સુખી થવું તમારા તાબામાં નથી, દુ:ખી ન થવું તમારા કાબૂમાં છે – સૌરભ શાહ

( લાઉડ માઉથ: ‘સંદેશ’, અર્ધ સાપ્તાહિક પૂર્તિ. બુધવાર, 14 ઑગસ્ટ 2024)

સાચા હોવું એટલે શું? જાતને છેતર્યા વિના ને કોઈને નડ્યા વિના તમને જે સાચું લાગે તે કરવું. સિમ્પલ વાત છે. પણ આપણે ભટકી જઈએ છીએ લોકોએ આપણા માટે નક્કી કરેલી સાચા હોવાની વ્યાખ્યાઓમાં. અને ક્યારેક ગેરમાર્ગે દોરાઈ જઈએ છીએ જાતને છેતરીને. બાકી કોઈ અઘરી વાત નથી સાચા બનીને જીવવામાં. દુનિયા તમને સાચા હોવાનું સર્ટિફિકેટ આપે કે ન આપે, કોઈ ફરક નથી પડતો.

સાયન્સ ફિક્શન, કૉમેડી અને સટાયર માટે જાણીતા બ્રિટિશ લેખક ડગ્લસ ઍડમ્સ (૧૯૫૨-૨૦૦૧) કહે છે: ‘સાચા હોવા કરતાં હું હૅપી થવાનું લાખ દરજ્જે પસંદ કરીશ.’ ડગ્લસ ઍડમ્સ દુનિયાની દૃષ્ટિએ સાચા હોવાની વાતમાં માનતા નથી.

ચાર્લ્સ ડિકન્સની ‘અ ટેલ ઑફ ટુ સિટીઝ’થી માંડીને ‘ગ્રેટ એક્સ્પેક્ટેશન્સ’ સુધીની ડઝન કરતાં વધુ નવલકથાઓમાંની ઘણી તમે માણી હશે. ‘ડેવિડ કોપરફીલ્ડ’ અને ‘ધ પિક્વિક પેપર્સ’ના આ યુગસર્જક લેખકની એક વાત જીવનને નવી ઊંચાઈએ લઈ જાય છે, છટપટાહટ અને તરફડાટના માહોલથી જોજનો દૂર લઈ જાય છે. ચાર્લ્સ ડિકન્સે કહ્યું: ‘હૅપીનેસ એક ગિફ્ટ છે અને એ ભેટ ક્યારે મળશે એની રાહ જોવાને બદલે એ જ્યારે મળે ત્યારે એને માણી લેવાની.’

સુખની રાહ જોવાની ન હોય. વર્તમાનની કપરી પરિસ્થિતિઓનો અંત આવશે એટલે સુખી થઈ જઈશું એવું માનીને જીવીશું તો જિંદગીના અંત સુધી ક્યારેય સુખનો અહેસાસ નહીં થાય. કપરી પરિસ્થિતિઓ એની જગ્યાએ. એનાં સૉલ્યુશન્સ આવે તો વા નહીં તો વાયરો. તકલીફો વિનાનો સમય ક્યારેય કોઈની જિંદગીમાં આવ્યો નથી, આવવાનો પણ નથી. આ તકલીફોનો સામનો કરતાં કરતાં જ ક્યારેક અચાનક સુખદ ક્ષણોનો પ્રવેશ થઈ જતો હોય છે. આવી ક્ષણોમાં, તકલીફોની હાજરી હોવા છતાં એ ભુલાઈ જાય છે કારણ કે બૅકગ્રાઉન્ડમાં જતી રહે છે અને જીવનમાં માત્ર સુખ જ સુખ છે એવું લાગતું હોય છે. આવી ક્ષણો જ્યારે મળે, જેટલી મળે એને માણી લેવાની. આવી ક્ષણો વીતી ગયા પછી પણ એ ક્ષણોમાંથી તમે મેળવેલી ઊર્જા ફરી આવનારી સુખદ ક્ષણો સુધી તમારો ઉત્સાહ ટકાવી રાખે છે, તકલીફોનો સામનો કરવાનું નવું જીવનબળ પૂરું પાડે છે.

‘લે મિઝરેબલ’ જેવી વિશ્ર્વપ્રસિદ્ધ કૃતિના ફ્રેન્ચ લેખક વિક્ટર હ્યુગો ભરોસો આપે છે કે: ‘જિંદગીનો સર્વોચ્ચ આનંદ એ વાતની પ્રતીતિમાંથી મળે છે કે લોકો તમને ચાહે છે, તમે જે છો – જેવા છો, તમને ચાહે છે. ખરું કહું તો, તમે જે છો અને જેવા છો તે છતાં તમને ચાહે છે.’

જિંદગીમાં ટકી રહેવા માટે આ ભરોસો હોવો બહુ જરૂરી છે. સતત પોતાના દોષ જોઈને જાતને કોસ્યા કરવાથી, બીજાઓની આંખમાં તમારું પ્રતિબિંબ સુંદર દેખાય છે કે નહીં એવા ભયથી જીવવાની મઝા નથી. ખાતરી રાખવાની કે ચાહનારાઓ તમને ચાહવાના છે, તમારી કાળજી રાખવાના છે, તમારે પડખે ઊભા રહેવાના છે. જે ચાહવા માગે છે એને તમારા દોષ સાથે, તમારી ખામીઓ સાથે કોઈ લેવા દેવા નથી હોતી.

સ્ટીફન કિંગ અમેરિકાના કન્ટેમ્પરરી ચાર્લ્સ ડિકન્સનો દરજ્જો ધરાવતા લેખક છે. એમની એક વાર્તા પરથી બનેલી ફિલ્મ ‘શૉશૅન્ક રિડેમ્પશન’ તમે ના જોઈ હોય તો જરૂર જોજો. હૉલિવુડની ટૉપ ટેન ફિલ્મોમાં ‘ગૉડફાધર’ પછી આ ફિલ્મનું સ્થાન છે. અને લખવા-વાંચવાનો શોખ હોય તો ‘ઑન રાઈટિંગ’ નામની એમની આત્મકથાનુમા બુક જરૂર વાંચજો. એમની સસ્પેન્સ ક્રાઈમ થ્રિલર ‘મિસ્ટર મર્સિડીઝ’ને એડગર એલન પો એવૉર્ડ માટે નૉમિનેટ કરવામાં આવી હતી. ૧૯૪૭માં જન્મેલા આ યુગના મહાન તેમ જ બેસ્ટ સેલર રાઈટર સ્ટીફન કિંગે ૬૫ કરતાં વધુ નવલકથાઓ લખી છે અને લઘુનવલો તથા વાર્તાઓ જુદી. અલમોસ્ટ જીવલેણ પુરવાર થયેલા રોડ એક્સિડેન્ટમાંથી ઉગરી ગયા પછી, લાંબી સારવાર બાદ, આ ઉંમરેય કાકા પ્રોલિફિક લખે છે. અને કહે છે: ‘હૅપીનેસ શુડ રિમેન અન્એક્ઝામિન્ડ ફૉર એઝ લૉન્ગ એઝ પોસિબલ.’

બને ત્યાં સુધી તમારે તમારા સુખ, તમારા આનંદનું પોસ્ટમોર્ટમ કરવાનું ટાળવું. તમને કોણ સુખ આપે છે, તમને શેમાંથી આનંદ મળે છે એવું વિશ્ર્લેષણ તમારી હૅપીનેસમાં રહેલી સાહજિકતા, નૈસર્ગિકતા છિનવી લે એવું બને. તમે શું કામ હૅપી છો એવી પિષ્ટપેષણમાં પડ્યા વિના માત્ર એ સમયનો આનંદ માણવો. સુખના સ્ત્રોતની પળોજણમાં પડવાનું નહીં. અન્યથા તમને લાલચ થઈ આવશે કે ચાલો, અહીંથી કે આ રીતે સુખ મળે છે તો લઈ આવીએ. પછી તમે સુખની શોધમાં ભટકતા થઈ જશો. સ્ટીફન કિંગનું આ વાક્ય વાંચીને ત્યાં સુધી કહેવાનું મન થાય છે કે તમે સુખી છો કે નહીં, હૅપી છો કે નહીં એ વિશે વિચારવાની પણ જરૂર નથી. વિચારીશું તો ક્યાંક સરખામણી કરવાનું મન થશે—આપણા પોતાના જ ભૂતકાળના સુખ સાથે, અથવા તો પછી બીજાઓના વર્તમાન સુખ સાથે.

સુખી હોવું આપણા હાથમાં નથી. જો એવું હોત તો, જો સુખી થવાની ફૉર્મ્યુલા બજારમાં મળતી હોત અને આપણે બધા જ સુખી હોત. સુખી ન હોવું પણ આપણા હાથમાં નથી. શું એ શક્ય છે કે જીવનમાં કોઈ સુખની ક્ષણો આવે અને તમે નક્કી કરો કે ના, અત્યારે મારે સુખી થવું નથી એટલે સુખ જતું રહે?

દુ:ખી થવું તમારા હાથમાં છે. હાથે કરીને દુ:ખી થવાના પ્રસંગો યાદ કરવા બેસીએ તો અગણિત કિસ્સાઓ યાદ આવે. દુ:ખી ન થવું પણ આપણા જ હાથમાં છે. ગમે એટલા કપરા સંજોગોમાં ભાંગી પડીને બેસી ન રહેતાં, જાતમાં શ્રદ્ધા રાખીને આગળ વધવાનું આપણા હાથમાં છે. દુ:ખની આવી ઘડીઓને, અનહૅપીનેસની આવી ક્ષણોને કન્ટ્રોલ કરી શકીએ છીએ. અને એને કાબૂમાં લીધા પછી સુખ ક્યાં જવાનું છે તમારા જીવનથી દૂર, જઈ શકે જ કેવી રીતે!

સાયલન્સ પ્લીઝ

કેટલાક સંબંધો ટૉમ ઍન્ડ જેરી જેવા હોય છે. એકબીજાને ચીડવ્યા કરે, હેરાન કરતા રહે, ગુસ્સો અપાવે છતાં એકમેક વગર ચાલે નહીં.
–અજ્ઞાત્

સુખ સિરીઝના આ પહેલાંના લેખોની લિન્ક-

૧. ભૂતકાળના સુખને યાદ કરીને સુખી થવાને બદલે દુ:ખી થવાય છે

૨. કભી ખુશી, કભી ગમ : ખુશીને બમણી કરવાની અને ગમને ઘટાડવાની કોઈ રીત છે ખરી?

૩. તમે સરવાળો શેનો કરો છો: તમારી તકલીફોનો કે ખુશીની પળોનો

• • •

( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi.comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર ⁨090040 99112⁩ પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)

• • •

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ

મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.

‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.

જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.

દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.

આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)

તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:

BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis

Net Banking / NEFT / RTGS-

Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings

A/c No. : 33520100000251

IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)

Branch Pin Code : 400076

તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.

આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.

તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.

જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.

સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).

HiSaurabhShah@gmail.com

Twitter.com/hisaurabhshah

Facebook.com/saurabh.a.shah

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here