તંદુરસ્તી માટે જેમ શ્રદ્ધા જરૂરી, ધીરજ જરૂરી એમ ચિંતન પણ એટલું જ જરૂરી : સૌરભ શાહ

( લાઉડ માઉથ: ‘સંદેશ’, અર્ધ સાપ્તાહિક પૂર્તિ. બુધવાર, 19 ફેબ્રુઆરી 2025 )

કોઈ પણ બાબત પરની શ્રદ્ધા ત્યારે જ ટકે છે જ્યારે ધીરજ હોય. અધીરા અને ઉતાવળા સ્વભાવના લોકોમાં ધીરજનો કે સબૂરીનો અભાવ હોવાનો અને મનની આ ચંચળતાને કારણે શ્રદ્ધા પણ ઘણી વખત ડગમગી જાય એવું ચોક્કસ બને.

અહીં મારે સ્વાસ્થ્ય અને ચિકિત્સા પદ્ધતિ માટેની શ્રદ્ધા વિશે વાત કરવી છે. આ શ્રદ્ધા ત્યારે જ દ્રઢ થાય જ્યારે તમે ધીરજ ધરવા તૈયાર હો. તમારે રાહ જોવી પડે. દરેક વાત માટે ધીરજ રાખવી પડે છે જિંદગીમાં.

આપણે હજુ ધીરજ રાખતા શીખ્યા નથી. આયુર્વેદના તથા નેચરોપથીના ઉપચારોથી રાતોરાત તમે સાજા થઈ જવાના નથી. અઠવાડિયા માટે યોગાસન કરી લેવાથી કે સપ્તાહ સુધી રોજ અડધો અડધો કલાક અનુલોમ-વિલોમ, કપાલભાંતિ, ભસ્રિકા કે બાહ્ય પ્રાણાયામો કરી લેવાથી તમારી તબિયત સુધરી જવાની નથી. તમે વર્ષો સુધી તમારું શરીર બગડવા દીધું છે – દસ, વીસ, પચીસ, પચાસ વર્ષ સુધી – તો એને સુધારવા માટે એટલા અઠવાડિયાંનો તો સમય આપો, તમે તો એટલા દિવસ માટે પણ ધીરજ ધરતા નથી.

શ્રદ્ધા અને ધીરજની વાતમાં એક ત્રીજી બાબત ઉમેરવાનું મને મન થાય છે અને તે છે – ચિંતન. આ ચિંતન એટલે કોઈ ટિપિકલ અધ્યાત્મિક કે ફિલોસોફિકલ ચિંતન વાત નથી કરતો પણ વિચારવંત બનવાની વાત છે. સ્વતંત્રપણે વિચારવાની આપણામાં રહેલી શક્તિનો ઉપયોગ કરવાની વાત છે. આંધળુકિયાં નહીં કરવાની, ગારડિયા પ્રવાહમાં નહીં તણાવાની, બીજાઓ આમ કરે છે એટલે મારે પણ આમ જ કરવું જોઈએ એવી માનસિકતામાંથી બહાર આવવાની વાત છે.

હું જેમને ‘થિન્કિંગ પર્સન’ કહું છું તેમાં કોઈ ચિંતક-વિચારક-વિદ્વાનોની વાત નથી કરતો પણ સામાન્ય માણસો પોતાની પ્રકૃતિને, સ્વ-ભાવને ઓળખવાની કોશિશ કરે અને દસે દિશાઓમાંથી જ્ઞાન-માહિતી એકઠાં કરીને છેવટે નક્કી કરે કે આ બધાંમાંથી મારા માટે કેટલું ઉપયોગી છે, કયું કૉમ્બિનેશન મને સૌથી વધારે અનુકૂળ આવશે – આ પ્રકારના ચિંતનની વાત કરું છું. આ પ્રક્રિયામાંથી પસાર થયા બાદ આખરી નિર્ણય લીધા પછી એમાં જ્યાં જરૂરી લાગે, જ્યારે જરૂરી લાગે, જેટલું જરૂરી લાગે તેટલું ફાઇન ટ્યુનિંગ કરતાં રહીએ, એમાં સુધારા-વધારા-ઉમેરા-બાદબાકી કરતા રહીએ એવા વિચારશીલ બનીએ તે માટેના ચિંતનની વાત કરું છું.

ઉપચાર પદ્ધતિ માટે જેમ શ્રદ્ધા જરૂરી, ધીરજ જરૂરી એમ આવું ચિંતન પણ એટલું જ જરૂરી.

મલ્ટી થેરપીમાં વર્ષોથી વિશ્વાસ છે. હોમિયોપથીની દવાઓ અમુક બાબતોમાં મારા માટે અક્સીર પુરવાર થઈ છે. કુદરતી ઉપચારો ફાયદાકારક પુરવાર થયા જ છે. આયુર્વેદની દવાઓ તેમ જ ક્યારેક એલોપથીના ઉપચાર પણ કામ લાગ્યા છે.

ઉપચારપદ્ધતિ વાસ્તવમાં જીવન પદ્ધતિ છે. જીવન ક્યારેય એકાંગી ન હોઈ શકે – મલ્ટીફેસિટેડ હોવું જોઈએ. કોઈ એમ કહેતું હોય કે જીવનમાં દરેક ભોજનમાં માત્ર કાચાં શાકભાજી, કાચા સલાડ, કાચા ફણગાવેલા કઠોળ – બધું જ કાચું કાચું ખાવું જોઈએ તો આપણે એવું કહેનારા-કરનારાઓનો સંપૂર્ણ આદર કરીને એમની વાત નકારવી જોઈએ. ભોજનમાં કાચા સલાડ કે કાચા સ્પ્રાઉન્ટ્સને જરૂર સ્થાન હોવું જોઈએ પણ કાચા આહારનો અતિરેક ન હોય. અતિરેક કોઈ પણ વાતનો ન હોય. બધાં જ દર્દ માત્ર એક્યુપંક્ચરથી જ ઠીક થઈ જશે કે હોમિયોપથી દ્વારા જ ઠીક થઈ જશે એવું કોઈ કહે તો તે પણ હું ન માનું. આયુર્વેદ અને નેચરોપથીમાં હન્ડ્રેડ પર્સન્ટ શ્રદ્ધા હોવા છતાં મારે દાંતની ટ્રીટમેન્ટ માટે એલોપથીનું ભણેલા અને એલોપથીનો જ અનુભવ ધરાવનારા કોઈ સારા ડેન્ટિસ્ટ પાસે જ જવું પડે. કાલ ઉઠીને ન કરે નારાયણ અને રસ્તો ક્રોસ કરતાં મને અકસ્માત થઈ ગયો અને હાથબાથ કપાઈ ગયો તો હું આયુર્વેદનો કે નેચરોપથીનો ઉપચાર કરીશ કે તાબડતોબ હૉસ્પિટલમાં દાખલ થઈને મારો હાથ પાછો સંધાઈ જાય એ માટેનો ઇલાજ કરીશ?

કોઈને ફ્રૂટ્સમાં સંતરાં બહુ ભાવે. શ્યુગરનો પ્રોબ્લેમ હોય તો ખવાય કે નહીં? જેટલાને પૂછીએ તે સૌ અલગ અલગ જવાબ આપે. અમુક નિષ્ણાતો કહે કે ચોક્કસ ખવાય, અમુક ધરાર ના પાડે. તો હવે શું કરવું? સંતરું લઈ જઈને કોઈ લેબોરેટરીમાં પહોંચીને તપાસ કરાવવાનું કે એમાં શ્યુગર કન્ટેન્ટ કેટલી હોય છે કે પછી જે કંઈ વાંચ્યું. જાણ્યું છે એના પર ભરોસો રાખીને નક્કી કરું કે સંતરું ખાવું કે નહીં?

બેસ્ટ એ છે કે સંતરું ખાઈને જોવાનું – અઠવાડિયું પંદર દિવસ – બીજો બધો આહાર નૉર્મલ હોવો જોઈએ. પછી જોવાનું કે શ્યુગર વધે છે કે યથાવત રહે છે. વધી જાય તો બંધ, ન વધે તો ચાલુ રાખો.
સિમ્પલ.

આવું જ બીજી ઘણી બાબતમાં. ફ્રૂટ્સની જ વાત કરીએ તો પાઇનેપલ, ચેરી, સ્ટ્રૉબેરી જેવાં ફળ ખાવાથી શ્યુગર વધે કે ઘટે? આવું બધું પૂછવાને બદલે જાતે જ મારા પર પ્રયોગ કરીને નક્કી કરી લેવાનો. જેઓ સલાહ આપનારા નિષ્ણાતો છે તેઓ પોતાના જ્ઞાન-અનુભવને કારણે સાચી જ સલાહ આપતા હશે પણ એ એમનું જનરલ ઑબ્ઝર્વેશન હોવાનું. પોતાની પ્રકૃતિમાં વાત-પિત્ત-કફનું પ્રમાણ કેટલું છે અને ક્યારે એમાં વધઘટ થાય છે એ બધાને થોડી ખબર હોય? તમને પોતાને પણ ખબર ન હોય. માટે જ તમારે નક્કી કરવાનું હોય કે તમને કયું ફ્રુટ કે કયો ખોરાક માફક આવે છે અને કયા પ્રકારનો ખોરાક તમારા માટે હાનિકારક છે, શું ખાવાનું તમારે ઓછું કરી નાખવું જોઈએ કે સદંતર બંધ કરી દેવું જોઈએ.

કોઈ પોતાના જીવનમાં જે કંઈ કરે તે તમને આદર્શ લાગે તો પણ એ બાબતમાં તમારાથી આંધળુકિયાં ન થાય. એમના સમગ્ર જીવનને અનુરૂપ હોય એવી લાઇફસ્ટાઇલમાંનો એક નાનકડો કિસ્સો ટાંકીને આપણે બીજાઓને કે આપણી જાતને ગેરમાર્ગે ન દોરીએ. પહેલવાનો રોજનું દસ લીટર દૂધ પી જાય કે બે વાટકા ભરીને ઘી પી જાય તો તમારે મનોમન એમને વંદન કરી લેવાનાં પણ એમનું અનુકરણ નહીં કરવાનું.

ચિંતન આ બાબતનું કરવાનું હોય. શ્રદ્ધા અને ધીરજ રાખ્યા પછી પણ જો આવું ચિંતન નહીં હોય તો તમારી ઉપચાર પદ્ધતિ ગમે એટલી ઉત્તમ હશે, તમે એનો પૂરેપૂરો લાભ નહીં લઈ શકો.

ઉપચાર પદ્ધતિની બાબતમાં જ નહીં, જીવનનાં તમામ પાસાંની બાબતમાં આવું ચિંતન કરવાની અને એ ચિંતનના પરિપાકને જીવનમાં અમલમાં મૂકવાની તૈયારી કરવી જોઈએ. બીજાએ જે રીતે સફળતા મેળવી તે રીતે તમે સફળ થવા માગતા હશો તો કદાચ ઊંધે માથે પટકાઓ એવું પણ બને. બીજાઓ શું કરે છે તેનું નિરીક્ષણ કરીએ પણ છેવટે પોતાના માટે શું સાચું છે, શું યોગ્ય છે તે નક્કી કરીએ. તબિયતની બાબતમાં તો ખાસ.

બુદ્ધ ભગવાનને એમના શિષ્ય આનંદે પૂછ્યું હતું કે, ‘ભગવન્, આપ જ્યારે આ દુનિયામાં નહીં હો ત્યારે અમને કોણ માર્ગદર્શન આપશે?’

ભગવાન બુદ્ધે જવાબ આપ્યો હતોઃ ‘અપ્પ દીપો ભવઃ’

તારો દીવો તું જ થા. અર્થાત્ તું જ તારી જાતને પ્રકાશમાન કર, બીજાઓ પર આધાર નહીં રાખવાનો. આ જિંદગી તારી છે, તું જ એના માટે સંપૂર્ણપણે જવાબદાર છે, તું જ એના માટે પૂરેપૂરી નિષ્ઠાથી કામ કરી શકીશ, તારા જેવી નિષ્ઠા બીજું કોઈ તારા માટે લાવી નહીં શકે.

ઉપચારો માટે બીજાઓને જરૂર સાંભળીએ, વાંચીએ પણ છેવટે તો આપણે જ આપણા ડૉક્ટર છીએ. આપણા વૈદ્યરાજ, આપણા ઉપચારક આપણે પોતે જ છીએ.

સાયલન્સ પ્લીઝ!

બીમારી આવે ત્યારે જ ખબર પડશે કે તંદુરસ્ત શરીર કેટલું મુલ્યવાન છે.

—અજ્ઞાત

• • •

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ

મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.

‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.

જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.

દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.

આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)

તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:

BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis

Net Banking / NEFT / RTGS-

Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings

A/c No. : 33520100000251

IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)

Branch Pin Code : 400076

તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.

આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.

તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.

જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.

સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).

HiSaurabhShah@gmail.com

Twitter.com/hisaurabhshah

Facebook.com/saurabh.a.shah

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here