બીજાના માટે જીવવું કે પોતાના માટે : સૌરભ શાહ

( લાઉડ માઉથ: ‘સંદેશ’, અર્ધ સાપ્તાહિક પૂર્તિ. બુધવાર, 25 સપ્ટેમ્બર 2024)

કભી કિસી કી અપેક્ષા કા શિકાર મત બનો. ઓશો રજનીશજી કહે છે.

મેં મારા દીકરાને ભણાવવા આમ કર્યું અને દીકરીને પરણાવવા તેમ કર્યું એવું કહીને ગૌરવ લેનારા લોકો બીજાઓની અપેક્ષાને પૂરી કરવામાં પોતાની જિંદગી વેડફી નાખે છે. રજનીશજીની વાતના સંદર્ભમાં આવેલા વિચારો તમારી સાથે શૅર કરી રહ્યો છું. આપણી જિંદગી આપણી પોતાની છે એ આપણે સમજતા નથી. બીજાઓની અપેક્ષા પૂરી કરવાનું પરિણામ એ આવે છે બીજાઓની જિંદગીમાં દખલગીરી કરવાનો હક્ક પણ આપણને છે એવું માનતા થઈ જઈએ છીએ. હું જે કંઈ કમાઉં છું તે બધું મારી પત્ની અને મારા સંતાનો માટે જ તો છે એવું માનનારાઓ પત્ની-સંતાનોના જીવનમાં સૌથી વધુ દખલ કરતા થઈ જાય છે.

આપણા પરંપરાગત વિચારોમાં આ એક વાત ઘૂસી ગઈ છે કે ‘એણે તો ભૈ’શાબ સમાજ માટે/ દેશ માટે જિંદગી ઘસી નાખી’ એવું જેના માટે કહેવાય તે વ્યક્તિ મહાન બની જાય. પછી આપણે વિચારીએ કે ચાલો, દેશ કે સમાજ માટે મારાથી કંઈ થાય કે ન થાય, કમ સે કમ મારા પત્ની-છોકરાં, મારા પરિવાર, મારા અડોશપડોશના લોકો, મારા જ્ઞાતિજનો માટે જે કંઈ થાય તે હું કરી છૂટું.

Screenshot

હકીકત એ છે કે મારે કોઈની અપેક્ષા પૂરી કરવાની નથી, મારે કોઈનું ભલું કરવાની નથી. ભગવાને મને મારી જિંદગી જીવવા માટે આ પૃથ્વી પર જન્મ આપ્યો છે. હું મારી રીતે જીવું, મારે જે રીતે જીવવું છે તે રીતે જીવું અને એ રીતે જીવવામાં દેશને, સમાજને, સંતાનોને, પરિવારને, જ્ઞાતિજનોને જો ફાયદો થાય તો તે સારું છે પણ એ આડફાયદો છે. ગાંધીજીએ પોતાને જે રીતે જીવવું હતું તે રીતે એ જીવ્યા. સ્વામી વિવેકાનંદ અને સરદાર પટેલથી લઈને અત્યારના મહાન નેતાઓ કે પછી દરેક ક્ષેત્રના મોટા મોટા માણસો પોતાને જે કરવું છે તે કરે છે, પોતાને જે રીતે જીવવું છે તે રીતે જીવે છે – રજનીશજીના શબ્દોમાં કહીએ તો, ‘પોતાની નિજતાનું સન્માન કરીને’ જીવે છે. આ નિજતા એટલે પોતાનું આગવું વ્યક્તિત્વ. કોઈ સંતુરવાદકને તમે કહો કે ચૂંટણી લડીને તમે લોકસભામાં આવી જાઓ, દેશ માટે ઉપયોગી થશો તો તમે મૂરખમાં ઠરશો. કોઈ રાજકારણીને તમે કહો કે તમે સંતૂર વગાડીને સંગીતની સાધના કરો તો પણ એટલા જ મૂરખ લાગશો. સચિન તેન્ડુલકરને રિલાયન્સના ચૅરમેન બનવાનું ન કહેવાય. મૂકેશ અંબાણીને પગે પૅડ બાંધીને મુંબઈ ઈન્ડિયન્સ વતી રમવા માટે સ્ટેડિયમમાં ન મોકલાય.

રજનીશજીએ આ સંદર્ભમાં જે ‘નિજતા’ શબ્દ આપ્યો છે તે પકડી રાખવા જેવો છે. મારે આ જિંદગી બીજાની જેમ જીવવાની નથી, મારે આ જિંદગી બીજા માટે પણ નથી જીવવાની. હું મારી રીતે, મારી પૂરી નિષ્ઠા-સચ્ચાઈને નીચોવીને દિવસરાત મારી હેસિયત અને મારી ટેલન્ટ મુજબનું કામ કરવામાં રચ્યોપચ્યો રહીશ તો એનું ફળ મને, નહીં મારી આસપાસના સૌ કોઈને, મારા સમાજને, મારા દેશને મળવાનું જ છે, પણ મારો ગોલ એ ન હોવો જોઈએ. બીજાઓને એ ફળ મળે તે આડફાયદો છે. હું આ દેશ માટે મારું જીવન સમર્પિત કરું છું (કે હું મારા સંતાનો માટે જીવું છું) એવા વિચાર સાથે કામ કરનાર મંત્રી કે સૈનિક કે સામાન્ય પિતા અહંકારી બની જાય, પોતાની નબળાઈઓને પણ જસ્ટિફાય કરતો થઈ જાય, એનામાં દંભ પ્રવેશી જાય.

હું સંતૂર વગાડું છું તે મારા માટે, મારામાં રહેલા અંતરાત્માને આનંદ આપવા માટે એવી ભાવનાથી જે સંતૂરવાદક વાહન કરે છે તેની સચ્ચાઈ લાખો-કરોડો શ્રોતાઓ સુધી પહોંચ્યા વિના રહેતી નથી, એ સૌના અંતરાત્માને ઝંકૃત કર્યા વિના રહેતી નથી.

અને રજનીશજી એક જ શ્ર્વાસે બીજી વાત કહે છે: ‘ના હી કિસી કો અપની અપેક્ષા કા શિકાર બનાઓ.’

મારો દીકરો મોટો બનીને મારું નામ રોશન કરે એવી અપેક્ષા બીજાના જીવનમાં કરેલો હસ્તક્ષેપ છે. પત્ની જ્યારે કહે કે મારા માટે તમે આટલું ન કરી શકો? ત્યારે એ પતિને પોતાની અપેક્ષાનો શિકાર બનાવે છે.

આપણે જો આપણા કાર્યમાં પૂરેપૂરા ખૂંપેલા હોઈશું તો જ આપણે બીજાની જિંદગીમાં હસ્તક્ષેપ કરતાં અટકીશું, સાદી ભાષામાં કહીએ તો ટાંગ અડાવતાં બંધ થઈશું. બીજાઓ માટે આપણે સતત જજમેન્ટલ બનીએ છીએ (આ આવો છે, તે તેવી છે, એણે આવું ન કરવું જોઈએ, એણે તેવું કરવું જોઈતું હતું), કારણ કે આપણે જે કરવાનું છે તે આપણે કરતા નથી.

નિજતા સાચવવા જવાબદારી લેવી પડે – આપણે જે કંઈ કરીએ છીએ તેની અલ્ટિમેટ જવાબદારી આપણી પોતાની જ છે, આપણી નિષ્ફળતાના દોષનો ટોપલો આપણે બીજા ઉપર ઢોળવો નથી એવી સભાનતા જેનામાં હોય તે જ પોતાનું આગવું વ્યક્તિત્વ ખીલવી શકે, તે જ પોતે જે કરવું છે તે કરી શકે અને એવું કર્યા પછી મળતા આડ લાભોને દેશમાં, સમાજમાં, પરિવારમાં સૌ કોઈને વહેંચી શકે.

પાન બનારસવાલા

ચંદ્રકાંતનો ભાંગી ભુક્કો કરીએ.
એના મનમાં ખાલી સમય સડે છે.
ચપટી નભ ને ચપટી માટી,
ચપટી વાયુ, ચપટી તેજ,
જરા મળ્યો જે ભેજ, – બધુંયે વ્યર્થ વ્યર્થ બગડે છે.
દેશકાળને દર્પણ એના ડાઘ પાડે છે:
ચંદ્રકાંતનો ચ્હેરો ભૂંસી દઈએ…

—સ્વ. ચંદ્રકાંત શેઠ

• • •

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ

મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.

‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.

જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.

દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.

આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)

તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:

BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis

Net Banking / NEFT / RTGS-

Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings

A/c No. : 33520100000251

IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)

Branch Pin Code : 400076

તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.

આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.

તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.

જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.

સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).

HiSaurabhShah@gmail.com

Twitter.com/hisaurabhshah

Facebook.com/saurabh.a.shah

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here