(હિન્દુ આતંકવાદની ભ્રમણાઃ લેખ 8)
ગુડ મોર્નિંગ : સૌરભ શાહ
(Newspremi.com, મંગળવાર, ૨ એપ્રિલ ૨૦૧૯)
૨૬ નવેમ્બર ૨૦૦૮ની રાત્રે ૯ના સુમારે આર.વી.એસ.મણિ જમીકરીને પોતાના ઘરમાં ટીવી જોઈ રહ્યા હતા ત્યાં જ ન્યૂઝ ચેનલો
સર્ફ કરતાં કંઈક આછાપાતળા ન્યૂઝ આવ્યા કે મુંબઈમાં કંઈક ગડબડ ઊભી થઈ છે. એમણે તાબડતોબ મિનિસ્ટરી ઑફ હોમ
અફેર્સના કન્ટ્રોલ રૂમ પર ફોન કર્યો. શરૂઆતમાં કંઇક એવી ખબર મળી કે ગૅન્ગવૉર જેવું ફાટી નીકળ્યું છે. પછી પંદર જ મિનિટમાં
કન્ટ્રોલ રૂમમાંથી ફોન આવ્યોઃ ‘સાહેબ, મુંબઈ મેં ફટાકા બજ ગયા.’ મુંબઈના બે ફાઈવ સ્ટાર હૉટલો પર અને બીજાં કેટલાંક
અગત્યનાં સ્થળોએ આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. હોમ મિનિસ્ટરીમાં ઈન્ટરનલ સિક્યુરિટી વિભાગ સંભાળતી ટૉપ મૅનેજમેન્ટની
ટીમ પાકિસ્તાનમાં હતી. મઝાની વાત એ છે કે તેઓ જે મંત્રણા માટે ગયા હતા તેનો વિષય હતોઃ અતંકવાદને કેવી રીતે રોકવો અને
ડ્રગ્સનો વેપાર કેવી રીતે નાથવો. મણિસરના મત પ્રમાણે ભારત-પાકિસ્તન વચ્ચે હોમ સેક્રેટરીના લેવલ પર આ બંને વિષયો પર
અત્યાર સુધી ડઝનબંધ મંત્રણાઓ થઈ ચૂકી છે પણ દર વખતે પાકિસ્તાને કંઈ ને કંઈ અડોડાઈ કરીને મંત્રણાઓને માત્ર પાણી
વલોવવાની કવાયત બનાવી દીધી છે. આવા અનેક દાખલાઓ તેઓ પુસ્તકમાં આપે છે.
રાત્રે ૯.૩૦ વાગ્યે મુંબઈમાં આતંકવાદી હુમલાના સમાચાર કન્ફર્મ થયા એટલે તાબડતોબ મણિસર ગૃહ ખાતાના કન્ટ્રોલ રૂમ પર
જવા તૈયાર થઈ ગયા. હોમ મિનિસ્ટરીનો કન્ટ્રોલ રૂમ સંભાળવાની જવાબદારી ભારતીય લશ્કરી દળોની હોય. ડ્યુટી ઑફિસર તરીકે
સામાન્યતઃ આસિસ્ટન્ટ કમાન્ડન્ટના હોદ્દાની વ્યક્તિ હોય. તે દિવસે સી.આર.પી.એફ.ના અફસર હતા. કન્ટ્રોલ રૂમ પર પહોંચીને
મણિસરે જોયું કે કન્ટ્રોલ રૂમમાં પી.એમ.ઓ.(પ્રાઈમ મિનિસ્ટર્સ ઑફિસ)માંથી, વિદેશ મંત્રાલયમાંથી, કેબિનેટ સેક્રેટરિઅટમાંથી,
એમ્બેસીઝમાંથી અને ન જાણે ક્યાંથી ક્યાંથી ફોન પર ફોન આવી રહ્યા હતા. મણિસરે તાત્કાલિક બે દિશામાં કામ શરૂ કર્યું. એક,
હુમલાને લગતી વધુ ને વધુ માહિતી એકઠી કરવાનું અને બેઃ અત્યારે એક્ઝેટલી શું પરિસ્થિતિ છે એનું આકલન કરવાનું. આવા
હુમલાઓ વખતે કઈ કઈ મહિતી ક્યાંથી એકઠી કરવી એ વિશેનો અનુભવ મણિસરને હતો. ૨૦૦૮નું વર્ષ આખું દેશમાં ઠેર ઠેર
આતંકવાદી હુમલાઓનું વર્ષ પુરવાર થયું હતું. વર્ષની શરૂઆત જ આવા હુમલાથી થઈ હતી. પહેલી જાન્યુઆરી ૨૦૦૮ના રોજ
રામપુરના સી.આર.પી.એફ. કૅમ્પ પર ટેરર અટૅક થયો હતો.
રાત્રે અગિયર વાગ્યે હોમ મિનિસ્ટરીના બે જૉઈન્ટ સેક્રેટરી મણિસર સાથે જોડાયા. એમાંના એક પોલિસ ડિપ્લોયમેન્ટના ચાર્જમાં હતા
જેમણે નૅશનલ સિક્યુરિટી ગાર્ડ(એન.એસ.જી.)ના ડી.જી.(ડિરેક્ટર જનરલ) સાથે વાત કરીને તાબડતોબ ટ્રુપ્સને મુંબઈ મોકલવા
વિશે ચર્ચા કરી લીધી હતી. બીજા જૉઈન્ટ સેક્રેટરીએ પી.એમ.ઓ., કેબિનેટ સેક્રેટરિએટ વગેરેને ઘટનાની માહિતી આપવાનો ચાર્જ
લઈ લીધો. મણિસર પોતે ભારે સ્વસ્થતા રાખીને બાજી સંભાળી રહ્યા હતા. મુંબઈની એ.ટી.એસ.(ઍન્ટી ટેરરિસ્ટ સ્ક્વૉડ)ના સિનિયર
ઈન્સ્પેક્ટર દિનેશ અગ્રવાલ એ ઘડીએ મણિસરના એકમાત્ર સોર્સ ઑફ ઈન્ફર્મેશન હતા. એ.ટી.એસ.માં એ જ એક માત્ર સદ્નસીબ
હતા જેઓ જીવતા બચ્યા હતા. મુંબઈના પોલિસ કમિશ્નર હસન ગફૂર તાજ મહાલ હૉટલનો મોર્ચો સંભાળી રહ્યા હતા. જ્યારે એમના
સેકન્ડ ઈન કમાન્ડ ટ્રાઈડન્ટ(ઑબેરૉય) હૉટેલના રેસ્ક્યુ ઑપરેશનનું નેતૃત્વ કરી રહ્યા હતા.
સરકારે નૅશનલ સિક્યુરિટી ગાર્ડ્સને મુંબઈ મોકલવાની માગણી કરી હતી અને એન.એસ.જી. કમાન્ડોઝ મુંબઈ પહોંચવા તૈયાર થઈ
ગયા હતા. ગૃહ મંત્રી શિવરાજ પાટિલ એન.એસ.જી.ની ટીમ સાથે મુંબઈ જવા માગતા હતા. પાટિલે આ અંગે સૂચના આપી દીધી
પણ પછી પાટિલે બધાથી સંપર્ક તોડી નાખ્યો.
દરમ્યાન, મુંબઈ એ.ટી.એસ. તરફથી મળતા અહેવાલો જણાવતા હતા કે એમણે કેટલાક અફસરો તથા પુલિસમૅન ગુમાવી દીધા હતા
અને બેઉ હૉટલો પર ટેરરિસ્ટોનો આતંક હજુ ચાલુ જ હતો. હોમ મિનિસ્ટર શિવરાજ પાટિલના ઘરે ફોન પર ફોન ટ્રાય કર્યા પણ કોઈ
જવાબ નહીં. ડૅમેજ કન્ટ્રોલ કરવા માટે મુંબઈમાંથી સ્થાનિક મદદ તાબડતોબ તાજ-ટ્રાઈડન્ટ પર પહોંચે એની પરમિશન ગૃહ મંત્રી
પાસેથી લેવાની હતી પણ પાટિલસાહેબ આઉટ ઑફ ટચ થઈ ગયા હતા.
એન.એસ.જી. ઉપરાંત મુંબઈ શહેર અને એની નજીકના વિસ્તારોમાં સતત અનુભવી સલામતી દળો તૈનાત રાખવામાં આવતાં હોય
છે. મુંબઈમાં સેન્ટ્રલ પેરામિલિટરી ફોર્સ હોય છે. સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ હોય છે જેને હૉટેલ્સ, મોટી રિફાઈનરીઓ વગેરેની
સલામતી જાળવવા માટેની તાલિમ મળેલી હોય છે. એન.એસ.જી. પહોંચે તે પહેલાં એ દળોને ઘટના સ્થળે પહોંચાડી દેવામાં આવ્યા
હોત તો ડૅમેજ કન્ટ્રોલ થઈ શકત. આ દળ મુંબઈ ઍરપોર્ટ પર તૈનાત હોય છે, ચેમ્બુરની રાષ્ટ્રીય કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઈઝર્સ
(આર.સી.એફ.)ની રિફાઈનરી પર પણ ખડે પગે હોય છે. આ ઉપરાંત નવી મુંબઈમાં સી.આર.પી.એફ.ની બટાલિયન હોય છે જે
તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને કંઈ નહીં તો કમ સે કમ ફર્સ્ટ એઈડ સમાન કામગીરી તો બજાવી જ શકી હોત. પણ હોમ મિનિસ્ટર
પાસેથી આ માટેનું ક્લિયરન્સ મળ્યું નહીં અને આમાંના એક પણ સલામતી દળને ઘટના સ્થળે મોકલી શકાયાં નહીં. આ બાજુ
પાકિસ્તાની ટેરરિસ્ટો શહેરમાં ખુલ્લેઆમ આતંક મચાવતા રહ્યા.
મણિસર લખે છેઃ ‘હું હોમ મિનિસ્ટરીમાં હતો. તે વખતે ‘માર્કોસ’ને મુંબઈના ઘટના સ્થળે કેમ મોકલવામાં ન આવ્યા એ વિશે હું કોઈ કમેન્ટ કરતો નથી.’( ‘માર્કોસ’ ભારતીય નૌકા દળના ‘મરીન કમાન્ડો ફોર્સ’નું ટૂંકું નામ છે. આ કમાન્ડોને જળ-થળ પર ટેરરિસ્ટો સામે લડવાની તથા બંધકોને કેવી રીતે છોડાવવા એની પણ તાલીમ અપાય છે. મુંબઈ, વિશાખાપટ્ટનમ્, ગોવા, કોચી તથા પોર્ટ બ્લેરમાં એમના બેઝ છે. આ કમાન્ડોએ અમેરિકન નૅવી ‘સીલ’(સી, ઍર, ઍન્ડ લૅન્ડ) ટીમ પાસે ટ્રેનિંગ લીધી હોય છે.)
મણિસર આગળ લખે છેઃ ‘તે વખતે જમ્મુ-કશ્મીરનું એક આર્મી યુનિટ મુંબઈની નજીક જ હતું અને મિનિસ્ટરી ઑફ ડિફેન્સની પરવાનગી લઈને તે સહેલાઈથી ઘટનાસ્થળે પહોંચી શક્યું હોત. આવું કેમ ન થયું એવો સવાલ પણ હું પૂછતો નથી પણ તે વખતે મને મનમાં એવો સવાલ જરૂર થયો હતો.’
એન.એસ.જી. ટીમ રાત્રે દોઢ વાગ્યે દિલ્હી ઍરપોર્ટ પર પહોંચીને મુંબઈ જવા ઉતાવળી હતી. પણ હોમ મિનિસ્ટર શિવરાજ પાટિલ સાહેબ તૈયાર નહોતા થયા. પત્રકાર સંદીપ ઉન્નીથને આ ૨૦૧૪માં પ્રગટ થયેલા એમના પુસ્તક ‘બ્લૅક ટોર્નાડોઃ ધ થ્રી સીજ્ઝ ઑફ મુંબઈ ૨૬/૧૧’માં પ્રકાશ પાડ્યો છે. અત્યારે તેઓ ‘ઈડિયા ટુડે’ના ડેપ્યુટી એડિટર છે. તે વખતના કેન્દ્રીય ગૃહ મંત્રીની ‘હોતી હૈ, ચલતી હૈ’ એટિટ્યુડ ન હોત તો નિઃશંક અનેક માનવજીવો બચી શક્યા હોત. આ આખી ય ઘટના દરમ્યાન હોમ મિનિસ્ટરની વર્તણુક જાણે ‘મારા બાપના કેટલા ટકા’ જેવી હતી.
હોમ સેક્રેટરી સાથે ઈસ્લામાબાદ ગયેલું ડેલિગેશન ૨૭ નવેમ્બરના રોજ બપોરે ૩ વાગ્યે દિલ્હી લેન્ડ થશે એવા સમાચાર હતા. ૨૭મી એ હોમ સેક્રેટરીને બ્રીફિંગ માટેની નોટ્સ તૈયાર કરીને મોડી સાંજે મણિસર અલમોસ્ટ ૨૪ કલાક બાદ થાક્યાપાક્યા ઘરે પહોંચ્યા. પણ કેટલીક વાતો એમના મનમાં સૂતી વખતે પણ ઘૂમરાતી રહી. એમના ડીપાર્ટમેન્ટને બાતમી મળી હતી કે ૨૬/૧૧ના હુમલાના એક સપ્તાહ પહેલાં ભારતીય કોસ્ટ ગાર્ડે ભારતની સરહદને સ્પર્શીને તરત જ પાછું પાકિસ્તાની સરહદમાં જતું રહેલું એક પાકિસ્તાની જહાજ જોયું હતું. એ જહાજ સામે પગલાં લેવાં શક્ય નહોતાં પણ કોઈપણ ઘડીએ દરિયા માર્ગે ભારત પર હુમલો થઈ શકે છે એવી શક્યતા વિશે તો જાણ થઈ જ ચૂકી હતી. બીજી બે વાત મણિસરને ખૂંચતી રહીઃ એક તો, આતંકવાદીઓ કોલાબાના બધવાર પાર્ક સામેની કોળી માછીમારોની બસ્તીમાં થઈને મુંબઈમાં પ્રવેશ્યા. આ માછીમારો પોતાની કૉલોનીમાં કોઈ એકલ-દોકલ અજાણ્યાને પણ ન સાંખી લે. જ્યારે અહીં તો દસ દસ અજાણ્યા યુવાનો પીઠ પર મોટા મોટા થેલા લઈને પસાર થયા. અને ત્યારે રાત નહોતી પડી ગઈ કે બધા સૂઈ ગયા હોય. સાત-સાડા સાતનો સુમાર હોય. બધા જાગતા હોય, ફળિયામાં હોય. શું આ જ માછીમારોમાંથી કોઈએ આ દસે જણાને સહીસલામત પસાર કરાવવાની કામગીરી પોતાને માથે લીધી હશે? જો હા, તો કોણે? મણિસરને એક એવા રાજકીય નેતા પર શંકા છે જેઓ પોતાને આ માછીમારોના લીડર તરીકે જુએ છે.
પાછળથી તે વખતના કેન્દ્રીય મંત્રી(લઘુમતી પ્રજાની બાબતોના) અબ્દુલ રહેમાન અંતુલે(જેઓ કોંકણી મુસ્લિમ હતા)એ રાજ્યસભામાં ડિબેટ વખતે કરેલાં નિવેદનો ખૂબ ચર્ચાસ્પદ થયાં હતાં.
બીજી એક વાત મણિસરને રહી રહીને ખૂંચ્યા કરતી હતી તે એ હતી કે તાજ પર હુમલો થયો ત્યારે મહારાષ્ટ્ર સરકારના ગૃહ ખાતાનાં ઍડિશનલ ચીફ સેક્રેટરી તાજમાં જ હતા અને હુમલા દરમ્યાન તેઓ સ્હેજ પણ ઈજા પામ્ય વિના હેમખેમ તાજની બહાર આવી ગયાં. ઝુત્શી મૅડમ આતંકવાદીઓના સંપર્કમાં હોઈ શકે છે એવી પૂરેપૂરી શંકા મણિસરે વ્યક્ત કરી છે તે વિશે કાલે.
દરમ્યાન, એક વાત એ પણ વિચારવા જેવી છે કે જે દસ આતંકવાદીઓએ સાંજના ૭ – ૭.૩૦ ના ઝાંખા અજવાળામાં જિંદગીમાં પહેલીવાર મુંબઈમાં પગ મૂક્યો તેઓ પોતપોતાના ગંતવ્યસ્થાને કોઈની મદદ લીધા વિના કેવી રીતે પહોંચી ગયા. અહીં તો સ્થાનિક મુંબઈવાસીઓને બે-પાંચ વર્ષ સુધી કોઈ એરિયામાં પગ મૂક્યો ન હોય ને ત્યાં જવાનું થાય તો જગ્યા શોધતાં મુશ્કેલી પડતી હોય છે, એટલું ઝડપથી મુંબઈ બદલાતું જાય છે. શું કોઈ સ્થાનિક મદદ વિના પાકિસ્તાની આતંકવાદીઓ આટલું મોટું ઑપરેશન પાર પાડીને દોઢસો-પોણા બસો નિર્દોષ લોકોના જીવ લઈ શકે? આ સ્થાનિક મદદગારો કોણ હતા એની તપાસ હજુ સુધી થઈ નથી. ગુજરાતના તે વખતના ચીફ મિનિસ્ટર નરેન્દ્ર મોદીએ પણ આવી શંકા ત્યારે વ્યક્ત કરી હતી. બાય ધ વે, ગઈ કાલે સવારે સાહેબે વર્ધામાં ચૂંટણી પ્રચાર કરતાં એક જાહેર સભામાં કહ્યું કે, ‘કૉન્ગ્રેસે શાંતિપ્રિય હિન્દુઓ આતંકવાદીઓ છે એવી ભ્રમણા ફેલાવવાનું પાપ કર્યું છે.’ આ જ વાત પરમ દિવસે અમિત શાહે પણ કહી હતી કે, ‘કૉન્ગ્રેસે આતંકવાદને હિન્દુ ધર્મ સાથે સાંકળવાનું કાવતરું કર્યું હતું. સ્વામી અસીમાનંદ ખિલાફ કોઈ પુરાવો નહોતો છતાં કૉન્ગ્રેસે પોતાની વોટબૅન્કને ખુશ કરવા માટે એક નિર્દોષ સંન્યાસીને જેલમાં નાખવાનું કાવતરું ઘડ્યું.’
વધુ આવતીકાલે.
આજનો વિચાર
રાહુલ ગાંધી ૪૯ વરસનો થયો. તો પણ કોઈ એને છોકરી નથી આપતું. તો આપણે કિંમતી વોટ કેમ આપવો?
−વૉટ્સએપ પર વાંચેલું
એક મિનિટ!
અભિષેક બચ્ચનઃ અંકલ નમસ્તે, એક રોલ છે મારી ફિલ્મમાં, કામ કરશો?
શત્રુઘ્ન સિન્હાઃ શું રોલ છે, સંભળાવ તો ખરો.
અભિષેક બચ્ચનઃ એ રિટાયર્ડ, ચિડચિડા, ગુડ ફૉર નથિંગ બુઝૂર્ગનો રોલ છે જેને રોજ પોતાના ઘરમાં જમવાના ટાઈમે ખાવાની બાબતમાં કચકચ થતી અને પાડોશીના ઘરે કેટલું સરસ જમવાનું બને છે એવું કહીને એ ઝગડો કરતો. એક દિવસ એના કુટુંબીઓએ તંગ આવીને ઘરમાં ખાવાનું આપવાનું જ બંધ કરી દીધું. એ પડોશીના દરવાજે પહોંચ્યો, તો ત્યાં પણ એને જાકારો મળ્યો… બસ ત્યારથી ભૂખ ભાંગવા માટે એ ભીખ માગતો ફર્યા કરે છે.
શત્રુઘ્ન સિન્હાઃ સાલા, તારા બાપનો દોસ્તાર છું હું, જરા તો શરમ રાખ મારી…
મણિ સર નું પુસ્તક એમેઝોન પર નથી. તો ક્યાં થી મળશે?
I bought it from Amazon.
Tamari colum regular vaanchu chu tamey Congress ney ughadi paadi ney saru karya karyu chey