( ગુડ મૉર્નિંગ, ‘ન્યુઝપ્રેમી’ ડૉટ કૉમ : મંગળવાર, 13 ઑગસ્ટ 2024)
(ગઈ કાલથી શરૂ થયેલી ૭ હપતાની રિપીટ સિરીઝનો પહેલો એપિસોડ ન વાંચ્યો હોય તો નીચે લિન્ક આપેલી છે.)
‘યે દૂરિયાં’ ગીત વખતે નંબર પડે છે. ફિલ્મના ટાઈટલ્સ આવે એને ગામમાં અમારા જમાનામાં આ રીતે એક્સપ્રેસ કરતા —નંબર પડે છે. ટાઈટલ્સ વખતે ફિલ્મનાં આગામી દૃશ્યોની ઝલક જોવા મળે છે. આ દૃશ્યો મુખર નથી. એટલે જ કૌતુક ઊભું કરે છે.
સાંજે પાંચ વાગ્યે સૈફ-દીપિકા કૉફી હાઉસમાં મળે છે ત્યારે બૅકગ્રાઉન્ડમાં રિશી કપૂર એની સ્ટાફર બાર્બરાને સૂચના આપી રહેલા દેખાય છે. સૈફ-દીપિકાને ખબર છે કે શું કામ મળી રહ્યા છે. પ્રેક્ષકને માત્ર આછો અંદાજ છે અને આશા છે કે જે ધારીએ છીએ એવું ના થાય તો સારું.
સૈફનું પાત્ર ‘જબ વી મેટ’ની કરિના જેવું છે. બહુ બોલે છે. દીપિકા ‘જબ વી મેટ’ના શાહિદની જેમ કમ્પેરેટિવલી ખામોશ વ્યક્તિત્વ ધરાવે છે. વાત કરતાં કરતાં દીપિકા સૈફનો હાથ પોતાના બે હાથ વચ્ચે દબાવી લે છે. સૈફ ઈમોશનલ થવાની અણી પર છે પણ વાત ફંટાવી દેતાં કહે છે : ‘યે સાલી ટ્રાફિક… પાર્કિંગની જગ્યા પણ નથી મળતી. ગાડી કો જેબ મેં લેકે ઘૂમે ક્યા?’
દીપિકા અહીં એક સરસ વાત કરે છે: ‘સારે કપલ સમજતે હૈ કિ વો સ્પેશયલ હૈ– મતલબ વો ઉતને હી સ્પેશયલ હૈ જિતને દૂસરે કપલ…’
સૈફ કહે છે કે ,’તું તો જઈશ ઈન્ડિયા, પછી દૂર રહીને નેટ પર ચૅટ કરીશું, એકબીજાને મેઈલ કરીશું, કૉલ કરીશું…’
અને બેઉ જણ સહમત થાય છે કે હવે ઝઘડા થશે તો કેવા? તું નિયમિત મેઈલ નથી કરતો, ફોન નથી કરતો.. આ વખતે દીપિકા કહે છે કે એકબીજાનું જે સારું પાસું છે તે તો આપણી પાસે નહીં હોય, હશે આ ઝઘડા…
આ વખતે બૅકગ્રાઉન્ડમાં રિશી કપૂર એક ક્લાયન્ટને કહે છે: ‘મે’મ તમે અમારી જિન્જર કૂકીઝ ટ્રાય કરી છે? ઈટ્સ અ હાઉસ સ્પેશ્યાલિટી.’
સૈફ છેવટે કહે છે: ‘હમેં બ્રેકઅપ કર લેના ચાહિએ, તુમ્હેં ક્યા લગતા હૈ?’
દીપિકાના એક્સપ્રેશન્સ જબરદસ્ત છે. એ નથી ઈચ્છતી કે બ્રેકઅપની વાત થાય. પણ સૈફના પ્રપોઝલ પછી મનોમન નિર્ણય બદલી નાખે છે: ‘હા, મને પણ એવું જ લાગે છે…’
સૈફને હાશ થાય છે. પૂછે છે: ‘તું પણ એવું જ વિચારીને આવી હતી?’
‘ક્યા ફરક પડતા હૈ?’ દીપિકા બોલે છે. એ જુઠ્ઠું નથી બોલતી કે હા, હું પણ પહેલેથી જ બ્રેક-અપનું વિચારીને આવી હતી. એ એવું પણ કહેવા નથી માગતી કે હું તો નહોતી ઈચ્છતી પણ તારી મરજી છે તો ભલે, બ્રેક-અપ કરી લઈએ.
‘મૈં તુમ્હેં બહોત.. બુરી તરહ મિસ કરનેવાલા હું’ સૈફ કહે છે. દીપિકા ડચકારો કરીને આંખ મીંચે છે અને કહે છે: ‘મને ખબર છે…’ દીપિકા સારી અભિનેત્રી છે, જો કોઈ સારો દિગ્દર્શક એને મળે તો, ઈમ્તિયાઝ અલી જેવો, એની પ્રતીતિ હવે ખાતરીમાં પલટાઈ જાય છે.
બ્રેક-અપ પાર્ટી પ્લાન થાય છે. ‘તુ ઈત્થે કી કરે…’ રિશી કપૂર હાથમાં વાનગીની ટ્રે ઊંચકીને સ્ટાફને સૂચના આપે છે પણ એમનો ચહેરો દેખાતો નથી. આમ કુલ ચાર દૃશ્યો રિશી કપૂરનાં થયાં—બિલકુલ સબડ્યુડ.
પાર્ટીમાં ડાન્સ કરતી વખતે અને એ પછીની વાતમાં જ્યારે સૈફ કહે છે, ‘ફરી મળીશું, તું વેકેશનમાં લંડન આવીશ ત્યારે… ટચમાં રહીશું.. ઈન્ટરનેટ, ઈમેઈલ, ચૅટ, ચૅટરૂમ, ફોન્સ, એસ.એમ.એસ…’ આ બેઉ વખતે દીપિકાની આંખો કહ્યા કરે છે કે એ સૈફથી છુટી થવા નથી માગતી. વિદાય લેતી વખતે દીપિકા ભેટી પડે છે. બ્રેક-અપ કન્ફર્મ થઈ જાય છે.
ફિલ્મની પહેલી જ પંદરવીસ મિનિટમાં હીરો-હીરોઈન છુટાં પડી જાય અને હજુ તો બે કલાકની વાર્તા બાકી હોય એવું છેલ્લે કઈ ફિલ્મમાં જોયું હતું? ફ્લૅશબૅકવાળી ફિલ્મો આમાંથી બાદ કરી નાખવાની. યાદ આવે છે કોઈ? મને નથી આવતી.
બ્રેક-અપ પાર્ટી પછી સૈફ એક બ્લૅક કૉફીનો ઓર્ડર આપે છે. કિચન બંધ થઈ ગયું છે. કાફેનો માલિક રિશી કપૂર હવે રિયલ એન્ટ્રી મારે છે: ‘કિચન આપણું જ છે, ખોલી દો… પાર્ટી ચાલુ છે, જેને જે જોઈએ તે મગાવો! અને સૈફ પાસે આવીને પૂછે છે:
‘બ્રેક અપ કર લિયા? ક્યોં?’
‘સર, પર્સનલ મેટર હૈ…’
સૈફને રિશી તરફથી આવી રહેલું એક અજનબીનું ઈન્ટ્રુઝન ખૂંચે છે. એક તબક્કે તો કહી દે છે, ‘રહેવા દો તમારી કૉફી, નથી જોઈતી’ અને ઊભો થઈ જાય છે.
રિશી એને સંભાળી લે છે. કહે છે કે, ‘તમારા બંનેની ઘણી વાતો મારા કાને પડતી…’ (હવે ખ્યાલ આવે છે પેલી ચાર સબડ્યુડ એન્ટ્રી શા માટે દિગ્દર્શકે પ્લાન કરી?) સૈફ સમજતો નથી કે રિશીને શા માટે મારામાં રસ પડે છે. રિશી કહે છે, ‘તુમ મુઝે બહોત અચ્છે લગતે હો..’ એટલું જ નહીં સૈફમાં એને પોતાના ભૂતકાળની છાયા દેખાય છે. કહે છે કે મારી જવાનીમાં હું પણ તારા જેવો જ ‘ખતરનાક કિસમનો હૅન્ડસમ’ હતો.
અહીં મારે ફિલ્મની વાત સહેજ અટકાવીને રિવ્યુ વિશે લખવું છે. મારા પહેલા રિવ્યુમાં જે વાત મેં ગોપિત રાખી હતી તે લગભગ બધા જ રિવ્યુઅરોએ પ્રગટ કરી દીધી છે કે રિશી કપૂરના ફ્લૅશબૅકના ટ્રેકમાં રિશીનો રોલ સૈફ (સિક્ખ વીર સિંહનો, દાઢી-પઘડી સાથેનો) કરે છે. ફિલ્મ જોતાં પહેલાંની ક્યુરિયોસિટી વેલ્યુ આને કારણે ખતમ થઈ જતી હોય છે. રિવ્યુમાં આખી વાર્તા ખોલીને મૂકી દેવાની ના હોય. દિગ્દર્શકની ખૂબીઓને વખાણવા માટે ફિલ્મની આવી મધુરતાઓ રિવ્યુમાં ઠાલવી દેવાની ના હોય. કેટલાક અંગ્રેજી રિવ્યુમાં તો ફિલ્મના અંતે રિશી કપૂરની વાઈફ હરલીન કૌર તરીકે નીતુ સિંહ ત્રીસ સેકન્ડના સ્પેશયલ એપિયરન્સમાં આવીને દિગ્દર્શકે પ્રેક્ષકોને સુખદ સરપ્રાઈઝ આપ્યું છે એવું પણ જણાવી દેવાયું! આવી બધી વાતો કહીને ફિલ્મના ફ્રેશ, વર્જિન એક્સપિરિયન્સમાંથી કશુંક ઓછું કરી નાખીશું એવો વિચાર સુદ્ધાં ફિલ્મસમીક્ષકોને નથી આવતો. હું પણ, અત્યારે આ લખીને જેમણે ‘લવ: આજ-કલ’ હજુ સુધી જોઈ નથી કે એવા રિવ્યુ પણ નથી વાંચ્યા એમનો ગુનેગાર બનું છું. પણ એક તો આ મારો ફ્રાઈડે ફર્સ્ટ શોનો રિવ્યુ નથી. બીજીવારનો, અલમોસ્ટ અઠવાડિયા પછીનો, રિ-રિવ્યુ છે. બીજું, મને જે વાત ખટકતી હતી તે મારે તમને કહી દેવી હતી કે આવી રીતે વાચકોની મજા બગાડી નાખવાનો રિવ્યુઅરને હક્ક નથી અને મેં ભૂતકાળમાં નવા રિલીઝ થયેલા ફિલ્મ-નાટક-પુસ્તકના રિવ્યુમાં ક્યારેય એવું કર્યું નથી કે કરવાનો પણ નથી. વેલ આ વાત અહીં પૂરી. ‘લવ આજકલ’ની વાત ચાલુ છે.
રિશી કપૂરના આગ્રહથી સૈફ રિશીની કારમાં બીજે દિવસે એરપોર્ટ જાય છે. અધરવાઈઝ સૈફ નહોતો જવાનો. દીપિકા કહે છે, ‘મને હતું જ તું આવશે મને વિદાય કરવા.’ પછી દીપિકા રિશીને પૂછે છે, ‘અંકલ એવું કેમ હશે કે…’ નહીં, એ ડાયલોગ હિન્દીમાં જ વાંચો:
‘ચાહે જિતની બાર બાય કહ દિયા હો, જાને સે પહલે એક આખરી બાર મિલના ઝરૂરી ક્યોં હોતા હૈ…’
અને એરપોર્ટ પર સ્ટીમ એન્જિનના અવાજો સંભળાય છે. રિશી કપૂર યાદ કરે છે. હરલીન દિલ્હી છોડીને હાવડા મેલમાં કલકત્તા જતી હતી. દિલ્હી કેન્ટોન્મેન્ટના સ્ટેશન પર દોડી રહેલો યુવાન વીર સિંહ યાને કિ રેટ્રોલૂક ધરાવતો સૈફ.
વાત બાકી છે.
આ સિરીઝના આગલા લેખની લિન્ક-
પંદર વર્ષ પછી ‘લવ:આજ-કલ’ — મિરેકલ આજે પણ બને છે : સૌરભ શાહ
https://wp.me/pabnlI-3fw
• • •
( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi.comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર 090040 99112 પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)
• • •
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ
મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.
‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.
જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.
દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.
‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.
‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.
આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)
તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:
BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis
Net Banking / NEFT / RTGS-
Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings
A/c No. : 33520100000251
IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)
Branch Pin Code : 400076
તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.
આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.
તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.
જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.
સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).
• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો