( તડકભડક: ‘સંદેશ’, ‘સંસ્કાર’ પૂર્તિ, રવિવાર, 2 નવેમ્બર 2025)
જવાહરલાલ નેહરુની નવસો પાનાંની આત્મકથામાં નેહરુની પોતાની કથા ઓછી છે, ભારતના સ્વાતંત્ર્યસંગ્રામનો ઈતિહાસ વધુ છે. નેહરુએ પિસ્તાળીસ વર્ષની ઉંમરે, ૧૯૩૪ની સાલમાં, લાંબા કારાવાસ દરમ્યાન આત્મકથા લખવાનું શરૂ કર્યું. એક વર્ષ પછી આ આત્મકથાની હસ્તપ્રત પ્રકાશકને સોંપી ત્યારે એનું શીર્ષક હતું: ‘જેલમાં અને જેલની બહાર.’ એની નીચે પેટાશીર્ષક હતું: ‘હિંદની તાજી તવારીખ પર આત્મકથનયુક્ત ચિંતન.’ પણ પ્રકાશકને આ ટાઈટલ સેલેબલ ન લાગ્યું. એમણે નેહરુને સમજાવીને શીર્ષક બદલાવ્યું: ‘જવાહરલાલ નેહરુ: એક આત્મકથા.’
આત્મકથા લખાઈ ગયા પછી અને એ પ્રગટ થતાં પહેલાં કમલા નેહરુનું અવસાન થયું. નેહરુએ પુસ્તકના અર્પણના પાના પર સ્વર્ગસ્થ પત્નીને યાદ કરતાં લખ્યું: ‘ટુ કમલા, હુ ઈઝ નો મોર.’ નેહરુની આત્મકથાનો સુંદર ગુજરાતી અનુવાદ કરનાર મહાદેવભાઈ દેસાઈએ આ અર્પણ વાક્યનું પણ એટલું જ ભાવવાહી રૂપાંતર કર્યું: ‘સ્મૃતિશેષ કમલાને.’
નેહરુને રાજકારણી તરીકે જ નહીં, પરંતુ એક યુવાન, સ્વપ્નશીલ બેફિકરા રાષ્ટ્રપ્રેમી ભારતીયની જિંદગીનાં આગલાં વર્ષો કેવાં હતાં તે જાણવા માટે પણ આ આત્મકથા વાંચવી જોઈએ. જાહેર જીવન અને રાજકારણ તરફ તેઓ ક્યારે, કેવી રીતે ખેંચાયા એનો અંદાજ પણ કદાચ આ વાતોમાંથી મળી રહે.

જવાહરલાલ નેહરુનો ક્રોધ જાણીતો છે. ગાંધીજી કરતાં આ બાબતમાં તેઓ એકદમ અલગ. ૧૮૮૯માં જન્મેલા નેહરુને ક્રોધ વારસામાં મળ્યો હતો. પિતા મોતીલાલ નેહરુ ભારે ગુસ્સાવાળા. જવાહર પાંચ વર્ષના હતા ત્યારનો એક પ્રસંગ છે. એક દિવસ એમણે પિતાના રાઈટિંગ ટેબલ પર બે ફાઉન્ટનપેન જોઈ. મન લલચાયું. પિતાને બેઉ પેનની એકસાથે તો જરૂર પડવાની નથી એમ વિચારીને એક પેન લઈ લીધી. પાછળથી, ખોવાયેલી પેન માટે આખા ઘરમાં શોધાશોધ થઈ. જવાહર ગભરાઈ ગયા, પણ એમણે કબૂલાત ન કરી. છેવટે પેન જવાહર પાસેથી જ મળી આવી. મોતીલાલ જબરા ગુસ્સે થયા. દીકરાને ખૂબ માર્યો. પાંચ વરસના જવાહરના દુ:ખતા અને ધ્રૂજતા નાજુક શરીર પર મા સ્વરૂપરાણીએ દિવસો સુધી જાતજાતના મલમપટ્ટા કર્યા.
કિશોર અવસ્થા પૂર્વે અને એ દરમ્યાન જવાહરલાલે ક્યાં ક્યાં પુસ્તકો વાંચ્યાં હતાં એની યાદી આજનાં માબાપોએ ટપકાવી લેવી જોઈએ. શક્ય છે કે કાલ ઊઠીને તમારો દીકરો પણ દેશનો વડો પ્રધાન બને. દીકરો પી.એમ. ન બને તો કંઈ નહીં, કમસે કમ રાહુલ ગાંધી જેવો ન બને એટલા ખાતરેય આ યાદી પર નજર ફેરવી લેવી જોઈએ.
જવાહરલાલે એ ગાળામાં લુઈ કેરોલનું બાળસાહિત્ય વાંચ્યું, રુડ્યાર્ડ કિપ્લિંગનાં પુસ્તકો પણ એમને બહુ ગમતાં. ‘ડોન ક્વિક્ઝોટ’ (કિહોટે) પુસ્તકમાં ગુસ્તાફ દોરોએ ચીતરેલાં પ્રસંગચિત્રો એમને બહુ આકર્ષક લાગતાં. ફ્રિજોફ નાન્સનના ‘ફાર્ધેસ્ટ નૉર્થ’ પુસ્તકે એમના માટે સાહસનો એક નવો જ પ્રદેશ મોકળો કર્યો. સ્કોટ, ડિકન્સ અને થાકરેની ઘણી નવલકથાઓ, એમ. જી. વેલ્સની વિજ્ઞાન સાહસકથાઓ, માર્ક ટ્વેનની વિનોદકથાઓ અને શેરલોક હોમ્સની ગુપ્તચરકથાઓ મોટા થયા પછી પણ જવાહરલાલ ભૂલ્યા નહોતા. એન્ટની હોપની પ્રસિદ્ધ નવલકથા ‘પ્રિઝનર ઑફ ઝેન્ડા’ એમના મગજમાં બરાબર જડાઈ ગઈ હતી. (રમણભાઈ નીલકંઠને ‘રાઈનો પર્વત’ લખવાની પ્રેરણા આ જ નવલકથા પરથી મળી હોવાનું કેટલાક વિવેચકો માને છે). હાસ્યરસમાં જેરોમ કે. જેરોમની ‘થ્રી મેન ઈન અ બોટ’ નામની અતિ પ્રસિદ્ધ કૃતિની બરોબરી કરી શકે એવું બીજું કોઈ હાસ્ય સાહિત્ય નથી એવી છાપ કિશોર ઉંમરના જવાહરના મનમાં પડી હતી. મોરિયેરના ‘ટ્રિલ્બી’ અને ‘પીટર ઈબેટ્સન’ પુસ્તકોથી પણ જવાહર પ્રભાવિત થયા હતા.
૧૪ વર્ષની ઉંમરે ટીનએજર જવાહરના મનમાં શું શું ચાલતું હશે? આત્મકથામાં તેઓ લખે છે: ‘મારી ઉંમર ૧૪ વર્ષની હતી. નવી વિચારસૃષ્ટિ અને ઝાંખી કલ્પનાઓ મારા મનમાં તરવા લાગી અને બાળાઓમાં હું કંઈક વધુ રસ લેવા લાગ્યો. જોકે, હજી દોસ્તી તો બાળકોની જ ગમતી અને બાળાઓનાં મંડળમાં ભળવામાં કંઈક માનહાનિ સમજતો. પણ કાશ્મીરીઓનાં મંડળો મળે અને અનેક ખૂબસૂરત બાળાઓ ભેગી થાય ત્યારે અથવા તેવા જ બીજા પ્રસંગોએ કોઈ બાળાની સાથે નયન મળે કે સ્પર્શ થાય તો અવનવો આનંદ અનુભવતો.’
ખૂબસૂરત બાળાઓને જોઈને કે સ્પર્શીને મળતા આનંદનો વ્યાપ જવાહરલાલની જિંદગીમાં ઉત્તરોત્તર વધતો ગયો. જોકે, એ વિશેના ઉલ્લેખો એમની આત્મકથામાં ક્યાંય મળતા નથી.
પંદર વર્ષની ઉંમરે ભણવા માટે ઈન્ગલૅન્ડ ગયા. ૧૯૦૭-૦૮ના ગાળામાં જવાહરલાલનો સ્વભાવ ઉપરછલ્લો હતો. એકે વાતમાં તેઓ ઊંડા ઊતરતા નહીં, એટલે જીવનની સૌંદર્યમય બાજુનું એમને આકર્ષણ રહેતું. આબરૂભરી રીતે રહેવું, ન શોભે એવી રીતે કદી ન વર્તવું, છતાં જીવનમાંથી જેટલો રસ ચુસાય એટલો ચૂસવો અને સંપૂર્ણ તથા અનેકરંગી જીવન ગાળવું એમને ગમતું.
આ બાજુ હિંદના રાજકાજમાં આ ગાળા દરમ્યાન ભારે ઊથલપાથલ હતી. જવાહર એમાં શૂરાની જેમ ઝુકાવવા માગતા હતા. એમને ખબર હતી કે આવું કરવામાં એશઆરામ ગુમાવવા પડશે. આ બધી મિશ્ર અને પરસ્પર વિરોધી ઈચ્છાઓને કારણે એમનું મન ચકરાવે ચડી ગયું હતું.
આ બાજુ હિંદના રાજકાજમાં આ ગાળા દરમ્યાન ભારે ઊથલપાથલ હતી. જવાહર એમાં શૂરાની જેમ ઝુકાવવા માગતા હતા. એમને ખબર હતી કે આવું કરવામાં એશઆરામ ગુમાવવા પડશે. આ બધી મિશ્ર અને પરસ્પર વિરોધી ઈચ્છાઓને કારણે એમનું મન ચકરાવે ચડી ગયું હતું. એમાં દિશાશૂન્યતા હતી, અવ્યવસ્થા હતી. છતાં એમને પોતાને આ બાબત અંગે કોઈ ચિંતા નહોતી, કારણ કે ધ્યેય અંગે કોઈ આખરી નિર્ણય કરવાનો સમય હજુ દૂર હતો. ઉંમર માંડ અઢાર-ઓગણીસ વર્ષની હતી.
વીસ વર્ષની ઉંમરે કેમ્બ્રિજની ડિગ્રી લીધી ત્યારે ઈન્ડિયન સિવિલ સર્વિસીઝમાં જોડાઈને બ્રિટિશ સરકારના હિન્દી યંત્રમાં એક ચક્ર બનવાનો વિચાર એમની પાસે રજૂ કરવામાં આવ્યો. યુવાન જવાહરલાલે તરત જ એ ફગાવી ન દીધો, પણ લાંબું વિચાર્યા પછી પિતાનો વકીલાતનો વ્યવસાય આગળ ધપાવવા બેરિસ્ટર બનવાનું નક્કી કર્યું. આ ઉંમરે જવાહર ખૂબ ઉડાઉ હતા. એમના ખર્ચાળ શોખને કારણે શ્રીમંત પિતાને પણ ચિંતા થતી કે છોકરો સાવ હાથથી ન જાય તો સારું. ૧૯૧૨ના ઉનાળામાં બેરિસ્ટર થઈને એ પછીના શિયાળામાં સાત વરસના વિલાયતવાસ બાદ જવાહરલાલ હિન્દુસ્તાન પાછા ફરે છે. ઉંમર ત્રેવીસ વર્ષ.
અલાહાબાદ આવીને હાઈ કોર્ટમાં વકીલાત શરૂ કરી. પણ ધીમે ધીમે એમને લાગ્યું કે પોતે અહેતુક અને નિરર્થક જીવનના લૂખા ક્રમમાં ધીમે ધીમે ખૂંપતા જાય છે. વકીલોની ક્લબ કે લાઈબ્રેરીમાં એના એ જ માણસો, એની એ જ વાતોથી જવાહર કંટાળ્યા. આ વાતાવરણમાં બુદ્ધિને સ્ફૂર્તિ મળે એવું કશુંક શોધવું પણ મિથ્યા છે એવું લાગતું. જીવનની નરદમ નીરસતા વધારે ને વધારે કઠવા લાગી.
એક સુશિક્ષિત, શ્રીમંત અને સંસ્કારી ખાનદાનના યુવાનનો કંટાળો બે દિશામાં જઈ શકે છે. એક: દારૂ, જુગાર, રેસ અને છોકરીઓ. અને બે: જવાહરલાલ જે દિશામાં ગયા તે. અલબત્ત, પિતા મોતીલાલ નેહરુને કારણે ઘરનું જે વાતાવરણ હતું તે વાતાવરણે જ જવાહરલાલને એ દિશામાં ધકેલ્યા. પણ શક્ય છે કે આ જ જવાહરલાલે, જેને ગધાપચીસી કહે છે એવી મિડ-ટ્વેન્ટીઝની ઉંમરમાં, એકાદ ઉતાવળિયું આડુંઅવળું પગલું ભર્યું હોત તો તેઓ ભવિષ્યમાં એક હોનહાર, હૅન્ડસમ અને સ્વપ્નદૃષ્ટા રાષ્ટ્રનેતા બનવાને બદલે અંધારી ગલીઓમાં ખોવાઈ ગયા હોત.
વડા પ્રધાન બન્યા પછીના નેહરુની નીતિ અને રીતિ વિશે તો ઘણી લાંબી વાતો છે, નેહરુને બદલે સરદાર આ દેશને આગળ લઈ ગયા હોત તો આજે પરિસ્થિતિ ઘણી જુદી હોત. જોકે એ આખો જુદો વિષય છે. એમાં પ્રવેશ કરવો હોય તો નેહરુની આ આત્મકથા વાંચવી જોઈએ.
પાન બનારસવાલા
પોતે પોતાના વિશે લખવામાં મઝા તો છે, પણ મુશ્કેલી એ છે કે પોતાના વિશે કશું ખરાબ લખતાં પોતાને અને સારું લખતાં બીજાને ખટકતું હોય છે.
– અબ્રાહમ કાઉલી
• • •
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ
મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.
‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.
જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.
દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.
‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.
‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.
આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)
તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:
BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis
Net Banking / NEFT / RTGS-
Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings
A/c No. : 33520100000251
IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)
Branch Pin Code : 400076
તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.
આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.
તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.
જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.
સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).
• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો













