(‘ગુડ મૉર્નિગ’, ન્યુઝપ્રેમી ડૉટ કૉમ : શનિવાર, 7 જૂન 2025)
રાજ કપૂર પોતાના પિતા પૃથ્વીરાજ કપૂરને લીધે ફિલ્મ લાઈનમાં આવ્યા. કારર્કિદીના આરંભે જ એમણે આર.કે. ફિલ્મ્સના બૅનર હેઠળ પોતાનું પ્રોડક્શન હાઉસ શરૂ કર્યું. કમાણીને બીજે માર્ગે વાપરવાને બદલે એમણે આર.કે. સ્ટુડિયો શરૂ કરીને એમાં જ બધું ઇન્વેસ્ટમેન્ટ કર્યું. સફળ અને કમર્શ્યલ ફિલ્મો બનાવી, કેટલીક ઑફ બીટ ફિલ્મો પણ બનાવી. ‘ મેરા નામ જોકર’ પણ બનાવી. એમની મરજી મુજબ બનાવી. એમને બનાવવી હતી એટલે બનાવી. ફિલ્મકાર તરીકે એમને હક હતો કે પોતે જેમાં બિલીવ કરે છે એવી ફિલ્મો બનાવવી. એટલે જ તો એમણે પોતાની પ્રોડક્શન કંપની શરૂ કરવાની જફા વહોરી લીધી. બાકી, બીજા કલાકારોની જેમ એ પણ અન્ય લોકોની ફિલ્મોમાં અભિનય કરી શક્યા હોત, બીજા પ્રોડ્યુસરો માટે દિગ્દર્શન પણ કરી શક્યા હોત.
‘મેરા નામ જોકર’નો પ્રોજેક્ટ હાથમાં લેતી વખતે તેમણે વિચાર્યું નહીં કે મારો દીકરો શું કહેશે? પાપાજી આવી ફિલ્મ કંઈ બનાવાય?—દીકરાએ આવું કહ્યું હોત તો રાજ કપૂરે એવા કોઈ સૂચનની ઘોર અવગણના કરી હોત. શું રાજ કપૂરને એમનાં સંતાનો સાથે જનરેશન ગૅપ, મતભેદ, વિચારભેદ નહીં હોય? જરૂર હશે. દરેક પિતા-પુત્ર વચ્ચે હોવાના. સ્વાભાવિક છે એ તો. પણ રાજ કપૂરના સમજુ પુત્રોએ વાતને ક્યારેય એ હદ સુધી વણસી જવા દીધી નહીં કે પિતાએ કહેવું પડે કે: ‘આ આર.કે. સ્ટુડિયો મારી માલિકીનો છે. મારે જે કરવું છે તે હું કરીશ. તમારે એમાં સાથ ના આપવો હોય તો નીકળી જાઓ.’
દીકરાઓએ આવી નોબત આવવા ના દીધી તેનો લાભ દીકરાઓને જ થયો. ‘મેરા નામ જોકર’ વખતે રાજ કપૂરે પોતાનું ઘર પણ ગિરવે મૂકી દેવું પડ્યું હતું. ‘બૉબી’ પછી એમના પર ભગવાને છાપરું ફાડીને લક્ષ્મીનો વરસાદ કર્યો. રિશી કપૂર ‘બૉબી’ના હીરો હતા છતાં રિશીજીએ ક્યારેય જશ નથી લીધો કે મારે કારણે પાપાજી દેવામુક્ત થયા.
પિતાની સામે બંડ ન પોકારવાનો ફાયદો પુત્રોને જ થયો. રાજ કપૂરના અવસાન પછી આર.કે. સ્ટુડિયોના તેઓ વારસદાર બન્યા. પણ પ્રોડ્યુસર-ડિરેક્ટર તરીકે રાજ કપૂર જેવી ટેલન્ટ નહીં એટલે બે-ચાર ફિલ્મો બનાવીને આર.કે. ફિલ્મ્સનું બૅનર બંધ પડી ગયું. આર.કે. સ્ટુડિયોની માલિકી રહી ખરી અને સ્ટુડિયોને ભાડે આપીને કમાણી કરી પણ કરી પરંતુ સ્ટુડિયો ચલાવવાની જફામાંથી મુક્ત થવા માટે આ વારસદારોએ બાપાની મિલકતને અબજો રૂપિયામાં બિલ્ડરને વેચી મારી અને રકમ ઘરભેગી કરી લીધી. આર.કે.સ્ટુડિયોના સ્થાપકની લેગસી ત્યાં જ પૂરી થઈ ગઈ.
આ આખીય સત્યકથામાં તમને ‘સફારી’ તથા નગેન્દ્ર વિજય અને તેમના પુત્ર હર્ષલ ડોકિયાં કરતા દેખાય તો એ જ મારો હેતુ છે.
આગળ વધતાં પહેલાં એક મહત્ત્વનો મુદ્દો મારે કહેવો છે. પ્રણવ પંડ્યાને હું ઓળખતો નથી. ગઈ કાલે જ મેં ફેસબુક પર એમની પોસ્ટ વાંચી જેનું મથાળું છે: ‘પ્રતિષ્ઠિત અને પ્રિય ‘સફારી’ મૅગેઝિનના સંદર્ભમાં સોશ્યલ મીડિયા પર ફેલાતી પોસ્ટ્સ અંગે મારા વિચારો.’
પ્રણવ પંડ્યાએ બહુ સરસ લેખ લખ્યો છે. આખો લેખ અત્યંત સેન્સિટિવ ભાષા વાપરીને અંગ્રેજીમાં લખ્યો છે. ‘સફારી’ માટેનો પ્રેમ અને ‘સફારી’ સાથેની યાદો તાજી કરીને એમણે નગેન્દ્રભાઈના જયેષ્ઠ પુત્ર વિશાલ વિશે વિગતે વાત કરી છે. (મારા પ્રથમ લેખમાં મેં વિશાલ અને હર્ષલ-બેઉ ભાઈઓને મળ્યા હોવાનો ઉલ્લેખ કર્યો છે, પણ વિશાલ કે હર્ષલ વિશે કોઈ વિગતવાર વાત નહોતી કરી જે પ્રણવ પંડ્યાએ કરી છે.)
પ્રણવ પંડ્યાએ નગેન્દ્ર વિજયના વાચકોમાં ઓછા જાણીતા અને ભરપૂર ટેલેન્ટેડ અને કામગરા મોટા પુત્ર વિશાલ સાથે એક આઈટી કંપનીમાં ટોચના હોદ્દાઓ પર વર્ષો સુધી સાથે કામ કર્યું છે. પ્રણવ પંડ્યાને આશ્ચર્ય થાય છે કે ‘સફારી’ બંધ થવાના નિમિત્તે લઘુબંધુ હર્ષલે જે પોસ્ટ ફેસબુક પર લખી તેમાં ક્યાંય કરતાં ક્યાંય મોટાભાઈ વિશાલનો ઉલ્લેખ સુદ્ધાં નથી. હાલાંકિ હર્ષલે પિતા સાથે કામ કરવાનું શરૂ કર્યું તેના પહેલાં વિશાલે નગેન્દ્રભાઈના જમણા હાથ તરીકે વર્ષો સુધી કામ કર્યું અને પછી વિશાલ છૂટા થઈને આઈટી ક્ષેત્રમાં જઈને ટોચ પર પહોંચ્યા. નગેન્દ્રભાઈના ડાબેરી વિરોધીઓ ફેસબુક પર હર્ષલ-હર્ષલ કર્યા કરે છે, પણ ક્યાંય વિશાલનો ‘વ’ પણ ઉચ્ચારતા નથી.
પ્રણવ પંડ્યા લખે છે કે વિશાલે 1989થી 1995 દરમ્યાન પિતા સાથે કામ કર્યું હતું. કેટલું ગંજાવર કામ કર્યું હતું તેની સંપૂર્ણ વિગતો પ્રણવભાઈની એફબી પરની પોસ્ટમાં તમને વાંચવા મળશે. 2018માં હર્ષલે પિતાની સંસ્થામાંથી નીકળી જવું પડ્યું ત્યારે વિશાલે પોતાની આઈ.ટી. કંપનીની જવાબદારીઓ નિભાવવા ઉપરાંત એક પુત્ર તરીકેની જવાબદારી નિભાવવા રોજ ડબલ ડ્યૂટી કરીને સંસ્થાને આગળ વધારવા માંડી. હર્ષલના ગયા પછી વિશાલે પોતાની એક્સપર્ટીઝ વાપરીને ‘સફારી’ની ઍપ બનાવી, ‘સફારી’ની ડિજિટલ એડિશન શરૂ કરી. ‘સફારી’નાં અંકો, લવાજમો તેમ જ પુસ્તકોના વેચાણ માટે ઇ-કોમર્સનું સરસ અને સુરક્ષિત પ્લેટફોર્મ પણ વિશાલે બનાવ્યું. આ બધું હર્ષલની વિદાય પછી થયું.
‘સફારી’ની ડિજિટલ એડિશન કોરોનાકાળથી ચાલે છે. પબ્લિશિંગનો પ પણ નથી જાણતા એવા લોકો આજકાલ નગેન્દ્ર વિજયને સલાહ આપવા મંડી પડ્યા છે કે દાદા, તમે જમાના સાથે ચાલીને ‘સફારી’ની ડિજિટલ આવૃત્તિ શરૂ કરી હોત તો ‘સફારી’ બંધ ના પડ્યું હોત. કેટલાક તો વળી આગળ વધીને એમ પણ કહે છે કે હર્ષલભાઈ, તમે પિતાજીને ડિજિટલ એડિશન બનાવી આપો.
અરે ભાઈ, જે જમાનામાં સ્ટીવ જૉબ્સનું નામ પણ કોઈએ નહોતું સાંભળ્યું તે વર્ષોમાં નગેન્દ્રભાઈએ ટાઈપસેટિંગ અને લેઆઉટ માટે એપલનાં મોંઘાદાટ મૅકિનતોશ કૉમ્પ્યુટર્સ વસાવેલાં. જેમની નસનસમાં આધુનિક ટેક્નોલૉજી અને વિજ્ઞાનની સરવાણી વહે છે એમને તમે ડિજિટલ એડિશનનું મહત્ત્વ શીખવાડવાની બહાદુરી દેખાડવા આવ્યા છો? આ તો એક અભદ્ર હિંદી કહાવત જેવું થયું- બાપને ક્યારેય દીકરાથી ‘પેલું’ કરતાં ના શીખવાડાય ! નગેન્દ્રભાઈ તો તમારા બાપના પણ બાપ છે.
પ્રણવ પંડ્યાએ આશા વ્યક્ત કરી છે કે ભવિષ્યમાં યુ-ટ્યૂબ, પોડકાસ્ટ, ડિજિટલ વગેરે માધ્યમો માટેનો ટેક્નિકલ સપોર્ટ તેમ જ અન્ય તમામ બાબતો માટેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નગેન્દ્રભાઈને વિશાલ અને એમની નિપુણ ટીમ તરફથી મળી રહેશે.
એક આડ વાત. નગેન્દ્રભાઈ ઘણી વાર નમ્રતાથી હસીને કહેતા હોય છે કે મને તો ટીવીનું રિમોટ ઑપરેટ કરતાં નથી આવડતું, કૉમ્પ્યુટર વાપરતાં નથી આવડતું કે સ્માર્ટ ફોન વાપરતાં નથી આવડતું! કેટલાક મૂર્ખાઓ નગેન્દ્રભાઈની આ વાતનો વિકૃત અર્થ કાઢતા હોય છે કે નગેન્દ્ર વિજય તો ટેક્નિકલ બાબતોમાં ઝીરો છે, એમને તો હર્ષલ ના હોય તો કંઈ સૂઝ ના પડે.
ટેક્નિકલ સૂઝ વિના એમણે ઍપલનાં મેકિનતોશ વસાવ્યાં હશે? ટીવીનાં રિમોટ કન્ટ્રોલ કયા સિદ્ધાંતોથી ચાલે છે, કૉમ્પ્યૂટર બનાવવા માટે કેવું ભેજું જોઈએ અને સ્માર્ટ ફોનનું ભવિષ્ય કેવું હશે એ વિશે અનેક લેખો લખવાની ત્રેવડ જે વ્યક્તિમાં હોય તે આવાં સાધનો ના પણ વાપરે, એમની મરજી. મૂકેશભાઈ પાસે ડઝનબંધ પ્રાઈવેટ જેટ છે પણ એમાંનું એક પણ પ્લેન ચલાવતાં એમને આવડતું નથી. એમના પગારદાર પાયલટોને આવડે છે પણ એમાંના એકની પણ પાસે જેટ ખરીદવાની ત્રેવડ નથી. નગેન્દ્ર વિજય સાયન્સના માણસ છે. એ કોઈપણ કારણસર રિમોટફિમોટ વગેરેથી દૂર રહેતા હોય તો એની પાછળ એમનાં પોતાનાં કારણો હોવાનાં.
‘સફારી’ની ડિજિટલ એડિશન ચાલુ કરો એવી બૂમાબૂમ કરીને હુપાહુપ કરનારા હરખપદુડાઓને કહેવાનું કે જો તમે ખરેખર ‘સફારી’ના વાચક હો તો તમને ખબર હોવી જોઈએ કે ‘સફારી’ની ડિજિટલ એડિશન છે જ છે, એનું લવાજમ પણ લેવાતું હતું અને એની વિગતો ‘સફારી’ના દરેક અંકમાં પહેલા પાને દર મહિને છપાતી જ હતી, ડિજિટલ આવૃત્તિની જાણકારી આપતી જાહેરખબરો પણ આપવામાં આવતી હતી. તો હવે પછી બાપાને ‘પેલું’ શીખવાડવાની જુર્રત નહીં કરતા.
નગેન્દ્રભાઈએ ‘સફારી’ પ્રગટ કરતી પોતાની અંગત માલિકીની પ્રકાશન સંસ્થાનું નામ એક જમાનામાં નાના દીકરા પરથી ‘હર્ષલ પબ્લિકેશન્સ’ રાખ્યું તેને કારણે સામાન્ય વાચકોમાં એવી ગેરસમજ થાય છે કે આ કંપની હર્ષલની માલિકીની છે અથવા તો કંપની હર્ષલે ઊભી કરી હશે કે હર્ષલ એમાં પાર્ટનર હશે. આવી ગેરસમજનો ફાયદો લઈને કેટલાક ડાબેરી મવાલીઓએ ‘સફારી’ના ભોળા વાચકોમાં ભ્રમણા ફેલાવવાનું કામ શરૂ કર્યું છે.
વિગતે વાત કરીએ. નગેન્દ્રભાઈને ઉતારી પાડવા માગતા અને ‘સફારી’ના બંધ પડવાથી મનોમન તાળીઓ પાડતા સેક્યુલર છછુંદરો દ્વારા ફેલાવવામાં આવતા નરેટિવ વિશે ગઈ કાલે મેં જે વાત કરી તેના ત્રણ મુદ્દાઓને આજે લઈએ: 1. નગેન્દ્રભાઈ અને ‘સફારી’ની આર્થિક ઉન્નતિ હર્ષલને આભારી છે. 2. નગેન્દ્ર વિજય તો સમકાલીન સરકારને વેચાયેલા છે, રાઈટ વિંગના છે, નેહરુદ્વેષી છે, સાવરકરના પ્રેમી છે. 3. પિતાપુત્રના સંબંધ વણસ્યા એટલે ‘સફારી’ બંધ પડી ગયું.
આ મુદ્દાઓ વિશેની પ્રસ્તાવના તો તમને આ લેખમાં મળી જ ચૂકી છે. હવે આ ત્રણેય મુદ્દાઓને સાંકળીને આગળ વધીએ.
પહેલો મુદ્દો- આર્થિક ઉન્નતિ:
નગેન્દ્રભાઈએ ‘આ સંસ્થા મારી માલિકીની છે’ એવું કહીને દીકરાને વાસ્તવિક પરિસ્થિતિનો ખ્યાલ આપ્યો એના થોડા સમય પછી હર્ષલે છૂટા પડીને સ્વતંત્રપણે ‘જિપ્સી’ નામનું એક સુંદર ટ્રાવેલ માસિક શરૂ કર્યું જેને વાચકોએ ખૂબ વખાણ્યું. ગુજરાતીમાં સૌપ્રથમ વાર આ વિષય પર આટલું સમૃદ્ધ મૅગેઝિન પ્રગટ થયું. ‘જિપ્સી’ની ઉમદા પ્રોડક્શન ક્વૉલિટી જોઈને અને જાહેરખબરનાં પાનાંની પાંખી સંખ્યા જોઈને ક્યારેક કેટલાક લોકો વિચારતા કે આમાં બે છેડા ભેગા કેવી રીતે થાય? પણ તરત જ વિચાર આવતો કે નગેન્દ્ર વિજયના હોનહાર, અનુભવી અને સફળ પુત્ર છે એટલે એમણે સમજીવિચારીને જ આયોજન કર્યું હશે.
પણ જોરશોરથી શરૂ થયેલું ‘જિપ્સી’ કમનસીબે બેએક વર્ષમાં બંધ થયું. ‘સફારી’ના ખૂબ ફેલાયેલા વિતરણ નેટવર્કનો લાભ મળતો હોવા છતાં અને ‘સફારી’ના હજારો લવાજમ ભરનારા ગ્રાહકોની સાથે સંપર્ક હોવા છતાં ઘણીવાર ‘જિપ્સી’ની નવી નક્કોર નકલોનાં બંડલો પ્રેસમાં પડ્યાં રહેતાં. આવી સ્થિતિ કોઈ પણ વાચનપ્રેમી વ્યક્તિ માટે અસહનીય હોય.
જો ખરેખર ‘સફારી’ની ઉન્નતિ હર્ષલે કરી હોય ( જે આ દાવો હર્ષલના વામપંથી મિત્રો-પરિચિતો-ટેકેદારો કરે છે) તો ‘જિપ્સી’ની આ દશા ના થાત, એક જમાનામાં જે આર્થિક સંઘર્ષો વચ્ચે પિતાને ઝઝૂમવું પડ્યું એનું પુનરાવર્તન હર્ષલે પોતે અનુભવ્યું ન હોત અને આર્થિક ઉપાર્જન માટે અન્ય કોઈ પ્રવૃત્તિમાં વ્યસ્ત ન થવું પડતું હોત.
બીજો મુદ્દો- નગેન્દ્ર વિજય તો સંઘી છે:
ગુજરાતને ઉધઈની જેમ કોતરી ખાવા માગતા ડાબેરીઓનું એક વિસ્તૃત અંડરવર્લ્ડ છે જેના ચિરકુટિયાઓ અત્યારે ફેસબુક પર નગેન્દ્રભાઈ અને ‘સફારી’ની બદબોઈ કરી રહ્યા છે. આ ડાબેરી પત્રકારો-લેખકોમાંના કેટલાકને ‘સફારી’માં નિયમિત લખવું હતું અને ‘સફારી’ના તંત્રીવિભાગમાં ઘૂસીને કામ કરવું હતું જેથી ક્રમશ: ‘સફારી’માં ડાબેરી વિચારધારા ઘુસાડી શકાય. નગેન્દ્રભાઈએ એ થવા ના દીધું. નગેન્દ્રભાઈની સિક્સ્થ સેન્સ પાવરફુલ છે. એમણે આ ડાબેરીઓ સાથે સંસ્કારી વર્તન રાખ્યું, એમની સાથે એમનાં ફંક્શનોમાં જઈને એમનું માન વધાર્યું પણ ‘સફારી’ની વાચનસામગ્રી પર એ લોકોનો પડછાયો પણ પડવા દીધો નહીં.
ડાબેરી ગેંગસ્ટરો એમ કંઈ હારે એમ નહોતા. યોગીજી પહેલાંના યુપીમાં રંગદારી અને ફિરૌતીનો ધંધો ઘણો ફૂલ્યોફાલ્યો હતો. વગદાર પિતાના સંતાનનું અપહરણ કરીને મનફાવે તેવી રકમની વસૂલી કરવાનું કામ કરનારા ગુંડાઓ પાસેથી પ્રેરણા લઈને ગુજરાતના વૈચારિક જગતની ગટરમાં પડ્યાપાથર્યા રહેતા આ ડાબેરી ગીધડાંઓએ નગેન્દ્રભાઈને પડતા મૂકીને પુત્ર હર્ષલના મિત્ર બની એને પાંખમાં લીધો. હર્ષલ અને નગેન્દ્રભાઈ વચ્ચે પિતાપુત્ર તરીકે જે કંઈ મતભેદ હતા તેમાં નિયમિતરૂપે પેટ્રોલની ટાંકીઓ ઠાલવવાનું કામ ડાબેરી ગટરના કોક્રોચો કરવા માંડ્યા. હર્ષલના મનમાં ઘૂસી ગયું કે ‘સફારી’માં નગેન્દ્રભાઈ ‘રાજકારણ’ના લેખો ઘુસાડે છે. આ બાબતે બન્ને વચ્ચે ઉગ્ર ચર્ચાઓ થતી અને પાછળથી મસમોટા ઝઘડાઓ થવા માંડ્યા. નગેન્દ્ર વિજય સમજાવતા રહ્યા કે નેહરુની ભૂલો હોય, ઇન્દિરા ગાંધીનું ભ્રષ્ટ શાસન હોય કે સાવરકરનું પ્રદાન હોય એવા અગણિત વિષયો પરના લેખો ‘સફારી’માં છપાય છે તેને ‘રાજકારણ’ વિશેના લેખો ના કહેવાય પણ એને ‘ઇતિહાસ’ વિશેના લેખો કહેવાય અને ભારતનો સાચો ઇતિહાસ વાચકો સુધી પહોંચાડવાનું પવિત્ર કાર્ય ‘સફારી’ કરે છે, કરતું જ રહેશે.
હર્ષલના માનસ પર કબજો જમાવી ચૂકેલા અને ગાઢ મિત્રો હોવાનો ડોળ કરી રહેલા વામપંથી ચૂ..હાઓએ અને અરાજકતાવાદી જીવજંતુઓએ ‘સફારી’માં વિશ્વયુદ્ધ, પાકિસ્તાન સાથેનાં ભારતનાં યુદ્ધો, સીમાવિવાદ, મોસાદ ઇત્યાદિ વિશેના લેખો વિશે ક્યારેય વિરોધ નોંધાવ્યો નથી. એ બધા પણ ઇતિહાસના જ લેખો હતા જે વિજ્ઞાનના મૅગેઝિનમાં છપાતા હતા. પણ જ્યારે જ્યારે ડાબેરીઓએ ઊભી કરેલી ઈકો સિસ્ટમની વિરુદ્ધ ભારતના ઇતિહાસના લેખો છપાતા ત્યારે અચાનક એમનો વિજ્ઞાનપ્રેમ ઉછળી ઉછળીને બહાર આવી જતો અને એમાં એમને ‘રાજકારણ’ દેખાવા માંડતું.
‘સફારી’ માત્ર વિજ્ઞાનનું મૅગેઝિન નહોતું, જ્ઞાન-વિજ્ઞાનનું માસિક હતું. જ્ઞાનમાં ઇતિહાસનું જ્ઞાન પણ આવી જાય. પરંતુ ડાબેરીઓ નગેન્દ્રભાઈને ‘સંઘી’ કહીને ઉતારી પાડવા લાગ્યા. હકીકતમાં તો સો વર્ષથી ચાલતી આ ગૌરવશાળી સંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વિચારોનો પ્રચાર-પ્રસાર કરવો કે ‘સંઘી’ બનીને અનુસરવું એ ‘ગાંધીવાદી’ કે ‘માર્ક્સવાદી’ હોવા કરતાં એક હજારગણું પુણ્યશાળી કામ છે.
લોકો કેવા બદલાઈ જતા હોય છે. મને કોઈએ કહ્યું કે જે માણસ એક સમયે દિવસરાત નગેન્દ્રભાઈની ફરતે ગરબા ગાતો હતો એ આજે ‘સફારી’ વિશે લખે છે કે સફારી ‘સેંકડો‘ વાચકોનું માનીતું હતું! ‘સેંકડો’? જેનું સર્ક્યુલેશન છેલ્લે સુધી દસ હજાર કરતાં વધુ હતું એના કૉપી દીઠ એક ગણો તોય હજારો વાચકો આજની તારીખે પણ હતા. લાયબ્રેરીઓમાં જતી અને ઘરની અન્ય વ્યક્તિઓ દ્વારા વંચાતી વાસ્તવિકતાને ધ્યાનમાં રાખો તો સંખ્યા લાખો વાચકો સુધી પહોંચી જાય. એક જમાનામાં ‘સફારી’ વર્ષો સુધી નિયમિત વાંચ્યું હોય પણ સમય જતાં હવે વ્યસ્ત જીવનશૈલીને કારણે ‘સફારી’ સાથેનો સંપર્ક છુટી ગયો હોય એવા વાચકોની કુલ સંખ્યા કરોડો સુધી પહોંચે. પણ જવા દો, જે ડાબેરીઓ પાસે પોતાનું લખાણ વાંચતા હોય એવા માત્ર ડઝનેક વાચકો હોય એમને તો ‘સેંકડો’માં મૂકાતાં મીંડાં પણ અબજોની સંખ્યામાં હોય એટલાં લાગે. આવા ઉકોરડો પ્રકારના લોકો એક જમાનામાં નગેન્દ્ર વિજય જેવા સમજુ અને બુદ્ધિશાળી માણસની નજીક હતા એ જાણીને તમે કલ્પના કરી શકો છો કે અમીરઅલી ઠગની સેક્યુલર ટોળકી મુસાફરોનો વિશ્વાસ સંપાદન કરીને કેવી રીતે એમને ખંખેરતી હોય છે.
ત્રીજો મુદ્દો- પિતાપુત્રના સંબંધ વણસ્યા એટલે ‘સફારી’ બંધ પડી ગયું:
તમે 2018માં રિલીઝ થયેલી ‘સંજુ’ ફિલ્મ જોઈ છે? સંજય દત્તને (ફિલ્મમાં રણબીર કપૂરને) ઝુબીન મિસ્ત્રી (અભિનેતા જિમ સર્ભ) એનો મિત્ર બનીને કેવી રીતે ડ્રગ્સના રવાડે ચડાવે છે તે તમે નોંધ્યું હશે. સંજય દત્ત પિતા સુનિલ દત્તના (અભિનેતા પરેશ રાવલના) પણ કહ્યામાં રહેતો નથી. આટલા મોટા ને વગદાર, આદરણીય પિતાની સલાહથી વિરુદ્ધ જઈને સંજય દત્ત પેલા ઝુબીન મિસ્ત્રીના ફંદામાં ફસાઈને ઝુબીન પાસેથી ડ્રગ્સ ખરીદ્યા કરે છે અને છેવટે સંજયની કરિયર બરબાદ થઈ જાય છે. એણે ડ્રગ્સની લતમાંથી બહાર આવવા રિહેબિલિટેશન સેન્ટરમાં દાખલ થવું પડે છે.
‘આ સંસ્થા મારી માલિકીની છે.’ કહીને નગેન્દ્ર વિજયે હર્ષલને દરવાજો દેખાડ્યો ના હોત તો શક્ય છે કે ક્રમશ: હર્ષલના ભરોસોનો દુરૂપયોગ કરીને હર્ષલના ડાબેરી ડ્રગડીલર મિત્રો ‘સફારી’ની કન્ટેન્ટ પર હાવી થઈ ગયા હોત.
‘આ સંસ્થા મારી માલિકીની છે’ એવું કહીને નગેન્દ્રભાઈએ ‘સફારી’ને ડાબેરીઓના હાથમાં જતું બચાવી લીધું, ‘નિરીક્ષક’ જેવું ગટરપત્ર થતાં બચાવી લીધું. નગેન્દ્ર વિજયે આવું કરીને ‘સફારી’ દ્વારા રાષ્ટ્રની કેટલી મોટી સેવા કરી છે એનો તમને ખ્યાલ આવે એટલા માટે મારે આટલા ઊંડા ઉતરવું પડ્યું.
કનૈયાલાલ મુનશી સમા ભારતમાતાના સાચા સપૂત, સરદાર વલ્લભભાઈ પટેલના જમણા હાથ, સોમનાથના મંદિરનો જિર્ણોદ્ધાર કરવાનો જશ જેમને જાય છે, હૈદરાબાદના નિઝામનો કાન પકડીને એને ભારતમાં ભેળવી દેવાના ‘પોલીસ એક્શન’ની જવાબદારી સરદારે જેમને સોંપેલી અને વિશ્વ હિંદુ પરિષદ જેવી પ્રતિષ્ઠિત રાષ્ટ્રવાદી સંસ્થાના સ્થાપકોમાંના એક એવા કનૈયાલાલ માણેકલાલ મુનશીના અવસાન પછી એમણે સ્થાપેલી, સીંચેલી અને સમૃદ્ધ કરેલી ભવ્ય સંસ્થા ‘ભારતીય વિદ્યાભવન’ પર જેમ વખત જતાં સેક્યુલરો ચડી બેઠા અને સનાતન વિચારોના પ્રચાર-પ્રસાર માટેની સંસ્થાને ડાબેરી હરામખોરોની ઇકો સિસ્ટમમાં ફેરવી દીધી એવી રીતે ‘સફારી’ તો વળી કઈ વાડીનો મૂળો છે, ચપટીમાં એની વાચનસામગ્રી પર કબજો મેળવી લઈશું, એવું માનનારા સડકછાપ ડાબેરીઓએ પિતાપુત્રને એકમેકથી દૂર કરીને ઘોર અપરાધ કર્યો છે. સંજુની જેમ હર્ષલ પણ ડાબેરી વિચારોની ડ્રગ્સથી છૂટવા માટે મક્કમ મનોબળ સાથે રિહેબિલિટેશન સેન્ટરમાં દાખલ થઈને ચોખ્ખા થઈને બહાર ના આવે ત્યાં સુધી ‘સફારી’માં એમનું પુનરાગમન શક્ય નથી એવું હું માનું છું. ડાબેરી વિચારોની ખતરનાક અસરથી છૂટવા માટે મુંબઈના પવઈ વિસ્તારમાં એક અક્સીર પુનર્સુધાર કેન્દ્ર ચાલે છે એવું મારા ધ્યાનમાં છે- સૌરભ શાહનું ઘર-પુસ્તકાલય જેનાં દ્વાર હર્ષલ પુષ્કર્ણા માટે 24×7 ખુલ્લાં છે.
• • •
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ
મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.
‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.
જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.
દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.
‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.
‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.
આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)
તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:
BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis
Net Banking / NEFT / RTGS-
Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings
A/c No. : 33520100000251
IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)
Branch Pin Code : 400076
તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.
આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.
તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.
જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.
સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).
• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો