‘મારે આ જગ્યા ખાલી જોઈએ છે જ્યાં કોઇ બીજો પ્રવેશી શકે…’: ‘લવ: આજ-કલ’ ફરી એકવાર-5: સૌરભ શાહ

( ગુડ મૉર્નિંગ, ‘ન્યુઝપ્રેમી’ ડૉટ કૉમ : શુક્રવાર, 16 ઑગસ્ટ 2024 )

સૈફને લંડનથી દિલ્લી જવાનું બહાનું મળી જાય છે. નવી ગર્લફ્રેન્ડ જો ‘હિમાલ્યા’ અને ‘તાજ મહાલ જેવા ઈન્ડિયન ટેમ્પલ્સ’ જોવા માગે છે. દિલ્લીમાં દીપિકાનું પુરાના કિલ્લાને રિસ્ટોર કરવાનું કામ શરૂ થઈ ગયું છે. સૈફ સાઈટ પર જઈને એને સરપ્રાઈઝ આપે છે. દીપિકાના રંગથી ખરડાયેલા બ્લ્યુ ડાંગરી યુનિફોર્મને જોઇ સૈફ મિકેનિક જેવાં કપડાંની મજાક કરે છે: ‘યે ક્યા, મેરે જાને કે બાદ તુમ્હેં ફૅશન મેં સે ઈન્ટરેસ્ટ હી ઉડ ગયા…’

દીપિકા સામી મજાક કરે છે, ‘હાં, જય! મૈં ટૂટ ગયી!’ દીપિકા જે અંદાજમાં આ શબ્દો બોલે છે તે તમે એને પડદા પર સાંભળો તો વધારે એન્જૉય કરી શકાય.

દીપિકાનું બેસ્ટ એક્‌ટ્રેસ માટેનું ‘ફિલ્મફેર’ નૉમિનેશન પણ પાકું. કેટલાં નૉમિનેશન્સ થયાં? સૈફ, રિશી, દિપીકા.ઓકે. આ ઉપરાંત મ્યુઝિકમાં પ્રીતમ, ગીતમાં ઈર્શાદ કામિલ(‘દૂરિયાં’ અથવા ‘અજ્‌જ દિન ચડેયા’), કોરિયોગ્રાફી બોસ્કો સીઝર, સ્ટોરી ઈમ્તિયાઝ અલી, દિગ્દર્શન ઈમ્તિયાઝ અલી અને બેસ્ટ ફિલ્મ. કુલ દસ નૉમિનશન્સ આ ફિલ્મને મળે છે, મિનિમમ. પ્લેબેક સિંગિંગ, સાઉન્ડ, એડિટિંગ અને સિનેમેટોગ્રાફીમાં પણ કન્સિડર થઈ શકે છે. આ નૉમિનશન્સમાંથી કેટલા એવોર્ડ મળશે? એ તો હજુ આવતા સાડાચાર મહિના દરમ્યાન આવનારી ફિલ્મો જોયા પછી કહી શકાય. ઍની વે.

રાત્રે સૈફ સાથે ડિનર પર જવા માગતી દીપિકા વિક્રમને ફોન પર પોતાની સખીઓ સાથે બહાર જવાનું બહાનું કરે છે અને દીપિકાને નવાઈ લાગે છે: ‘મૈંને લાઈફ મેં કભી બહાને નહીં બનાયે તો અબ ક્યું બના રહી હું, જબ કુછ હો ભી નહીં રહા…’

સૈફ કહે છે કે આ બધી ‘સોચનેવાલી બાત’ ત્રણ દિવસ પછી હું ઈન્ડિયા છોડીને પાછો જતો રહું ત્યારે કરજે.

બે છૂટાં પડી ગયેલા ભૂતપૂર્વ પ્રેમીઓ જે ઑલરેડી પોતપોતાની નવી જિંદગી શરૂ કરી ચૂક્યા છે, ખુશ છે, એકબીજા માટે કોઈને ફરિયાદ નથી – આવા પ્રેમીઓ ગીત ગાય તો ક્યું ગાય? તું મને છોડી ગઈ, તારી દુનિયા આબાદ રહે, તારી ઝોલીને હું મારી ખુશીઓથી ભરી દ‍ઉં અથવા તો હાય બેવફા…તું તો સ્વાર્થી નીકળી, આ આખી દુનિયા જ જાલિમ છે તો તારો શો વાંક, મારા નસીબમાં ભલે તું નથી પણ મારા ખયાલોમાં તો તું સદાય રહેવાની…

નહીં, યાર. અહીં વાત જુદી છે. તેઓ સાથે હતાં ત્યારેય એમને દુનિયાની કોઈ ફિકર નહોતી અને હવે છૂટા પડ્યા પછી ગાવાનું છે કે : લે, તારીય ચિંતા ટળી ગઈ! તારા વખાણ કરવાની બલા ટળી! તને બીજું કોઈ લઈ જશે એવી ઈન્સિક્યોરિટી હટી ગઈ! હવે હું તારાથી આઝાદ છું- તું મારાથી આઝાદ છે. કેવી મઝા!

અને એક મઝાનું ગીત બૅન્ડવાજા સાથે પ્રવેશે છે:

ચોરબાઝારી દો નૈનોં કી પહલે થી આદત જો હટ ગઈ,

પ્યાર કી જો તેરી-મેરી ઉમ્ર આઈ થી વો કટ ગઈ

દુનિયા કી તો ફિકર કહાં થી, તેરી ભી અબ ચિંતા ઘટ ગઈ

તારીફ તેરી કરના, તુઝે ખોને સે ડરના… ભૂલ ગયા અબ તુઝપે દિનમેં ચાર દફા મરના

અબ કોઈ ફિકર નહીં, ગમ કા ભી ઝિકર નહીં…આઝાદ હું મૈં તુઝસે, આઝાદ હૈ તુ મુઝસે

બેઉ જણ ખુશ છે. કોઈને એકબીજા માટે ફરિયાદ નથી. બોસ્કો સીઝરની કોરિયોગ્રાફીમાં ઊભાં ઊભાં બે હાથે બૂટની લાંબી દોરી ખેંચવાનો અફલાતૂન સ્ટેપ કરતાં કરતાં બેઉ ભૂતપૂર્વ પ્રેમીઓ સંતરાનો દેશી પીને આ જલસાવાળું ‘વિરહગીત’ પૂરું કરે છે. દીપિકાએ પહેરેલા મૅટરનિટી ગાઉન જેવા ભદ્દા ટૉપ સિવાય આ ગીતમાં બીજું બધું જ પરફેક્‌ટ છે.

જો ને દિલ્લી-આગ્રાદર્શનની બસમાં બેસાડીને અને રંગીન બંગડીઓની ભેટ આપીને ખુશ કરીને સૈફ ત્રણ દિવસ દીપિકા સાથે ફરે છે. ચોરબાઝારી ગીત પૂરું થયા પછી બેઉ જણ ‘એક ઘૂંટ’ પછી દુનિયાદારી ભૂલી જાય છે. રાત્રે સૈફ દીપિકાને ઘરે મૂકવા આવે છે.

દીપિકા કહે છે, ‘મૈં ચલી જાઉંગી…’

સૈફ કહે છે, ‘કિસી ઔર કે ઘર મેં ઘૂસ ગઈ તો!’

દીપિકા કહે છે: ‘હાં, મૈં ડ્રન્ક ભી હું!’

સૈફ કહે છે: ‘કોઈ તુમ્હારા ફાયદા ઉઠા સકતા હૈ.’

દીપિકા લાડભર્યા સ્વરે પૂછે છે: ‘ઈસીલિયે મુઝે છોડને આ રહે હો હાં…’

સૈફ એવા જ અંદાજમાં જવાબ આપે છે: ‘ફાયદા હોના હો તો મેરા હી હો જાયે… કિસી ઔર કા ક્યોં હો!’

આ હંસી, આ મજાક, આ બેફિકરાઈ, આ નિર્દોષતા, આ સચ્ચાઈ, આ ખુલ્લાપણું- પાત્રોને અને ફિલ્મને યુનિક બનાવે છે.

દીપિકાના બિલ્ડિંગનો વૉચમૅન બેઉને જોતાં જ માનભેર ઊભો થાય છે. પીનારાઓની એક ખાસિયત હોય છે. પીધા પછી પણ મેં ભાન ગુમાવ્યું નથી એની પ્રતીતિ બીજાઓ સામે, ખાસ કરીને નહીં પીધેલાઓ સમક્ષ કરાવવી. પગની આંટી સરખી કરીને સૈફ જેન્ટલમેન બની પેલા અજાણ્યા ચોકીદાર પાસે જઈને પૂછી લે છે: ‘ઔર ભઈ, ક્યા હાલચાલ!’

‘ઠીકઠાક, સા’બ’ વૉચમેન બિચારો જવાબ આપે છે. દીપિકા સટકવા માગે છે. ‘થૅન્ક્યુ, ભૈયા!’ કહીને સૈફને ચોકીદાર પાસેથી ઘસડીને ઘરે લઈ જાય છે. ઘરે બેઉ જણા ના તો કશું અષ્ટમ્‌પષ્ટમ્‌ કરે છે, ના તો એવી ઈચ્છા પણ જતાવે છે. બ્રેક‍અપ પછી આ મઝા આવવાની છે (કોઈને ઈમ્પ્રેસ નહીં કરવાની, રિલેશનશિપ મેઈન્ટેઈન નહીં કરવાની, શૉપિંગ માટે નહીં લઈ જવાની, ટાઈમ પર મળવાની મગજમારી નહીં) એવી ખબર હોત તો પહેલાં જ બ્રેક‍અપ કરી નાખ્યું હોત—દીપિકા કહે છે.

કાલે એકત્રીસમી ડિસેમ્બર છે. ન્યુ યર્સ ઈવની પાર્ટીમાં દીપિકા-વિક્રમ જવાના છે. સૈફ અને જો પણ એ પાર્ટીમાં જાય છે. પાર્ટીમાં દીપિકા સૈફને એકાંતમાં મળીને કહે છે: ‘વિક્રમે મને અત્યારે લગ્ન માટે પ્રપોઝ કરી દીધું છે…’

સૈફ એનો હાથ પકડીને કહે છે: ‘એમાં શું મોટી વાત છે! તું આરામથી વિચાર કરીને નક્કી કર… પ્રપોઝ જ કર્યું છે ને, એણે બંદુક તો તારા કપાળ પર નથી મૂકી!’

‘તને સીક્રેટલી મળીને, તારો હાથ પકડીને નક્કી કરું? તું દૂર જતો રહે મારાથી…’

‘હું દૂર જ તો છું તારાથી, હજારો માઈલ દૂર છું…’

‘તું દૂર નથી, મારે આ જગ્યા ખાલી જોઈએ છે જ્યાં કોઇ બીજો પ્રવેશી શકે… હવે કોઇ ફોન નહીં, નેટ નહીં, ચૅટ નહીં…’

‘કિતની બાર બ્રેક‍અપ કરેંગે, યાર… કભી નહીં મિલેંગે?’

‘પતા નહીં…’

સૈફ-દીપિકાના આ સંવાદ પર કોણ જાણે કેમ મને હંમેશાં સાગર સરહદીની ‘બાઝાર’માં સ્મિતા પાટિલ અને નસિરુદ્દીન શાહનો છૂટા પડવાનો સંવાદ યાદ આવી જાય છે:

સ્મિતા પાટીલ અને નસિરુદ્દીન શાહ છૂટાં પડતી વખતે એક વાર મળે છે. સ્મિતાની મા એને નસિરુદ્દીન સાથે બહાર જવાની ના પાડે છે. સ્મિતા કહે છે કે, ‘ મારે ભાગવું જ હશે તો હું ભાગી જઈશ, કોઈ રોકી નહીં શકે મને’ પછી નસિરને કહે છે, ‘મારા ઘરવાળાઓને ડર છે કે એમની સોનાની ચીડિયા ઊડી જશે…’

અને હવે સાંભળો એ યાદગાર સંવાદો:

‘અપને આપ કો સોનેકી ચીડિયા ક્યોં કહા તુમને,’ નસિર પૂછે છે.

‘બસ, યહી નહીં બતા સકતી…’ સ્મિતા જવાબ આપે છે, ‘અગર કહીં આપ સમઝ ગયે તો મુઝે માફ કર દીજિયે ઔર ના સમઝે તો મુઝે ભૂલ જાઈયેગા…’

‘ભૂલને કી શર્ત તુમ નહીં લગા સકતી…’

‘આપ મુઝસે તો ઝ્યાદતી કર હી રહે હૈ, અપને ફન કે સાથ ભી ઈન્સાફ નહીં કર રહે …’

‘જો ફન તુમ્હારે ઔર મેરે બીચ દીવાર બન જાય, મૈં ઉસે છોડના પસંદ કરું…’

‘મૈં આપકે ફન કી બહોત કદ્ર કરતી હું, સલીમસાહબ…’

‘લેકિન… ચાહતી નહીં મુઝે?’

‘આપસે શાદી નહીં કર સકતી… ખુદા હાફિઝ!’

‘સુનો… અગર કહીં મુલાકાત હો ગઈ તો… પહચાન લોગી મુઝે…’

‘સલામ ઝરૂર કરુંગી!’

અને ભૂપિન્દરના અવાજમાં ખય્યામના સંગીતમાં બશર નવાઝના આ જાનદાર શબ્દો:

કરોગે યાદ તો હર બાત યાદ આયેગી

ગુઝરતે વક્ત કી હર મૌજ ઠહર જાયેગી

યે ચાંદ બીતે ઝમાનોં કા આઈના હોગા

ભટકતે અબ્રમેં ચહેરા કોઈ બના હોગા

ઉદાસ રાહ કોઈ દાસ્તાં સુનાયેગી

કરોગે યાદ તો…

બરસતા ભીગતા મૌસમ ધુઆં ધુઆં હોગા

પિઘલતી શમ્‍ઓં પે દિલ કા મેરે ગુમાં હોગા

હથેલીઓં કી હીના યાદ કુછ દિલાયેગી

કરોગે યાદ તો…

ગલી કે મોડ પે સુના સા કોઈ દરવાઝા

તરસતી આંખો સે રસ્તા કિસી કા દેખેગા

નિગાહ દૂર તલક જા કે લૌટ આયેગી

કરોગે યાદ તો હર બાત યાદ આયેગી

ગુઝરતે વક્ત કી હર મૌજ ઠહર જાયેગી

‘સલામ ઝરૂર કરુંગી’ કહીને છૂટી પડી જતી સ્મિતા પાટિલ અને નસિરના એ યાદગાર સંવાદ, એ ગઝલ યાદ આવી ગયાં અને થોડાક ફંટાઈ ગયા. સૉરી, જેન્યુઈનલી , સૉરી…

હં તો ગળામાંનો ડૂમો સાફ કરીને પાછા કામે ચઢીએ.

દીપિકા સૈફને કહી શકતી નથી કે ‘વિક્રમ પ્રપોઝ કરે એને બદલે તું…’

સૈફ સમજી શકતો નથી દીપિકાની આ સિચ્યુએશનને કેવી રીતે હૅન્ડલ કરવી. બેઉ ફરી નમણી ક્ષણોમાં છુટાં પડે છે.

સૈફને ખબર પડે છે કે રિશી જ્યારે હરલીનનો હાથ માગવા સ્ટેશન પર ગયા હતા ત્યારે માર ખાઈને પાછા આવ્યા હતા. સૈફ રિશીની આ ‘બેવકૂફી’ને જસ્ટિફાય કરે છે. એક તો એના મગજમાં રિશીની પ્રતિગ્યાની પૅશન સમજાતી જાય છે. બીજું કારણ છે—પોતાની જિંદગીમાં બની રહેલી ઘટનાઓ. પોતે પણ એવી જ ‘બેવકૂફી’ કરી હોત જેવી રિશીએ કરી, એવું સૈફને લાગતું હશે, એટલે જ આ માર ખાવાના ગાંડપણને એ જસ્ટિફાય કરી શકે છે.

દીપિકાનાં લગ્ન. વિક્રમ જોષી. સૈફ અને મિત્રો-બહેનપણીઓ. લગ્ન વિધિની થોડીક ક્ષણો પહેલાં દીપિકા સૈફને કહેવડાવે છે: મારે તને મળવું છે , એકલામાં. બહેનપણીઓ ગોઠવી આપે છે આ મુલાકાત. સૈફ સમજે છે કે મીરાં મને તૂટેલો જોવા નથી માગતી, મને આશ્વાસન આપવા માગે છે, જુઓ ને વિક્રમને વરમાળા પહેરાવતાં પણ એ સતત મારું જ ધ્યાન રાખતી હતી!

સૈફ દીપિકાને કહે છે: ‘મીરાં, આયમ એબ્સોલ્યુટલી ફાઈન… વો સારી બકવાસ જો વીરસિંહ અપની કૉફીશોપ મેં કરતા હૈ… પતા ચલે કે વો સચ હૈ તો? તારે મને ઇન્સિસ્ટ કરવું હતું ને… શૉપિંગ માટે લઈ જા, આઈસ્ક્રીમ ખાવા લઈ જા, ફરવા લઈ જા… તો તારે કહેવું હતું ને કે મને…ક્યા પતા…આ તો થવાનું જ હતું…આમાં શૅટર થવાની શું વાત છે? હું કંઈ શૅટર નથી થઈ રહ્યો…’

સૈફના શબ્દો, એના હાવભાવ હ્રદય સોંસરવા ઊતરી જાય છે. એ બોલ્યા જ કરે છે, બોલ્યા જ કરે છે. મળવાનું કહેણ દીપિકાએ મોકલ્યું છે. તમને થિયેટરની સીટ પરથી ઊભા થઈને સૈફને કહેવાનું મન થાય છે: ભઈલા, જરા એ તો જાણ કે દીપિકાએ તને શું કહેવા માટે અહીં બોલાવ્યો છે? પણ સૈફ બોલતો રહે છે. દીપિકાના મૌનમાં દીપિકાની લાગણીઓ દબાઈ જાય છે.

અગ્નિ. ફેરા. મંગળસૂત્ર. સિંદૂર. લગ્નની વિધિ પૂરી થઈ જાય છે. સર્વ મંગલ માંગલ્યે. વિક્રમ જોષી અને દીપિકા હનીમૂનનો પ્લાન કરે છે. દીપિકાને અહેસાસ થાય છે: ‘મૈંને ગલતી કર દી.’

પિક્‌ચર અભી બાકી હૈ, મેરે દોસ્ત!

• • •

( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi.comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર ⁨090040 99112⁩ પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)

• • •

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ

મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.

‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.

જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.

દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.

આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)

તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:

BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis

Net Banking / NEFT / RTGS-

Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings

A/c No. : 33520100000251

IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)

Branch Pin Code : 400076

તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.

આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.

તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.

જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.

સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).

HiSaurabhShah@gmail.com

Twitter.com/hisaurabhshah

Facebook.com/saurabh.a.shah

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here