.

આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)

તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:

BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis

Net Banking / NEFT / RTGS-

Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings

A/c No. : 33520100000251

IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)

Branch Pin Code : 400076

તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.

આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.

તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.

જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.

સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).

HiSaurabhShah@gmail.com

Twitter.com/hisaurabhshah

Facebook.com/saurabh.a.shah

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

1 COMMENT

  1. Hari Om 🙏
    બહુ મહત્વ ની …. જીવન મા સુખ શાંતિ ના વટવૃક્ષ ના મુળીયા ની વાત લખી છે તમે… ઘણી વખત … rather remarkably large number of cases મા …માણસ પોતાની પ્રશંસા અને ખુશામત વચ્ચે ની પાતળી રેખા ને જોઈ શકતો નથી….. સારા આશય સાથે કરાયેલી ટીકા અને અદેખાઈ થી કરેલી નિંદા વચ્ચે નો ફરક સમજવો જરુરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here