( લાઉડમાઉથ, સંદેશ, અર્ધ સાપ્તાહિક પૂર્તિ: બુધવાર, ૮ જાન્યુઆરી ૨૦૨૪)
સજ્જાદ હુસૈન હિંદી ફિલ્મ ઉદ્યોગના બહુ તેજસ્વી સંગીતકાર હતા. નૌશાદ, મદનમોહન કે શંકર જયકિશનની કક્ષાના. ખુદ લતા મંગેશકર પણ સજ્જાદ હુસૈન માટે ગાવું એક લહાવો છે એમ માનતાં, અને એમના માટે રિહર્સલ કરતી વખતે લતાજી ડરતાં – ક્યાંક ભૂલ ન થઈ જાય. આજે કોણ યાદ કરે છે સજ્જાદ હુસૈનને? કેટલી મોટી પ્રતિભા. શા માટે એ ભુલાઈ ગયા?
સજ્જાદ હુસૈનના સ્વભાવની ઈન્ડસ્ટ્રીમાં ખૂબ ટીકા થતી. એમને કોઈની સાથે બનતું નહીં. બહુ ઓછી ફિલ્મોમાં કામ કરવાની એમને તક મળી. આટઆટલી ટેલન્ટ એમનામાં હતી તો પણ. પાછલાં વર્ષોમાં તો એમને કામ મળતું પણ નહીં. ૧૯૯૦ના દાયકામાં સજ્જાદ હુસૈનનું મૃત્યુ થયું. ન કામની દૃષ્ટિએ, ન નામની દૃષ્ટિએ, ન દામની દ્રષ્ટિએ એમને જે મળવું જોઈતું હતું એનાથી આજીવન તેઓ વંચિત રહ્યા.
દરેક ક્ષેત્રમાં આવા સજ્જાદ હુસૈનો તમને જોવા મળે જેઓ પોતાના ક્ષેત્રમાં ટેલન્ટની દૃષ્ટિએ મહારથી હોય પણ પછી ત્યાં જ પૂર્ણવિરામ આવી જતું હોય. સ્વભાવને કારણે કે વધુ ચોકસાઈપૂર્વક કહીએ તો એમની ઍટિટ્યુડને કારણે, જીવન પ્રત્યેના એમના અભિગમને લીધે, જીવનને જોવાની દૃષ્ટિને કારણે એમનામાં રહેલી તેજસ્વિતાને પ્રગટ થવાની તક મળતી નથી અને મળે છે તો બહુ ઓછી મળે છે.
નાટ્યદિગ્દર્શકો, પત્રકારો, સાહિત્યકારો, સંગીતકારો, ગાયકો અને શિક્ષકોથી માંડીને ડોક્ટર, સીએ, બિઝનેસમેન, મૅન્યુફેક્ચરર તથા ટ્રેડર અને દલાલો કે બ્રોકરો સુધીની તમામ વ્યવસાયની વ્યક્તિઓમાં કે નોકરિયાત વર્ગમાં તમે એક વાત નોંધી હશે. આ તમામ ક્ષેત્રોમાં કેટલીક વ્યક્તિઓ એવી હોય છે જેમનામાં ખૂબ ટેલન્ટ હોવા છતાં અને ટેલન્ટ સાથે મહેનત ભળતી હોવા છતાં એમને યોગ્ય રેક્ગ્નિશન મળતું નથી. રેક્ગ્નિશન એટલા માટે નથી મળતું કે એમની ટેલન્ટ ખૂબ બધા લોકો સુધી પહોંચતી નથી. એવી તક એમને મળતી નથી. કોઈ એમને એવી તક આપવા તૈયાર નથી અને એ પોતે જે શરતે તક મેળવવા માગે છે એ શરતો બીજાઓને મંજૂર હોતી નથી.
આવા તેજસ્વી લોકો પાછળ રહી જાય છે અને મીડિયોકર લોકો આગળ વધી જાય છે એનું કારણ શું? ઈન્ટેલિજન્ટ હોવું પૂરતું નથી હોતું. સફળ થવા માટે ઈમોશનલ ઈન્ટેલિજન્સ પણ તમારામાં હોય એ જરૂરી છે. ક્યારેક તો એવું પણ બને કે તમે ઈન્ટેલિજન્સની બાબતમાં એવરેજ હો પણ ઈમોશનલ ઈન્ટેલિજન્સ તમારામાં ભારોભાર હોય તોય તમે સડસડાટ આગળ વધી જાઓ. ઈન્ટેલિજન્સ વિના ચાલી જશે, ઈમોશનલ ઈન્ટેલિજન્સ વિના નહીં, એ વાતનો મહિમા સમજાવવા માટે આ લેખ નથી લખ્યો. સમજવું એ જરૂરી છે કે તમે ગમે એટલા ઈન્ટેલિજન્ટ હો પણ ઈમોશનલ ઈન્ટેલિજન્સની મહત્તા સ્વીકાર્યા સિવાય કોઈ છૂટકો નથી. દુનિયામાં પોતાના ક્ષેત્રમાં ટોચ પર પહોંચેલા તમામ લોકો માત્ર ઈન્ટેલિજન્ટ નથી હોતા, એમનામાં ઈમોશનલ ઈન્ટેલિજન્સ પણ ભારોભાર હોય છે.
ઈમોશનલ ઈન્ટેલિજન્સનો કોઈ ગુજરાતી પર્યાય ઝડપથી જીભે ચડતો નથી. આ ટર્મ કમ્પેરેટિવલી નવી છે. ૧૯૯૦ના અરસામાં વધારે પ્રચલિત થઈ. પણ કન્સેપ્ટ સાવ નવી નથી. છેક એરિસ્ટોટલના જમાનાથી ફિલસૂફો, ચિંતકો અને માનસશાસ્ત્ર સાથે નિસબત રાખનારાઓ આ કન્સેપ્ટ વિશે મંથન કર્યા કરે છે.
એરિસ્ટોટલે કહ્યું હતું કે કોઈ પણ વ્યક્તિને ગુસ્સે થતાં આવડે એ કંઈ અઘરી વાત નથી. પણ યોગ્ય સમયે, યોગ્ય કારણોસર અને યોગ્ય પદ્ધતિથી ગુસ્સો કરવાનું સહેલું નથી. આવું કહીને એરિસ્ટોટલ કહેવા માગે છે કે માણસે પોતાની લાગણીઓનો બુદ્ધિપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. આપણા આવેશો અને આવેગોને ચોક્કસ દિશા આપી શકીએ તો બુદ્ધિનું રૂપાંતર ડહાપણમાં થાય. લાગણીઓને મનફાવે તે દિશામાં દોડી જવાની ટેવ પડી ગઈ છે. આને કારણે જિંદગી અસ્તવ્યસ્ત થઈ જતી હોય છે. ગીતા-ઉપનિષદ સહિતનાં શાસ્ત્રોમાં આવતી ઈન્દ્રિયોને કાબૂમાં રાખવાની વાત ઈમોશનલ ઈન્ટેલિજન્સનો જ એક પ્રકાર થઈ.
દરેક માણસમાં ક્રોધની, સ્વાર્થની, વેરની, લાલચની કે ઘમંડની કે પછી એવી ઘણી નેગૅટિવ લાગણીઓ હોવાની. સમસ્યા આ લાગણીઓની હાજરીથી પેદા નથી થતી. એ લાગણીઓ ક્યાં, ક્યારે, કેવી રીતે પ્રગટ થાય છે એનું મહત્ત્વ છે. સવાલ એ છે કે માણસ પોતાની લાગણીઓનો બુદ્ધિપૂર્વક ઉપયોગ કેવી રીતે કરી શકે. ઈમોશનલ ઈન્ટેલિજન્સ એટલે લાગણીઓનો બુદ્ધિપૂર્વક ઉપયોગ કરવાનું શાસ્ત્ર.
માણસે પોતાની આસપાસની વ્યક્તિઓ સાથે, કુદરતી રીતે પ્રાપ્ત થયેલા વાતાવરણ સાથે અનુકૂળ થવું જ પડે છે. ક્યાં અનુકૂળ થઈ જવું અને કઈ બાબતોમાં તમારો જ કક્કો સાચો છે એવી જીદ પકડી રાખવી એ જાણવું અગત્યનું છે. દાખલા તરીકે શહેરમાં તમે રહેતા હો અને ટ્રાફિકની ભીડનો તમને ગમે એટલો કંટાળો હોય તોય તમારે વ્યાવસાયિક કામે કે સામાજિક કારણોસર અમુક હદ સુધી તો પરાણે અવરજવર કરવી પડવાની જ છે. આવી પરિસ્થિતિ સામે સતત આક્રોશ કર્યા કરવાથી કશું જ પરિણામ નથી આવતું. આની સામે અમુક બાબતોના આગ્રહને તમે પરિસ્થિતિ સાનુકૂળ ન હોય તો પણ, સામેના પ્રવાહે તરીને પણ, સાચવી રાખી શકો છો. દાખલા તરીકે તમારી આસપાસની વ્યક્તિઓ તમારા ભીતરની શાંતિને ચૂંથી ન નાખે તે માટે તમે તમારી શરત મુજબના એકાંતનું વાતાવરણ તમારા પૂરતું રચી શકો છો. ઈમોશનલ ઈન્ટેલિજન્સ કેળવીને તમે બીજાઓના અસ્તિત્વના મહત્ત્વને સ્વીકારતાં શીખો છો અને સાથોસાથ તમારા પોતાના અસ્તિત્વના આગવાપણાને ભૂંસાઈ જતું રોકવાની આવડત પણ કેળવી શકો છો. છેલ્લે આ ત્રણ મુદ્દા ધ્યાનમાં રાખવાના:
૧. પોતાના વિશેની સભાનતા. તમે શું કરી શકો છો એની જાણકારી. અર્થાત્ તમારી સ્વભાવગત મર્યાદાઓ તેમ જ પ્રકૃતિદત્ત ખામીઓ તેમ જ તમારામાં રહેલી ખૂબીઓ અને ખાસિયતોનો અંદાજ તમને હોવો જોઈએ.
૨. આત્મસંયમ અથવા તો કહો કે કામની બાબતમાં શિસ્ત. અન્ય પ્રવૃત્તિ કરવાનું ગમે એટલું મન થયું હોય છતાં એ લાલચો ટાળીને કામને જ પ્રાયોરિટી આપવાની જીદ.
અને ૩. બીજાઓ માટે સમભાવ. બધા લોકો તમારી સાથે તમે ઈચ્છો છો એવું જ વર્તન કરવાના નથી. એમના વર્તનથી અકળાયા વિના એમની સાથે વિવેકથી ખપ પૂરતી કામની વાત કરી લેવાથી તમારા મનનાં શાંત પાણીમાં બિનજરૂરી રીતે પડતા કાંકરાઓને તમે અટકાવી શકો છો.
આટલું થશે તો આપોઆપ સમજ આવી જશે કે તમે જ એક ડાહ્યા છો અને તમારી આસપાસના સર્વે બેવકૂફ છે એવું નથી.
આટલું કરતા થાઓ. પછી જુઓ કે શું રિઝલ્ટ આવે છે. તમારી સાથે હું પણ આ બધું અમલમાં મૂકવાની કોશિશ કરવાનો છું!
• • •
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ
મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.
‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.
જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.
દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.
‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.
‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.
આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)
તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:
BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis
Net Banking / NEFT / RTGS-
Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings
A/c No. : 33520100000251
IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)
Branch Pin Code : 400076
તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.
આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.
તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.
જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.
સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).
• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો
VERY FANTASTIC ARTICLE